આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ છઠ શુક્રવાર   Dt: 24-11-2017દોડતા તા ત્યારે લાગતું એવું, આપણા જેવો કોઈ સમર્થ નથી, સહેજ નવરા પડી જોયું ત્યારે, ખબર પડી, જે દોડ્યા તેનો કોઈ અર્થ નથી…

15.SHREE SOM CHINTAMANI PARSHVANATH BHAGWAN    ઈતિહાસની જાજરમાન કેડી પરથી પસાર થઈને આજ અહીં સુધી પહોંચેલા ખંભાત પાસે ગૌરવવંતા ભૂતકાળના મોહક સંસ્મરણોની મબલક મૂડી છે. સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથનું મનોહર જિનાલય મનનું રંજન કરે છે. અંતરના ઓરડામાં સૌમ્યતાને શીતળ પ્રકાશ પાથરતા આ પ્રભુજીનું શ્રી સોમ ચિંતામણિ નામ સાર્થ છે.

૧૫. શ્રી ખંભાત તીર્થ - શ્રી સોમ ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન

ઈતિહાસની જાજરમાન કેડી પરથી પસાર થઈને આજ અહીં સુધી પહોંચેલા ખંભાત પાસે ગૌરવવંતા ભૂતકાળના મોહક સંસ્મરણોની મબલક મૂડી છે. સંઘવીની પોળમાં શ્રી સોમચિંતામણી પાર્શ્વનાથનું મનોહર જિનાલય મનનું રંજન કરે છે. અંતરના ઓરડામાં સૌમ્યતાને શીતળ પ્રકાશ પાથરતા આ પ્રભુજીનું “શ્રી સોમ ચિંતામણિ” નામ સાર્થ છે. આ પ્રાચીન જિનાલયનો જિર્ણોદ્ધાર થતાં સં. ૧૯૯૦ માગસર સુદ ૧૧ સોમવારે પુનઃપ્રતિષ્ઠા થઈ હતી. આ જિનાલય ‘‘પદ્માવતી દેરાં’’ તરીકે પ્રસિદ્ધ પામેલું છે. સં. ૧૮૮૧માં ઉત્તમ વિજયે ગાયેલા શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ છંદમાં પણ શ્રી સોમ ચિંતામણિ પાર્શ્વ પ્રભુના નામનો ઉલ્લેખ થયેલો છે. 

શ્રી સોમચિંતામણિ પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તિર્થ

સંઘવીની પોળ મુ. ખંભાત (જિલ્લો ખેડા) ગુજરાત.