આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  આસો સુદ ચોથ રવિવાર   Dt: 24-09-2017અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…

પૂજા વિભાગ

સૂચનાઃ- ત્રણ લોકના નાથ તેવા ત્રણ જગતના દેવ,પરમ કૃપાળુ જિનેશ્વર પરમાત્માની પૂજા કરતી વખતે

સાત પ્રકારે શુદ્ધિ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જે નીચે પ્રમાણે છે.

(1)અંગ શુદ્ધિ (2) વસ્ત્ર શુદ્ધિ (3) મનઃશુદ્ધિ (4) ભૂમિ શુદ્ધિ (5) ઉપકરણ શુદ્ધિ (6) દ્રવ્ય શુદ્ધિ (7) વિધિ શુદ્ધિ

અષ્ટપ્રકારી પૂજા  સ્થળ

 

ત્રણ પૂજા                 બે પૂજા                                ત્રણ પૂજા

જિનબિંબ ઉપર        જિનબિંબ આગળ              રંગ મંડપમાં

ગર્ભગૃહ બહાર         પાટલા ઉપર

 

1. જલપૂજા            4. ધૂપપૂજા                    

2  ચંદનપૂજા          5. દીપકપૂજા                  7. નૈવૈદ્યપૂજા

3 પુષ્પપૂજા            6  અક્ષતપૂજા                  8 ફળપૂજા         

પૂજાના દુહા વિભાગ

પ્રભુ એક પૂજા અનેક...પૂજાત્રિક

અંગપૂજાઃ 

             જલપૂજા...ચંદનપૂજા...પુષ્પપૂજા...

            પરમાત્માના અંગને સ્પર્શીને જે પૂજાય તે  અંગપૂજા કહેવાય.

જીવનમાં આવતાં વિધ્નોનો નાશ કરનારી અને મહાફળને આપનારી આ પૂજાને વિધ્નોપશામિની

પૂજા કહેવાય છે.

    અગ્ર પૂજાઃ    ધુપ-દીપક-અક્ષત-નૈવેદ્ય-ફળ.પૂજા..

      પરમાત્માની સન્મુખ ઉભા રહીને જે પૂજા થાય તે અગ્ર પૂજા કહેવાય છે.      

      મોક્ષ માર્ગની સાધનામાં સહાયક એવી સામગ્રીનો અભ્યુદય પ્રાપ્ત કરવાની આ પૂજાને 

        અભ્યુદયકારિણી  પૂજા  છે.

     ભાવપૂજાઃ સ્તુતિ-ચૈત્યવંદન-સ્તવન-ગીત-ગાન-નૃત્ય.

જેમાં કોઈ દ્રવ્યની જરૂર નથી તેથી આત્માને ભાવવિભોર બનાવવાની પૂજાને ભાવપૂજા કહેવાય.

 મોક્ષપદની પ્રાપ્તિ એટલે કે સંસારથી નિવૃત્તિ અપાવતી આ પૂજાને નિવૃત્તિકારિણી પૂજા કહેવાય છે.

નોંધ-ધુપ..દિપક..અગ્રપૂજા કર્યા બાદ અંગપૂજા કરવી ઊચિત નથી. તેમ છેલ્લે ચૈત્યવંદનની ક્રિયા એટલે ભાવપૂજા કર્યા પછી અંગ કે અગ્રપૂજા કરવી ઉચિત નથી...અંગપૂજા-અગ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજા થાય તે શાસ્ત્રોક્ત કર્મ છે તે સાચવવો.

આઠ કર્મોની ક્ષય કરનાર એવી... પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા

1 જલપૂજા

ધરતીનો સંતાપ જોવાયો નહિ એટલે ગગનના સિંહાસનનો ઉચ્ચ હોદ્દો છોડીને જળ નીચે વરસી પડ્યું.

કૃત્જ્ઞતા દર્શાવવા માટે ધરતીએ ફરી તેને ઉચ્ચસ્થાન અપાવવા ભગવાનના મસ્તકે અભિષેક  કરાવ્યો.

માનવ ! તું આટલું સમજ !

બીજાનું દુઃખ જોઈને નીચે આવે છે એ એ જ બધાના મસ્તકે ચઢવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે.

પંચામૃતઃશુદ્ધ દુધ, દહીં, ઘી, સાકર અને જળનું મિશ્રણ (અત્તર વિ. બીજા પણ શુદ્ધ સુગંધી દ્રવ્યો તેમાં ભેળવી શકાય)

જલપૂજાનું રહસ્ય

જલ વજે પ્રક્ષાલ પ્રભુજીનો થાય અને કર્મો

આપણા આત્મા પરથી દૂર થાય

નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।

(સૂત્ર ફક્ત ‘પુરૂષોએ’જ દરેક પૂજાની પહેલાં બોલવું.)

કળશ બે હાળમાં લઈને બોલવાનો દુહો

જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ;

જલપૂજા ફળ મુજ હોજો, માંગ એમ પ્રભુ પાસ !

ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય

શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા. (27 ડંકા વગાડવા)

 

દુધનો (પંચામૃતનો) પ્રક્ષાલ કરતી વખતે બોલવાનો દુહો

મેરૂશિખર નવારે વહો સુરપતિ, મેરૂશિખર નવારાવે;

જન્મકાળ જીનવરજી કો જાણી, પંચરૂપ કરી આવે હો.સુ.૧

રત્નપ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે;

ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી. સ્નાત્ર કરી ગુણ ગાવે. હો.સુ.૨

એણી પરે જિન પ્રતિમા કો નવણ કરી, બોધિબીજ માનું વાવે;

અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે હો.સુ.૩

જલ (પાણી  પ્રક્ષાણ કરતી વખતે બોલવાનો દુહો

જ્ઞાન કળશ ભરી આતમા, સમતારસ ભરપૂર;

શ્રી  જિનને  નવરાવતાં,  કર્મ  થાયે  ચકચૂર !

(૨) ચંદન પૂજા

પોતાના જિગરજાન દોસ્ત ચંદનને ઘસાતું  જોઈને કેસરથી રહેવાયું નહિ,

મિત્રને કેમ છોડાય ?પોતે પણ ઓરસીયામાં ઝંપલાવી દીધું   ત્યારે અવાજ આવ્યો.

કેસરીયા ભાઈ કેસરીયા !

હે માનવ ! બીજા પર આપત્તિ જોઈને  તું ક્યારેય છૂપાઈ જતો નહિ.

ઘર્ષણથી તો ગરમી પેદા થાય છે પણ તમે ચંદને ગમે તેટલું ઘસો, એ તો સુવાસ પાથરવા સાથે બીજાને

ટાઢક જ આપે છે.

રે માનવ !કાયા ઘસાઈ જવાની ફીકરના કરીશ.

તું બીજાઓને સુવાસ સાથે ટાઢક જ આપજે.

ચંદન પૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા.....આપણો આત્મા

ચંદન જેવો શાંત અને શીતળ...બને.

નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।

શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ;

આત્મા શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ!

ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય

શ્રીમતે જિનેન્દ્રાય  ચંદનં યજા મહે સ્વાહા. (27 ડંકા વગાડવા)

(સુખડથી વિલેપન પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેશરમાં ન બોળય અને પ્રભુને

અડે નહિ તે ધ્યાન રાખવું.)

 

મારા પ્રભુજીના નવાંગી પૂજાના દુહા

1.  અંગુઠે. જલ ભરી સંપુટ પત્રમાં, યુગલકિ નર પૂજંત;

        ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત.

 2...ઢીંચણે. જાનુબળે, કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ -વિદેશ;

              ખડા ખડા  કેવળ લહ્યું, પૂજો  જાનું  નરશ.

3..કાડે.      લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાન;

                     કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભાવિ બહુમાન.

4..ખભે.      માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત;

                     ભૂજા બળે ભવજલ તર્યા, પૂજો ખંધ્ય મહંત,

5...શિખાએ.  સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત;

                     વસીયા તેણ કારણ ભવિ, શિરશિખા પૂજંત.

6...કપાળે.   તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત;

                      ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત.

7...કંઠે.       સોળ પ્રહર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ;

               મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ.

8...હૃદયે      હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને દ્વેષ;

                       હિમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ.

9...નાભિ.     રત્નત્રયી ગુણ ઊજળી, સકલ સુગુણ વિશ્રામ;

                       નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ.

ઉપસંહાર.     ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ અંગ જિણંદ

               પૂજો બહુવિધ રાગશું, કહે શુભવીર મુણીંદ.

પૂજા કરતાં સમયે ભાવવાની ભાવના

(1) અંગુઠે પૂજા કરતાં ભાવવું કે...હે પ્રભુ !

યુગલિકોએ આપશ્રીના ચરમના અંગુઠે અભિષેક કરી વિનય દાખવી આત્મકલ્યાણ કર્યું. તે રીતે સંસાર

તરનારા આપના ચરણના અંગુઠાની પૂજા કરવાથી મારામાં પણ વિનય, નમ્રતા અને પવિત્રતાનો પ્રવાહ

વહો.

(2) જાનુ(ઢીંચણ) પર પૂજા કરતાં ભાવવું કે...હે પ્રભુ !

આ જાનુના બળે ઉભા રહીને અપ્રમત્તપણે સાધના કરી આપે કેવળજ્ઞાન મેળવ્યું. આ જાનનું બળે દેશવિદેશ

વિચરી  ભવ્ય આત્માઓનું કલ્યાણ કર્યું. આપના જાનુની પૂજા કરતાં મારો પ્રમાદ દુર થાઓ. અને મને

અપ્રમત્તપણે આરાધના કરી આત્મ કલ્યાણ કરવાની શક્તિ મળો.

(3) કાંડા પર પૂજા કરતાં ભાવવું કે...હે પ્રભુ !

દીક્ષા લેતાં પહેલાં આપે આ હાથેથી સ્વેચ્છાએ લક્ષ્મી-અલંકાર-વસ્ત્ર આદિનું 1 વર્ષ  સુધી દાન આપ્યું.

કેવળજ્ઞાન પાદ આ હાથેથી અનેક મુમુક્ષને રજોહરણનું દાન આપ્યું. આપના હાથની પૂજા કરતાં મારી

કૃપણતા...લોભવૃત્તિનો નાશ થાઓ, અને યથાશક્તિ દાન દેવાના મુજને ભાવ થાઓ.

(4) ખભા પૂર પજા કરતાં ભાવવું કે...

અનંત જ્ઞાન અને અનંત શક્તિના સ્વામી હે પ્રભુ ! ભુજાબળે આપ સ્વયં સંસાર સાગર તર્યા, છતાં આપનામાં

માન-અહંકારનો જરાય અંશ પણ દેખાતો નથી. આપે આ ખભેથી અભિમાનને રવાના કર્યું તેમ આ ખભાની

પૂજાથી મારા પણ અહંકારનો નાશ થાઓ અને નમ્રતા ગુણનો મારામાં વાસ થાઓ.

(4) મસ્તકે શિખા પર પૂજા કરતાં ભાવવું...કે પ્રભુ !

આત્માસાધના તથા પરહિતમાં સદાય લયલીન એવા આપેલ લોકના સૌથી ઉપરના છેડે સિદ્ધશિલા પર

કાયમ માટે વાસ કર્યો, આપની કાયાના સૌથી ઉપરના છેડે રહેલા મસ્તકની શિખાના પૂજનથી મને એવું બળ

મળો કે હું પણ હર પળે આત્મસાધના તથા પરહિતના ચિંતનમાં લીન રહી જલ્દીધી લોકના અંતે વાસ મેળવી

આપના જેવા બની શકું.

(5) લલાટે પૂજા કરતી વખતે ભાવવું કે... હે પ્રભુ !

તીર્થંકર નામકર્મના પુણ્યના પ્રભાવે ત્રણે ભુવનમાં આપ પૂજનીય છો. આપ ત્રણ લોકની  લક્ષ્મીના તિલક

સમાન છો. આપના લલાટની પૂજના પ્રભાવે મને એવું બળ મળો કે જેથી હું લલાટના લેખ અર્થાત્ કર્મ

અનુસાર મળેલા સુખમાં રાગ કે દુઃખમાં દ્વેષ ન કરૂં, અવિરત આત્મસાધના કરતો આપની જેમ પુણ્યાનુબંધી

પુણ્યનો સ્વામી બનું.

(7) કંઠે તિલક કરતાં ભાવવું કે...હે પ્રભુ !

આપે આ કંઠમાંથી જગત્ઉદ્ધારક વાણી પ્રકાશીને જગત પર અનુપમ કરૂણા અને ઉપકાર કર્યો છે, આપના

કંઠની પૂજાથી હું એ વાણીની કરૂણાને ઝીલનારો બનું અને મારામાં એવી શક્તિ પ્રગટો કે જેથી મારી વાણીથી

મારૂં અને સૌનું હિત થાય.

(8) હૃદયે પૂજા કરાતાં ભાવવું કે... હે પ્રભુ !

રાગ-દ્વેષ વિગેરે દોષોને બાળી મુકી આપે આ હૃદયમાં ઉપશમભાવ છલકાવ્યો છે. નિસ્પૃહતા-કોમળતા અને

કરૂણા ભરેલ આપના હૃદયની પૂજાના પ્રભાવે મારા હૈયે પણ સદાય નિઃસ્પૃહતા-પ્રેમ-કરૂણા અને મૈત્રી આદિ

ભાવનાનો ધોધ વહો. મારૂં હૃદય પણ સદાય ઉપશમભાવથી ભરપુર રહો.

(9) નાભિ પર પૂજા કરતાં ભાવવું કે... હે પ્રભુ !

આપે શ્વોસોશ્વાસને નાભિમાં સ્થિર કરી...મનને આત્માના શુદ્ધ સ્વરૂપમાં જોડી...ઉત્કૃષ્ટસમાધિ સિદ્ધ કરી. અનંત

દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણોને પ્રગટ કર્યો છે. નિર્મળ એવી આપની નાભિના પૂજનથી મને પણ અનંત દર્શન-

જ્ઞાન-ચારિત્ર આદિ ગુણોને પ્રગટ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ. નાભિના આઠ રૂચક પ્રદેશની જેમ મારા પણ

સર્વ આત્મ પ્રદેશો શુદ્ધ થાઓ.

ઉપસંહારઃઆપણા આત્માના કલ્યાણ માટે, નવતત્ત્વના ઉપદેશક એવા પ્રભુજીનાં નવ અંગોની પૂજા

વિધીથી...રાગથી...ભાવથી..કરીએ, એવું પૂજ્ય ઉપા. વીરવિજયજી મહારાજ કહે છે.

 

(3) પુષ્પ પૂજા

અમે તો બગીચામાં ઉગ્યા હતાં કાટાઓની વચમાં

સુગંધ અને પરાગજનું મુક્તપણે સમર્પણ કરતા હતા.

કોઈ કચડે તો પણ તેને અમે અત્તર આપતા હતા

પછી., અમે જોયું કે અમને તો પ્રભુજીના ખોળામાં વાસ મળ્યો છે.

માનવ ! તું પણ તારા જીવનપુષ્પનું

કરી દે સમર્પણ પરમાત્માના ચરણે !

ખરેખર, તું મહાન બની જઈશ.

પુષ્પ પૂજાના રહસ્ય

આ પૂજા દ્વારા આપણું જીવન પુષ્પની જેમ

સુગંધિત બને, અને સદ્ગુણોથી સુવાસિત બને,

 

નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાસર્વસાધુભ્યઃ ।।૧।।

સુરભિ અખંડ કુસુમગ્રહિ, પૂજા સંતાપ;

સુમ જંતુ ભવ્ય જ પરે, કરીયે સમક્તિ છાપ !

ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય

  શ્રીમતે જિનેન્દ્રાયપુષ્પાણિ યજામહે સ્વાહા. (27 ડંકા વગાડવા)

 

 

 

પાંચ કોડીના ફૂલડે, પામ્યા દેશ અઢાર.

રાજા કુમારપાળનો, વર્ત્યો જય જયકાર!

(સુંદર સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવાય નહિ.)

(4) ધૂપ પૂજા

અગરબત્તી ખૂણામાં પડેલી, કોઈ એને પૂછતું પણ ન હતું.

એણે સળગવા માંડ્યું.  એની સુગંધ ફેલાઈ.

બધાયની એ તરફ નજર ખેંચાઈ.

હે સજ્જન ! તારા અરમાનોને સળગાવીને

પણ તું બીજને સુગંધ આપજે !

બધા જ તને શોધતા આવશે.

ધૂપ પૂજાનું રહસ્ય

આ પૂજા દ્વાર ધૂપની ઘટા જેમ ઉંચે જાય તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.

નમોર્હત્સિદ્ધાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।

ધ્યાનઘટા પ્રગટાવીને, વામનયન વિન ધૂપ;

મિચ્છત્ત દુર્ગંધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ !

 ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય

 શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. (27 ડંકા વગાડવા)

 

અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી,

પ્રભુ ! અમે ધૂપઘટા અનુસરીયે, રે ઓ મન માન્યા મોહનજી,

પ્રભુ ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી,

પ્રભુ ! અંતે છે શરણ તમારૂં રે, ઓ મન માન્યા મોહનજી.

(પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ઉભા રહીને શુદ્ધ અને સુગંધી ધૂપ વડે ધૂપ પૂજા કરવી.)

(5) દીપક પૂજા

ઘી અને રૂની વાટ !

બંને પોતાની જાતને બાળીને એકજ કામ કર્યું...

અંધારામાં ઉજાશ પાથરવાનું

માનવ ! તું પ્રકાશ ન કરી શકે તો ભલે પણ

કોઈ ગરીબનો દીવો બુઝાવવાનું કામ કદી ન કરતો.

દીપક પૂજાનું રહસ્ય

આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને જ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.

  નમોર્હત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ ।।૧।।

  દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક;

  ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક !

    ૐ હ્રીઁ શ્રીઁ પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય

    શ્રીમતે જિનેન્દ્રાય દીપં યજામહે સ્વાહા. (27 ડંકા વગાડવા)