આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

23 SHREE MUHARI PARSHVANATH BHAGWAN    સાબરકાંઠા જિલ્લામાં ટીટોઈ ગામે આવેલું આ જિનાલય અતી પ્રાચીન મનાય છે. આ પ્રતિમાજી લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. લબ્ધિનિધાન ગણધર મહારાજા શ્રીમદ્‌ ગૌમતસ્વામીજીએ અષ્ટાપદ પર્વત પર રચેલ જગચિંતામણી ચૈત્યવંદનમાં મુહરી(પાર્શ્વ) દુહ દુરિઅ ખંડણ એ વાક્યથી જેમની સ્તિુતકરી છે.
૨૩. શ્રી ટીંટોડી તીર્થ - શ્રી મુહરી પાર્શ્વનાથ ભગવાન
સાબરકાંઠા જિલ્લામાં ટીટોઈ ગામે આવેલું આ જિનાલય અતી પ્રાચીન મનાય છે. આ પ્રતિમાજી લગભગ ૨૫૦૦ વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે. લબ્ધિનિધાન ગણધર મહારાજા શ્રીમદ્‌ ગૌમતસ્વામીજીએ અષ્ટાપદ પર્વત પર રચેલ ‘જગચિંતામણી’ ચૈત્યવંદનમાં મુહરી(પાર્શ્વ) દુહ દુરિઅ ખંડણ એ વાક્યથી જેમની સ્તિુતકરી છે. તે શ્રી મુહરી પાર્શ્વનાથ પ્રભુજીની ચમત્કારીક અને દેદીપ્યમાન મૂર્તિ ટીટોઈ નગરના આ ભવ્ય જીનાલયમાં છે. આ પ્રતિમાજી અહીંથી ૮ કિ.મી. દૂર શામળાજી નજીક આવેલ મેશ્વો સરોવરની પાળ પાસે દટાયેલ જિનમંદિરમાંથી સ્વપ્ન દ્વારા મળેલ છે. ટીટોઈ જૈન સંઘે વિ.સં. ૧૮ર૮માં ભગવાનને ગાદીનશીન કરેલ છે. શ્રી મુહરી પાર્શ્વનાથ જૈન તીર્થ
મુ.પો. ટીંટોઈ. તા ઃ મોડાસા, જિલ્લો ઃ સાબરકાંડા-૩૮૩૨૫૦
ફોન નં.  ૦૨૭૭૪-૨૬૬૧૪૭/૨૬૬૮૫૦.