આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 

અષ્ટોત્તર શત પ્રાર્થના મંજુષા

(રાગ મંદિર છો મુકિતતણા... હરીગીત છંદ)

નિવેદન -       આત્માતણી ચિંતા નથી, પરલોકની ભીતિ નથી,

           પાપો કરું હું પ્રેમથી, ને પુણ્યની પ્રીતિ નથી,

           વિશ્વેશ ! માનું આપને મુજ સ્વાર્થ સઘળા સાધવા,

           સુખેચ્છુ        પણ પરમાર્થને ઇચ્છું નહિ આરાધવા..૧

           મરકટ સમું મનડું કરે જગના વિચારો સર્વદા,

           વિષયાંધ રાતો પાપમાં સેવું વિકારો દુઃખદા,

           પુણ્યોપકારો કર મળ્યા, તોયે અપાયો આચરૃ,

           મુજ પુણ્ય ખૂટયું પમ છતાં ના પાપથી લાછો વળું.૨

માંગણી  -       હું દાસ તારો ખાસ રાખી આશ હું ઝુકું તને,

           વિષયોતણા વિષમય વિકારોથી બચાવોને મને,

           આશા અવર ન રાખતો હે નાથ ! હું તારી કને,

           અવિહડતમારા રાગથી વીતરાગતા મળજો મને.૩

નિવેદન  -       ક્ષણ ક્ષણ તમારા નયન નીરખી દ્રષ્ટિદોષ નિવારતો,

           પળ પળ તમારું નામ જપતો મોહ મારને મારતો,

           અહોનિશ તમારા ધ્યાનમાં રહી લીન ધ્યાન સુધારતા

           હે નાથ ! પુણ્ય પ્રયોગ પામી આપ હિતે કંડારતો..૪

           ક્રોધી ઘણો હું નાથ ! ઉપશમના નીરે સિંચો મને,

           અભમાનથી અક્કડ હું, માંગુ નમ્રતા તારી કને,

           લોભાંધાતા ટાળી દીયો, સંતોષના સુખડા મને..૫

           છે હોંશ મુજને નાથ ! તારા મલકમાં મળવા તને,

           પ્રત્યેક શ્વાસોચ્છવાસમાં તુજ નામની રટણા બને,

           શિવપથમહી સહકાર તો સમ ખલકમાં  કો ના જડે,

           તારું રટણ કરતાં મને કદીયે વિકારો ના નડે..૬

માંગણી  -       હે નાથ ! જીવનનો ખરો હું અર્થ પણ જાણું નહિ,

           એ જાણ વિણ મુજ જીવનકેરી વ્યર્થતા ટાળુ નહિ,

           સાર્થક બને આ જીવન મારુ એક એવા હેતુથી,

           ભકિત કરું ભવપાર કરવા તુમ સમા શુભ સેતુથી.૭

માંગણી  -       મુકિતતણા મંદિર મહીં હે નાથ ! તુ સુખમાં રમે,

           શકિત અનંતી જ્ઞાન-દર્શનમાં સદા રમતા તમે,

           ચાહુ તમારૃં સ્થાન મારા ચિત્તમાં તેથી કરી,

           એ ચાર અગણિત દ્યો મને કિરપા કરો મુજપે જરી.૮

નિવેદન  -       સંસારકેરા પાપ સઘળા મુજ હૃદયમાં ખટકતા,

           તો યે પ્રભો મન-વચન-કાયા પાપથી ના અટકતા,

           મોહાન્ધ ને વિષયાન્ધ હું શે દ્રષ્ટિ તુજ પામુ વિભો,

           કારૃણ્ય સિન્ધુ મોહમારક દ્રષ્ટિદાન કરો પ્રભો..૯

માંગણી  -       મેં નાથ ! નજરે આજ દેખ્યો આપને અહોભાવથી,

           પામી જવા અંતરદશા બચવા બધાય વિભાવથી,

           થાઓ પ્રસન્ન પ્રભુ હવે તો ઢીલ ના કરશો જરી,

           કરૃણાતણા નીરે પખાળો જાય મુજ પાપો ટળી..૧૦

કૃતજ્ઞતા-સિદ્ધિતણા સમુદાયને પામે સમર્પિત આતમા,

           પ્રગટે સમર્પણભાવમાં કૃતજ્ઞતાની કુક્ષિમાં,

           ઉપકાર તારો છે અનંતો ઇશ ! માનું હું હવે,

           કૃતજ્ઞભાવે હું ભજું તેથી સરે કારજ સવે..        ૧૧

માંગણી  -       ઉપકાર આ મહિતલવિષે મુજ પે તમારો એકનો,

           ભાવું ઉછળતો ભાવ એવો આજ હું સુવિવેકનો,

           એ ભાવથી તુજ ચરણના શરણે સદા રહેવા મલે,

           હે ઇશ ! માંગુ એટલું તેથીજ ભવફેરા ટળે..   ૧૨

નિવેદન  -       હે નાથ!ચંચલ અનિલ સ્યુ મન ભટકતું ના સ્થિર થતું,

           તોયે સુચેતનભાવ વાંછી વાંદી તુજને હરખતું,

           શારદશશી સમ મુખ નિરખતા આપ મન સુશીલ થયું,

           રહેવા હવે તુજ ચરણકમળે તરસતું મન ઉમહ્યુ૧૩

કૃતજ્ઞતા-વાત્સલ્યને સહારાવિનાનો ચિહું દિશિ જોતો હતો,

           કો સાથ વિણ હું નાથ ! અબ લગ રાતદિન રોતો હતો,

           અબ પુણ્ય ઉદયે શુર ઉપર તુજ હાથ પામી અનુભવું,

           સૌ પાપનાશક હુંફને ઉલ્લાથી જીવન નવું.. ૧૪

કૃતજ્ઞતા-વાત્સલ્યનાં શુભ નીરથી સિંચી તમે તાર્યો મને,

           ને અમીત દિલનું હેત આપી પાપથી વાર્યો મને,

           ઉણપ નિવારીને પ્રભુ, નિજ ગોદમાં સ્થાપ્યો મને,

           સાચી સુજાણી માત, અબ ઝટ મોહથી રક્ષો મને.૧૫

નિવેદન  -       કયારે થશે પરમેશ ! પરમાતમપદે મુજ સ્થાપના,

           કયારે થશે હે નાથ ! અંતર આત્મભાવ નિવેશના,

           બહિરાત્મા કયારે થશે દૂર ઇશ ! મુજ ભવ વાસના,

           પ્રત્યૂષ પૂછું ધ્યેય ! પ્રત્યુત્તર દીયો પ્રત્યૂષના..૧૬

ક-તજ્ઞતા-       હે નાથ ! ઇન્દ્રો વદન દેખે આપનું અઘ ટાળવા,

           રણ છોડવા ભવના કિનારે પહોચવા ડગ માંડવા,

           ના લેશ શેષકરણ તણી ગૃદ્ધિ રહે એ આશથી,

           ત્યાગી વિષયનાં સહુ સુખો, સેવું તને વિશ્વાસથી.૧૭

નિવેદન  -       હે નાથ ! નક્કી માનજો ભવમાંહિ હું ઉદાસ છું,

           ને દેવ ! નક્કી જાણજો કે હું તમારો દાસ છું,

           દિલથી જપું છું નાથ ! તુજને સર્વ શ્વાસોચ્છવાસમાં,

           ચાહું સમાધિ તવ બળે હું નાથ સઘળા ત્રાસમાં..૧૮

નિવેદન  -       છૂટવા વિભો ! સંસારનાં સહુ મોહથી સહુ પાપથી,

           નિજ દેહનાં સહુ પાપથી ને મનતણાં સંતાપથી,

           તન-મન-વચનથી ભોગ આપી ભિકત તારી હું કરું,

           તોયે પ્રભુ નિજ આત્મભાવે એક ક્ષણ પણ ના ઠરું૧૯

નિવેદન  -       જસ દર્શને દર્શન મળે ને વંદને વાંછિત ફળે,

           ને પૂર્ણ થાવે આતમા જસ પૂજનથી પાતિક ટળે,

           ને જાસ પરિક્રમણા થકી ભવભ્રમણનો છેડો મળે,

           એવા પ્રભુ અરિહંત જયોતિ ત્રણ જગતમાં ઝળહળે..૨૦

નિવેદન  -       ઉત્કટ દુઃખોની રાશિ ભવથી નાથ અબ હું તો ડર્યો?

           પણ યોગશુદ્ધિ દ્વિવિધ ધરવા નાથ શકિત ના વર્યો,

           મોક્ષેચ્છુ માલિક ! શરણ તે વિણ અન્યનું હું ના ગણું,

           કીરપા કરી પ્રભુ મન વસી પાવન કરો મન આંગણું..૨૧

નિવેદન  -       હે નાથ ! મુજ મતિ થોડલી આયુષ્ય પમ જાજાું નથી,

           શકિત નથી ભકિત નથી વળી પુણ્ય પણ તાજું નથી,

           તુજ ગુણ અનંતા છે પ્રભાવ પુરો સ્વભાવ તુમારડો,

           ગુણ અંશ હેતે પ્રાર્થતો સન્મુખ જુઓ મુજને ખડો.. ૨૨

માંગણી  -       હે ઇશ ! તુજ તસ્વીર મેરે નયનમેં હર પલ રહો,

           તુજ માન મેરે અધર પર રગ રગ રટણ તુમકો રહો,

         અર્પણ કરું મુજ જીવન ચરણે આપકા યહી ઝંખના,

         આશા પ્રભુ તુજ મીલનકી હો પૂર્ણ યહી હૈ યાચના..૨૩

માંગણી  -       ઇંગીત અને આકાર જાણી નાથ ! તારા શુભકરા,

           દ્રવતા હૃદય ભવિના વિકાશી ભાગ્ય જાગે ભવહરા,

           વરદાનકર વીતરાગ તારું વદન મુજ નયણે રમે,

           દન મુજ થયો સફલો ધીમંતો તુ જ મુજ મનમાં રમે..૨૪

નિવેદન -        અંતર ઉચાટે ભવતણા મુજ આજ અકળાયું ઘણુ,

           તોયે દિવાનિશ નાથ ! તારી આણને હું અવગણું,

           જિમ દૂધથી દાઝયો જનાવર છાશને ફૂંકે સદા,

           તિમ નાથ ! દાઝયો, મોહથી શંકા કરું તુમચી સદા..૨૫

નિવેદન  -       પાપો કીધા મે અતિઘણા પાછુ વળી જોયા વિના,

           તે પાપથી બચવા પ્રભુજી આજ મુજ નયનો ભીના,

           તે પતિતપાવન ! નાથ ! પાવનકાર પાવન કર મને,

           ના ઢીલ જરીયે તારવામાં કર કૃપા આ શુભ ક્ષણે..૨૬

માંગણી  -       કરજોડ કહુ હે સ્વામ ! તુજ રૃપ નામ મુજને બહુ ગમે,

           આત્માતણા સહુ કામ કરતું, દામ સમ મનમાં શમે,

           અનિમિષ અખીયા નિરખતાં અન્યત્ર મુજ મન ના ભમે..૨૭

નિવેદન  -       મોહાંધને વિષયાંધ હું લંપટ જીવન જીવી રહ્યો,

           નીતિ નથી મુજ જીવનમાં હરગીજ હું હારી ગયો,

           શમૈકસિન્ધુ નાથ ! કર કીરપા હવે તો એટલી,

           નજરે નિહાળી દાસને, જિમ પાપ મુજ જાયે ટળી..૨૮

નિવેદન  -       જનમો જનમનાં પાપનાં બંધન ઘણા પજવે મને,

           ને પાપ ઉદયે પ્રગટ થઇ વિપાક સૌ ધ્રજવે મને,

           માની મજા પાપો વિષે બાંધ્યા રકમ હસતા અતિ,

           "રોઇ રહ્યો પાપોદયે" અબ ટાળ મુજ અવળી મતિ... ૨૯

નિવેદન  -       હે નાથ ! હુમલા કામને મળી ક્રોધના મુજને પીડે,

           ક્ષણ એક પણ ના આંતરુ બિહુ દોષનું અંતર નીડે,

           નયનો થકી નીત દોષ દ્રષ્ટિ ગોષને પોષ્યા કરું,

           પાપી ઘણો મુજ આતમા શી રીતથી સંયમ વરું..૩૦

નિવેદન  -       હે ધર્મચક્રી જિણંદ તારી ભારતી મુજ મન વસી,

         સિધિ રમેશ થવા કરું તુજ ધર્મચક્ર તનુ કસી,

         સદ્ભાવથી હે ઇશ તુજ ચરણે ઝુકી હું માંગતો,

         સોનલ બનો મુજ આતમા સમતા વરો તુજમાં રતો.. ૩૧

નિવેદન  -       ના દોષને રડતો કદી હું દુઃખને રડતો અતિ,

           પાપો કરુ પણ યાદ કરતો સુખને અવળી મતિ,

         નિર્દોષતા નિષ્પાપતા ઉપદેશતી તુજ આકૃતિ,

         પેખી, પ્રભો ! વાંદી વદુ દ્યો શીઘ્ર મુજને સન્મતિ..૩૨

નિવેદન  -       કર્મો તણા હુ ત્રાસમાં હું મોહ કેરા પાશમાં,

           પામ્યો ઘણેરો ત્રાસ હું સંસારનાં વિશ્વાસમાં,

           ઉઘડી હવે મુજ આંખ દેખી આપને નીજ દ્રષ્ટિથી,

           વિનવુ ઉગારો નાથ ! ભવની  આ વિનાશક સૃષ્ટિથી..૩૩

નિવેદન -       મુજ ચિત્તમાં શુદ્ધિ નથી ના સ્થિરતા હિચડે જરી,

           તેથી અહોનિશ પ્રતિપળે સંતાપથી સળગ્યો ભુરી,

           તારક મળ્યો તુ નાથ ! અઘવારક ગુરૃ મળવા છતાં,

           પરજાળુ હુ મુજ પુણ્યને સમજુ છતાં પાપી સ્વતા..૩૪

નિવેદન  -       મુજ જીવન સરિતા વહી રહી છે આજ ઉન્મારગ પ્રભો,

           શુભ માર્ગ દ્રષ્ટા તુ મળ્યો તો યે હું અવળો છુ વિભો,

           તન-મન-બદનના અમિત દોષો નાથ ! અકળાવે મને,

           હું શું કરું શુ ના કરું કીરપાળ સમજાવો મને..૩૫

નિવેદન  -       હે નાથ ! ચાહુ તવ કૃપા પણ તુજ પ્રતિ આદર નથી,

           ને સૌખ્ય ચાહુ પૂર્ણ પણ શિવલક્ષ જરીયે દિલ નથી,

           સાધુ ગણાતો પમ છતા સાધુત્વસ્વાદ નથી જરી,

           દુર્લભ જીવન પામ્યો છતાં ના ચેતના મારી ઠરી.. ૩૬

નિવેદન  -       ભગવાન ! તુજથી હું ડરું પમ પાપથી હું ના ઢરું,

           દિનરાત પાપ વિચારમાં ભટકી હું પાપો આચરું,

           ઉન્નત થવા  ચાહુ છતાં હિતમાર્ગ હૈયે ના ધરું,

           "સમજાય ના મુજ શું થશે?" એવા વિચારે હું બળું.. ૩૭

નિવેદન  -       સન્માર્ગ શિવ બતલાવનારા નાથ ! મુજ પુણ્યે મળ્યા,

           ડગ માર્ગ પર મંડાવનારા હેતધર હિતકર મળ્યા,

           પ્રત્યેક પળ મુજ ક્ષેમકર સદ્બોધ દેનારા મળ્યા,

           પણ પાત્રતા વિણ મુજ પ્રતિ ઉપકાર જરીયે ના ફળ્યા.. ૩૮

નિવેદન  -       છે દીપ સમ તુજ મુખની મુદ્રા હૃદયના તિમિર હરે,

           ને જયોતિરૃપ અવિકારી આંખો નેત્રને નિર્મલ કરેસ

           અજ્ઞાન મોહ તિમિર નિવારક આપ અંગ વિચારતો,

           હે નાથ ! આતમ માહરો હિત-ક્ષેમને અવધારતો.. ૩૯

                                    (પામી જતો)

નિવેદન  -       જનમો જનમથી ભવ વિષે ભટકી રહ્યો મુજ આતમા,

           ચારે ગતિમાં દુઃખ સહ્યા એમાં નથી રાખી તમા,

           થાકયો હવે ભવ દુઃખ થકી છુટવા પૂછું શા કારણા,

           હે નાથ વરવા જાણ મે ાવી ગ્રહ્યા તુજ બારણા.. ૪૦

માંગણી  -       હે નાથ મારા આત્મસદને ફોજ કર્મોની ખડી,

           તેથી ઉગરવા વિનવું હે નાથ ! તુજ પાયે પડી,

           આપો સમાધિ શૌર્યને સુકૃત તણું બળ મોટકું,

           આશિષ બળે હું આપની, ટાળું કરમનું પોટકું.. ૪૧

માંગણી  -       હે અતુલબલી અરિહંત તુજ શિર કીરીટની શોભા ઘણી,

           વંદે નરેશ-સુરેશ તુજને શાંતિ હેતે જગધણી,

           અશ્વીન સંયુત રથ પ્રતિષ્ઠિત નાથ તારા ચરણમાં,

           વંદન કરી વિનવું તને તું રાખ તારા શરણમાં.. ૪૨

માંગણી  -       આત્મા રમે શમ સદનમાં તુજ સેવ કરતો ભાવથી,

           પ્રિયંતકર પરમેશ તારા ચરણના સદ્ભાવથી,

           વીતી નિશા ઉગી ઉષા આંતરદશા થઇ શોભના,

           નિર્મળ થયો મુજ આતમા કરતા ચરણ તુજ વંદના..૪૩

માંગણી  -       હે ઇશ તારા ચરણ કમળે શિર્ષ હું ઝુકાવતો,

           રજનીશ સમ તુજ નયન યુગલે  નેત્ર મુજ મીલાવતો,

           ને નાથ તારા વયણને ચિંતન દશામાં લાવતો,

           તેથી જ મોહના જોરથી અળગો રહેવા ફાવતો.. ૪૪

માંગણી  -       દર્શન તમારું આપતું દર્શન ખરેખર સત્યનું,

           વંદન તમારું કાપતું વેગે પડલ મ