આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

78 SHREE SESLI PARSHVANATH BHAGWAN    મીઠડી નદીના તટે વસેલા સેસલી ગામમાં આજે જૈનોની વસ્તી બિલકુલ નથી. સં. ૧૧૮૭ના અષાઢ સુદ ૭ના શુભ દિને ભટ્ટાસ્ક શ્રી સાંનદસૂરિના વરદ હસ્તે આ પ્રતિમાજીને આ ભવ્ય જિનાલયમાં મહામહોત્સવપૂર્વક ગાદીનશીન કરવામાં આવ્યા. સં. ૧૨૫૨માં શ્રી ઉત્તમ વિજયે ગાયેલા શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદમાં પણ આ પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે.

૭૮. શ્રી સેસલી તીર્થ - શ્રી સેસલી પાર્શ્વનાથ ભગવાન

મીઠડી નદીના તટે વસેલા સેસલી ગામમાં આજે જૈનોની વસ્તી બિલકુલ નથી. સં. ૧૧૮૭ના અષાઢ સુદ ૭ના શુભ દિને ભટ્ટાસ્ક શ્રી સાંનદસૂરિના વરદ હસ્તે આ પ્રતિમાજીને આ ભવ્ય જિનાલયમાં મહામહોત્સવપૂર્વક ગાદીનશીન કરવામાં આવ્યા. સં. ૧૨૫૨માં શ્રી ઉત્તમ વિજયે ગાયેલા “શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામના છંદ”માં પણ આ પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. શ્રી સેસલી પાર્શ્વનાથનું માત્ર આ એક જ તીર્થ છે. આ નામના પ્રતિમાજી અન્યત્ર ક્યાંય બિરાજમાન નથી. પ્રતિવર્ષ કાર્તિકી પુનમ અને ભાદરવા સુદ ૧૦ના દિવસે અહીં મેળો ભરાય છે.

શ્રી સેસલી પાર્શ્વનાથ શ્વેતામ્બર તીર્થ પેઢી

મુ.પો.સેસલી, સ્ટે. ફાલના, તા. બાલી જિ. પાલી(રાજસ્થાન)