આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

34. SHREE ANANDA PARSHVANATH BHAGWAN    બનાસકાંઠા જિલ્લાનું આ તીર્થ બહુ પ્રાચીન જણાતુ નથી. પણ શ્રી આનંદા પાર્શ્વનાથનાં પ્રતિમાજી પ્રાચીન હોવાનું માનવું સુસંગત છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વનાથના આનંદા નામનો ઉલ્લેખ મળે છે.

૩૪. શ્રી ઉંબરી તીર્થ - શ્રી આનંદા પાર્શ્વનાથ ભગવાન

બનાસકાંઠા જિલ્લાનું આ તીર્થ બહુ પ્રાચીન જણાતુ નથી. પણ શ્રી આનંદા પાર્શ્વનાથનાં પ્રતિમાજી પ્રાચીન હોવાનું માનવું સુસંગત છે. અનેક પ્રાચીન રચનાઓમાં શ્રી પાર્શ્વનાથના ‘આનંદા’ નામનો ઉલ્લેખ મળે છે. ઉંબર ગામમાં વિ.સં. ૧૯૦૪ની સાલમાં આ ઘુંમટબંધ જિનાલય બંધાવી પરમાત્માને ગાદીનશીન કરવામાં આવ્યા. ત્યાર બાદ સં. ૨૦૧૪ની સલામાં તે જિનાલયનો જિર્ણોદ્ધાર થયો. અને સં.૨૦૧૪ના મહાવદ ૭ ના શુભ દિને પૂ. આ. શ્રી જંબુસૂરીશ્વરજી મ.સા.ના પુનિત હસ્તે આ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી.

શ્રી શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ

મુ. ઉંબરી, તાલુકો : કાંકરેજ જિલ્લો : બનાસકાંઠા