આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

99 SHREE UVASAGGAHARAM PARSHVANATH BHAGWAN    મધ્યપ્રદેશમાં દુર્ગ શહેરથી દૂર નગપુર ગામ પાસે શિવનાથ નદીની પાવન ધરા પર કલરવ કરતા પ્રાકૃતિક વાતાવરણમાં ઉવસગ્ગહરં પાર્શ્વપ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. ગગનચુંબી ત્રણ ભવ્ય શિખરોથી શોભતા આ મંદિરની જમણી બાજુ કલ્યાણ મંદિર, ડાબી બાજુ નમિઉણ મંદિર, પદ્મવતી માતા તેમજ માણીભદ્રવીરનું મંદિર છે.

૯૯. શ્રી ઉવસગ્ગહરં તીર્થ - શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન

મધ્યપ્રદેશમાં દુર્ગ શહેરથી દૂર નગપુર ગામ પાસે શિવનાથ નદીની પાવન ધરા પર કલરવ કરતા પ્રાકૃતિક વાતાવરણમાં ઉવસગ્ગહરંપાર્શ્વપ્રભુનું ભવ્યાતિભવ્ય તીર્થ આવેલું છે. ગગનચુંબી ત્રણ ભવ્ય શિખરોથી શોભતા આ મંદિરની જમણી બાજુ કલ્યાણ મંદિર, ડાબી બાજુ નમિઉણ મંદિર, પદ્મવતી માતા તેમજ માણીભદ્રવીરનું મંદિર છે. કલ્યાણમંદિરમાં કાર્યોત્સર્ગ કલ્યાણ પાર્શ્વનાથ ભગવંત છે. પાર્શ્વનાથ ભગવાનના દશ ભવ નયનરમ્ય છે. મૂળનાયક શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાન ખૂબ જ નયનરમ્ય છે. શ્યામવર્ણી મૂર્તિના દર્શન કરતા આત્મા ભાવવિભોરબની જાય છે. આવી સુંદર અલૌકિક અંગેઅંગમાં સ્કુરણા પ્રગટ કરનાર પ્રભુજીની પ્રતિમા નજીક ઉગના ગામમાંથી મળી આવી છે. ઉત્તરપ્રદેશમાં ગંડક નદીના કિનારા પર પહાડોની વચ્ચે ઉગના ગામનાં ભુવનસિંહનેખેતરમાં ખાડો ખોદતા પ૦ ફુટ ઊંડે ખોદતાં ખાડો દૂધથી ભરાઈ ગયો. જેમાંથી શ્યામવર્ણની આ અલૌકિક પ્રતિમાજી મળી આવ્યાં. સાત ભાવિકોને સ્વપ્ન આવ્યું કે પ્રતિમાજી શ્રી નગપુરા ગામમાં ઉવસગ્ગહરંતીર્થમાં તીર્થાધિપતિ બનશે માટે આ મૂર્તિ રાવલમલજી ‘મણી’ને સોંપે દો. ત્યારબાદ આ પ્રતિમાજી દુર્ગ લાવવામાં આવ્યા હતા. જ્યારે નાળા પાસે રસ્તામાં મેટાડોર અટકી પડી. આગળ જાય જ નહીં. રાવલમલજીએ પ્રભુ પાર્શ્વનાથ અહીં બિરાજમાન થશે કહેવાની સાથે જ મેટાડોર ચાલુ થઈ ત્યાં ખોદકામ કરતા પ્રાચીન પાર્શ્વપ્રભુના પગલા નીકળ્યાને આજે પણ મંદિરમાં આગળ જ બિરાજમાન છે. જીવંત સર્પ સહિત નીકળેલ આ પ્રભુજી સૌના માટે આશ્ચર્ય, આસ્થા, ભક્તિનું અપૂર્વ આલંબન બની રહ્યા છે. આ જિનાલયથી પ્રતિષ્ઠા પ.પૂ.આ. રાજ્યશસૂરિશ્વરજી મ.સા.ના કરકમલો દ્વારા સંપન્ન થઈ છે. જ્યાં ર૦ વર્ષ પહેલાં માત્ર ખેતર અને જંગલ હતું ત્યાં આજે જિનભક્તિનું રમ્ય નંદનવન બની ગયું. ધર્મશાળા, ભોજનશાળાની પણ સુંદર વ્યવસ્થા આ તીર્થમાં છે. શ્રી મણિભદ્રવીરનો પણ આ તીર્થમાં ખૂબ મહિમા છે.  

શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ તીર્થ,મુ. નાગપુર જિલ્લો : દુર્ગ,(મ.પ્રદેશ)