આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

79. SHREE RANAKPURA PARSHVANATH BHAGWAN    આ તીર્થના ઈતિહાસ પર દૃષ્ટિ ફેંકતા એક પવિત્ર યુવાન રાજ્યમંત્રીના ઔદાર્ય અને કૌશલ્ય પ્રત્યે હૈયું નમી પડે છે. નલિનીગુલ્મવિમાન સમા જિનપ્રાસાદનું સર્જન કરવાનાં અરમાનોએ તેની સમગ્રતાને ઘેરી લીધી. પોતાનાં અરમાનોને મૂર્તિમંત કરવા કુંભારણા પાસેથી જમીન ખરીદી ત્યાં રાણપુરવસાવ્યું. ગામ ગામના કુશળ શિલ્પીઓને બોલાવી.

૮૯. શ્રી રાણકપુરજી તીર્થ - શ્રી રાણકપુરજી પાર્શ્વનાથ ભગવાન

આ તીર્થના ઈતિહાસ પર દૃષ્ટિ ફેંકતા એક પવિત્ર યુવાન રાજ્યમંત્રીના ઔદાર્ય અને કૌશલ્ય પ્રત્યે હૈયું નમી પડે છે. “નલિનીગુલ્મવિમાન” સમા જિનપ્રાસાદનું સર્જન કરવાનાં અરમાનોએ તેની સમગ્રતાને ઘેરી લીધી. પોતાનાં અરમાનોને મૂર્તિમંત કરવા કુંભારણા પાસેથી જમીન ખરીદી ત્યાં “રાણપુર”વસાવ્યું. ગામ ગામના કુશળ શિલ્પીઓને બોલાવી. ભવ્ય જિનપ્રાસાદના નિર્માણ કાર્યનાં મંડાણ કરાવ્યાં અને આખરે ઘરણાશામાં ભાવવિભોર ભક્તિભાવ અને ઉભરાત ઔદાર્યને તથા શિલઢપીઓના અદ્‌ભૂત કલા કૌશલ્યને પ્રદર્શિત કરતો ભવ્ય ચતુર્મુખ જિનપ્રાસાદ સાકાર બન્યો. આ જિનાલયનું નિર્માણ ૧પમાં સૈકામાં થયું હોવાનું અનુમાન છે. રાણકપુરના વાસી આ પાર્શ્વનાથ “રાણકપુ પાર્શ્વનાથ”તરીકે ઓળખાય છે.

શ્રી પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, મુ.પો. રાણકપુર. જિ. પાલી,સ્ટે. ફાલના. તા. દેસરી (રાજસ્થાન)