આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

60. SHREE BAREJA PARSHVANATH BHAGWAN    સૌરાષ્ટ્ર દેશમાં બરેજા નામનું એક નાનકડું ગામડું છે. આ ગામ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન ધામ છે. એક વાર એક સાર્થવાહ એક વહાણમાં બેસીને સમુદ્રમાંથી પસાર થઈ રહ્યો હતો. અવિસ્તપણે વહાણ સમુદ્રમાં ચાલતું હતું પણ અચાનક વહાણ સ્થંભિત થયું. વહાણ સ્થંભિત થવાનું કારણ આ સાર્થવાહને ન સમજાયું. વિસ્મયનાં વહેણમાં તે તણાવા લાગ્યો, પણ તેનો વિસ્મય વધુ સમય ન ટક્યો.

૬૦. શ્રી બરેજબંદર તીર્થ - શ્રી બરેજા પાર્શ્વનાથ ભગવાન

સૌરાષ્ટ્ર દેશમાં બરેજા નામનું એક નાનકડું ગામડું છે. આ ગામ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન ધામ છે. એક વાર એક સાર્થવાહ એક વહાણમાં બેસીને સમુદ્રમાંથી પસાર થઈ રહ્યો હતો. અવિસ્તપણે વહાણ સમુદ્રમાં ચાલતું હતું પણ અચાનક વહાણ સ્થંભિત થયું. વહાણ સ્થંભિત થવાનું કારણ આ સાર્થવાહને ન સમજાયું. વિસ્મયનાં વહેણમાં તે તણાવા લાગ્યો, પણ તેનો વિસ્મય વધુ સમય ન ટક્યો. વહાણ સ્થંભિત થવાનાં કારણોની તે તપાસ કરવા લાગ્યો, ત્યારે તે સમુદ્રના જળમાંથી એક મનોરમ્ય જિનબિંબ તેને પ્રાપ્ત થયું. આ બિંબને નિરખીને તે હર્ષિત થયો. તેણે આ પ્રતિમાને બરેજા ગામમાં પધરાવ્યાં. એક મનોહર જિનપ્રસાદના મૂળનાયક પદે આ પરમાત્મા વિભૂષિત થયા. આ પ્રભુજીના પ્રભાવ અને ચમત્કાના અનુભવો અનેક શ્રદ્ધાળુઓને થયાં છે.