આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

07. SHREE KALHARA PARSHVANATH BHAGWAN    ભરૂચનાં ધીકતાં બંદરી વ્યાપારે તેનું મહત્વ ખૂબ વધાર્યું હતું. લાટદેશનું આ મહત્વનું નગર એક કાળે સમૃદ્ધિના શિખર પર બિરાજમાન હતું. આ નગરના વૈભવથી લલચાઈને અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા જંગો ખોલ્યા હતા. અંડ મંત્રીએ કાષ્ટના આ જિનપ્રાસાદને ૩ર લાખ સોનૈયાનો વ્યય કરી પાષાણમય બનાવ્યો.

૭. શ્રી ભરૂચ તીર્થ - શ્રી કલ્હારા પાર્શ્વનાથ ભગવાન

ભરૂચનાં ધીકતાં બંદરી વ્યાપારે તેનું મહત્વ ખૂબ વધાર્યું હતું. લાટદેશનું આ મહત્વનું નગર એક કાળે સમૃદ્ધિના શિખર પર બિરાજમાન હતું. આ નગરના વૈભવથી લલચાઈને અનેક શાસકોએ તેનું આધિપત્ય પ્રાપ્ત કરવા જંગો ખોલ્યા હતા. અંડ મંત્રીએ કાષ્ટના આ જિનપ્રાસાદને ૩ર લાખ સોનૈયાનો વ્યય કરી પાષાણમય બનાવ્યો. કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વરદહસ્તે તેની પ્રાણપ્રતિષ્ઠા થઈ. મહારાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમર બની ગયી. મહારાજા કુમારપાળના મંત્રીએ પ્રસાદની પચ્ચીસ દેવકુલિકાઓને સુવર્ણ-ધ્વજથી મંડિત કરી. તે ઉપરાંત બીજા પણ ભવ્ય જિનપ્રસાદોનાં અહીં નિર્માણ થયાના ઉલ્લેખો પ્રાપ્ત થયાં છે. શ્રીમાળી પોળમાં શ્રી કલ્હારા પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય છે. આ પાર્શ્વનાથ ‘‘શ્રી કલ્યાણ પાર્શ્વનાથ’’ નામથી પ્રસિદ્ધ છે. શ્વેત વર્ણના આ પાર્શ્વનાથ અતિ પ્રાચીન અને મનોહર છે. અનેક પ્રાચીન રચનાઓમાં આ પાર્શ્વનાથને ‘કલ્હારા’ નામથી ઓળખવામાં આવ્યાં છે. ‘‘જૈનતીર્થોના ઈતિહાસમાં’’ શ્રી ન્યાયવિજયે ભરૂચના પાર્શ્વનાથને ‘‘શ્રી યશોધરા પાર્શ્વનાથ’’ નામથી ઓળખાવ્યા છે.

શ્રી કલ્હારા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

શ્રી મુનિસુવ્રત સ્વામી શ્વેતાંબર જૈન દેરાસર પેઢી, શ્રીમાળી પોળ, ભરૂચ-૩૯૨૦૦૧