Search
Home
|
About us
|
Contact
|
Contribution
Namo Arihantanam || Namo Siddhanam || Namo Ayariyanam || Namo Uvajjhayanam || Namo Loe Savva Sahunam || Eso Panch Namukkaro, Savva Pavap Panasano || Mangalanam cha Savvesim, Padhamam Havai Mangalam ||
1. Blessings
2. Jainism - Simplified
3. New to Jainism?
4. Lord Mahavir
5. 24 Tirthankars
6. Jain Higher Knowledge
7. Courseware
8. Jain Religious all Sutro
9. Ashat Prakari Pooja.etc
10. Navkar Mantra
11. Astrology/Vastushastra
12. Ayruvedic Upchar
13. Jainism Sect
14. Jain Tithi, Panchang
15. Jain Tirth Places +
16. Daily Navkarsi time
17. Pachchakhan/Sutak
18. Jain Recipes
19. Jain Saints
20. Jain Festivals
21. FAQ
22. Greetings/Ecard
23. Yaksha and Yakshini
24. Jain Magazines
25. Childrens Zone
26. Useful Addresses
27. Useful Banners
28. Useful Jain Sites
સ્ત્રી રોગો
Home
»
Ayruvedic Upchar
»
સ્ત્રી રોગો
ખજુર થોડા મહિના નિયમિત ખાવાથી વારંવાર મુર્છા આવતી હોય તેવી સ્ત્રીઓના હીસ્ટીરીયા મટે છે.
પાકા કેળાં, આમળાનો રસ અને સાકર એકત્ર કરી પીવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.
જીરા અને સાકરનું ચુર્ણ પાવલીભાર ચોખાના ધોવાણમાં પીવાથી સ્ત્રીઓના શ્વેતપ્રદર મટે છે.
એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ ખાવાથી પ્રદર રોગ મટે છે.
હિંગનું સેવન કરવાથી ગર્ભાશય સંકોચાય છે. માસીક સાફ આવે છે અને પેટનો દુઃખાવો મટે છે.
સ્ત્રીઓને માસીક વખતે ખુબ પીડા થતી હોય કે માસીક બરાબર ન આવતું હોય તો તલ ખાવા એક તોલા કાળા તલને વીસ તોલા પાણીમાં ઉકાળવા અને પાંચ તોલા પાણી બાકી રહે એટલે તેમાં ગોળ નાંખી પીવાથી માસીક સાફ આવે છે.
ત્રણ તોલા મેથીનો લોટ લઈ રાત્રે વીસ તોલા દૂધમાં પલાળી રાખવો, સવારે પાંચ તોલા ઘી ગરમ કરી તેમાં દૂધમાં ભીંજવેલી મેથીનો લોટ નાંખી એક રસ કરી ઉતારી લેવું પછી તેમાં બે તોલા ગોળ નાંખી બરાબર મીક્ષ કરી પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છુટથી આવે છે.
જીરાની ફાકી ખાવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.
ઘીમાં શેકેલીહીંગ, ઘી સાથે ખાવાથી સુવાવડીસ્ત્રીને આવતા ચક્કર અને શૂળ મટે.
સુવાવડમાં સ્ત્રીઓએ સુવાનો ઉપયોગ છુટથી કરવો જેથી ધાવણ સાફ આવે છે કમર દુઃખતી નથી અને ખાધેલાનું પાચન થાય છે.
સુવાવડમાં તાવ અને સુવાવડ પછી થતા કમરના દુઃખાવામાં અજમો અડધી ચમચી, સુંઠ અડધી ચમચી અને ઘી બે ચમચી ભેગું કરી સવારે અને રાત્રે ખાવાથી તાવ અને કમરનો દુઃખાવો મટે છે.
ઉલટી, ઉબકા, અપચો, આફરો, કફના રોગો, ઉદરશૂળ વગેરે સુવાવડી સ્ત્રીની ફરિયાદોમાં અડધીચમચી જેટલું અજમાનું ચુર્ણ રોજ સવારે અને રાત્રે નવશેકા પાણી સાથે લેવાથી આરામ થાય છે.
લવીંગને ગરમ પાણીમાં ભીંજવી એ પાણી પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટી મટે છે.
ધાણાનું ચુર્ણ O| તોલો અને સાકર એક તોલો, ચોખાના ધોવાણમાં પીવાથી સગર્ભા સ્ત્રીને ઉલટી મટે છે.
નારંગી ખાવાથી સગર્ભા સ્ત્રીઓને ઉબકા અને ઉલટી મટે છે.
હીંગની ઘુમાડી પ્રસવ સમયે જનન અવચવને આપવાથી પ્રસવ સરળતાથી થાય છે.
તલ, જવ અને સાકરનું ચુર્ણ મધ સાથે ખાવાથી સગર્ભા સ્ત્રીઓનો રક્તસ્ત્રાવ બંધ થાય છે.
સુવાવડી સ્ત્રીને ક્યારે ધાવણનો વેગ ચઢી જતાં, કોઈ વાર સ્તનનો સોજો આવે છે અને વેદના થાય છે તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છુટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે અને પીડા મટે છે.
ઘઉંની સેવને પાણીમાં બાફી તે પાણી કપડાથી ગાળી લઈને ૨૦૦ ગ્રામ પાણીમાં ૩ થી ૪ ચમચી ચોખ્ખું ઘી નાંખીને પ્રસવ થવાને તૈયાર સ્ત્રીને પાવાથી પ્રસુતી સરળથાથી અને જલ્દી થાય છે.
જે સ્ત્રીઓને પુરતું ધાવણ ન આવતું હોય તેમણે ચોળાનું શાક વધુતેલમાં બનાવી ખાવાથી ધાવણ વધે છે.
તુવેરની દાળનો સુપ બનાવી ૨ થી ૩ ચમચી ઘી નાખીને પીવાથી ધાવણ વધે છે.
સ્ત્રીઓને ઘણીવાર પ્રસુતીમાં વિલંબ થાય છે, દર્દ જેવં ઉપડવું જોઈએ તેવું ઉપડતું નથી તે વખતે બને તેટલો જુનો ગોળ ૩૦ થી ૪૦ ગ્રામ પાણીમાં નાંખી ગરમ કરીને ઓગાળી લઈ તેમાં ફુલાવેલો ટંકણખાર ૨ ગ્રામ જેટલો મેળવીને પીવાથી જલ્દીથી અને સુખેથી પ્રસવ થાય છે.
તુલસીના પાનનો રસ પીવાથી પ્રસવની પીડા ઓછી થઈ જાય છે.
અર્ધી ચમચી સુંઠનું ચુર્ણ અને એક ચમચી ગોળ સવારે અને રાત્રે લેવાથી ગર્ભાશયના દોપો મટે છે અને ગર્ભાશય મજબુત બને છે.
રોજ સવારનાં એક લવીંગ ૪૦ દિવસ સુધી ખાવાથી ગર્ભ રહેવાની સંભાવના રહેતી નથી.
પાકું કેળુ અને ઘી સાકર સાથે લેવાથી લોહીવા મટે છે.
કળથીનો ઉકાળો પીવાથી ગર્ભપાત કે પ્રસવ પછી ગર્ભાશયની પુરેપુરી શુદ્ધી થાય છે.