આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

43. SHREE NARANGA PARSHVANATH BHAGWAN    પાટણના ઝવેરીવાડામાં બિરાજતા શ્રી નારંગા પાર્શ્વનાથનાં ભવ્ય પ્રતિમાજી પ્રાચીન છે. દર્શકના નયનમાં અને હૃદયમાં ચિરકાલીન શીતલતા પ્રસરાવતું પરમાત્માનું વદન ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. પરમાત્માના મુખારવિંદ પરની અજબ તેજપ્રભા સૂર્ય કરતાં પણ ચડિયાતી છે.

૪૩. શ્રી પાટણ તીર્થ - શ્રી નારંગા પાર્શ્વનાથ ભગવાન

પાટણના ઝવેરીવાડામાં બિરાજતા શ્રી નારંગા પાર્શ્વનાથનાં ભવ્ય પ્રતિમાજી પ્રાચીન છે. દર્શકના નયનમાં અને હૃદયમાં ચિરકાલીન શીતલતા પ્રસરાવતું પરમાત્માનું વદન ચંદ્રની ઉપમાને ધારણ કરે છે. પરમાત્માના મુખારવિંદ પરની અજબ તેજપ્રભા સૂર્ય કરતાં પણ ચડિયાતી છે. સં. ૧૭ર૯માં શ્રી નારંગા પાર્શ્વનાથનું જિનાલય ‘ભુજબળ શેઠના દેરાસર’તરીકે ઓળખાતું હતું. પં. હર્ષવિજયકૃત પાટણ ચૈત્યપરિપાટી પરથી જણાય છે. ખીમાવિજય રચિત એક સ્તવન અનુસાર આ પરમાત્માના દેવવિમાન સદેશ ભવ્ય જિનાલયનું જીર્ણોદ્ધાર જિનાલયના ધ્વજારોપણ સંબંધી આ ઉલ્લેખ હોય તેમ મનાય છે. વર્તમાન જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૯પ૯ના મહાસુદ ર ને શુક્રવારે થઈ હતી. આ પરમાત્માની પરિકર બેનમૂન કલાકૃતિનો અદ્‌ભૂત નમૂનો છે.