આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

30. SHREE SULTAN PARSHVANATH BHAGWAN    આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મસ્લિમ બાદશાહ અલાઉદ્દિન ખીલજીની ધર્મધ્વંસની અઢળક પ્રવૃત્તિઓ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દિન આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો. ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતા ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી.

૩૦. શ્રી સિદ્ધપુર તીર્થ - શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાન

આ પાર્શ્વનાથ ભગવાનના નામનિક્ષેપની ભીતરમાં પ્રવેશ કરતાં મસ્લિમ બાદશાહ અલાઉદ્દિન ખીલજીની ધર્મધ્વંસની અઢળક પ્રવૃત્તિઓ દૃષ્ટિ સમક્ષ ઉપસ્થિત થાય છે. મંદિરો અને પ્રતિમાઓના સર્વનાશને ઝંખતો અલાઉદ્દિન આ મનોહર પ્રતિમાજીને તોડવા પણ ઉત્સુક બન્યો. ત્યારે તે સમયે જિનમંદિરમાં ભક્તિ કરતા ભોજકોએ બાદશાહને બે હાથ જોડી વિનંતી કરી. “તમારા શસ્ત્રનું લક્ષ આ પ્રતિમાને ન બનાવતા આ કોઈ પથ્થર નથી. પણ સાક્ષાત પરમકૃપાળુ પરમેશ્વર છે.” ભોજકોની અશ્રુભીની વાણીથી સહજ થંભી ગયેલા બાદશાહ પ્રતિમાના પરમેશ્વરપણાનું પ્રમાણ માગ્યું શ્રદ્ધાનો મહાનલ પ્રગટાવીને આ ભોજકોએ સંગીતના સૂર વહેતા મૂક્યા. દીપક સંગે જાદુ કર્યો. ધૃત પૂરીને રાખેલા ૯૯ દીપક સ્વયં પ્રગટી ઊઠ્યા. સ્વયં પ્રગટેલા આ દીપકોનું આશ્ચર્ય શમ્યું નથી. ત્યાં જ એક સર્પ પ્રગટ થઈ સુલતાન સામે આવી બેઠો. પ્રતિમાનો પ્રચંડ વિરોધી પ્રતિમાના આ પ્રભાવ જાણી લજ્જિત બન્યો “આ દેવ તો બાદશાહનો પણ બાદશાહ સુલતાન છે.” એમ બોલીને પ્રતિમાને તોડ્યા વગર અલાઉદ્દિન પાછો ફર્યો તે દિવસથી આ પ્રભુજીની આગળ ‘સુલતાન’નું વિશેષણ ચિરસ્થાયી બની રહ્યું. આ ‘સુલતાન’ નામની ભીતરમાં ભોજકોની અખૂટ શ્રદ્ધા વૈભવ અને અપૂર્વ શાસન ભક્તિ છૂપાયેલ છે. આ પ્રતિમાજી સંપ્રતિકાલીન છે.

શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ

મુ.પો. તા. સિદ્ધપુર જિ. મહેસાણા પીન - ૩૮૪૧૫૧.