આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

24. SHREE POSINA PARSHVANATH BHAGWAN    શ્રી પોશીના પાર્શ્વનાથનાં આ મનોહર પ્રતિમાજીના ઉદ્‌ભવને જાણવા અતીતની ગહનતામાં પ્રવેશ કરવો પડે છે. ૧૨ સૈકા પૂર્વેની વાત છે. એક તપોધન બ્રાહ્મણ ખેતર ખેડી રહ્યો હતો. અચાનક કંથેરના વૃક્ષ અટક્યું. કુતુહલ પ્રીય આ બ્રાહ્મણે તપાસ આદરી. ખોદકામ કરતા ૩૧ ઈંચ ઊંચા એક મનોહર પ્રતિમાજી પ્રાપ્ત થયાં. હર્ષઘેલો આ બ્રાહ્મણ ખેડૂત કૃષિકાર્યને વીસરીને આ પ્રતિમાજીના દર્શનનું અમૃતપાન કરવા લાગ્યો. આ પવિત્રતાનો મહાપુંજ ખેતરમાં ન શોભે એમ વિચારી આ પવિત્ર જિનબિંબ બ્રાહ્મણે જૈન સંઘને સોંપ્યું.

૨૪. શ્રી નાના પોશીના તીર્થ - શ્રી પોસીના પાર્શ્વનાથ ભગવાન

શ્રી પોશીના પાર્શ્વનાથનાં આ મનોહર પ્રતિમાજીના ઉદ્‌ભવને જાણવા અતીતની ગહનતામાં પ્રવેશ કરવો પડે છે. ૧૨ સૈકા પૂર્વેની વાત છે. એક તપોધન બ્રાહ્મણ ખેતર ખેડી રહ્યો હતો. અચાનક કંથેરના વૃક્ષઅટક્યું.  કુતુહલ પ્રીય આ બ્રાહ્મણે તપાસ આદરી. ખોદકામ કરતા ૩૧ ઈંચ ઊંચા એક મનોહર પ્રતિમાજી પ્રાપ્ત થયાં. હર્ષઘેલો આ બ્રાહ્મણ ખેડૂત કૃષિકાર્યને વીસરીને આ પ્રતિમાજીના દર્શનનું અમૃતપાન કરવા લાગ્યો. આ પવિત્રતાનો મહાપુંજ ખેતરમાં ન શોભે એમ વિચારી આ પવિત્ર જિનબિંબ બ્રાહ્મણે જૈન સંઘને સોંપ્યું. શ્રી સંઘ જિનાલયનું નિર્માણ કરાવી પ્રતિમાજીને તેમાં પધારાવ્યા. ત્યારબાદ પરમાર્હત્‌ કુમારપાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યું. કાળક્રમે અનેકવાર જીર્ણોદ્ધાર થતા રહ્યા. જિનાલયમાં રહેલા અન્ય જિનબિંબો પર વિ.સં. ૧૨૦૧થી સત્તરમી સદીના ઉતરાર્ધ સુધીના લેખો છે. અને શ્રી આણંદવિમલસૂરિ, શ્રી વિજયસિંહસૂરિ, શ્રી લક્ષ્મીસાગરસૂરિ, શ્રી વિજયહીરસૂરી અને શ્રી વિજયદેવસૂરી જેવા ભૂતકાળના મહાપ્રભાવક આચાર્ય ભગવંતોએ અહીં પ્રતિષ્ઠા કરાવ્યફાના ઉલ્લેખો પ્રાપ્ત થયા છે. આ તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના હસ્તેથી થયો હતો. અને તેઓશ્રીના વરદ હસ્તે મૂળનાયક સિવાય કેટલાંક શ્રી જિનબિંબોની પ્રતિષ્ઠા વિ.સં. ર૦૦૮ના પોષ વદ-૬ના મહોત્સવપૂર્વક થઈ. આ તીર્થ અત્યંત આહ્‌લાદક અને રમણીય બન્યું છે. ઈડરના જૈન સંઘની શેઠ આણંદજી મંગળજીની પેઢી આ તીર્થનો વહીવટ સંભાળે છે.

શેઠશ્રી આણંદજી મંગળજીની પેઢી

કોઠારીવાડા, મુ. ઈડર, જિ. સાબરકાંઠા પીન.૩૮૩૪૩૦.