આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

Navkar Audio

નવકારમંત્રનો પરિચય.

નમો અરિહંતાણં

નમો સિદ્ધાણં

નમો આયરિયાણં

નમો ઉવજ્ઝાયાણં

નમો લોએ સવ્વસાહૂણં

એસો પંચનમુક્કારો

સવ્વપાવપ્પણાસણો

મંગલાણં ચ સવ્વેસિં

પઢમં હવઈ મંગલં.

       

નમો અરિહંતાણં        -     અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો સિદ્ધાણં           -     સિદ્ધ ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો આયરિયાણં      -     આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો ઉવજ્ઝાયાણં     -     ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ.

નમો લોએ સવ્વસાહૂણં-     લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર.

એસો પંચનમુક્કારો     -     આ પાંચને કરેલો નમસ્કાર.

સવ્વપાવપ્પણાસણો   -     સર્વ પાપોનો નાશક છે.

મંગલાણંચ સવ્વેસિં    -     અને સર્વ મંગલોમાં

પઢમં હવઈ મંગલં     -     પ્રથમ મંગલ છે.

                       નવકાર મંત્રની રચના

નવકારના મુખ્ય ૯ પદ છે. સંપદા ૮ છે.

કુલ અક્ષર ૬૮, ગુરૂ અક્ષર ૭ અને લઘુ અક્ષર ૬૧ છે.

જોડાક્ષર ગુરૂ અક્ષર ગણાય અને બાકીના લઘુ અક્ષર ગણાય.  સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન.

પદ                                  સંપદા

નમો અરિહંતાણં           નમો અરિહંતાણં

નમો સિદ્ધાણં                 નમો સિદ્ધાણં

નમો આયરિયાણં          નમો આયરિયાણં

નમો ઉવજ્ઝાયાણં         નમો ઉવજ્ઝાયાણં

નમો લોએ સવ્વસાહૂણં     નમો લોએ સવ્વસાહૂણં

એસો પંચનમુક્કારો        એસો પંચનમુક્કારો

સવ્વપાવપ્પણાસણો       સવ્વપાવપ્પણાસણો

મંગલાણં ચ સવ્વેસિં        પઢમં હવઈ મંગલં       

બે પદ મંગલાણં ચ સવ્વેસિં અને પઢમં હવઈ મંગલં એક જ સંપદા ગણાય છે.

નવકારનો પ્રકાશ     નવકાર મહિમાનો નહિ પાર

હેમચંદ્રસૂરિજી મહારાજે ઉપદેશ માલા[અપરનામ પુષ્પમાલા]માં કહ્યું છે કે નવકાર દુઃખને હરે છે. આ લોક

અને પરલોકના સઘલા સુખોનું મૂલ નવકાર છે. શ્રીમદ્ યશોવિજયજી મહારાજે પંચપરમેષ્ઠિ ગીતામાં કહ્યું છે.

આ જગતમાં નમસ્કાર જેવો અન્ય કોઈ મંત્ર નથી.  યંત્રો, વિદ્યા, ઔષધિ ચમત્કારિક ગણાય છે, પરંતુ તે

નમસ્કાર મંત્રની સરખામણીમાં કંઈ નથી.

નવકાર એવો મહારત્ન છે કે તે ચિંતામણિથી વિશેષ, કલ્પતરૂથી અધિક કેમ કે નવકાર તો સ્વર્ગ સુખ આપે છે.

નમસ્કાર મંત્ર એ કલ્યાણ કલ્પતરૂનું અવંધ્ય બીજ છે. સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાલવા માટે

પ્રચંડ સૂર્યતુલ્ય છે. પાપભુજંગોને વશ કરવા માટે ગરૂડ પક્ષી છે. દરિદ્રતાના કંદને ઉખેડી નાખવા માટે

વરાહની દાઢા છે. સમ્યક્ત્વ રત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતી છે.

શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું છે. નમસ્કાર પિતા છે, માતા છે, ભાઈ છે, મિત્ર છે.

                                              પ્રકાશ-૧

નમો અરિહંતાણં

શ્રી સિદ્ધસેનસૂરિ મહારાજશ્રીએ સરસ્વતી નદીને કિનારે સિદ્ધપૂર નગરમાં માહાત્મય રચેલ છે.:-

પાંચ મેરૂ સમાન, અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર હો.

પાંચ પદનુ જે મનુષ્ય ભાવપૂર્વક સ્મરણ કરે છે, તેને સંસારનું ભવભ્રમણ ક્યાંથી હોય.

તીર્થંકરના વચનના ૩૫ ગુણોની જેમ પાંચ પરમેષ્ઠિના ૩૫ અક્ષર તમારૃં કલ્યાણ કરો.

અરિહંતના શરણે આવેલ મનુષ્યોને રાજાઓ પણ વશ થાય છે. દેવતાઓ નમસ્કાર કરે છે. ભવનપતિદેવો-

આદિ ઝેરી પ્રાણીનો ભય રહેતો નથી. માટે જીવ તથા કર્મનો સંયોગ કર્મપાસથી બચાવનાર શ્રી જિનેશ્વરનું

અમે ધ્યાન કરીએ છીએ. તે મનુષ્ય મન-વચન કાયાથી શુદ્ધિ વડે સરલ  થઈને ત્રણ ભુવનમાં મુકુટ મણિની

જેમ શોભે છે. અને મોક્ષને મેલ છે. સાત ક્ષેત્રમાં ફલ આ સાત અક્ષરો (નમો અરિહંતાણં) મારા સાતે 

ભયનો નાશ કરો.                             

                                                                     પ્રકાશ-૨

નમો સિદ્ધાણં

જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી મરણ નથી.

સિદ્ધ ભગવંતો અમોને સિદ્ધિ આપનાર થાઓ. ત્રણ રેખા અને માથે અનુશ્વાર વા ણંકાર જ્ઞાન, દર્શન, ચારિત્ર

રૂપી ૩ રત્નોથી યુક્ત આત્મા મોક્ષને પામે છે.

ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આ પાંચ શરીરનો નાશ કરનાર અને પાંચમી સિદ્ધ ગતિને

આપનાર નમો સિદ્ધાણંના પાંચ અક્ષરો જન્મ, જરા, મરણ આદિ દુઃખથી રક્ષણ કરો.

                                                                    પ્રકાશ-૩

નમો આયરિયાણં

આચાર્યઃ- જેમના આચાર મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનાર હોય, જેમણે આચાર્યનું શરણ

લીધું છે. તેમને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી. મન, વચન, કાયાના કષ્ટો હોતા નથી. નમો આયરિયાણંના

સાત અક્ષરો સાતે દુર્ગમાં તેઓને નાશ કરનારા થાઓ. ણં કાર-ધર્મ, અર્થ, કામ, વિષે સમાન દૃષ્ટિવાફ્રા છે.

તેઓ સજ્જનોમાં શિરોમણી રૂપ થાય છે, એમ સૂચવે છે. ધર્મ, અર્થ, કામ અથવા શત્રુ, મિત્ર, ઉદાસીન રાગ,

દ્વેષ, મોહ ધારણ કરાય છે.

 

                                                                          પ્રકાશ-૪

નમો ઉવજ્ઝાયાણં

નમો ઉવજ્ઝાયાણં સાત અક્ષરોથી મુક્ત આ પદ સાત વ્યસનનો નાશ કરો. ણં કારથી વિનય-શ્રુત-શીલ

વગેરે ગુણો મોક્ષ પ્રાપ્ત કરનારા થાય એમ સૂચવે છે. ઉપાધ્યાયનું શરણું લેનાર મનુષ્ય મન વચન કાયા

રૂપી ત્રણ દંડ વડે પીડા પામતો નથી. ક્રોધ, માન, માયા લોભ જેવા કષાયથી દંડાતો નથી

                                                                     પ્રકાશ-૫

નમો લોએ સવ્વસાહૂણં

નમો લોએ સવ્વસાહૂણં-સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતી નથી, દરિદ્રતા સતાવતી નથી.

સ્નેહીનો વિયોગ થતો નથી. ણં કાર સદા ચારિત્ર પાલનમાં તત્પર એવા મહામુનિઓની ત્રણ મુક્તિ પાલન

કરવામાં પાટુતા સુચવે છે. નવ અક્ષરો ધર્મકર્મમાં કુશફ્ર કરો.

                                                              પ્રકાશ-૬

જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, મુક્તિથી પ્રવિત્ર થઈ આ પંચ નમુક્કારનું ત્રિકાફ્ર સ્મરણ કરે છે, તેને

શત્રુ મિત્ર રૂપ બની જાય છે. વિષ અમૃત થાય છે. મંત્રતંત્ર પરાભવ કરી શકાતો નથી, જો શક્ય ન હોય તો

પરમેષ્ઠિના પહેલા અક્ષર બનતા "આ સિ આ ઉ સા" મંત્રને યાદ કરીને પણ અનંત જીવો યમના બંધનથી

મુક્ત થાય છે. અથવા તો આ આદ્ય અક્ષરોની સંધિ કરવાથી અ+ અ+ આ+ ઉ+ મ =Hબને છે. જેવા

જાપકરવાથી પણ મોહ વશ થાય છે. જો તેટલું પણ ન બોલાય તો શ્રવણ કરવું.

                                                                પ્રકાશ-૭

જિનેશ્વર દેવ મને શરણભુત હો. જિન દાતા છે, જિન ભક્તિ છે, સર્વ જગત જિન છે. જિન સર્વત્ર જયવંતા આ

લોક, પરલોકમાં નિર્વિદ છે. મંગફ્ર શક્તિ વરે છે.

                                                                   પ્રકાશ-૮

આઠ કર્મનો નાશ કરનાર હે સિદ્ધ ભગવંતનું શરણ હો. ૩૬ ગુણવાન ગણધરોનું શરણ હો. સર્વ સૂત્રોના

ઉપદેશક ઉપાધ્યાય ભગવંતનું મને શરણ હો. જ્ઞાન, દર્શન, ચારિત્રરત્નરૂપી  સાધુનું શરણ હો. પંચ

પરમેષ્ઠિ રૂપ નમસ્કાર મહામંત્ર સર્વદા હંમેશા વિનય પામો.

*  નમો અરિહંતાણંના સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો.

*  નમો સિદ્ધાણં જન્મ, જરા, મૃત્યુના સ્વભાવવાલા સંસારથી રક્ષણ કરો.

*  નમો આયરિયાણંના સાત અક્ષર, સાત નરકનો નાશ કરો.

*  નમો ઉવજ્ઝાયાણંના સાત અક્ષર સાત વ્યસનનો ત્યાગ કરો.

*  પંચમ પદ નમો લોએ સવ્વસાહૂણં ધર્મ વિશે નવો ભાવ આપો.

*  નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે.

*  સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.

*  નમસ્કારની ભક્તિ કરનારનો જીવ આઠભવમાં સિદ્ધ પામે છે.

*  આ લોકને પરલોકમાં નિર્વિઘ્ને સકલ લક્ષ્મીને વરે છે.

*  બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશ કરનાર અને દેવોના સામ્રાજ્યને અને    શિવપદને આપનાર આ પાંચ નમસ્કાર જયવંત હો.

*  કર્મ ક્ષય .થાય છે

*  જન્મ વખતે જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિ થાય છે.

*  સુતા, જાગતા, બહાર જતાં આવતાં, કષ્ટ, ભય હોય ત્યારે, ગમે ત્યારે જાપ કરવો.

જૈન દર્શન એટલે જિન બનવાની સાધનાને સમજાવતું દર્શન ગુરૂતત્ત્વના માધ્યમથી ધર્મના, રહસ્યને સમજી, વિચારી અને આચરણમાં ઊતારી પ્રત્યેક આત્માએ પોતાની દિવ્યતાને, ઐશ્વર્યને પ્રગટાવવાનું છે. સાધક સાધનામાર્ગમાં પ્રવેશ કરી પૂર્ણ ઐશ્વર્યને પ્રગટ કરે ત્યાં સુધીનો અધ્યાત્મ વિકાસક્રમ 'નવકાર મહામંત્ર'માં ગર્ભિત રીતે નિહિત છે.

જૈન દર્શન વિશ્વના જીવમાત્રના કલ્યાણ માટેની સાધનાપધ્ધતિમાં વિશેષ રસ ધરાવે છે. એણે એના સાધકો માટે સરસ સાધનાપણ નક્કી કરી આપ્યો છે. 'નવકાર મંત્ર'ના મહત્ત્વનાં પાંચ પદો નવપદના કેન્દ્રસ્થાને છે. વિશ્વમંત્ર 'નવકારમંત્ર' અખિલ વિશ્વના કલ્યાણનો મંત્ર છે. દેવ ગુરૂ અને ધર્મ અને ત્રણેની વિશુદ્ધભાવે આરાધના કરવા માટેની બધી જ શક્યતાઓ નવપદમાં રહેલી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, અને તપ એ માત્ર જૈનો માટે જ નહિ વિશ્વના કોઈપણ માનવ માટે તારણહાર બની શકે છે.

                                                                         "મંત્ર"

વિશ્વના ઉત્તમ મહાપુરૂષોએ, સંતો, ભક્તો અને સાહિત્યકારોએ આ ધરતી પરની જીવંતસૃષ્ટિમાં માનવીને સર્વોત્તમ સ્થાન આપ્યું છે. આ વસુંધરા પરનું માનવીનું આગમન ફોગટ ફેરાજ બની રહે, એ માટે પણ લોકકલ્યાણના આરાધકોએ ભિન્ન ભિન્ન્ પ્રકારના માર્ગો દર્શાવ્યા છે. માનવીના ઊર્ધ્વગમન માટે ધર્મ મહત્ત્વનું અવલંબન છે. પરંતુ વિષય અને કષાયના આવરણો - વઘ્નોને લીધે માનવી ધર્મઆરાધના કરી શકતો નથી. એની ધર્મભાવનાને દ્રઢ બનાવવા, એનામાં ઉત્તમ માનવીય ગુણો પ્રગટાવવા, મંત્ર શક્તિરૂપી મહાન ભેટ પણ આપી છે. જગતનો ભાગ્ય જ કોઈ એવો ધર્મ મફ્રી આવશે જેમાં મંત્ર ન હોય. રાગ દ્વેષને જીતવા, વિકાસનાં ઉત્તુંગ શિખરો સર કરવા માટે, મંત્રની મહાન શક્તિનો ઉપયોગ થયો છે. એટલું જ નહીં, મંત્રશક્તિએ માનવકલ્યાણનું ઉત્તમ કાર્ય પણ કર્યું છે. લાખ દુઃખની એક દવાની જેમ કોઈ પણ પ્રકારનાં દુઃખ દૂર કરવાની અનોખી તાકાત મંત્રમાં રહેલી છે.

મંત્રની મહત્તા :

માનવજીવનમાં મંત્રનું સ્થાન પણ ઘણું જ મહત્ત્વનું છે. આધ્યાત્મિક, આધિભૌતિક કે આદિદૈવિક ત્રણ પ્રકારનાં દુઃખો પૈકી કોઈ પણ દુઃખથી જગતનાં પ્રાણીઓ અનેક રીતે દુઃખ અનુભવતાં હોય છે. આ દુઃખમાંથીબચવા લેવાની આપણી કલ્પનામાં પણ ન આવે એવી અદ્ભૂત દિવ્યશક્તિ મંત્રાક્ષરોમાં ભરેલી હોય છે. તેથી જ પરમપુરૂષાર્થ સ્વરૂપ મોક્ષના ઉપાયોમાં મંત્રયોગ ઘણું જ મહત્ત્જનું સ્થાન ધરાવે છે.

શાસ્ત્રોમાં મણિમંત્ર અને ઔષધિઓની શક્તિ અચિન્ત્ય મનાયેલી છે. જેમ મણિરત્નો પાષાણ જાતિના હોવા છતાં તેના મૂલ્યવાનપણાથી તથા તેની કુષ્ટરોગહરાદિ શક્તિઓથી પ્રસિદ્ધ છે, તેમ મંત્ર એ પૌદ્ગલિક શબ્દરૂપ હોવા છતાં, દુઃખ, દારિદ્ર, કષ્ટ, રોગ, ભય, ઉપદ્રવાદિના નાશક તરીકે, અને અર્થ કામ, આરોગ્ય, આદિ આજન્મના કે સ્વર્ગ, અપવર્ગ આદિ આગમી જન્મોના સુખપ્રાપક તરીકે સુપ્રસિદ્ધ છે.

                                                         મંત્રનો તાત્ત્વિક અર્થઃ-

મંત્ર : મંત્ર દ્વારા દેવતા, ગુરૂ અને આત્મા સાથે ઐક્ય સ્થાપન કરવાનું હોય છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે જોડે છે. અને આત્મા તેના મનન દ્વારા ગુરૂ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રની એકતાથી, સાધનોથી, મંત્ર ચૈતન્ય પ્રગટે છે, તેથી યથેષ્ટફફ્રની સિદ્ધિ થાય છે, દેવતા અને ગુરૂનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે તેથી મંત્રચૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે.

                                                       મંત્રનું સ્વરૂપ :-

મંત્ર માત્ર કોઈ સ્વર વિશેષમાં શબ્દોનું અથવા ધ્વનિઓનું ઉચ્ચારણ નથી અને ન તો માત્ર વિચારને જ મંત્રની સંજ્ઞા આપી શકાય, મંત્ર-ધ્વનિ અને જ્ઞાનાનુભૂતિનું એક સુંદર સમાયોજન છે, જેનું સ્મરણ, કર્તા ઉપર એક અમિટ છાપ પાડે છે. શાબ્દિક ધ્વનિઓ મંત્રનું શરીર છે અને જ્ઞાનાનુભૂનિ એ એનો આત્મા છે.

આ રીતે કોઈપણ શાબ્દિકમંત્ર એ માર્ગનો સાથી છે. સ્વરૂપદશાનો ધ્યેયે પહોંચવા માટે મિત્રની જેમ સહાય કરે છે. મંત્ર એ જીવની સૂતેલી ચેતનાને જગાડે છે. તેમાં સ્વના રક્ષણનું અદ્ભૂત સામર્થ્ય હોય છે.

 

મંત્રની સાધનાની રીતઃ-

મંત્રનું મનન બે રીતે થાય છે : અન્તર્જલ્પ અને બહિર્જલ્પ

(૧)  અંતર્જલ્પ : અનુભવપૂર્વક મંત્રના અભિપ્રાયનું અથવા તેના વાચ્યના સ્વરૂપનું ચિંતન કરવું તે.

(૨)  બહિર્જલ્પ : જીભથી મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરવું તે.

શ્રી પાદલિપ્તસૂરિએ પોતે કરેલી પ્રતિષ્ઠા પદ્ધતિમાં કહ્યું છે કે જાપના ત્રણ પ્રકાર છેઃ

(૧) માનસ, (૨) ઉપાંશું (૩) ભાષ્ય

 

(૧)  માનસ જાપ    :     કેવફ્ર મનોવૃત્તિથી જ ઉત્પન્ન થયેલો અને માત્ર પોતાથી જ જાણી શકાય તે માનસ જાપ.

(૨)  ઉપાંશુ જાપ :   બીજાને સંભફ્રાય નહિ તેવી રીતે અંદર મનોમન બોલીને જાપ કરવું તે ઉપાંશું જાપ

(૩)  ભાષ્ય જાપ : બીજાને સંભફ્રાય તેવી રીતે સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક કરવો તે ભાષ્ય જાપ તેને વૈખરી જાપ પણ કહે છે.

આ માન્યતાનો ડો. વલ્લભદાસ નેણસીભાઈએ "નમસ્કાર મહામંત્ર સ્વાનુભૂતિ" માં પણ ઉલ્લેખ કરેલ છે.

                                                          મંત્રની શક્તિ :

મંત્રમાં કેવફ્ર અક્ષરોની કાર્યશક્તિ હોય છે તેવું નથી પણ તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે. અને તે છે મંત્રના વાચ્ય પદાર્થની શક્તિ મંત્રયોજકના હૃદયની ભાવના તથા મંત્ર સાધકોના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ વિશ્વાસ, નિશ્ચલ શ્રદ્ધા વગેરે હોય છે. તાત્પર્ય એ છે કે મંત્ર કેવફ્ર અક્ષર કે પદ સ્વરૂપ જ નથી પણ પદ, પદાર્થ, પદના યોજક તથા પદના પ્રયોજનની ભાવનાઓ તથા શક્તિઓનો એકંદરે સરવાફ્રો છે. મંત્રશક્તિ આ ચારને અનુરૂપ હોય છે. મંત્રશક્તિ બે પ્રકારની હોય છે. (૧) લૌકિક મંત્રશક્તિ (૨) લોકોત્તર મંત્રશક્તિ છે.

મંત્રનો યોજક કિલષ્ટ પરિણામી હોય તો મંત્ર મારક બને છે. અને અસંકિલ્ષ્ટ પરિણામી હોય તો તે મંત્રતારક બને છે.                                                લૌકિકમંત્ર શક્તિ :

લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, સમ્મોહન, આદિ લૌકિક કાર્યો સાથે જ થાય છે. આ મંત્રની સફફ્રતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વગેરે ઉપર હોય છે. કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફફ્ર જાય છે. સાધક સત્ય હોય પણ મંત્ર અશુદ્ધ હોય અથવા મંત્ર શુદ્ધ હોય પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો પણ મંત્રશક્તિ કાર્યરત થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુદ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્રશક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે.

                                                      લોકોત્તર મંત્રશક્તિઃ

લોકોત્તર મંત્રની શક્તિ અચિંત્ય હોય છે. તેનો ઉપયોગ સર્વ જીવના કલ્યાણ માટે જ થાય છે. વિષય, કષાય, વેર વિરોધ વગેરે વિભાવભાવનો નાશ થઈ આત્મિક ગુણો તેના સ્મરણનથી પ્રગટ થાય છે. લોકોત્તરમંત્રોમાં  'નવકારમંત્ર' એ ઉત્તમોત્તમ લોકોત્તરમંત્ર છે. નમસ્કારમંત્ર એ અનુપમ સ્તોત્ર છે. કારણ અમષ્ટિની વિશ્વવંદનીય વિભૂતિરૂપ પંચપરમેષ્ટિ ભગવાનનું સ્મરણ, વંદન, અર્ચન તે દ્વારા ઘટિત થાય છે. આ નવકારમંત્ર સમાન અનુપમમંત્ર મફ્રવો મુશ્કેલ છે. તે સર્વશાસ્ત્રના નિચોડરૂપ છે. લોકોત્તર મંત્રના સ્મરણથી આત્મશાંતિ સુલભ બને છે. સર્વ આત્મિક સિદ્ધિ-સમાધિ તેના સહારે મેફ્રવી શકાય છે.

સંક્ષેપમાં, મંત્રનું ચિંતન મનન કરવાનું હોય છે. પછી તે કોઈ પણ મંત્ર હોય ચિંતન મનન વડે મંત્ર ત્રિવિધતાપથી રક્ષણ કરે છે, મનને વિકલ્પરહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્તરાભ્યાસ વડે દેહાધ્યાસ છૂટતા, બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે.

                                         અનાદિકાલીન મંત્ર : નવકાર-વિશ્વમંત્ર

જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂફ્રમંત્ર શ્રીનવકારમંત્ર છે. નવકારમંત્ર સમસ્ત જૈન ધર્માનુયાયીઓનો સર્વમાન્ય મહામંત્ર છે. અનેક સંપ્રદાયો તેમજ પેટા સંપ્રદાયોમાં વિભક્ત સંપૂર્ણ જૈન સમાજ તેને ઉત્કૃષ્ટ શ્રદ્ધાથી, આત્મિક અહોભાવથી સ્વીકારે છે. કરોડો શ્લોકોવાફ્રા દ્રષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે તે આ નવપદના નાના નવકારમંત્રમાં રહેલા વિશાફ્ર ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. આ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે.

શ્રી નવકારમંત્રના મનન ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારમંત્રના કોઈ એક પદમા અવશ્ય સ્થાન પ્રાપ્ત કરી શકાય છે. શુભભાવોની સાધના અને મુક્તિનું કારણ કોવાથી નવકારમંત્ર સર્વોચ્ચમંત્ર મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ વિશ્વના પ્રત્યેક જીવને માટે કલ્યાણક એવો આ પરમમંત્ર છે. સમૂફ્ર પાપોચ્છેદક છે, વિશ્વમંત્ર છે.

નવકારમંત્રનું રહસ્ય :

આ મહામંત્રમાં જૈનોના પરમ આરાધ્ય પંચપરમેષ્ટિઓને સામૂહિક રીતે નમસ્કાર કરવામાં આવે છે. તેમાં કોઈ વ્યક્તિવિશેષને નમસ્કાર ન કરતાં એ પાંચ પરમપદોને નમસ્કાર કરવામાં આવ્યા છે. તેઓના ઉત્તમોત્તમ ગુણોને નમસ્કાર કરાયેલ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સ્વરૂપ આ પાંચ અવસ્થાઓ પ્રાપ્ત કરનાર આત્મા જ આ મહામંત્રના આરાધ્ય છે. આ મહામંત્રમાં પંચપરમેષ્ટિના નમસ્કાર સિવાય કોઈ ઈચ્છા, આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી નથી. નિષ્કામ નમસ્કાર એ જ એની મહાનતા છે. એટલું જ નહી વિશ્વની સમગ્ર માનવજાત માટે એ ઉત્તમમંત્ર બનેલ છે.

                                                      નવકારમંત્રની મહત્તાઃ

  આત્માના ભવ પલટવા માટે એટલે કે અનાદિકાલના મિથ્યાભાવોને ટાને સમ્યક્ભાવો લાવવામાટે સર્વમંત્રોમાં નવકારમંત્ર વધારે ઉપકારક છે. કારણ (૧) નવકારની રચના સંક્ષિપ્ત હોવાથી આબાલવૃદ્ધ સર્વજન ગ્રાહ્ય છે. (૨) તે સર્વ મંત્રોનું ઉત્પતિસ્થાન છે તેથી સર્વમંત્ર સંગ્રાહક સ્વરૂપ છે.

આ મંત્રની આગવી અને અનન્ય વિશેષતા એ છે કે તે ત્રણેકાલના સર્વોત્કૃષ્ટ પુરૂષો પ્રત્યે અનન્ય સમર્પણભાવ ધરાવે છે. પરમમંગલમય તત્ત્વોથી છલોછલ ભરેલો છે, તેથી શ્રી નવકારમહામંત્રનો શરણાગત સર્વ, અપૂર્ણતાઓને દૂર કરી સંપૂર્ણ એવા મોક્ષપદને પામી શકે છે.

આ મંત્રની બીજી વિશિષ્ટતા એ છે કે તેને પહેલેથી ગણો છેલ્લેથી ગણો વચ્ચેથી ગણો કે અવલી રીતે ગણો તો પણ તે શ્રેયસ્કર જ નીવડે છે, બીજા સામાન્યમંત્રોની માફક આ પરમમંત્રની કોઈ અવલી અસર નથી થતી નથી. વિશિષ્ટ પ્રકારની રચનાના પ્રભાવે તેનો પ્રત્યેક અક્ષર અખૂર શક્તિનો ભંડાર છે. દુષ્ટ આશયપૂર્વકનો તેનો જાપ પણ તરત જ તે આશયમાંથી દુષ્ટતાને દૂર કરે છે.

નમસ્કાર મહામંત્રનું એક એક પદ એક-એક અક્ષર, તેની સાધના કરનાર સાધકને અનોખી સમતા અને સમાધિ આપે છે, સાધક આ મહામંત્રને સમર્પિત થઈ જાય, તેને આત્મસાત્ બનાવી અજપાજપથી તેના ૬૮ અક્ષરોને ઘટ-ઘટ વ્યાપ્ત બનાવી દે તો સાધનામાં પરમોચ્ચ શિખરને આંબી જાય છે. સંક્ષેપમાં નમસ્કાર મહામંત્રનો મહિમા, અર્થ વિસ્તાર અનંત અને અપાર છે. પંચપરમેષ્ઠિ ભગવંતોની અનન્ય શરણાગતિ સ્વીકારીને, તેના કીર્તન, સ્મરણ અને ધ્યાનમાં ઓપપ્રોત બનવાથી જ તેના મહિમાનો રહસ્યાર્થ યત્કિંચિત યથાર્થ અનુભવ, લાભ મેલવી શકાય છે.

નમસ્કાર મહામંત્ર એ ગુણપ્રધાન મંત્ર છે, એમાં વ્યક્તિપૂજા નથી પણ ગુણની ઉપાસના છે. ગુણની ઉપાસના છે. ગુણની આરાધના છે. જેથી કરીને એ સઘફ્રા ગુણો તેની ઉપાસના કરનારમાં પ્રગટ થાય. આ મહામંત્રમાં રહેલી સમક્ષ્ટિના નમસ્કારની ગંભીર વિશાફ્ર, ઉદાત્ત ભાવના એ સૂચવે છે. કે વ્યક્તિપૂજા કરતાં ગુણપૂજાનું ફલ અનંતગણું મફ્રે છે. તેનું કારણ પણ સરલ છે. કેમ કે માત્ર એક જ અરિહંત ભગવાનને નમસ્કાર કરવાથી ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાના અરિહંત ભગવંતોને સહજપણે નમસ્કાર થઈ જાય છે. તીર્થંકરોની અનાદિકાથી જે અનંતી ચોવીસી થઈ ગઈ, વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રમાં જે વીસ તીર્થંકર ભગવંતો વિચરે છે અને ભવિષ્યમાં જે અનંતી ચોવીસી થવાની છે તેમને સહુને નમો અરિહંતાણં પદ માત્ર બોલવાથી જ વંદન નમસ્કાર થઈ જાય છે. તે રીતે એક જ નમસ્કારથી એક જ વ્યક્તિને નમસ્કાર થવાને બદલે અનંતા ગુણીજનોને નમસ્કાર થવાથી ફલ પણ અનંતગણું મફ્રે છે.

અન્ય મંત્રો વિશેષ પ્રકારે સાધવાથી ઘણા પ્રયત્ને ફલદાયી થાય છે ત્યારે શ્રી નવકાર મહામંત્ર નિષ્કામ ભાવે જપવાથી અલ્પ પ્રયાસે ફલદાયી બને છે. કહેવાય છે કે પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિને કરેલ એક જ નમસ્કાર પવન જેમ જલને સૂકવી નાખે તેમજ સકલ કલેશજાલને છેદી નાખે છે. આ પ્રમાણે જીવાત્માના સઘ પ્રકારના સાંસારિક કલેશો તથા ચિંતાઓ અલ્પ પ્રયાસે દૂર કરી તેનાં સર્વ કર્મને ભસ્મીભૂત કરી નાખી, પરમાત્માપદ સુધી પહોંચાડવાની તેમાં શક્તિ છે.

અન્યમંત્રોમાં તે મંત્રના કોઈને કોઈ અધિષ્ઠાતા દેવતા હોય છે અને તે દેવ કાં તો મંત્ર વડે વશ થાય અગર પ્રસન્ન થાય તો જ મંત્ર ફલ આપે છે પણ તે દેવને પ્રસન્ન કરવાનું સહેલું નથી હોતું. વફ્રી, તે મંત્ર સાધવામાં પણ ઘણાં ભયસ્થાનો રહેલાં હોય છે. તેથી તેની સાધનામાં કંઈ ફેર પડતો તો સાધકના પ્રાણ પણ જોખમાઈ જાય એવું સંકટ ઊભું થાય છે. પરંતુ શ્રી નવકારમંત્રના કોઈપણ એક અધિષ્ઠાતા દેવ નથી. કારણ આગલ જોયું તેમ તેમાં કોઈ વ્યક્તિગત દેવની આરાધના નથી પણ ગુણધારીની છે - તેથી ઉપરના કોઈ પણ પ્રકારના ભયસ્થાનો આ મહામંત્રની આરાધના કરવા જતાં ઉપસ્થિત થતાં નથી.

અન્યમંત્રો ઉચ્ચારણ કઠિન હોય છે તેમજ તેમના અર્થ પણ ગૂઢ હોય છે, જ્યારે આ મહામંત્ર બોલવામાં અતિ સરલ છે. તેના અર્થ સ્પષ્ટ છે અને તેના ભાવ ઉત્કૃષ્ટ હોવાથી ફલ અત્યંત મધુર છે.

સંક્ષેપમાં નવકારમંત્ર મિથ્યાત્વ અને અજ્ઞાતનો નાશ કરનારો છે સમ્યક્ત્વની સ્પર્શના કરાવનાર છે. આત્મવિકાસની દૃષ્ટિએ આ બે ક્રિયા અત્યંત મહત્ત્વની છે જેથી આ મહામંત્રને અનન્ય કલ્યાણકારી કહેલ છે. તેથી જ ભદ્રબાહુસ્વામીએ 'ઉવસગ્ગહરં સ્તોત્ર'માં કહેલ છે;

હે નાથ! તમારૂ સમ્યક્ત્વ ચિંતામણિરત્ન કલ્પવૃક્ષથી પણ અધિક પ્રભાવશાફ્રી છે કે જેને પ્રાપ્ત કરવાથી જીવો નિર્વિ૩ને અજર, અમર સ્થાને પ્રાપ્ત કરે છે.

                             અદ્ભૂત અક્ષરો : અક્ષર - અ - ક્ષરના દ્યોતક

'ન' અને 'મો' એ બે અક્ષરના સંયોજનથી બનેલો નમો શબ્દ અંતરમાં આત્મભાવ, નિર્મલતા, મૃદુત્તા, શાંતિ અને સંતોષની ધારા વહાવે છે કારણ કે તેના પ્રત્યેક અક્ષરમાં પોતાનો આગવો વિશિષ્ટ પ્રભાવ છે, પ્રત્યેક અક્ષર મંત્ર છે.

શ્રી નમસ્કારમંત્રના એકેક અક્ષરનું સ્વતંત્ર વ્યક્તિ છે. એ એક એક અક્ષરમાં ચૌદ રાજલોકને સમાવવા જેટલી વિરાટતા છે. એક એક અક્ષરમાં સ્વતંત્ર દુનિયા છે. શ્રી નમસ્કારની મંત્રશક્તિએ સાક્ષાત્ શુદ્ધ આત્મદ્રવ્યની શક્તિ છે. માત્ર એક જ આત્મદ્રવ્યની શક્તિ નહિ’પણ ત્રણે કાલના તીર્થંકરદેવો, સિદ્ધ ભગવંતો, આચાર્યપ્રવરો, ઉપાધ્યાયો અને સાધુ ભગવંતોની સમગ્ર એકત્રિત થયેલી આત્મશક્તિ તે જ નમસ્કારમંત્રની શક્તિ છે. નિસર્ગના મહાશાસનના સમગ્ર શુભતત્ત્વોનું પુણ્યબલ સતત શ્રી નમસ્કારની આ મંત્રશક્તિને ઉત્તરોત્તર વધારતું જ રહે છે. આ મંત્રશક્તિ આ રીતે ઉત્તરોત્તર વધતી જ રહે છે તેથી જ શ્રી નમસ્કારમંત્રનો અતિ ઉત્તમ મહિમા વર્ણવેલો છે.

શ્રી નમસ્કારમંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો એ મૂલમંત્ર સ્વરૂપ છે, તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરૂ (૩) મફ્રી કુલ ૩૫ અક્ષરો છે. છેલ્લાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂલમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે. વ્યંજનસહિત લઘુ (૨૯) અને ગુરૂ (૮) મફ્રી કુલ ૩૩ અક્ષરો છે. એ બન્ને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કારમંત્રના કુલ ૬૮ અક્ષરો હોય છે.

 નવકારના અક્ષરનો મહિમા બતાવતા કહેલ છે "કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવા પંચપરમેષ્ટિ નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજારને આઠ વિદ્યાઓ રહેલી છે."

નવકારના એકેક અક્ષરની મહત્તા બતાવતાં મહાનિશીથસૂત્રમાં કહેલ છે. કે શ્રી નવકારના એક અક્ષરનું ભાવ

સહિત કરવામાં આવેલ ચિંતન ૭ સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એક પદનું ચિંતન ૫૦

સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર નવકારના નવપદોનું ચિંતન ૫૦૦ સાગરોપમનાં

સંચિત પાપોનો ક્ષય કરે છે. "ઉપદેશતરંગિણી"માં અડસઠ અક્ષરનું મહત્ત્વ બતાવતાં કહેલ છે કે આ લોક અને

પરલોક એમ બંને લોકમાં ઈચ્છિત ફને આપનાર શ્રી નવકારમંત્ર જયવંત વર્તો.

નવકારના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થ તરીકે વખાણ્યાં છે અને તેની આઠ સંપદાઓને અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનાર અનુપમ સિદ્ધિઓ તરીકે વર્ણવી છે.

દ્રવ્યથી નવકારમંત્રના આ અક્ષરો પરમમંગલરૂપ છે.

ક્ષેત્રથી-જ્યાં પણ શ્રી નવકારમંત્રનો જાપ થાય તે સ્થાન મંગલરૂપ છે.

કાથી-   જ્યારે જેટલો સમય શ્રી નવકારનો જાપ થાય તેટલો કા મંગલમય જાણવો.

ભાવથી -નમસ્કારમંત્રનો ભાવ સ્વયં મંગલરૂપ છે.

આ રીતે નવકારમંત્રના એકેક અક્ષરનું અદ્ભૂત મહત્ત્વ છે. તેનો વિધિ પૂર્વક મન-વચન-કાયાથી જાપ કરવામાં આવે તો અશુભકર્મોનો ક્ષય થાય છે. નવલાખ નવકારમંત્રનો જાપ કરતાં આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિધતાપનો ક્ષય થાય છે.

                                            નવકારની જાણવાજેવી વાતો

અન્ય સર્વમન્ત્રો અશાશ્વત છે. જ્યારે શ્રી નવકાર મહામંત્ર શાશ્વત છે. દ્વાદશાંઆખી મંત્રમય છે. પરંતુ તેની

શબ્દરચના પ્રત્યેક શાસનમાં ભિન્ન ભિન્ન હોય છે. જ્યારે શ્રી નવકારની શબ્દરચના પણ શાશ્વત છે તેના અર્થો

પરમાર્થો પણ સદાકાલ એકસરખા જ રહે છે.

શ્રી નવકારના પ્રભાવે શત્રુ મિત્ર બને છે, વિષ અમૃત બને છે, આપત્તિ સંપત્તિ બને છે, કારાવાસ મુક્તિ બને છે, દુઃખ સુખ બને છે, ઉપદ્રવી ભૂતપ્રેત-પિશાચ સૌ અનુકૂલ બને છે અને જ્યોતિષ ભાષિત અશુભભવિષ્ય શુભ બને છે!

શ્રી નવકારની પ્રભાવકથાઓ ખૈબ જાણીતી છે જેમાં નાગ મરીને નાગરાજ ધરણેન્દ્ર બને છે, સમડી મરીને રાજ કુમારી બને છે, અમરકુમારનો અગ્નિકુંડ સરોવર બની જાય છે અને શ્રીમતી સતીને મારી નાખવા મૂકાયેલા સર્પ પુષ્પમાલા બની જાય છે, વગેરે તો ખૂબ ખૂબ પ્રતિદ્ધ છે.

આયુષ્ય સિવાયના તમામ કર્મોની સ્થિતિ અન્તઃકોટાકોટી સાગરોપમ જેટલી ઓછી બને ત્યારે શ્રી નવકારનો 'ન' સાંભલવા મફ્રે છે. શ્રી નવકારને પામેલો આત્મા દુર્ગતિઓનું સર્જન કરતો કરતો હસતાંરમતાં મુક્તિનું શિખર સર કરી શકે છે.

પુણ્યપ્રાપ્તિનાં અનેક કારણો છે. પરંતુ જેવી રીતે નક્ષત્રમાલામાં ચન્દ્ર શ્રેષ્ઠ છે, તેવી રીતે સર્વપુણ્ય-સમુહની પ્રાપ્તિમાં નવકાર એક શ્રેષ્ઠ કારણ  છે.

મકાનને આગ લાગે ત્યારે માણસ જેમ, મૂલ્યવાન ઝવેરાતને ઉપાડીને ભાગે છે, તેમ ચૌદપૂર્વધરો પણ મૃત્યુસમયે શ્રી નવકારને ચિત્તમાં લઈને પરલોકે પ્રયાણ કરે છે.

"મને શ્રીનવકાર મળ્યો એટલે સઘય મ ગયું. જે કંઈપણ મને મળ્યું છે,તે  શ્રી નવકાર પાસે તો તરણા જેવું છે. અને એટલે જ શ્રી નવકાર મળ્યા પછી હવે મેલવવા જેવું કંઈ જ બાકી રહ્યુ નથી બધુંજ મલી ગયું છે! ખરેખર જન્માન્તરોમાં મેં જે કંઈ સુકૃતો કર્યાં છે, તે સર્વ આજે એક સાથે ઉદયમાં આવ્યા છે. ઉદયમાં આવેલા મારા પુણ્યોએ મને શ્રી નવકારની પ્રાપ્તિ કરાવી છે, તેથી હવે હું પૂર્ણ પુણ્યવાન છું. મારાં પાપો દૂર ચાલ્યા ગયા છે. હવે મારું મુક્તિમાર્ગે ગમન નિર્વિધ્ન રહેશે." આવી આવી ભાવનાઓથી ભાવિત બનીને, શ્રી નવકારનો પારમાર્થિક પરિચય પામીને, શ્રીનવકારનું સ્મરણ કરવું જોઈએ.

સગર્ભાવસ્થામાં અને જન્મસમયે જો માતા શ્રીનવકારના સ્મરણમાં લીન હોય તો સંતાન પુણ્યશા અને પવિત્ર બને છે.

શ્રી નવકારનો આ છે અદ્ભૂત અને અપ્રતિમ પ્રભાવ (૧) તેના એક અક્ષરના સ્મરણથી સાત સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.(૨) તેના એક પદના સ્મરણથી પચાસ સાગરોપમ  પ્રમાણ પાપોનો નાશ થાય છે. અને (૩) તેના પૂર્ણ સ્મરણથી પાંચસો સાગરોપમ પ્રમાણ પાપોનો નાશ થાય છે.

નવકાર એ   જીવન વિજ્ઞાન છે.            જીવન સંસ્કૃતિ અનેક છે.  

નવકાર એ     જીવન યોગ છે.               જીવન મંગલ છે.               

 નવકાર એ    જીવન મુક્તિ છે.           આજનો યુગધર્મ છે.             

                                                            નવકાર પરિચય

મંત્રના અક્ષર કેટલા?                  ૬૮    મંત્રથી સંક્ષિપ્ત સૂત્ર કયું?                 નમોડ્હર્ત

મંત્રમાં અનુસ્વાર કેટલા?         ૧૩      મંત્રથી સંક્ષિપ્ત મંત્ર કયો?                     

મંત્રમાં પદ કેટલા?                    ૯     મંત્રનું સુપ્રસિદ્ધ સ્તવન કયું?               સમરોમંત્ર

મંત્રમાં સંપદા કેટલી?               ૮       મંત્રનું સંસ્કૃતમાં સ્તોત્ર કયું?               પર

મંત્રમાં સ્વર કેટલા?                ૬        મંત્ર સાથે સંકલાયેલા પૂજન કયું?       સિદ્ધચક્ર

મંત્રમાં વ્યંજન કેટલા?            ૬૨      મંત્ર સાથે સંકફ્રાયેલ પૂજા કઈ?          નવપદ

મંત્રમાં ગુરૂ અક્ષર કેટલા?         ૭        મંત્ર કોણ સાંભલીશકે?        સંજ્ઞી પંચે. જીવ.

મંત્રમાં લઘુ અક્ષર કેટલા?         ૬૧      મંત્ર કોણ બોલી શકે?          બેઈન્દ્રિય જીવ.

મંત્રમાં કેટલા પૂર્વનો સાર?        ૧૪      મંત્ર સાંભલી કયા તિર્યંચ તર્યા?         સર્પ-સમડી

મંત્રમાં કોને નમસ્કાર કરાયો છે?  ૫        મંત્ર સાંભલી કયો બાલક તરી ગયો?    અમરકુમાર

મંત્રમાં પાંચ પરમેષ્ઠિના ગુણ કેટલા?  ૧૦૮     મંત્ર વારંવાર કોણ સ્મરણ કરતી?       શ્રીમતી

એક અક્ષરના સ્મરણથી કેટલા સાગ.પાપનાશ પામે?૭ સાગ. 

 લાલ રંગ જોઈ કયું પદ યાદ આવે?    સિદ્ધ                   સિદ્ધ પરમાત્મા ક્યાં છે?    મોક્ષમાં

એક પદના સ્મરણથી કેટલા પાપ નાશ પામે?૫૦ સાગ., પીલો રંગ જોઈ કયું પદ યાદ આવે?  આચાર્ય

સિદ્ધચક્રના આરાધક કોણ?             શ્રીપાલમયણા            સંપૂર્ણ મંત્રના સ્મરણથી કેટલા પાપ    ૫૦૦    

નીલો રંગ જોઈ કયું પદ યાદ આવે?   ઉપાધ્યાય                  મંત્ર કેટલી નિધિ પ્રગટાવે?             નવ

નવકારવાના મણકા કેટલા?           ૧૦૮     કાલો રંગ જોઈ કયું પદ યાદ આવે?     મુનિ

મંત્ર કેટલા તીર્થનો સાર કહેવાય?      ૬૮      સફેદ રંગ જોઈ કયું પદ યાદ આવે?    અરિહંત

મંત્ર સ્મરણ કેટલા શ્વાસોશ્વાસે થાય?    ૮        મંત્રનો જાપ કરવાનું સાધન કયું?       નવકારવાલી

મંત્રમાં 'દેવ' કેટલા છે?                ૨        મંત્રનો જાણ કરવાનું પુસ્તક કયું?       અણાનુપૂર્વી

મંત્રમાં 'ગુરૂ' કેટલા છે?                ૩        મંત્રનો જાપ હાથ ઉપર કેવી રીતે થાય?શંખાવર્ત                                                                                                      નંદાવર્ત

કેટલા મંત્રનો જાપ તીર્થંકર નામકર્મ બંધાવે?   ૧ લાખ        મંત્રની રચના કોણે કરી?         શાશ્વત છે

મંત્ર કેટલી સિદ્ધિ દાતાર છે?         આઠ

કેટલા મંત્રનો જાપ નરકથી બચાવે?    ૯ લાખ     મંત્રની આરાધના કેવી રીતે થાય?      એકાસણાથી

મંત્રનું ધ્યાન કેટલા પલ્યોપમનું દેવાયું બંધાવે? ૨૮૮૭૧૧/૫૯

સિદ્ધચક્રની આરાધના કેવી રીતે થાય?   આયંબિલથી

નવપદના વધુમાં વધુ ગુણ કેટલા      ૩૪૬     મંત્રનું સ્મરણ કરી કઈ વસ્તુ સ્થપાય?   સ્થાપનાજી

નવપદના ઓછામાં ઓછા ગુણ કેટલા?૨૩૮     મંત્રનું સ્મરણ કરી કઈ પ્રતિજ્ઞા લેવાય?  સામાયિક

૧૪ પૂર્વ લખવા કેટલા હાથી પ્રમાણ    ૧૬૩૮૩મંત્ર કયા યંત્ર સાથે સંકલિત છે?       

સિદ્ધચક્ર શાહી જોઈએ?

સંવત્સરીએ કેટલા નવકારનો કાઉ.      ૧૬૦     મંત્રનું સ્મરણ ક્યારે થાય?ગમે ત્યારે. થાય?

નવકારના અક્ષર - અડસઠ તીર્થ

અક્ષર           જૈનતીર્થ  પારિભાષિક     મહાપુરૂષ                 શબ્દ

ન   નાગેશ્વર    નવકારવાફ્રી   નંદીષેણ

મો   માંડવગઢ  મોર પીછીમાનતુંગસૂરી

અ   અગાસી    મનાનુપૂર્વી     અભયદેવસૂરી

રિ   રાણકપુર   રજોહરણ  રહનેમિ

હં    હસ્તગિરિ   હાસ્ય     હેમચંદ્રાચાર્ય

તા   તારંગા     તરપણી   ત્રિપુષ્ટ વાસુ.

ણં   નાગપુર    નવકારસીનિર્મફ્રા

ન   નાકોડા     નિર્જરા    નાગકુમાર

મો   મોહનખેડા  મુહપત્તિ   મુનિસુંદરસૂરિ

સિ   સેરિસા     સાપડો    સિદ્ધસેનસૂરિ

દ્ધા   ધોફ્રકા     ધૂપીયું    ધનંજય

ણં   નાડલાઈ   નાડાછડી  નાગદત્ત

ન   નરોડા     નવકારમંત્ર    નમિરાજર્ષિ

મો   મથુરા      મોહનીયકર્મ    માનદેવસૂરિ

આ   આબુ       આસન    આર્યસૂહસ્તિ

ય   યશોધરગિરિ          યતિયશોભદ્રસૂરિ

રિ   રાજગૃહી   રથ       રેવતી   

યા   -          યતિ      યશોવિજયવી

ણં   નાગપુર    નામકર્મ   નર્મદા

ન   નાંદિયા    નરક      નંદનમુનિ

મો   મેત્રાણા    મરૂદેવા   મલ્લવાદીદેવ

ઉ    ઉજ્જૈન     ઉન       ઉદાયન

વ   વરકાણા   વાફ્રાકુંચી  વજ્રસ્વામી

જ્ઝાઝઘડીયા   ઝાડ      જંબુ   (કલ્પવૃક્ષ)   ઝાંઝરીયામુનિ

યા   -          યાત્રા     યુગબાહુ

ણં   નાણા      ન્હવણ    નયસાર

ન   નાનાપોશીના         નાભિરાજાનંદા

મો   મોટાપોશીના          માલકોષ  મેતારજમુનિ

લો   લક્ષ્મણી    લોભ      લક્ષ્મણાસાધ્વી

એ   અયોધ્યા   એકમ     અવંતિસુકુમાર

સ   સમેતશિખર          સંથારો    સુલસા

વ્વ  વાલમ     વરખ     વંકચૂલ

સા   સાચોર     સાડો      સુદર્શન

હૂ    હસ્તિનાપૂર           હસ્તહરિભદ્રસૂરિ

અક્ષર           જૈનતીર્થ  પારિભાષિક     મહાપુરૂષ                 શબ્દ

ણં   નાણા      નવપદ   નાગિલશ્રાવક

એ   અષ્ટાપદ   એકાસણું  અઈમુત્તામુનિ

સો   સાવત્થી    સ્થાપનાજી     સંપ્રતિરાજા

પં   પાવાપુરી  પચ્ચક્ખાણ    પાદલીપ્તસૂરિ

ચ   ચંપાપુરી   ચામર    ચંડરૂદ્રાચાર્ય

ન   નાનીખાખરનિર્ધૂમઅગ્નિ    નંદમણિયાર

મુ    મિથિલા    મહાવિગઈમદનરેખા

ક્કા  કદમગિરિ  કટાસણું   કંડીરક

રો   રાતેજ      રત્નનો ઢગ    રોહણીયચોર

સ   શંખેશ્વર    સાથીયો   સમયસુંદરજી

વ્વ  વડાલી     વાસક્ષેપ  વિજ્યાશેઠાણી

પા   પાવાગઢ   પાતરા    પુષ્પચૂલા

વ   વંથલી     વાટકો/કીવિજયશેઠ

પ્પ  પાનસર    પૂર્ણકફ્રશ  પેથડશાહ

ણા   નલીયા    નિગોદ    નમિ-વિનમિ

સ   સુતર      સૂર્ય       શાંતિચંદ્રજી

ણો   નવલખા   નિર્વાણ    નરાજા

મં   મહુવા      મંગફ્રદીવોમેઘરથરાજા

ગ   ગિરનાર    ગણધર   ગુણમંજરી

લા   લોદ્રવા     લક્ષ્મી     લલિતાંગદેવ

ણં   નાલંદા     નાણ      નારદજી

ચ   ચાણસ્મા   ચંદ્ર       ચિલાતીપૂત્ર

સ   સુથરી      સમુદ્ર     સકલચંદ્રજી

વ્વે  વિજાપુર   વિમાન    વજ્રસ્વામી

સિં   સિંહપુરી    સિંહ       સ્થુલીભદ્રજી

પ   પાલીતાણાપૂંજણી    પ્રસન્નચંદ્ર

ઢ    ઢંકગિરિ    ઢાફ્ર(દુહા)ઢંઢણઅણ.

મં   મહેસાણા   મંગફ્રીક   મેઘકુમાર

હ    હેમગિરિ    હાથી      હીરવિજયસૂરિ 

વ   વંથલી     વરખ     વીરવિજયજી

ઈ   ઈડર       ઈન્દ્રધ્વજાઈલાચીકુમાર

મં   મક્ષીજી     મૃત્યુલોક  મરૂદેવામાતા

ગ   ગંધાર     ગંગાજલ  ગજસુકુમાર

લં   લખનૌ     લંછન     લાવણ્યસમય

 

 

2. મો;શ્રીમોહનખેડાતીર્થ(મ.પ્ર.) શ્રીઆદિનાથસ્વામી

ધન્યધરતીપરમપાવનઆદિજિનવરધામછે,

મોહનખેડાતીર્થમનહરશાંતિનોવિશ્રામછે.

શાંતસુધારસઝરતુંતીર્થઆઅભિરામછે,

પ્રભુઆદિજિનનાચરણમાંનિતચિદાનંદપ્રણામછે.

૩. અ;શ્રીઅષ્ટાપદતીર્થ- ચોવીસતીર્થંકર(શ્રીઆદિનાથ)

તીર્થઅષ્ટાપદઅનુપમઆદિનાથબિરાજતા,

ચક્રવર્તીભરતનિર્મિતબિંબચોવીસરાજતા.

આઠપગથીએસુશોભિતમુક્તિપુરીનુંધામછે,

ચોવીસેજિનનાચરણમાંનિતચિદાનંદપ્રણામછે.

૪. રિ;શ્રીરિંગણોદતીર્થ(મ.પ્ર) શ્રીનેમિનાથસ્વામી

માલવમનોહરદેશજ્યાંરિંગણોદમુકામછે,

નેમિનાથછેશ્યામસુંદરભક્તિભાવપ્રણામછે.

દર્શનસ્તવનપૂજાકરીનેસુખશાંતિમળેસર્વદા,

ચિદાનંદઆનંદદાયકાસુરનરકરેસેવાસદા.

૫. હં;શ્રીહત્થુંડીતીર્થ(રાજ.) શ્રીરાતામહાવીરસ્વામી

વીરભૂમિમરૂધરાજ્યાંપહાડિઓમાંગમ્યછે,

હત્થુંડીતીરથપરમપાવનસરસનિત્યસુરમ્યછે.

રક્તવર્ણીવીરપ્રભુમુદ્રાસદામનમોહતી,

ચિદાનંદવંદનાભાવથીજેસુખદશાશ્વતસોહતી.

--------------------------------------------------------------------------------------------

૬. તા;શ્રીતારંગાતીર્થ(ગુજ.) શ્રીઅજિતનાથસ્વામી

ઈતિહાસઆનોછેઅનુપમગ્રંથમાંવર્ણનકર્યો,

રાજકુમારપાળેજ્યાંવિશાલપ્રાસાદકર્યો.

આજેતારંગાજીઅહીંજેઅજિતજિનવરધામછે,

ચિદાનંદજિનવરચરણમાંકોટિકોટિપ્રણામછે.

 

૭. ણં(નં) ;શ્રીનાંદિયાતીર્થ(રાજ.) શ્રીમહાવીરસ્વામી

નંદીવર્ધનેભરાયાવીરજીવિતએબિમ્બછે,

નાંદીયાજીતીર્થપાવનપ્રેરકપ્રતિબિંબછે.

છેયોગનિરૂપમભેટનાભવસંતતિમટેછે,

ચિદાનંદપ્રભુવરવીરનેઅમવંદનાહોસર્વદા.

પદ- ૨નમોસિદ્ધાણં

૮. ન; શ્રીનર્દુલપુરતીર્થ(રાજ.) શ્રીપદ્મપ્રભુસ્વામી

નર્દુલપુરછેતીર્થભૂમિઆત્મપાવનકારિણી,

પ્રભુપદ્મજિનકીવિમલપડિમાપાપબંધનિવારિણી.

અક્ષતઅનંતઅભંગસુખદાતીર્થઆઅભિરામછે,

નાડોલમંડણજિનચરણમાંચિદાનંદપ્રણામછે.

૯. મો;શ્રીમોટાપોશીનાતીર્થ(ગુજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

નિર્મલનિરાલાપાર્શ્વજિનવરકુમારપાલભરાવીયા,

જેનીપ્રતિષ્ઠાછેહેમચંદ્રાચાર્યનીઉત્તમધિયા.

તીર્થમોટાપોશીનાઆસુખદપાવનધામછે,આભાવયાત્રામાંચિદાનંદકોટિકોટિપ્રણામછે.

-------------------------------------------------------------------------------------

૧૦. સિ;શ્રીસિદ્ધાચલતીર્થ(ગુજ.) આદિનાથપ્રભુ

શિવસિદ્ધિકારકદુઃખવારકભીતિહારકછેસદા,

કરજોડીવંદનજેકરેતેદુઃખથીબચતતદા.

ભવબંધનોથીમુક્તથઈનેઆત્માશિવનેલહે,

ચિદાનંદભાવયાત્રાકરેતેસિદ્ધિનિજગુણમાંરહે.

---------------------------------------------------------------------------------------------------

૧૧. દ્ધા;શ્રીધાનેરાતીર્થ(ગુજ.) શ્રીશાંતિનાથપ્રભુ

જેરમ્યભૂમિગુર્જરા, પ્રભુશાંતિજિનનુંધામછે,

ધાનેરામાંસૌમ્યપડિમાદિવ્યતેજલલામછે.

આનંદકંદઅમંદવિભુવરસકલગુણવિશ્રામછે,

શુભભાવચિદાનંદકરવાકોટિકોટિપ્રણામછે.

૧૨. ણં(નં) ;શ્રીનંદીશ્વરતીર્થ

શ્રીઋષભ, ચંદ્રાનન, વારિષેણ, વર્ધમાન

છેતીર્થશાશ્વતવિશ્વમાંઆતીર્થનંદીશ્વરજ્યાં,

શાશ્વતબિરાજેબિંબચૌમુખઆજપણછેજેમાંત્યાં.

છપ્પનજિનાલયથીસુશોભિતઈન્દ્રસુરઉત્સવકરે,

ચિદાનંદદ્વીપઅષ્ટમચરણમાંત્રિયોગથીવંદનકરે.

------------------------------------------------------------------------------------------------

પદ- ૩નમોઆયરિયાણં

૧૩. ન; શ્રીનવકારતીર્થ(ગુજ.) શ્રીનવકારપાર્શ્વનાથ

સરસસુખદાતીર્થભૂમિતીર્થનવકારધરા,

મોહનીમૂરતબિરાજેવિમલદૃષ્ટિ- ધરાવરા.

પરમેષ્ઠીમંદિરપરમપાવનજોતા- આરામછે,

નવકારપારસચરમમાંનિતચિદાનંદપ્રમાણછે.

૧૪. મો; શ્રીમોડાસાતીર્થ(ગુજ.) શ્રીઆદિનાથદાદા

શ્યામવરણીમૂરતસુંદરકર્મમલઅપહારિણી,

ભાવવર્ધકવિશ્વવંદિતમોહજ્વરઉતારિણી.

મોડાસાદર્શનકરીએજિનરાજનુંએઠામછે,

ચિદાનંદઆદિનાથનેનિતકોટિકોટિપ્રણામછે.

૧૫. આ;શ્રીઆબુતીર્થ(રાજ.) શ્રીઆદિનાથદાદા

ગગનશોભિતશ્રૃંગજ્યાંછેઆબૂગઢઅચલેસરો,

તીર્થતારકપરમપાવનસરસસુંદરદેહરો.

વિમલવસહિલુણિગવસહિશાંતિજિનવરવંદીએ,

ભાવપૂર્વકચિદાનંદભેટીએપાપકર્મનિકંદિએ.

૧૬. ય;શ્રીયશનગરતીર્થ(રાજ.) શ્રીચંદ્રપ્રભોસ્વામી

શ્રીમારવાડનીભૂમિમાંડીયશનગરહસતુંહતું.

સેંકડોજિનચૈત્યશોભિતજેભૂતનુંગૌરવહતું.

શતપંચત્યાંઆચાર્યહતાચંદ્રપ્રભોમહિમાનિધિ,

ચિદાનંદકરતાનમનવંદન, અમનાથનેનિર્મલવિધિ.

૧૭. રિ;શ્રીરિછેડતીર્થ(રાજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

સાધનાભૂમિસુહાનીજગચ્ચન્દ્રસૂરિતણી,

મેદપાટેમનહરીમૂરતસદાભયભંજની.

પ્રભુપાર્શ્વરાજેસુખદછાજેદરશછેજિનચંદના,

ચિદાનંદઆતમભાવજગાડીકરીએછેઅમેવંદના.

૧૮. યા;શ્રીયાદવપુરતીર્થ(ગુજ.) શ્રીનેમિનાથસ્વામી

પ્રાચીનતમઆધામનીઆયંબિલનીમહિમાઘણી,

શ્રીકૃષ્ણમહારાજાસમયનીજોઈલોઅહીંનીકડી.

પ્રાણેશપ્રભુજીનેમિજીનવરજગતસુખશાંતિકરા,

ચિદાનંદવંદનભાવથીઈતિહાસનીઉત્તમધરા.

૧૯. ણં(ન) ; શ્રીનંદકુલવતીતીર્થ(રાજ.) શ્રીનેમિનાથસ્વામી

નંદકુલવતીનાડલાઈતીર્થમનમોહનધરા,

સામસામેપહાડિયોમાંઆદિનેમિજીનવરા.

યશોભદ્રસૂરિનીપ્રતિષ્ઠાવિશ્વવિશ્રુતધામછે,

ચિદાનંદયાત્રાકરીનેકરેવંદનસુગુણવિશ્રામછે.

----------------------------------------------------------------

પદ- ૪નમોઉવજ્ઝાયાણં

૨૦. ન;શ્રીનલિયાતીર્થ(ગુજ.) શ્રીચંદ્રપ્રભુસ્વામી

પંચતીર્થકચ્છમાંઆતીર્થનલિયાનામછે,

ચંદ્રપ્રભુનીચંદ્રવર્ણીદિવ્યમૂર્તિલલામછે.

સોળશિખરચૌદમંડપનરશીનાથાનિર્મિતા,

ભાવથીકરચિદાનંદવંદનપાપબંધપરાજીતા.

૨૧. મો;શ્રીમોઢેરાતીર્થ(ગુજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

વિશ્વવારકપાર્શ્વજિનનીમૂરતસુંદરસોહતી,

ભાવવર્ધકસમતાસિન્ધુદર્શનીયમનમોહતી.

બપ્પભટ્ટીઆમરાજનોજુડેલોઈતિહાસછે,

ભાવયાત્રાચિદાનંદઅહીંનીસુખદતમસુવાસછે.

૨૨. ઉ; શ્રીઉજ્જિંતગિરિતીર્થ(ગુજ.) શ્રીનેમિનાથસ્વામી

અનંતગુણનિધિશાન્તરસસુધિપરમપૂજ્યજિનેશ્વરા,

આનંદકંદઅબોધબોધકશ્યામતનુંપરમેશ્વરા.

ભવબંધવારકસુમતિકારકનાથશિવતરુકંદના,

ચિદાનંદવરપ્રભુનેમિજિનનેભાવથીકરેવંદના.

૨૩. વ; શ્રીવરમાણતીર્થ(રાજ.) શ્રીમહાવીરસ્વામી

પ્રભુવીરનીમૂરતઅલૌકિકનંદીવર્ધનનિર્મિતા,

વરમાણરાજસ્થાનધરતીરાજાશ્રેણિકસંસ્તુતા.

નિષ્કલંકીનાથત્રિભુવનતારકાશાસનપતિ,

ચિદાનંદવરધારતહૃદયેથશેવિમલઆપણીમતિ.

૨૪. જઝા(ઝા) ;શ્રીઝાબુઆતીર્થ(મ.પ્ર.)શ્રીઆદીશ્વરદાદા

શ્રીબાવનજીનાલયદૃશ્યસુંદરતીર્થત્રિભુવનનાથનું,

ભાવવર્ધકમાર્ગદર્શકસાથભવનિધિપાથનો.

ભવબંધનાછેરોધકાપ્રભુતીર્થપતિનિષ્કા

ચિદાનંદભાવેશ્રીઆદિજિનનેકોટિકોટિપ્રણામછે.

૨૫. યા;શ્રીયાદગિરિતીર્થ(કર્ણાટક) શ્રીસુમિતનાથસ્વામી

યાદકરીએયાદગિરિનીયાત્રાકરીએભાવથી,

ગિરિશ્રૃંગપરબિરાજિતચરણનેભેટોચાવ

ખારવેલભૂપાલનીસ્મૃતિક્યારેકપણનભૂલાયરે,

ચિદાનંદસુમતિચરમવંદનશુદ્ધિમનનીલાવેરે.

૨૬. ણં;શ્રીનંદનવનતીર્થ(ગુજ.) શ્રીમુનિસુવ્રતસ્વામી

તીર્થનંદનવનઅનોખુંદેખતાદિલઉલ્લસે,

ભવ્યમુનિસુવ્રતપ્રભુનીમૂરતદિલમાંહેવસે.

સિદ્ધગિરિનામાર્ગપરઆબન્યુંરેવિશ્રામછે,

ભાવયાત્રામાંચિદાનંદનાકોટિકોટિપ્રણામછે.

-----------------------------------------------------------------------------------------------

પદ- પનમોલોએસવ્વસાહૂણં

૨૭. ન;શ્રીનવસારીતીર્થ(ગુજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

હેચિંતાચૂરકઆશાપૂરકભાવઆતમદાયકા,

ચિંતામણિપ્રભુપાર્શ્વસ્વામીલોકનાઅધિનાયક...

નવસારીમંડણમુકુટમણિછેપાપપક્ષાલનકરા.

ચિદાનંદવંદનભાવથીજયવંતછેજિનજયકરા...

૨૮. મો;શ્રીમોદરાતીર્થ(રાજ.) શ્રીસુમતિનાથસ્વામી

પ્રભાવશાળીતીર્થજગમાંઆત્મશુદ્ધિનેકરે,

તેતીર્થભેટીનેજીવનમાંપુણ્યપ્રકૃતિમળે.

સુમતિનાથજીમોદરામંડણપ્રભુનેવંદના,

ચિદાનંદશુદ્ધિઉરકરતાબંધકરેનાકર્મના.

૨૯. લો;શ્રીલોદ્રવાતીર્થ(રાજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

થલનીધરતીહૃદયહરતીઅમરજસઈતિહાસછે,

લોદ્રવાપ્રભુપાસભેટતહોતભવનોનાશછે...

તીર્થજેસલમેરનીજેનિકટતમઅભિરામછે,

પ્રભાવશાળીનાથનેચિદાનંદભાવપ્રણામછે...

૩૦. એ;શ્રીએકલિંગજીતીર્થ(રાજ.) શ્રીશાંતિનાથસ્વામી

એકલિંગજીતીર્થમાંહીવિશાલજિનઘરોસહી,

કાલક્રમેઆક્રમણોનીખંડહરથયુછેતહીં.

શ્યામવર્ણીશાંતિજિનનીમૂર્તિમનલુભાવની,

ભાવેચિંદાનંદવંદનમિલેમુક્તિપાવની.

૩૧. સ;શ્રીસમેતશિખરજીતીર્થ(બિહાર) શ્રીપાર્શ્વનાથ

સુખદશાશ્વતભૂમિછેજ્યાંવીસજિનમુક્તિગયા,

અનંતસિદ્ધોનીધરાજ્યાંગીતસંગીતનિતનય

દર્શનીયછેવંદનીયવિમલવસુધાનામછે,

સમ્મેતશિખરજીચિદાનંદકોટિકોટિપ્રણામછે.

૩૨. વ;શ્રીવરકાણાજીતીર્થ(રાજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

ગોડવાલનીપંચતીર્થપરમપાવનજાણીએ,

વરકાણાપારસનાથતીરથસુખદઉરઆણીએ.

ભવ્યજિનમંદિરબિરાજિતનાથનિર્મળકરમતિ,

ચિદાનંદવંદનભાવથીમટીજશેગતિઆગતિ...

 

૩૩. સા;શ્રીસાગોદિયાતીર્થ(મ.પ્ર.) શ્રીઆદિનાથદાદા

શાંતરસસમતાનિધિજસજગતમાંજયકારછે,

પરમપદદાતારપ્રભુજીવિશ્વનાઆધારછે...

અલખનિરંજનઆદિજિનવરઅનંતકરૂણાધામછે,

સાગોદિયાતીરથપતિનેચિદાનંદપ્રણામછે.

૩૪. હૂ;શ્રીહૂબલીતીર્થ(કર્ણાટક) શ્રીશાંતિનાથાય

જિનદેવનીજિનવરબનીએતીર્થભૂમિસર્વદા,

છેપાપપંકનિવારકાજપતાટળેબનીઆપદા.

હૂબલીશુભસ્થાનમાંપ્રભુશાંતિસોળમાસ્વામીછે,

ચિદાનંદકરતાભાવથીનિતકોટીકોટીપ્રણામછે.

૩૫. ણં(ન) ;શ્રીનંદીગ્રામતીર્થ(ગુજ.) શ્રીસીમંધરસ્વામી

નંદકારકનંદીગ્રામેતીર્થનિર્માણછેથયું,

પ્રભુપાર્શ્વસીમંધરજિનપૂજતાકર્મમલદુરે

માતાવામાસત્યકીનંદનકરેવંદનત્રિધા,

પુણ્યયોગેચિદાનંદઅવસરજોઈલોસારીવિધા.

------------------------------------------------------------------

પદ- ૬એસોપંચનમુક્કારો

૩૬. એ;શ્રીએલુરતીર્થ(એ.પી.) શ્રીપાર્શ્વનાથસ્વામી

અક્ષરઅનંતસુખપ્રાપ્તકરવાસીધોમાર્ગછેસહી,

નવકારનીઆભાવયાત્રાભાવવર્ધકછેકહી.

જિનદેવનેદિલમાંધરીકલ્યાણમારગસંચરે,

ચિદાનંદભક્તિભાવથીપ્રભુપાર્શ્વનેવંદનકરે.

૩૭. સો;શ્રીસોનાગિરિતીર્થ(રાજ.) શ્રીનેમિનાથપ્રભુ

સ્વર્ણગિરિકનકાચલોસોનાગિરિશુભનામછે,

પ્રભુવીરપારસઆદિશાંતિનેમિજીનનુંધામછે,

ભૂપનાહડેબનાવ્યુંવીરચૈત્યવિશેષછે.

ગિરિવરચઢતાદર્શનકરતાચિદાનંદસુવિશેષછે.

૩૮. પં;શ્રીપંચાસરાતીર્થ(ગુજ.) શ્રીપંચાસરાપાર્શ્વનાથ

પંચાસરાનગરીમોટીપણકવલિતથઈગઈ.

પ્રભુપાર્શ્વવામાનંદપડિમાભેટતાભવિજનકઈ.

પંચાસરપારસબિરાજેઆજેપાટણમાંત્યાં,

અમેભાવયાત્રાકરીએચિદાનંદવિધિછેજ્યાં.

૩૯. ચ;શ્રીચંદ્રાવતીતીર્થ(ગુજ.) શ્રીચંદ્રાવતીપાર્શ્વનાથ

પૂર્વહતુંચદ્રાવતીજેઆજચાણસ્માબોલાયછે,

લાખોવર્ષથીઅધિકપુરાનીમૂર્તિત્યાંસોહાયછે.

પાર્શ્વભટેવાજેહનીછેઅમિયઝરતીઆંખડી,

દર્શનકરતાચિદાનંદનીખીલતીઉરપાંખંડી.

૪૦. ન;શ્રીનડિયાદતીર્થ(ગુજ.) શ્રીઅજિતનાથસ્વામી

નડિયાદછાજેઅચલરાજેઅજિતજિનવરઅઘહરો,

ભવિનિત્યધ્યાવેશાંતિપાવેભાવભક્તિમનહરો.

સુંદરસુશોભિતછેજિનાલયઆત્મપાવનકારકા,

વંદનકરેવિધિયુતચિદાનંદકર્મબંધનવારકા.

૪૧. મુ;શ્રીમુછાળામહાવીરતીર્થ(રાજ.) શ્રીમહાવીરસ્વામી

મહિમઅદ્‌ભૂતતીર્થનીસહુસુજ્ઞજનકહેતાઅહીં,

રાણાસ્વયંજોઈકહેછેવીરમૂછાળાસહી.

સુંદરસુલૂણોધામભેટતઆત્મનિર્મળકરીએ,

વંદોચિદાનંદગુણગાનકરીનેઆસ્વાદઅમૃતપીજીએ.

૪૨. ક્કા(કા) ;શ્રીકાપરડાજીતીર્થ(રાજ.) શ્રીપાર્શ્વનાથપ્રભુ

તીર્થકાપરડાનિહાળોમોહનોમહિમાનીલો,

ચૌમુખબિરાજેપંચમંજિલભેટીએત્રિભુવનતીલો.

સ્વયંભુપારસનાથદર્શનભવ્યતમહિતકારકછે,

ચિદાનંદજિનવરચરણમાંનમનવારંવારછે.

૪૩. રો; શ્રીરોજાણાતીર્થ(મ.પ્ર.) શ્રીઆદિનાથસ્વામી

રોજઆવજોઅહીંમળશેઆદિનાથનિર્મળપ્રભો,

પ્રભુઆદિયોગીરાજમૂરતભેંટલોભયહરવિભો.

માલવધરાએછેવસ્યુઆતીર્થરોજાણાભલા,

ચિદાનંદયાત્રાકરીએમળીજશેજીવનકળા.

-------------------------------------------------------------

પદ- ૭સવ્વપાવપ્પણાસણો

૪૪. સ;શ્રીસ્થંભનતિર્થ(ગુજ.) શ્રીસ્થંભનપાર્શ્વનાથ

સ્વર્ગમર્ત્યપાતાળલોકેઈન્દ્રનરપૂજાકરી.

મહિમાવતીમૂરતનિરખતાઆંખડીઅમૃતઠરી.

સ્થંભનપ્રભુપારસત્રિલોકીપૂજ્યગુણગુણગણધામછે,

ભાવભક્તિ- આત્મશક્તિચિદાનંદકોટિપ્રણામછે.

૪૫. વ્વ(વ) ;શ્રીવલ્લભીપુરતીર્થ(ગુજ.) શ્રીઆદિનાથદાદા

પાંચશતઆચાર્યનીઅહીંયામળીહતીપર્ષદા,

કરપૂજ્યદેવર્ધિગણિનેસૂત્રગૂંફનહર્ષદા

વિશ્વવંદિતદેવઆદિનાથદર્શનશભુકરુ.

કરતાચિદાનંદવંદનહૃદયભક્તિનીભર્યુ.

૪૬. પા; શ્રીપાવાપુરીતીર્થ(બિહાર) શ્રીમહાવીરસ્વામી

પાવાપુરીપ્રભુવીરએનિજસંઘનુંસ્થાનકર્યું,

ભયતાપહરણીદેશનાઆપીસ્થાનઅવિચલપામ્યું.

પ્રભુમોક્ષકલ્યાણકધરાજસભેટતાઆનંદછે,

ચિદાનંદભાવયુતવંદનાથીથાયનિત્યાનંદછે.

૪૭. વ;શ્રીવહીતીર્થ(મ.પ્ર.) શ્રીવહીપાર્શ્વનાથસ્વામી

પ્રાચીનછેઆજેપણમંદિરમનોહરછેઅહીં,

વિદ્વજ્જનોએતીર્થનીગૌરવમહિમાગાઈછે.

સિદ્ધઆસનપાર્શ્વનાપદપદ્મમાંવંદનકરે,

ચિદાનંદરાખીભાવનિર્મળકર્મબંધનનિર્જરે.

૪૮. પ્પ(પ) ;શ્રીપરાસલીતીર્થ(મ.પ્ર.) શ્રીઆદીશ્વરપ્રભુ

આદિનરપતિકનકપ્રભસમઆદિજિનઅરિહંતછે,

પ્રભુકલ્પતરૂશશિસમબિરાજેનાથશિવવધુકંતછે.

દર્શનકરીશાંતિમળેસંવેગભાવપ્રદાયકા,

ચિદાનંદપરાસલીતીર્થરાજતવંદીએભવક્ષાયકા.

૪૯. ણા(ના) ;શ્રીનાગેશ્વરતીર્થ(મ.પ્ર.) શ્રીનાગેશ્વરપાર્શ્વનાથ

પ્રભુપાર્શ્વનીછેભવ્યપ્રતિમાજોઈલોમનમોહતી,

નિર્મલનયનકરીલેનયનછેપૂર્ણકિરણાસોહતી,

કહતાંનિપુણજનતારકાછેતીર્થનાગેશ્વરધણી,

ચિદાનંદવરપ્રભુપાર્શ્વનીઅદ્‌ભૂતઅતિમહિમાભણી.

૫૦. સ;શ્રીસત્યપુરતીર્થ(રાજ.) શ્રીમહાવીરસ્વામી

સત્યપુરસાંચોરજ્યાંપ્રભુવીરઆવ્યાવિચરતા,

છેનામજગચિંતમણીમાંતીર્થગૌતમઉચરતા.

પ્રભુવીરનાદર્શનકરીએજ્યાંગોડીજીપ્રભુપાસછે,

વાસુપૂજ્યજીશાંતિકુંથુંચિદાનંદજિનઆવાસછે.

૫૧. ણો(નો) ;શ્રીનોંધણવદરતીર્થ(ગુજ.) શ્રીસુમતિનાથસ્વામી

શ્રીતીર્થરાજનીસમીપમાંહીપુણ્યશાળીભૂપરે,

સદૈવનોંધણવદરગામેચૈત્યછેજેદુઃખહરે,

માતમંગલાનંદસુમતિનાથસૌનેખુશકરે,

શ્રીઆત્મગુણનેપામવાચિદાનંદપયવંદનકરે.

-----------------------------------------------------------

પદ- ૮મંગલાણંચસવ્વેસિં

૫૨. મં(મ) ;શ્રીમંડપાચલતીર્થ(મ.પ્ર.) શ્રીસુપાર્શ્વનાથ

મંડપાચલતીર્થપાવનમનહરામોહનકરા,

સુખદમાંડવગઢજ્યાંઈતિહાસઉજ્જવલતાભરા.

સુપાસજિનવરતીર્થનાયકભેટિયેભવભવહરા,

અચિંત્યમહિમાચિદાનંદછેપૂજતાવિબુધાનરા.

૫૩. ગ;શ્રીગંગાણીતીર્થ(રાજ.) શ્રીચિંતામણીપાર્શ્વનાથ

ચિંતામટેઆપદહટેસંપદમળેજિનપૂજતા,

ચિંતામણીપ્રભુપાર્શ્વભેટતમોહઅરિગણધ્રુજતા.

આનંદકરદર્શનમળેજગબંધજગદાધારછે,

ગંગાણીતીરથચિદાનંદવંદનાકરતાભવનિધિપારછે.

54. લા;શ્રીલાખણીતીર્થ(ગુજ.) શ્રીઆદિનાથપ્રભુ

નાથનિરુપમનિષ્કલંકીવિશ્વવંદિતનિર્મલા,

આદિનાથજિનેશ્વરજપતાવિમલમતિથાયકોમલા.

પ્રથમતીર્થપતિલાખણીમાંભવ્યજિતદેદારછે,

ચિદાનંદવંદનભાવથીકરતાંશરણસ્વીકારછે.

૫૫. ણં(ન) ;શ્રીનંદુરીતીર્થ(મ.પ્ર.) શ્રીપાર્શ્વનાથપ્રભુ

ભવભીતિહારક, કુમતિવારકદિવ્યદૃષ્ટાજિનવરા,

સમભાવદૃષ્ટિઅમીયદૃષ્ટિભાવસુષ્ટાભવિવરા.

ચિંતામણીપ્રભુપાર્શ્વનંદિકરનમોઉત્સાહથી,

નાનપુરમાંચિદાનંદભવ્યવિરહયાચેનાથી.

૫૬. ચ;શ્રીચંપાપુરીતીર્થ(બિહાર) શ્રીવાસુપૂજ્યસ્વામી

પંચકલ્યાણકથયાજ્યાંવાસુપૂજ્યજિનેશના,

વાસુપૂજ્યનંદનકરતાવંદનપૂજ્યવરઅખિલેશના,

ભવબંધનોનાછેનિવારકચરણમાંવંદનકરે,

ચંપાપુરીમાંચિદાનંદભેટતહૃદયનેનિર્મળકરે.

૫૭. સ;શ્રીસમડીવિહારતીર્થ(ગુજ.) શ્રીમુનિસુવ્રત

પ્રભુમુનિસુવ્રતસ્વામીએઅહીંઅશ્વનેપ્રતિબોધિતકર્યો,

સમળીવિહારછે. ચૈત્યભેટોભરૂચમાંશ્રદ્ધાભર્યો.

કુમારવિક્રમસંપ્રતિછેતીર્થજીર્ણોદ્ધારકા,

મુનિસુવ્રતતીર્થધિપતિચિદાનંદભવભયવારકા.

૫૮. વ્વે(વ) ;શ્રીવેલારતીર્થ(રાજ.) શ્રીઆદિનાથપ્રભુ

પ્રભુઆદિજિનવરઆદિનરપતિશુદ્ધભાવપ્રકાશકા,

પ્રશમરસભરપૂર્ણછેપ્રભુભવ્યભાવોન્નયકા,

વેલારતીર્થપવિત્રરાજેસૌમ્યદૃષ્ટિસુખકરી,

કરેવંદનભાવયાત્રમાંચિદાનંદભવજલતરી.

૫૯. સિં(સિ) ;શ્રીસિંહપુરીતીર્થ(યુ.પી.) શ્રીશ્રેયાંસનાથસ્વામી

શ્રેયાંસજીનવરચ્યવનજન્મસંયમીથયાકેવલી,

ઈતિહાસગૌરવમયઅહીંઆતીર્થભૂમિમનહરી.

સમ્રાટસંપ્રતિએબનાવ્યુંસ્તૂપજિનશાસનનિધિ,

ચિદાનંદવંદનકરે, અમસિંહપુરીશ્રદ્ધાવિધિ.

-------------------------------------------------------------

પદ- ૯પઢમંહવઈમંગલં

૬૦. પ;શ્રીપરોલીતીર્થ(ગુજ.) શ્રીનેમિનાથસ્વામી

ભૂગર્ભમાંથીથઈપ્રગટપ્રભુનેમિજીનમૂરતત્યાંહી,

છેદર્શનીયવંદનીયદ્યુતિપ્રભાકાંઈઓછીનહીં.

સંસારદુઃખથીમુક્તિમાટેનાથઆલંબનગ્રહી,

ચિદાનંદતીર્થપરોલીમંડણવિશ્વવંદિતછેસહી.

૬૧. ઢ; શ્રીઢંકગિરિતીર્થ(ગુજ.) શ્રીઆદિનાથસ્વામી

ગિરિરાજનોજઆભાવછેપ્રભુઆદિજિનવરસ્પર્શના,

ઢંકમુનિવરમુક્તિસાથેહતાસેંકડોમુનિગુણધના.

ભાવભક્તિપૂર્ણરાખીતીર્થયાત્રાજેકરે,

ચિદાનંદઢંકગિરવરસહજભવનિધિનિસ્તરે...

૬૨. મં(મ) ; શ્રીમંડારતીર્થ(રાજ.) શ્રીમહાવીરસ્વામી

મનમોહનમહાવીરનાદર્શનકરીએશુભભાવથી,

દેવનિરંતરમળ્યા, બનીજઈશુંભવદાવથી.

આપ્યોવિશ્વમૈત્રીનોસંદેશઆસંસારને,

મંડારતીરથચિદાનંદભેટતકરસફલઅવતારને.

૬૩. હ;હસ્તિનાપુર(ઉ.પ્ર.) શ્રીશાંતિનાથસ્વામી

પ્રભુશાંતિકુંથુઅરજિનેશ્વરભૂમિકલ્યાણકકહી,

વરસીતપનાપારણાકર્યાઆદિનાથપ્રભુએઅહીં.

તીર્થઆઅભિનંદનીયહસ્તિનાપુરઅભિરામછે,

શાંતિજિનવંદિએચિદાનંદભવઆરામછે.

૬૪. વ;શ્રીવડાલીતીર્થ(ગુજ.)થીઅમિઝરાપાર્શ્વનાથસ્વામી

અમિઝરાપ્રભુપાર્શ્વનીઅદ્‌ભૂતમહિમાછેકહી,

શાંતઆદિનાથઅક્ષયસૌમ્યદાતાછેસહી.

પ્રાચીનજિનવરબિંબભેટતદુઃખદોહગદૂરહો.

વડાલીતીરથચિદાનંદવંદોભાવભક્તિપ્રચૂરહો.

૬૫. ઈ;ઈડરગઢતીર્થ(ગુજ.) શ્રીશાંતિનાથસ્વામી

ગર્ભમાંઆવતાજગતમાંશાંતિપ્રસરીસર્વદા,

અચિરાનાનંદનશાંતિનેવંદનકરતાસદા...

તીર્થઈડરમાંબિરાજેઆત્મભાવપ્રકાશકા,

ભાવભક્તિચિદાનંદવંદનતીર્થપાપપ્રણાશકા.

૬૬. મં(મ) ;શ્રીમંદસૌર(મ.પ્ર.) શ્રીઅજિતનાથસ્વામી

ઐતિહાસિકછેધરાક્ષમાદાનપરસ્પરમાંથયો,

આર્યરક્ષિતસૂરિનેનિજમાતવાણીએસ્પર્શ્યો.

અજીતઆદિપાર્શ્વશ્રેયાંસચૈત્યઉર્ધ્વકાયછે.

મંડદસૌરચિદાનંદસહનમતસુરનરથાયછે.

૬૭. ગ; શ્રીગંધારતીર્થ(ગુજ.) શ્રીપાર્શ્વનાથસ્વામી

જલમાર્ગથીવ્યવસાયહતોજ્યાંધર્મપ્રેમીજનવસે,

પ્રભુવીરપારસનાથદર્શનભાવવર્ધકઉલ્લસે.

આનંદમંગલકારકાજિનરાજનીઆભાસદા,

ગંધારવંદોચિદાનંદભાવેનિતઆતમઉન્નતિસદા.

૬૮. લં(લ) ;શ્રીલક્ષ્મણીતીર્થ(મ.પ્ર.) શ્રીપદ્મપ્રભુસ્વામી

ભૂગર્ભમાંથીપ્રાપ્તસુંદરદિવ્યદિપ્તિવંતછે,

શ્રીપદ્મપ્રભુમહાવીરઆદિબિંબઅતિશયવંતછે...

મનમયૂરનાચેવિમલદર્શનકરપ્રભુનાપુણ્યથી,

શ્રીલક્ષ્મણીતીર્થવંદનકરંતચિદાનંદનાનૈપુણ્યથી.

------------------------------------------------------------------------