આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

85 SHREE VIJAY CHINTAMANI PARSHVANATH BHAGWAN    આજનું મેડતા પૂર્વકાળમાં મેદિનીપુર કે મેડતાપુર નામથી ઓળખાતી પ્રાચીન નગરી છે. આ નગર બારમા સૈકાથી પણ વધુ પ્રાચીન હોવાના પ્રબળ પુરાવા પ્રાપ્ત થયા છે. અહીંના હજારો બ્રાહ્મણો અને કડમડ નામના યક્ષને સૂરિદેવે પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અહીં શ્રી મહાવીર સ્વામી પ્રભુના મનોહર ચૈત્યનું નિર્માણ થયું હતું.
૮૫. શ્રી મેડતાસીટી તીર્થ - શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન 
આજનું મેડતા પૂર્વકાળમાં મેદિનીપુર કે મેડતાપુર નામથી ઓળખાતી પ્રાચીન નગરી છે. આ નગર બારમા સૈકાથી પણ વધુ પ્રાચીન હોવાના પ્રબળ પુરાવા પ્રાપ્ત થયા છે. અહીંના હજારો બ્રાહ્મણો અને કડમડ નામના યક્ષને સૂરિદેવે પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અહીં શ્રી મહાવીર સ્વામી પ્રભુના મનોહર ચૈત્યનું નિર્માણ થયું હતું. અહીંનો સુલતાન જૈન મંદિરો પાસેથી કર ઊઘરાવતો હતો. પૂ. સૂરિદેવે અહીંના સુલતાનને પ્રતિબોધ કરી પ્રતિબંધો દૂર કરાવ્યા. તેને જૈન ધર્મનો રાગી બનાવ્યો. શ્રી સિંહવિમલ ગણિને મોટા મહોત્સવ પૂર્વક અહીં ઉપાધ્યાય પદવી આપવામાં આવી. પં. મહિમા રચિત “ચૈત્ય પરિપાટી”માં અહીંના ૧૦ જિનાલયોનો પરિચય આપ્યો છે. 
શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જૈન મંદિર
ઠે. શ્રી પાર્શ્વનાથની વાડી મુ.પો. મેડતાસિટી, જિ. નાગોર(રાજસ્થાન)