આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

86 MANDOVARA PARSHVANATH BHAGWAN    આ ગામના એક શ્રાવકને પરમાત્માના દર્શન બાદ જ જમવાનો નિયમ હતો. પોતાના નિયમના પાલન અર્થે તે રોજ પાંચ માઈલ દૂર આવેલા ગામે દર્શનાર્થે જતો. તેના આ નિયમ પાલનની નિષ્ઠાથી પ્રભાવિત થઈને અધિષ્ઠાયક દેવે તેને સ્વપ્નમાં દર્શન આપ્યાં. આ નિર્ધન જૈનની મૂંઝવણને પામીને તેને દેવે સ્વપ્નમાં મૂંઝવણ નિવારણનો અને સંપત્તિ પ્રાપ્તિ માટેનો પણ ઉપાય બતાવ્યો.

૮૬. શ્રી મુંડારા તીર્થ - શ્રી મંડોવરા પાર્શ્વનાથ ભગવાન

આ ગામના એક શ્રાવકને પરમાત્માના દર્શન બાદ જ જમવાનો નિયમ હતો. પોતાના નિયમના પાલન અર્થે તે રોજ પાંચ માઈલ દૂર આવેલા ગામે દર્શનાર્થે જતો. તેના આ નિયમ પાલનની નિષ્ઠાથી પ્રભાવિત થઈને અધિષ્ઠાયક દેવે તેને સ્વપ્નમાં દર્શન આપ્યાં. આ નિર્ધન જૈનની મૂંઝવણને પામીને તેને દેવે સ્વપ્નમાં મૂંઝવણ નિવારણનો અને સંપત્તિ પ્રાપ્તિ માટેનો પણ ઉપાય બતાવ્યો. સ્વપ્નસૂચિત સ્થળે કેરડાના વૃક્ષ તળેથી આ શ્રાવકને શ્રી પાર્શ્વનાથના મનોહર બિંબને પ્રગટ કર્યું. પરમાત્માને જોઈને મન મોરલો નાચી ઉઠ્યો. દેરાસરના નિર્માણ કાર્ય માટે સંપત્તિની સમસ્યાનો ઉકેલ તો અધિષ્ઠાયકદેવે સ્વપ્નમાં સૂચવ્યો જ હતો. તે અનુસાર જવનો ટોપલો ભરીને રાત્રે તે સૂચિત સ્થાને મૂકી આવ્યો. સવારે ટોપલો લેવા ગયો તો બધા જ જવ સુવર્ણમય બની ગયા હતા. તે સુવર્ણનો વ્યય કરીને તેણે આરસનો ભવ્ય જિનપ્રસાદ બંધાવ્યો. શ્રી નયસંદર કૃત ‘શ્રીેખેશ્વર પાર્શ્વનાથ છંદ’માં પણ શ્રી પાર્શ્વપ્રભુના આ નામનો ઉલ્લેખ છે.શ્રી મંડોવરા પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર તીર્થ

મુ. મુંવાડા તા. સોજત, જિલ્લો : પાલી, વાયા : ચંડાવલ(રાજસ્થાન)