આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

73 SHREE SIRODIDA PARSHVANATH BHAGWAN    ૩૬ ઈંચ ઊંચા આ પ્રભુજી સર્વને વાત્સલ્યની ભીંજવી દે છે. તે પરમ પ્રેમમૂર્તિ છે ! શ્રી સિરોડીઆ પાર્શ્વનાથનું સિરોડી તીર્થ વધુ પ્રસિદ્ધ નથી. છતાં પ્રાચીન અને પ્રભાવક છે. અરૂપી પણ મૂર્તિમંત આ વિભુના દિવસમાં વિશિષ્ટ ત્રણ રૂપ દેખાય છે. સં.૧૫૦૦ આસપાસમાં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

૭૩. શ્રી સિહોરી તીર્થ - શ્રી સિશોડીઆ પાર્શ્વનાથ ભગવાન

૩૬ ઈંચ ઊંચા આ પ્રભુજી સર્વને વાત્સલ્યની ભીંજવી દે છે. તે પરમ પ્રેમમૂર્તિ છે ! શ્રી સિરોડીઆ પાર્શ્વનાથનું સિરોડી તીર્થ વધુ પ્રસિદ્ધ નથી. છતાં પ્રાચીન અને પ્રભાવક છે. અરૂપી પણ મૂર્તિમંત આ વિભુના દિવસમાં વિશિષ્ટ ત્રણ રૂપ દેખાય છે. સં.૧૫૦૦ આસપાસમાં આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શુભ સાંન્નિધ્યમાં આ તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય રીતે ઊજવાયેલ. આ પ્રતિમાજી “શ્રી ગોડી પાર્શ્વનાથજી”ના નામથી વધુ પ્રસિદ્ધ છે. સં. ૧૬૬૭માં કવિવર શાંતિકુશલે રચેલા ‘‘૧૦૮ નામર્ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન’’માં સિસેડીમંડન ત્રેવીસમા તીર્થપતિને વંદના કરવામાં આવી છે.

શ્રી સિરોડિયા (ગોડી) પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ

તા. રેવદર.મુ. સિરોડી(મોટી પીન ઃ ૩૦૭૫૧૧, વાયા ઃ અનાદરા,

સ્ટે.આબુ રોડ, જિ. સિરોહી(રાજસ્થાન)