આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

62 SHREE SAPTAFAND PARSHVANATH BHAGWAN    મેઘમાલીકૃત અનરાધાર જલવૃષ્ટિના ઉપસર્ગ પ્રસંગે ધરણેન્દ્રે શ્રી પાર્શ્વનાથના મસ્તકે ફણા વિકુર્વીને છત્ર ધર્યું હતું. ધરણેન્દ્રની આ અદ્વિતીય ભક્તિની સ્મૃતિમાં શ્રી પાર્શ્વપ્રભુનાં બિંબાને નાગફણાનાં છત્રથી આચ્છાદિત કરવાનો રિવાજ પ્રચલિત છે. શ્રી પાર્શ્વપ્રભુનાં ફણાયુક્ત બિંબો ઠેર ઠેર જોવા મળે છે.

 

 ૬૨. શ્રી ભણસાલ તીર્થ - શ્રી સપ્તફણા પાર્શ્વનાથ ભગવાન

મેઘમાલીકૃત અનરાધાર જલવૃષ્ટિના ઉપસર્ગ પ્રસંગે ધરણેન્દ્રે શ્રી પાર્શ્વનાથના મસ્તકે ફણા વિકુર્વીને છત્ર ધર્યું હતું. ધરણેન્દ્રની આ અદ્વિતીય ભક્તિનીસ્મૃતિમાં શ્રી પાર્શ્વપ્રભુનાં બિંબાને નાગફણાનાં છત્રથી આચ્છાદિત કરવાનો રિવાજ પ્રચલિત છે. શ્રી પાર્શ્વપ્રભુનાં ફણાયુક્ત બિંબો ઠેર ઠેર જોવા મળે છે. ૧-૫-૭-૯-૧૦૮ કે ૧૦૦૮ ફણાથી અલંકૃત બિંબો ભિન્ન ભિન્ન  સ્થાનોમાં વિદ્યમાન હોવા છતાં ભાણસાલના શ્રી પાર્શ્વનાથ સ્વામી “ શ્રી સપ્તફણા પાર્શ્વનાથ”ના વિશિષ્ટ નામથી પ્રસિદ્ધ છે. જૈનોમાં રાયસી શાહ અને વર્ધમાન શાહ નામના બે આગેવાન શ્રેષ્ઠી હતા. ઔદાર્યગુણ સંપન્ન આ શ્રેષ્ઠીઓએ ભણસાલમાં સં. ૧પ૪૦માં એક મનોહર જિન ચૈત્યનું નિર્માણ કરાવ્યું. આ જિન પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુન અનેક બિંબો સ્થાપિત કરવામાં આવ્યાં. સાત મનોહર ફણાથી અલંકૃત આ શ્રી પાર્શ્વનાથ સ્વામી સ્વામી “શ્રી સપ્તણા પાર્શ્વનાથ” નામથી પ્રસિદ્ધ બન્યા.

શ્રી સપ્તફણા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તિર્થ

મુ. ભણસાલ, જિલ્લો ઃ જામનગર(સૌરાષ્ટ્ર)