આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

64 SHREE BHADRESHAVAR PARSHVANATH BHAGWAN    મહાવીર ભગવાનના કાળમાં ભદ્રાવતીના નામથી ઓળખાતી આ પ્રાચીન નગરી આજે ભદ્રેશ્વર કે વસઈના નામથી પ્રસિદ્ધ છે. અૂપૂર્વ જિનભક્તિ, બ્રહ્મચર્યનું પાલન અને તપની આરાધનાને કારણે અહીંના દેવચંદ્ર શ્રેષ્ઠીને પવિત્ર ધર્માત્મા તરીકે સહુ આદરથી સન્માનતા. ગુરુ ભગવંતના મુખેથી જિન ભક્તિનો અપાર મહિમા સાંભળીને આ ધર્માત્માના અંતરમાંં એક ભવ્ય જિનાલય બંધાવવાનાં અરમાન થયા.

૬૪. શ્રી ભદ્રેશ્વરજી તીર્થ - શ્રી ભદ્રેશ્વર પાર્શ્વનાથ ભગવાન

મહાવીર ભગવાનના કાળમાં “ભદ્રાવતી”ના નામથી ઓળખાતી આ પ્રાચીન નગરી આજે ‘ભદ્રેશ્વર’ કે ‘વસઈ’ના નામથી પ્રસિદ્ધ છે. અૂપૂર્વ જિનભક્તિ, બ્રહ્મચર્યનું પાલન અને તપની આરાધનાને કારણે અહીંના દેવચંદ્ર શ્રેષ્ઠીને પવિત્ર ધર્માત્મા તરીકે સહુ આદરથી સન્માનતા. ગુરુ ભગવંતના મુખેથી જિન ભક્તિનો અપાર મહિમા સાંભળીને આ ધર્માત્માના અંતરમાં એક ભવ્ય જિનાલય બંધાવવાનાં અરમાન થયા. પ્રભુ વીરના નિર્વાણ પછીના ર૩માં વર્ષે આ શ્રેષ્ઠીએ ભદ્રાવતી નગરીમાં એક દેવવિમાન જેવું ભવ્ય જિનાલય બંધાવી પોતાના કોડ પૂરા કર્યા. આ જિનપ્રાસાદમાં ત્રેવીમાં તીર્થપતિ શ્રી પાર્શ્વપ્રભુના મનોરમ્ય પ્રતિમાજીને કપિલ કેવળીના હસ્તે પ્રતિષ્ઠિત કર્યા. આ તીર્થના સ્થાપના અંગેની આ અનુશ્રુતિને વિ.સં.૧૯૩૯માં જીર્ણોદ્ધાર પ્રસંગે મળી આવેલા એક તામ્રપત્રનું લખાણ પણ સમર્થન આપે છે તેમ વિદ્વાનો માને છે. વિક્રમની આઠમી સદીના અંત ભાગથી ભદ્રાવતી નગરી ભદ્રેશ્વર નામથી ઓળખાવા લાગી.

શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી

મુ. ભદ્રેશ્વર(વસઈ) શ્વેતામ્બર જૈન તિર્થ, તા. મુંદ્રા જિલ્લો : કચ્છ (ગુજરાત)