આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો વદ અમાસ બુધવાર   Dt: 20-09-2017જીવન માં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે, તે વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે

16 SHREE BHUVAN PARSHVANATH BHAGWAN    ખંભાતના ભોંયરા પાડામાં શ્રી ભુવન પાર્શ્વનાથનું જિનાલય છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. જયતિહુઅણસ્ત્રોત્ર નામના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રીયુત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતના જિનાલયોની યાદી આપી છે. તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે. કૃષ્ણવર્ણના આ પ્રતિમાજી નયનરમ્ય છે. શ્યામ પાષાણનું પરિકર પ્રભુજીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
૧૬. શ્રી ખંભાત તીર્થ - શ્રી ભુવન પાર્શ્વનાથ ભગવાન
ખંભાતના ભોંયરા પાડામાં શ્રી ભુવન પાર્શ્વનાથનું જિનાલય છે. આ શ્રી નવખંડા પાર્શ્વનાથનું જિનાલય પ્રાચીન છે. “જયતિહુઅણસ્ત્રોત્ર” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રીયુત ગિરધરલાલ હીરાભાઈએ ખંભાતના જિનાલયોની યાદી આપી છે. તેમાં તેમણે આ નવખંડા પાર્શ્વનાથને શ્રી ભુવન પાર્શ્વનાથ નામથી ઓળખાવ્યા છે. કૃષ્ણવર્ણના આ પ્રતિમાજી નયનરમ્ય છે. શ્યામ પાષાણનું પરિકર પ્રભુજીની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. ભોંયરા પાડાના શ્રી પાર્શ્વનાથ જિનાલયે શ્રી હીરવિજય સૂરિના હસ્તે સં. ૧૬૩૬માં શ્રી અજિતનાથ બિંબની પ્રતિષ્ઠા થયાની માહિતી આપતો શિલાલેખ આ જિનાલયની પ્રાચીનતા પર પ્રકાશ પાડે છે. મૂળનાયક પ્રભુને તે જ સ્થાને રાખી સં. ર૦ર૭માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ઉત્થાપિત કરેલા જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૧૧ને ગુરુવારે કરવામાં આવી હતી. વૈશાખ સુદ પના પ્રતિષ્ઠા દિનને દિનને શ્રી સંઘ પ્રતિવષર્  ઉજવે છે.
શ્રી ભુવન (નવખંડા) પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ
ભોંયરા પાડો, મુ.ખંભાત, જિલ્લો ઃ ખેડા, પીન-૩૮૮૬૨૦.