આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

108 SHREE GODIJI PARSHVANATH BHAGWAN    મુંબઈમાં પાયધુની વિસ્તારમાં આવેલું શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય સુવિખ્યાત છે. આ જિનાલયમાં બિરાજતા મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજી અહલાદક પ્રભાવક અને અતિ પ્રાચીન છે. રાજસ્થાનના પ્રાચીન તીર્થ હમીરપુરમાંથી આ પ્રતિમાજી મુંબઇ લાવવામાં આવ્યા હતા તેમ કહેવાય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૮ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ને બુધવારના દિને થઈ હતી.

૧૦૮. શ્રી મુંબઈ તીર્થ - શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન

મુંબઈમાં પાયધુની વિસ્તારમાં આવેલું શ્રી ગોડી પાર્શ્વનાથનું જિનાલય સુવિખ્યાત છે. આ જિનાલયમાં બિરાજતા મૂળનાયક શ્રી ગોડી પાર્શ્વનાથજી અહલાદક પ્રભાવક અને અતિ પ્રાચીન છે. રાજસ્થાનના પ્રાચીન તીર્થ હમીરપુરમાંથી આ પ્રતિમાજી મુંબઇ લાવવામાં આવ્યા હતા તેમ કહેવાય છે. આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૧૮૬૮ના દ્વિતીય વૈશાખ સુદ ૧૦ને બુધવારના દિને થઈ હતી. પ્રભુજીનો મહિમા ખૂબ વધવા લાગ્યો અને તીર્થ રૂપે તેની ખ્યાતિ ચોમેર પ્રસરી તે જિનાલય જીર્ણ થતાં મૂળનાયક પ્રભુનું ઉત્થાપન કર્યા વિના જીર્ણોદ્ધાર કરીને દેવવિમાન તુલ્ય અતિ ભવ્ય પ્રાસાદનું નિર્માણ કરીને સં. ર૦૪૫ના વૈશાખ સુદ ૧૦ના દિવસે અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા સંપન્ન થઇ. મુંબઇમાં પાંચ ગભારાવાળું ત્રણ માળનું સંગેમરમરનું આ શ્રેષ્ઠ કલાત્મક જિનાલય છે.

શ્રી ગોડીજી જૈન દેરાસર પેઢી

વિજય વલ્લભ ચોક, પાયધુની-મુંબઇ-૪૦૦૦૦૩, ફોન નં. ૦૨૨-૨૩૪૬૩૧૫૬/૨૩૪૭૪૬૩૯.