આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 

લઘુ પ્રાર્થના ચોવીશી

૧. શ્રી ઋષભદેવ સ્તુતિ

             શત્રુંજયે ગિરિવરે જિનરાજ તારી,

             છે મૂર્તિ મોહનકરી મનને અપારી;

             હે આદિનાથ !  સહુ કામતણા પ્રદાતા,

             આપો મને પરમ લોકતણા વિધાતા.

૨. શ્રી અજીતનાથ સ્તુતિ

             મિથ્યાત્વમારક સદા સમકીતકારી,

             શ્રી વૈજયેય જિનના ગુણલા અપારી;

             જન્માદિરોગ ભવિના કરવા સુદૂરે,

             દેવેન્દ્ર ! હે અજિતનાથ રહેજો હજૂરે.

૩. શ્રી સંભવનાત સ્તુતિ

             ત્રિરત્નધારક પ્રભો ત્રયતત્ત્વરૃપ,

             ત્રિલોકનાથ જિન આપ્તનિજસ્વરૃપ;

             દુષ્કાળનાં દુઃખ સહુ પ્રભુ દૂર કીધા,

             સાન્વર્થ સંભવ નામ ધરી પ્રસિદ્ધા.

૪.   શ્રી અભિનંદનજિન સ્તુતિ

             શ્રી સંવરેય અભિનંદન દેવ વંદુ,

             કરતા પ્રણામ તુજને મુજ પાપ ખંડુ;

             માંગુ પ્રભુ ! તુમ કને પદ-સેવ આપો.

             શ્રી શિવભૂષણ ! મને શિવમાંહિ સ્થાપો.

૫.   શ્રી સુમતિનાથ સ્તુતિ

             માતાકુખે રહી તમે શુભ ન્યાયકારી,

             હે મંગલાતનુજ ! પૂર્ણ પ્રભાવ ધારી;

             તે કારણે પ્રભુ ! પડયું તુજ નામ સાચું,

             માન્યો તને સુમતિનાથ ! ન ઓર જાચું.

૬.   શ્રી પદ્મપ્રભજિન સ્તુતિ

             પ્રાણેશ ! પદ્મપ્રભદેવ ! પ્રણામ કાજે,

             આવ્યો કૃપાળ ! મુજ કાજ સુધાર આજે;

             ષટ્કાયરક્ષક ! કરો મુજ આત્મ-રક્ષા,

             એવા અનુગ્રહતણી કરુ હું પ્રતીક્ષા.

૭.   શ્રી સુપાર્શ્વનાથ સ્તુતિ

             ત્રીજે ભવે પ્રભુ ! તમે કરણૈકયોગે,

             બાંધ્યુ મહા દિનપનામ સુપુણ્યજોગે;

             તાર્યા તમે વિભુ બની બહુ લોક પાપી,

             એવા સુપાશ્વ જિનરાજ મહાપ્રતાપી.

૮.   શ્રી ચંદ્રપ્રભજિન સ્તુતિ

             વૃક્ષ અશોક વળી ચામર પુષ્પવૃષ્ટિ,

             ભામંડલ પ્રગુણ દુંદુભિનાદ તુષ્ટિ;

             દિવ્યધ્વનિ પ્રવર આસન છત્ર ધારી,

             એ પ્રાતિહાર્ય અડ ચંદ્રપ્રભો ! તમારી.

૯.   શ્રી સુવિધિનાથ સ્તુતિ

             સૂર્યાદિ જે ગ્રહ નવે જસ દાસ ભાવે,

             દૂરે કરે ભગતના દુઃખ એક દાવે;

             તે દેવદેવ સુવિધિ પ્રભુના પ્રભાવે,

             શ્રધ્ધાનુસાર સુખ સેવકવૃન્દ પાવે.

૧૦.શ્રી શીતલનાથ સ્તુતિ

             નંદાતનુદ્ભવ ! સુશીતલતા સ્વરૃપ,

             છે નામ કામ તુજ નાથ !  સદૈકરૃપ;

             હે આત્મશીતલકરા ! કરૃણૈકકન્દ!

             દ્યો સંયમદિદશધર્મ ગુણૈકવૃન્દ

૧૧.શ્રી શ્રેયાંસનાથ સ્તુતિ

             સૌ ભવ્યના ભવતણા ચિર રોગહરી,

             સૌ ભવ્યને શિવતણા સુખનકારી;

             શ્રેયાંસનાથ ! તુજ નામ ખરે જ સાચુ,

             શ્રેયઃ પ્રદાન કર ભકિતમહીં હું રાચું.

૧૨.શ્રી વાસુપૂજય જિન સ્તુતિ

            જન્માદિક પ્રમુખ કલેશ પ્રચાર પૂરો,

             રાગાદિકો રિપુગણો દુઃખદાન શૂરો;

             સંસાર સિન્ધુતરણૈક તુંહી જહાજ,

             હે વાસુપૂજય જિનરાજ ! સુધાર કાજ.

૧૩.શ્રી વિમલનાથ સ્તુતિ

             જે ક્ષેત્ર-કાળ સહુ ભાવ પદાર્થ કેરા,

             પર્યાય સર્વ ત્રિહુકાળ જુએ અનેરા;

             એવા વિશિષ્ટ નિજ દર્શન જ્ઞાન દાતા,

             વંદો સદા વિમલનાથ વિભાવ ત્રાતા.

૧૪.શ્રી અનંતનાથ સ્તુતિ

             ચારિત્ર-જ્ઞાન-શુભ-દર્શન, વીર્ય ચારે,

             જે નાથ સંયુત સદેવ અનંત ધારે;

             જે દેવને પ્રણમતા, ભવ અંત થાવે,

             એવા અનંતજિન મગ્ન સદા સ્વભાવે.

૧૫.શ્રી ધર્મનાથ સ્તુતિ

             હે ધર્મનાથ ! તુજ ધર્મપ્રકાશ પામી,

             સૌ કર્મમર્મ મુજ ભેદનકાંક્ષ જામી;

             ટાળો વિભાવ વિભુ ! એ તુજ ધર્મમર્મ,

             માન્યો તને જિનપ ! દ્યો શિવરાજશર્મ.

૧૬.શ્રી શાંતિનાથ સ્તુતિ

             શ્રી વિશ્વસેન કુલ મંડન શાંતિદેવ !

             સેવા કરે સુરનરા તુજ નિત્યમેવ;

             નામ ગ્રહે દૂર થતા મહા-વિઘ્નવૈરી,

             શાંતિ કરો જિનવરા ! સહુ સંઘ કેરી.

૧૭.શ્રી કુંથુનાથ સ્તુતિ

             હે કુંથુનાથ ભગવન્ કરૃણાવતારી,

             મુકિતપ્રીતે ભવભીતે કરૃ ભકિત ભારી,

             નિનાર્થ હું, પ્રભુ ! ગ્રહ્યો તુજ હાથ આજે,

             દ્યો સાથ નાથ ! મુજને શિવરાજ કાજે.

૧૮.શ્રી અરનાથ સ્તુતિ

             બે વિશ્વશ્રેષ્ઠ પદવી બહુ પુણ્યભારે,

             ચક્રીશ-તીર્થપતિની ચરમાવતારે;

             પામ્યા પ્રભુ ત્રિજગચિત્ત ચકોરચંદ્ર,

             તે વિશ્વપ્રાણ અરનાથ ! નમો જિનેન્દ્ર.

૧૯.શ્રી મલ્લિનાથ સ્તુતિ

             જે દાન-શીલ-તપ-ભાવ પ્રકાર ચાર,

             ધર્મપ્રકાશ કરતા સહુ સૌખ્યકાર;

             વિશ્વૈકદ્રોહકર - મોહ તમે હરાવ્યો,

             હે વિમલનાથ !  તુજ સાથમને સુભાવ્યો.

૨૦.શ્રી મુનિસુવ્રત જિન સ્તુતિ

             જો અશ્વને હૃદયમાં કરૃણા ધરીને,

             તાર્યો તમે ભૃગુપુરે જઇને મલીને;

             હે કચ્છપાંકિત પ્રભો ! મુનિસુવ્રતેશ,

             રાખો હવે હૃદયમાં મુજને જિનેશ.

૨૧.શ્રી નમિનાથ સ્તુતિ

             પામી પ્રભુ ! પ્રબળ પુણ્ય પ્રભાવકારી,

             પાદાબ્જ સેવ તુજ, મોહ નિવારનારી !

             શ્રી કૌંચલંછન વિભો ! નમિનાથ તારી,

             છે સર્વ સત્ત્વ ઉપરે કરૃણા અપારી.

૨૨.શ્રી નેમિનાથ સ્તુતિ

             શૈવેય ! દેવ ! તુજ સેવ સદૈવ ચાહું,

             હે નેમિનાથ !  તુજ ભકિતભરે ઉમાહુ;

             રાજીમતી વર વરી તુજ હાથ સ્વામી!

             મુકિતરમા કર ગ્રહ્યો તુજ ભકિત પામી.

૨૩.શ્રી પાર્શ્વનાથ સ્તુતિ

             છે વિશ્વમાં બહુતરા તુજ તીર્થધામ,

             અષ્ટોત્તરશત વળી તુજ પુણ્યનામ;

             પામી પ્રભાવ શુભ પાશ્વજિનેન્દ્ર તારો,

             ગ્રહ્યો જિનેશ !  તુજ હાથ ઉગારનારો.

૨૪.શ્રી વીરજિન સ્તુતિ

             સિદ્ધાર્થ રાય કુળભૂષણ વર્ધમાન !

             હે તીર્થનાથ ! ગુણકૈરવ ! વર્ધમાન !

             નિષ્પન્ન માન ગુણથી પ્રભુજી ! તમારુ,

             હે  ત્રૈશલેય ! ભવદુઃખ હરો અમારૃ.

૨૫.શ્રી પ્રભુ શરણ સ્તુતિ

             તારુ શરણ મરણને જનુરોગ ટાળે,

             તારુ શરણ જીવનની પળને ઉજાળે,

             તારુ શરણ ભવિકને ભવથી ઉગારે,

             તારુ શરણ ભગતનાં સહુ કાજ સારે.

૨૬.શ્રી જિનબિંબ સ્થાપનનો મહિમા

             જે પુણ્યવંત જિનરાજનાં બિંબ સ્થાપે,

             કિંવા સ્થપાવે જસ તાસ દિગંત વ્યાપે,

             તે શીઘ્ર દેવ વળી મોક્ષના સુખ ચાખે,

             એવો અચિંત્ય મહિમા જિનશાસ્ત્ર ભાખે.