આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

77. SHREE DADA PARSHVANATH BHAGWAN    નવ ફણાની નવીનતાથી પ્રભુજીનું સૌંદર્ય વધુ મોહક બન્યું છે, આત્માનુભૂતિની ઉચ્ચ સપાટી સુધી પહોંચતા આ પ્રભુજી ૩૬ ઈંચ ઊંચા અને રર ૧/૪ ઈંચ પહોળા છે. ભક્તિ પ્રેર્યા દાદા શબ્દની પરમાત્માને સંબોધીને ભક્તજનો બાળકની અદાથી પરમાત્મા સમક્ષ સ્તુતિ કરતા હોય છે.

૭૭. શ્રી બેડા તીર્થ - શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાન

નવ ફણાની નવીનતાથી પ્રભુજીનું સૌંદર્ય વધુ મોહક બન્યું છે, આત્માનુભૂતિની ઉચ્ચ સપાટી સુધી પહોંચતા આ પ્રભુજી ૩૬ ઈંચ ઊંચા અને રર ૧/૪ ઈંચ પહોળા છે. ભક્તિ પ્રેર્યા ‘દાદા’ શબ્દની પરમાત્માનેસંબોધીને ભક્તજનો બાળકની અદાથી પરમાત્મા સમક્ષ સ્તુતિ કરતા હોય છે. અરવલ્લીની પહાડી નજીક નિર્જન એકાન્તના પવિત્ર વાતાવરણમાં ઊભેલું આ જિનાલય અંતરમાં અનુપમ આહ્‌લાદ ઉપજાવે છે. આ તીર્થનો  મહિમા અપરંપાર છે. શ્રી દાદા પાર્શ્વનાથજીની ગાદી પર સં. ૧૬૪૪નો લેખ છે. નરસિંહજીની પોળમાં આવેલું આ જિનાલય પરમાર્હત કુમારપાળે બંધાવ્યું હતું. પૌઢ અને પ્રભાવક જણાતાં આ પ્રતિમાજી લેપમય વેળુનાં છે.

શ્રી દાદા પાર્શ્વનાથજી જૈન શ્વેતામ્બર તીર્થ

સી/ઓ, બેડા મૂ. જૈન સંઘ સ્ટે. મોરીબેડા,તા. શિવગંજ, જિ.સિરોહી