આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

96 SHREE AVANTI PARSHVANATH BHAGWAN    ક્ષીપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેરમાં આ જિનાલય આવેલું છે. આ નગરનું પ્રાચીન નામ અવન્તીકા, પુષ્કરંજી વગેરે હતું. આ તીર્થનું કાળક્રમે ઘણીવાર પતન તેમજ ઉદ્ધાર થયો છે. જુદા જુદા સમયે શાસન પર પ્રભાવ પાડનાર આચાર્ય ભગવંતોએ પોતાની અમૂલ્ય શક્તિનો ઉપયોગ કરી આ તીર્થનો મહિમા વધાર્યો છે.

૯૬. શ્રી ઉજ્જૈન તીર્થ - શ્રી અવન્તી પાર્શ્વનાથ ભગવાન

ક્ષીપ્રા નદીના કિનારે ઉજ્જૈન શહેરમાં આ જિનાલય આવેલું છે. આ નગરનું પ્રાચીન નામ અવન્તીકા, પુષ્કરંજી વગેરે હતું. આ તીર્થનું કાળક્રમે ઘણીવાર પતન તેમજ ઉદ્ધાર થયો છે. જુદા જુદા સમયે શાસન પર પ્રભાવ પાડનાર આચાર્ય ભગવંતોએ પોતાની અમૂલ્ય શક્તિનો ઉપયોગ કરી આ તીર્થનો મહિમા વધાર્યો છે. અગિયારમી સદીમાં શ્રી શાંતિસૂરીજીએ વિદ્યાપ્રેમી પરમાસ્વંશના રાજા ભોજના દરબારમાં ૮૪ વાદિઓએ જીતીને ખૂબ જ સન્માન મેળવ્યું હતું આ રીતે જૈન ધર્મની પ્રચાર-પ્રસાર સંબંધની ઘણી ઘટનાઓ આ તીર્થ સાથે જોડાયેલી છે. અહીં આ સિવાય અન્ય ર૪ મંદિરો છે. પ્રભુ પાર્શ્વનાથજી અલૌકિક અને અજોડ છે.

શ્રી અવન્તી પાર્શ્વનાથ તીર્થ જૈન શ્વે.મૂ.પૂ.મારવાડી સમાજ ટ્રસ્ટ

અનંત પેઠ, દાની દરવાજા, પોસ્ટ ઃ ઉજ્જૈન-૪૫૬૦૦૧

રાજ્ય ઃ મધ્યપ્રદેશ ફોન ઃ ૦૭૩૪-૫૫૫૫૫૩(ટ્રસ્ટ કાર્યાલય)