આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

36. SHREE PANCHASARA PARSHVANATH BHAGWAN    જિનાલયોની નગરી પાટણના ગૌરવસમું શ્રી પંચાસરા જિનાલય પાટણના સ્થાપક શ્રી વનરાજ ચાવડાએ પોતાના ગુરુ શિલગુણસુરીના આદેશને મા આપી બંધાવ્યું હતું. ઐતિહાસિક મંદિર પાટણના ઈતિહાસ સાથે સંકળાયેલું છે.નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસુરીએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયુષપાન કરાવીને વીર બનાવ્યો હતો.

૩૬. શ્રી પાટણ તીર્થ - શ્રી પંચાસરા પાર્શ્વનાથ ભગવાન

જિનાલયોની નગરી પાટણના ગૌરવસમું શ્રી પંચાસરા જિનાલય પાટણના સ્થાપક શ્રી વનરાજ ચાવડાએ પોતાના ગુરુ શિલગુણસુરીના આદેશને મા આપી બંધાવ્યું હતું. ઐતિહાસિક મંદિર પાટણના ઈતિહાસ સાથે સંકળાયેલું છે.નાગેન્દ્રગચ્છના જૈનાચાર્ય શ્રી શીલગુણસુરીએ વનરાજને શૈશવમાં શૌર્ય અને સંસ્કારનાં પીયુષપાન કરાવીને વીર બનાવ્યો હતો. બાલ્ય કાળમાં વનરાજને આશ્રય આપનારા આચાર્ય ભગવંતે તેનું પાલન અને ઘડતર કર્યું હતું. ચાવડા વંશનો આ બાહોશ અને શૂરવીર રાજપુત્ર કાળે કરીને રાજવી બન્યો. વલ્લભીપુર અને ભિન્નમાલના પતન પછી અને સંસ્કાર વારસો સાચવી શકે એવી તીર્થ ભૂમિની શોધ કરનારા  ચાવડા વંશના પરાક્રમી રાજા વનરાજની દૃષ્ટિ અણહિલ ભરવાડે સૂચવેલા ‘લાખારામ’ ગામની ધરતી ઉપર પડી. સરસ્વતીના નિર્મળ નીરથી પાવન બનેલી એ ધરા ઉપર વિ.સં. ૮૦રમાં વૈશાખ સુદ ૩ને સોમવારે જૈન મંત્રોચ્ચાર પૂર્વક પાટણ નગરીની સ્થાપના થઈ. ઉત્કર્ષના દ્વારા આવીને ઉભેલા કૃતજ્ઞચૂડામણિ વનરાજને પોતાના ઉત્કર્ષના મૂળમાં બેઠાલ જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરીના ઉપકારોની સ્મૃતિ થઈ. પૂજ્ય પદશ્રીના ચરણોમાં તેણે રાજ્યની સમૃદ્ધિ ધરી દીધી. દુનિયાની તુચ્છ સમૃદ્ધિ છોડીને આત્માના વૈભવને પામેલા સાધુ બનેલા આ સૂરિ પુગંવ નિઃસ્પૃહ શિરોમણિ હતા. કૃતક્ષતા અને નિઃપસ્પૃહતાનો એક મીઠો કલહ ઉપસ્થિત થયો. આ કલહના સમાધાન સ્વરૂપ એક ભવ્ય જિનાલયનું નિર્માણ પાટણની સ્થાપના બાદ થોડા જ સમયમાં થયું. આ ભવ્ય જિનાલયમાં ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથના મનોહર જિનબિંબને પંચાસરથી લાવીને પ્રતિષ્ઠિત કરવામાં આવી. સ્થાપિત કરી. આ જિનાલયના ફરતે પ૧ દેરીઓ બનાવેલી છે. ભમતીમાં આરસના કુલ ર૧૮ પ્રતિમાજી તથા. ધાતુની ર૬ પ્રતિમાજી બિરાજમાન છે. આ જિનાલય જ જગવિખ્યાત આબુના દેલવાડા દેરાંઓની ભવ્ય કલાનું સ્મરણ કરાવે છે.

શ્રી પંચાસરા પાર્શ્વનાથ શ્વેતામ્બર જૈન દેરાસર ટ્રસ્ટ

હેમચંદ્રાચાર્યરેાડ, પીપળાની શેરી, જિ. મહેસાણા, પાટણ-૩૮૪૨૬૫.