આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

33. SHREE BHILADIYA PARSHVANATH BHAGWAN    ઉત્તર ગુજરાતનું અતિ પ્રાચીન આ તીર્થ બાવન જિનાલય ખરેખર દર્શનીય છે. પૂર્વકાળમાં ભીમપલ્લી નગર હતું અને સંપ્રતિરાજાના હાથે પ્રભુ પ્રતિષ્ઠા થયેલ હોવાનું મનાય છે. શ્રી કપિલકેવલીના પુણ્ય સાનિધ્યમાં પ્રભુ પ્રતિષ્ઠા થવાનો ઉલ્લેખ મળે છે.

૩૩. શ્રી ભીલડિયાજી તીર્થ - શ્રી પાર્શ્વનાથ ભગવાન

ઉત્તર ગુજરાતનું અતિ પ્રાચીન આ તીર્થ બાવન જિનાલય ખરેખર દર્શનીય છે. પૂર્વકાળમાં ભીમપલ્લી નગર હતું અને સંપ્રતિરાજાના હાથે પ્રભુ પ્રતિષ્ઠા થયેલ હોવાનું મનાય છે. શ્રી કપિલકેવલીના પુણ્ય સાનિધ્યમાં પ્રભુ પ્રતિષ્ઠા થવાનો ઉલ્લેખ મળે છે. બે હજાર વર્ષ પહેલાની સમૃદ્ધિનો વારસો ધરાવતું આ નગર વિનાશ પામ્યું તે સમયે જીર્ણમંદિરના ભોંયરામાં પ્રતિમાજી સુરક્ષિત હતા સરિયદ ગામના શ્રાવકોએ પ્રભુજીએ ખસેડવા પ્રયત્ન કર્યો ત્યારે જ ગલી ભમરાઓ ઉડ્યા હતા અને દૈવીશક્તિની પ્રતિમાજી મોટા થતા ગયા હતા. આ પ્રકોપથી ફરીથી પ્રતિમાજીની તે જ આચાર્યશ્રી ભદ્રસૂરિશ્વરજીના સુહસ્તે સંપન્ન થયો.

શ્રી ભીલડિયાજી પાર્શ્વનાથ જૈન દેરાસર તીર્થ પેઢી

પોસ્ટ : ભીલડી : ૩૮૫૫૩૦, જિલ્લો : બનાસકાંઠા, રાજ્ય : ગુજરાત

ફોન નં : (૦૨૭૪૪) ૨૩૩૧૩૦-(૦૨૮૩૬)232516