આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

57. SHREE DOKADIYA PARSHVANATH BHAGWAN    સમુદ્ર કિનારાની નિકટ વસેલું પ્રભાસપાટણ, તીર્થ તરીકેની ખ્યાતિને પામેલું છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્ર સ્વામીના ભવ્ય જિનપ્રાસાદમાં ડાબી બાજુના શ્રી દોકડિયા પાર્શ્વનાથ પ્રભુની કૃષ્ણવર્ણી કમનીય પ્રતિમા બિરાજમાન છે. આ પ્રભુના નામની સાથે તેની પ્રભાવસંપન્નતાની એક મનોહર કથા ગૂંથાયેલી છે.

૫૭. શ્રી પ્રભાસપાટણ તીર્થ - શ્રી દોકડિયા પાર્શ્વનાથ ભગવાન

સમુદ્ર કિનારાની નિકટ વસેલું પ્રભાસપાટણ, તીર્થ તરીકેની ખ્યાતિને પામેલું છે. મૂળનાયક શ્રી ચંદ્રપ્ર સ્વામીના ભવ્ય જિનપ્રાસાદમાં ડાબી બાજુના શ્રી દોકડિયા પાર્શ્વનાથ પ્રભુની કૃષ્ણવર્ણી કમનીય પ્રતિમાબિરાજમાન છે. આ પ્રભુના નામની સાથે તેની પ્રભાવસંપન્નતાની એક મનોહર કથા ગૂંથાયેલી છે. એક ભાગ્યશાળી મહાનુભાવ નિત્ય આ પ્રભુજીની પ્રથમ પૂજાની પલાંઠી પરથી એક દોકડો(તે સમયનું નાણું)તેને પ્રાપ્ત થતો. આ પ્રમાણે ઘણા દિવસો સુધી ચાલ્યું. પણ તે પ્રભુપૂજાથી આ ચમત્કારી ઘટના ગુપ્ત ન રહી શકી. પ્રભાવથી થયેલાં આનંદના આવેગમાં એકદા આ વાત તેણે અન્યને કહી સંભળાવી. બીજે દિવસેદિવસે નિત્યક્રમ અનુસાર તે પ્રભુની પુજા કરવા પહોંચ્યો ત્યારે પ્રભુની પ્રલાંઠીમાં દોકડો તો હતો પણ તે ચોંટી ગયો હતો. તે દિવસે દોકડો પ્રાપ્ત થઈ શક્યો નહિ. આજ સુધી તે દોકડો ઉપજાવે છે. શ્રદ્ધાળુઓને આ પરમાત્મા પ્રત્યે અત્યંત શ્રદ્ધા છે. તેમની અચિંત્ય પ્રભાવના અનુભવો ભાવુકોને થયા કરે છે.

શ્રી દોકડિયા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન તિર્થ

સી/ઓ, શ્રી પ્રભાસપાટણ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ

ઠે. દેરાસરની ખડકી, મુ. પ્રભાસપાટણ, જિલ્લો : જૂનાગઢ(સૌરાષ્ટ્ર)૩૬૨૨૬૮.