આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

17. SHREE BIDH BANJAN PARSHVANATH BHAGWAN    સતપુરુષોનું નિષ્કારણ બંધુ નામ ઘણું યથાર્થ છે. અનેકોના જીવનમાં અધ્યાત્મના અજવાળા પાથરનાર શ્રી વિજયરાજ આચાર્ય એકદા ખેડા ગામ તરફ જઈ રહ્યા હતા. ખેડાથી પશ્ચિમમાં સરિતા તટે આવેલા હરિયાળા ગામ પાસેના એક વડ નીચે આચાર્ય બેઠા. એક સંતપુરુષ ગામની બહાર આવીને બેઠા છે તે જાણી સઘળા ગ્રામ્યજનો તેમની પાસે આવ્યા અને પૂ. આચાર્યશ્રીને ગામમાં પધારવા વિનવ્યા.
૧૭. શ્રી ખેડા તીર્થ - શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન 
સતપુરુષોનું ‘નિષ્કારણ બંધુ’ નામ ઘણું યથાર્થ છે. અનેકોના જીવનમાં અધ્યાત્મના અજવાળા પાથરનાર શ્રી વિજયરાજ આચાર્ય એકદા ખેડા ગામ તરફ જઈ રહ્યા હતા. ખેડાથી પશ્ચિમમાં સરિતા તટે આવેલા હરિયાળા ગામ પાસેના એક વડ નીચે આચાર્ય બેઠા. એક સંતપુરુષ ગામની બહાર આવીને બેઠા છે તે જાણી સઘળા ગ્રામ્યજનો તેમની પાસે આવ્યા અને પૂ. આચાર્યશ્રીને ગામમાં પધારવા વિનવ્યા. ગ્રામ્યજનોની સરળતા અને પાત્રતો આચાર્યશ્રીએ પિછાણી લીધી. આ યોગ્ય જીવોને અનંત કલ્યાણની કેડી સમા જૈનધર્મનો પરિચય કરાવ્યો. પૂજ્યશ્રીની કલ્યાણકર વાણીનું અમૃતપાન કરી બોધ પામેલા આ ગ્રામ્યજનોએ શ્રાવકધર્મ સ્વીકાર કર્યો અને જિનેશ્વર પરમાત્માના પૂજન માટે ઉત્સુક બનેલા આ નૂતન શ્રાવકોએ જિનપ્રતિમાની માંગણી કરી, તેમની માંગણી સાંભળીને તુરંત પૂ. આચાર્યશ્રીએ પોતાની બેઠક નીચેની જગ્યા ખોદવા જણાવ્યું અને આ વટવૃક્ષ નીચે ખોદકામ કરતાં એક મનોહર જિનબિંબ પ્રાપ્ત થયું. આ પ્રતિમાના દિવ્ય સ્વરૂપને નિહાળીને આ શ્રાવકો આનંદ ઘેલા બન્યા. વટવૃક્ષ નીચેથી પ્રાપ્ત થયેલા આ પરમાત્મા તે જ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ. સંવત ૧૫૧૬ની સાલમાં પરમાત્માના પ્રાગટ્યની આ ઘટના બની હતી. નદી કિનારા પરની એક ટેકરી પર પરમાત્માને સ્થાપિત કરીને ત્યાં એક જિનપ્રાસાદનું નિર્માણ કરવામાં આવ્યું. આ પરમાત્માના લોકોત્તર પ્રભાવને જાણીને હરિયાળી ગામના ચાવડા રાજપૂતોએ પોતાની મિથ્યા માન્યતાની કંઠીઓ તોડી નાખી અને શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. . તે શ્રાવકો પછી શેઠ કહેવાયાં. શ્રી ભીડભંજન પાર્શ્વનાથ સંપ્રતિકાલિન છે.
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી, પટેલવાડો મુ. ખેડા જિલ્લો - ખેડા.