આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

91 SHREE NAGESHAVARA PARSHVANATH BHAGWAN    મળતા પ્રાચીન ઈતિહાસ મુજબ આ તીર્થ ૧ર૦૦ વર્ષ પ્રાચીન હોવાનું કહેવાય છે. પાર્શ્ચનાથ ભગવાનની આ પ્રતિમાજી પાર્શ્વનાથ જીવનકાળમાં અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્રદેવ દ્વારા નિર્મિત હોવાની માન્યતા છે. આ પ્રાચીન મંદિર જીર્ણ અવસ્થામાં હતું જેની દેખરેખ એક સંન્યાસી કરી રહ્યા હતા ત્યારબાદ જૈન સંઘ આનો કારોબાર હાથમાં લઈ છેલ્લા ૩૦ વર્ષથી આ તીર્થને પ્રચલિત કરી દીધું છે.

૯૧. શ્રી નાગેશ્વરજી તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

મળતા પ્રાચીન ઈતિહાસ મુજબ આ તીર્થ ૧ર૦૦ વર્ષ પ્રાચીન હોવાનું કહેવાય છે. પાર્શ્ચનાથ ભગવાનની આ પ્રતિમાજી પાર્શ્વનાથ જીવનકાળમાં અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્રદેવ દ્વારા નિર્મિત હોવાની માન્યતા છે. આ પ્રાચીન મંદિર જીર્ણ અવસ્થામાં હતું જેની દેખરેખ એક સંન્યાસી કરી રહ્યા હતા ત્યારબાદ જૈન સંઘ આનો કારોબાર હાથમાં લઈ છેલ્લા ૩૦ વર્ષથી આ તીર્થને પ્રચલિત કરી દીધું છે. પાર્શ્વનાથના દેહ પ્રમાણે નવ હાથ ઊંચી (૧૩.પ ફુટની) પ્રતિમાજીના દર્શન થતાં જ મન પ્રસન્ન થઈ જાય છે અને ભક્તિભાવ જગાડે છે. અહીં અધિષ્ઠાયક દેવ સાક્ષાત દર્શન આપે છે. અનેક વખતે  સર્પના રૂપમાં પ્રતિમાજીને વિંટળાયેલા દર્શન આપે છે. અહીં અનેક ચમત્કારી ઘટનાઓ બને છે. અતિ પ્રભાવિત અને ચમત્કારીક હોવાને કારણે આ તીર્થ ઘણું જ પ્રસિદ્ધ બન્યું છે. જિનાલયની ભમતીમાં નવનિર્મિત ચોવીશ જિનાલય શોભી રહ્યાં છે. ટ્રસ્ટીવર્ચ દીપચંદભાઈ જૈનના પ્રયાસથી તીર્થ ઘણો વિકાસ સાધ્યો છે. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથની વિશેષતા નીચે મુજબ છે. સંભવતઃ આ પ્રતિમાજીનું નિર્માણ શ્રી પાર્શ્વનાથના જીવનકાળ દરમિયાન થયેલ છે. પાષાણની અપેક્ષા રત્નોંથી નિર્મિત પ્રતિમાઓ સર્વ શ્રેષ્ઠ છે, કહેવામાં આવે છે, પહેલા આ પ્રતિમા મરકત માણિની હતી. ભગવાન પાર્શ્વનાથના મૂળ શરીરના માપ (૯ હાથ = ૧/૨ ફુટ)ની પ્રતિમા, તેવું જ નીલ વર્ણ, તેવોજ આકાર અને તેવા જ મોહક સ્મિતમુખી કાર્યોત્સર્ગ મુદ્રામાં બનેલી આ પ્રતિમા કોઈ પ્રભુજીને પ્રત્યક્ષ જોનાર જ બનાવીશકે તેમ જ છે. એટલે કે આ પ્રતિમાજી ધરણેન્દ્રે જ બનાવી છે. . તેનું આ પ્રમાણ કહી શકાય. સૌથી પહેલા આ પ્રતિમાજી અહીંચ્છત્રા નામની નગરીના સુવર્ણમંદિરમાં સ્થાપિત થઈ હતી. આ નગરી પ્રભુજીના જીવનકાળમાં જ પ્રવર્તમાન હતી.ધર્મશાળા તથા ભોજનશાળાની અહીં સુંદર સુવિધા છે.

શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થ પેઢી

પોસ્ટ :ઉન્હેલ, જિલ્લો :ઝાલાવાડ(રાજસ્થાન) સ્ટેશન :ચૌમહલા