આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

42 SHREE VADI PARSHVANATH BHAGWAN    સં. ૧૬૪૮ના વાડીપુરમાં અમીઝરા પાર્શ્વનાથ નામથી ઓળખાતી મૂર્તિને ૪ વર્ષબાદ કોઈ કારણસર પાટણમાં લાવીને શા.કુંવરજીએ બંધાવેલ ઝવેરવાડાના મંદિરમાં બેસાડવામાં આવી અને વાડીપુરથી લાવ્યફા હોવાથી તે વાડીપુર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ પામી હોય તેમ મનાય છે. પ્રતિમા મૂર્તિ તો સંપ્રતિકાલિન જણાય છે.

૪૨. શ્રી પાટણ તીર્થ - શ્રી વાડી પાર્શ્વનાથ ભગવાન

સં. ૧૬૪૮ના વાડીપુરમાં અમીઝરા પાર્શ્વનાથ નામથી ઓળખાતી મૂર્તિને ૪ વર્ષબાદ કોઈ કારણસર પાટણમાં લાવીને શા.કુંવરજીએ બંધાવેલ ઝવેરવાડાના મંદિરમાં બેસાડવામાં આવી અને વાડીપુરથી લાવ્યફા હોવાથી તે “વાડીપુર પાર્શ્વનાથ” તરીકે પ્રસિદ્ધ પામી હોય તેમ મનાય છે. પ્રતિમા મૂર્તિ તો સંપ્રતિકાલિન જણાય છે. વાડી પાર્શ્વનાથનું મંદિર બંધાવનાર શ્રેષ્ઠી કુંવરજીએ જ બંધાવેલ એક મોટી પૌષધશાળા આ મહોલ્લામાં હતી. તેથી જ તે સમયમાં આ મહોલ્લાનું નામ ‘વાડી પોષધશાળાનો પાડો’’ હશે. સં. ૧૯૬૪માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો.

શ્રી વાડી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ

ઠે.પાટણ, (ઉ.ગુ.)પીન : ૩૮૪૨૬૫.