આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

92 SHREE RAVAN PARSHVANATH BHAGWAN    ૧૩ ઈંચ ઊંચા, ૯ ઈંચ પહોળા, સાત ફણાલંકૃત, પદ્માસને પદ્માસને બિરાજમાન આ શ્વેત સ્વામીની મનોહર મુખાકૃતિનું વર્ણન કરવા ઉપમાઓની ખોજ માટે ચોમેર આથડયો. આ પ્રાચીન જિનાલય પંદરમાં સૈકા સુધી વિદ્યામાન હતું. પંદરમાં સૈકામાં શ્રેષ્ઠી રામસિંહે સંઘસહિત શ્રી રાવણતીર્થની યાત્રા કરી. સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તે જિનાલય જીર્ણ થતાં સં. ૧૬૧૪માં શ્રૈષ્ઠી હીરાનંદે અલવરમાં નૂતન જિનાલયનું નિર્માણ કરાવ્યું અને શ્રી રાવણ પાર્શ્વનાથનું નૂતનબિંબ ભરાવી પ્રતિષ્ઠિત કરાવ્યું.

૯૨. શ્રી રાવણ પાર્શ્વનાથ ભગવાન

૧૩ ઈંચ ઊંચા, ૯ ઈંચ પહોળા, સાત ફણાલંકૃત, પદ્માસને પદ્માસને બિરાજમાન આ શ્વેત સ્વામીની મનોહર મુખાકૃતિનું વર્ણન કરવા ઉપમાઓની ખોજ માટે ચોમેર આથડયો. આ પ્રાચીન જિનાલય પંદરમાં સૈકા સુધી વિદ્યામાન હતું. પંદરમાં સૈકામાં શ્રેષ્ઠી રામસિંહે સંઘસહિત શ્રી રાવણતીર્થની યાત્રા કરી. સંઘપતિ પદ પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તે જિનાલય જીર્ણ થતાં સં. ૧૬૧૪માં શ્રૈષ્ઠી હીરાનંદે અલવરમાં નૂતન જિનાલયનું નિર્માણ કરાવ્યું અને શ્રી રાવણ પાર્શ્વનાથનું નૂતનબિંબ ભરાવી પ્રતિષ્ઠિત કરાવ્યું. આગ્રાના શ્રેષ્ઠી શ્રી હીરાનંદજી નિર્મિત શ્રી રાવણ પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૬પ૪ના મહા વદ ૧૩ને શનિવારે ખરતર ગચ્છના આદ્યપક્ષીય જિનચંદ્રસૂરિના આદેશથી વાચક રંગકળશે કરી હતી. સંવત ૧૯૮૩ના મહા સુદ પનાં દિને પૂ. આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના હસ્તે આ તીર્થની પુનઃપ્રતિષ્ઠા થઈ હતી.રાણની ટેકદૃઢતાની સુવાસ ચોમેર પ્રસરાવતું પ્રભાવ સંપન્ન શ્રી રાવણ પાર્શ્વનાથ તીર્થ આજે પણ વિદ્યામાન છે. વિક્રમના દશમના સૈકામાં થયેલા રાણાઅલ્વર રાજાએપોતાના નામ પરથી ‘અલ્વર પુર’ વસાવ્યું હોવાનું કહેવાય છે.શ્રી રાવણ પાર્શ્વનાથનું મુખ્ય તીર્થ અલવર છે. તદુપરાંત શ્રી જીરાવલા તીર્થની ૩રમી દેરીમાં પણ શ્રી રાવણ પાર્શ્વનાથની મનોહર મૂર્તિ બિરાજમાન છે. રાજસ્થાનમાં આવેલું અલવર મોટું શહેર અને જિલ્લાનું ગામ છે. રેલવે સ્ટેશનથી શહેર ૩ કિ.મી. દૂર છે. અલવર શહેરથી આ તીર્થ ૩ કિ.મી. દૂર છે. ગામમાં જૈનોની વસ્તી જૂજ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર ધાબાબંધી છે. થોડા વર્ષો પૂર્વે તેનો જિર્ણોદ્ધાર થયેલો છે. આ તીર્થ અત્યંત પ્રભાવસંપન્ન છે.

શ્રી રાવણ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

મુ. અલવર(રાજસ્થાન)