આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

63. SHREE BHABHA PARSHVANATH BHAGWAN    જે નગરનું સૌંદર્ય આંખોને આનંદિત કરે છે, જે નગરની બાંધણી અંતરમાં આકર્ષણ પેદા કરે છે. એવા જામનગર પાસે પ્રાચીનતા નથી, પણ પ્રેમાળતા ઘણી છે. ચોરીવાળા દહેરાસર તરીકે ઓળખાતા જિનમંદિરમાં શ્રી ભાભા પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છાજે છે.

૬૩. શ્રી જામનગર તીર્થ - શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાન

જે નગરનું સૌંદર્ય આંખોને આનંદિત કરે છે, જે નગરની બાંધણી અંતરમાં આકર્ષણ પેદા કરે છે. એવા જામનગર પાસે પ્રાચીનતા નથી, પણ પ્રેમાળતા ઘણી છે. ચોરીવાળા દહેરાસર તરીકે ઓળખાતા જિનમંદિરમાં શ્રી ભાભા પાર્શ્વનાથની મનોહર મૂર્તિ છાજે છે. અચલગચ્છીય આચાર્ય શ્રી કલ્યાણસૂરીના ઉપદેશથી શ્રી સંઘે સં. ૧૬૭૮ના વૈશાખ સુદ-૮ને રવિવારે આ બિંબની પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૬૫૫માં ગૂંથાયેલી શ્રી પ્રેમવિજયકૃત ‘‘૩૬૫ શ્રી પાર્શ્વજિન નામમાલા’’માં શ્રી પાર્શ્વપ્રભુના આ નામની પણ ગૂંથણી કરવામાં આવેલ છે.

શ્રી ભાભા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તીર્થ

ઠે. ચોકમાં, ચોરીવાળું દેરાસર, મુ. જામનગર(સૌરાષ્ટ્ર) પીન: ૩૬૦૦૦૧.