આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

95 SHREE KAMIT PURAN PARSHVANATH BHAGWAN    આ ગામનું પ્રાચીન નામ તોરણ હતું જ્યારે શ્રી જન્મેજયે નાગદામાં નાગયજ્ઞ કર્યો હતો. ત્યારે ચારે દિશામાં તોરણદ્વાર બાંધવામાં આવ્યા હતા. ત્યારે એક તોરણ અહીં પણ બંધાયું હતું. ત્યારબાદ ત્યાં ગામ વસ્યું હતું તેથી તેનું નામ તોરણ પડ્યું ત્યારબાદ વખત જતાં તે ઉન્હેલ નામે પ્રચલિત થયું.

૯૫. શ્રી ઉન્હેલ તીર્થ - શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન

આ ગામનું પ્રાચીન નામ તોરણ હતું જ્યારે શ્રી જન્મેજયે નાગદામાં નાગયજ્ઞ કર્યો હતો. ત્યારે ચારે દિશામાં તોરણદ્વાર બાંધવામાં આવ્યા હતા. ત્યારે એક તોરણ અહીં પણ બંધાયું હતું. ત્યારબાદ ત્યાં ગામ વસ્યું હતું તેથી તેનું નામ તોરણ પડ્યું ત્યારબાદ વખત જતાં તે ઉન્હેલ નામે પ્રચલિત થયું. મંદિરમાં ઉપલબ્ધ ૧૦મી અને ૧૧મી સદીના અવશેષો પરથી કહી શકાય કે આ તીર્થ ૧૦મી સદીથી પહેલાનું છે. અહીં પણ અનેકવાર જીર્ણોદ્ધાર થયો હશે. છેલ્લો જીર્ણોદ્ધાર વિ.સં. ૧૭૦૦માં શ્રી ઉન્હેલ શ્રી સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો હાલમાં પણ જીર્ણોદ્ધાર કાર્ય ચાલુ છે. અહીં અમીઝરણા તથા જિનાલયમાં વાંજીત્રોના નાદ સંભળાવવા જેવી અનેક ચમત્કારી ઘટનાઓ બનતી રહે છે. પ્રતિમાજીના દર્શન કરતા જ મન પ્રસન્ન થઇ જાય છે.

શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘની પેઢી

પોસ્ટ :ઉન્હેલ :૪૫૬૨૨૧, જિ :ઉજ્જૈન, મધ્યપ્રદેશ ફોન :૦૭૩૬૬-૨૨૦૨૫૮ / ૨૨૦૨૩૭.