આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

72 SHREE JIRAYALA PARSHVANATH BHAGWAN    પરમ કૃપાળુ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન જીવિત સ્વામી કે જીવંત સ્વામી તરીકે પણ પ્રસિદ્ધ છે. ભગવાનની વિચરણ અવસ્થા-વિદ્યમાનતા - કે જીવિત દશામાં જે પ્રતિમા નિર્મિત-પ્રતિષ્ઠિત થાય છે. તેનેજ સ્વામી કહી શકાય છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથની નયનરમ્ય પ્રતિમા એ સમયની છે, જ્યારે પ્રભુજી વિદ્યામાન હતા.

૭૨. શ્રી જીરાવલા તીર્થ - શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન

પરમ કૃપાળુ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન ‘જીવિત સ્વામી કે જીવંત સ્વામી’ તરીકે પણ પ્રસિદ્ધ છે. ભગવાનની વિચરણ અવસ્થા-વિદ્યમાનતા - કે જીવિત દશામાં જે પ્રતિમા નિર્મિત-પ્રતિષ્ઠિત થાય છે. તેનેજ સ્વામી કહી શકાય છે. શ્રી જીરાવાલા પાર્શ્વનાથની નયનરમ્ય પ્રતિમા એ સમયની છે, જ્યારે  પ્રભુજી વિદ્યામાન હતા. એ સમયમાં પ્રથમ ગણધર શ્રી શુભ સ્વામીજીના સદોપદેશથી અર્બુદાચલની તળેટીમાં રત્નપુરનગરના ધર્મપરાયણ રાજા ચંદ્રયશાએ આ પ્રતિમાનું નિર્માણ કરી અંજન પ્રતિષ્ઠા કરાવી હતી. કાળાંતરે ભૂમિગત થયેલી આ પ્રતિમાજી ધાંધલ શ્રાવકને સ્વપ્ન આદેશથી જીરાપલ્લી સમિપે સિહોલી નદીના કિનારે દેવત્રી ગુફામાંથી પ્રાપ્ત થઈ અને તે પ્રભાવ સંપન્ન પ્રતિમાજી શિખરબદ્ધ પ્રાસાદમાં મૂળનાયક સ્વરૂપે વિર સંવત ૧૧૦૯માં પ્રતિષ્ઠિત થયા. ત્યાર પછી આ તીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો છેલ્લી પ્રતિષ્ઠા સંવત ૨૦૨૦માં પ.પૂ. આચાર્ય શ્રી વિજયહિમાચલસૂરીશ્વરજીના હાથે સંપન્ન થઈ. વર્તમાન સમયમાં ફરી વખત આ તીર્થનો જીર્ણોદ્ધારની સ્થિતિ ઉત્પન્ન થતા અધ્યાત્મયોગી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં શ્રી તીર્થ નિર્માણ સમિતિ બનાવાઈ. આચાર્યશ્રીએ આશીર્વાદ દઈને પ્રેરણા પૂર્વક માર્ગદર્શન આપ્યું. મુખ્ય મંદિરના નકશા બનાવાયા અને કાર્ય આગળ ધપી રહ્યું હતુેં. તેવામાં જ નિશ્રાદાતા પ.પૂ.આચાર્યશ્રી કાળધર્મ પામ્યા અને આ કાર્ય આગળ વધતુ અટકી ગયું. પરંતુ પૂજ્ય આચાર્યશ્રીની તીવ્ર ભાવનાને ધ્યાનમાં લઈ ટ્રસ્ટી મંડળે આ કાર્ય આગળ વધાર્યું. ગયા વર્ષે સામુહિક અઠ્ઠમ તપ દ્વારા તીર્થોદ્વાર હેતુ શાંતિ આવી. ૮૦૦ તપસ્વી ભાઈઓ-બહેનોએ અઠ્ઠમ તપ કરી, જાપ કરી આ અનુષ્ઠાનમાં ભાગ લીધો. અને વિ.સં. ર૦૫૯ અષાઢ સુદ ૩ના શુભ દિને અનેક પ્રખર આચાર્યોની નિશ્રામાં વિધિવત્‌ ઉત્થાપન અને ચલ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. તે જ પ્રમાણે પ્રભુ કૃપાથી વિ.સં. ૨૦૬૧ મહા સુદ ૩ના દિવસે ખાત મુહૂર્ત(ભૂમિ પૂજન) વિધિ સુખ પૂર્વક સંપન્ન થઈ.

શ્રી જીરાવાલા પાર્શ્વનાથ જૈન તીર્થ ટ્રસ્ટ, જીરાવલા, રાજસ્થાન.