આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  માગશર સુદ બીજ સોમવાર   Dt: 20-11-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

 

જૈન ધર્મને લગતા સામાન્ય જ્ઞાનને વધારતા અમૂક પ્રશ્નોની યાદી

 

પ્રશ્ન-૧.  આપણે કોણ છીએ ?

ઉત્તર-૧.    આપણે જાતે આર્ય છીએ ને ધર્મે જૈન છીએ.

પ્રશ્ન-૨.  આર્ય કોને કહેવાય ?

ઉત્તર-૨.    જે આત્મા, પરલોક, પુણ્ય, પાપ આદિની અડગ શ્રદ્ધાવાળા હોય, પાપથી ડરીને ચાલે અને પુણ્યકાર્યો કર્યા વગર રહે નહિં તેને 'આર્ય' કહેવાય છે.

પ્રશ્ન-૩.  હિંદુ કોને કહેવાય ?

ઉત્તર-૩.    હિંસાથી જેનું મન દુભાય તેને 'હિંદુ' કહેવાય.

પ્રશ્ન-૪.  જૈન કોને કહેવાય?

ઉત્તર-૪.    શ્રી જિનેશ્વરદેવની સર્વ આજ્ઞાઓનો હૃદયથી સ્વીકાર કરે, પાળવા જેવી માને અને યથાશક્તિ પાળે. જેટલી આજ્ઞા પળાય તેનો આનંદ માને અને જે આજ્ઞા ન પળાય તેનું હૃદયમાં દુઃખ રાખે તેને      'જૈન' કહેવાય.

             અથવા જે જિનેશ્વરદેવનો ભક્ત કે અનુયાયી હોય તેને 'જૈન' કહેવાય.

પ્રશ્ન-૫.  લોક કેટલા છે?

ઉત્તર-૫.    ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક - આ ત્રણ લોક છે.

પ્રશ્ન-૬.  આપણે કયા લોકમાં વસીએ છીએ?

ઉત્તર-૬.    આપણે મધ્યલોકમાં વસીએ છીએ.

પ્રશ્ન-૭.  તિર્યંચ જીવો કોને કહેવાય?

ઉત્તર-૭.    દેવ, મનુષ્ય અને નારક સિવાયના બાકીના બધા એટલે પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તેમ જ પશુ-પંખી, સાપ, નોળિયા, ઉંદર, ખિસકોલી, ગરોળી, માછલાં, મગરમચ્છ વગેરે પંચેન્દ્રિય જીવોને 'તિર્યંચ જીવો' કહે છે. અથવા અહીં મનુષ્યલોકમાં મનુષ્ય સિવાયના જેટલા જીવ છે તે બધાનેં 'તિર્યંચના જીવ' કહેવાય છે.

પ્રશ્ન-૮.  મધ્યલોકમાં દ્વીપ-સમુદ્રો કેટલા છે?

ઉત્તર-૮.    મધ્યલોકમાં દ્વીપો અને સમુદ્રો અસંખ્ય છે.

પ્રશ્ન-૯.  મનુષ્યોની વસતિ કેટલા દ્વીપમાં છે?

ઉત્તર-૯.    મનુષ્યોની વસતિ જંબૂદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધો પુષ્કરવરદ્વીપ - આ અઢી દ્વીપમાં જ છે.

પ્રશ્ન-૧૦.       પહેલા અને છેલ્લાં સમુદ્રનું નામ શું છે?

ઉત્તર-૧૦.પહેલા સમુદ્રનું નામ લવણસમુદ્ર અને છેલ્લા સમુદ્રનું નામ સ્વયંભૂરમણસમુદ્ર છે.

પ્રશ્ન-૧૧.       અઢી દ્વીપમાંથી કયા દ્વીપમાં આપણે વસીએ છીએ?

ઉત્તર-૧૧.આપણે સૌથી મધ્યમાં આવેલા જંબૂદ્વીપ નામના દ્વીપમાં વસીએ છીએ.

પ્રશ્ન-૧૨.       જેના ઉપર આપણે વસીએ છીએ તે જંબૂદ્વીપની પૃથ્વી કેવી છે?

ઉત્તર-૧૨.જેના ઉપર આપણે વસીએ છીએ તે જંબૂદ્વીપની પૃથ્વી ગોળ છે.

પ્રશ્ન-૧૩.       ક્ષેત્ર કોને કહેવાય?

ઉત્તર-૧૩.જે ભૂમિ ઉપર મનુષ્યોનાં જન્મ-મરણ થાય છે તે ભૂમિને 'ક્ષેત્ર' કહે છે.

પ્રશ્ન-૧૪.       આપણે ક્યા ક્ષેત્રમાં વસીએ છીએ?

ઉત્તર-૧૪.આપણે જંબૂદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં વસીએ છીએ.

પ્રશ્ન-૧૫.       ભરતક્ષેત્રમાં કેટલા ખંડ છે?

ઉત્તર-૧૫.ભરતક્ષેત્રમાં છ ખંડ છે.

પ્રશ્ન-૧૬.       ભરતક્ષેત્રની મધ્યમાં કયો પર્વત છે અને તે કેટલો ઊંચો છે?

ઉત્તર-૧૬.ભરતક્ષેત્રની મધ્યમાં વૈતાઢય નામનો પર્વત છે અને તે ૨૫ જોજન ઊંચો છે.

પ્રશ્ન-૧૭.       વૈતાઢયપર્વત ઉપર કોણ વસે છે?

ઉત્તર-૧૭. વૈતાઢયપર્વત ઉપર વિદ્યાધર મનુષ્યો વસે છે.

પ્રશ્ન-૧૮.       મેરૃપર્વત ક્યાં આવેલો છે અને તે કેટલો ઊંચો છે?

ઉત્તર-૧૮.મેરુપર્વત આપણા જંબૂદ્વીપના મધ્યભાગમાં આવેલો છે અને તે એક લાખ જોજન ઊંચો છે.

પ્રશ્ન-૧૯.       મહાવિદેહક્ષેત્ર ક્યાં આવેલું છે?

ઉત્તર-૧૯.મહાવિદેહક્ષેત્ર મેરુપર્વતની આસપાસ પૂર્વ-પશ્ચિમ દિશામાં આવેલું છે.

પ્રશ્ન-૨૦.       આપણા જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં હાલમાં કયા નામના કેટલા તીર્થંકર વિચરે છે?

ઉત્તર-૨૦.આપણા જંબૂદ્વીપના મહાવિદેહક્ષેત્રમાં હાલમાં સીમંધરસ્વામી, યુગમંધરાસ્વામી, બાહુસ્વામી અને સુબાહુસ્વામી નામના ચાર તીર્થંકર વિચરે છે.

પ્રશ્ન-૨૧.       મધ્યલોકમાં (તીર્ચ્છાલોકમાં) સૂર્ય-ચંદ્ર કેટલા છે?

ઉત્તર-૨૧.મધ્યલોકમાં સૂર્ય-ચંદ્ર અસંખ્ય છે.

પ્રશ્ન-૨૨.       આપણા જંબૂદ્વીપમાં સૂર્ય-ચંદ્ર કેટલા છે?

ઉત્તર-૨૨.આપણા જંબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર છે.

પ્રશ્ન-૨૩.       આપણે કયા કાળમાં જીવીએ છીએ?

ઉત્તર-૨૩.આપણે અવસર્પિણીકાળના પાંચમાં આરામાં જીવીએ છીએ.

પ્રશ્ન-૨૪.       આપણો આપ્મા કેવો છે?

ઉત્તર-૨૪.આપણો આત્મા અસલમાં નિરંજન, નિરાકાર, અરૃપી, અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતચારિત્રમય, અનંતવીર્યમય છે. ચૈતન્યસ્વરૃપ છે, શરીરથી જુદો છે, પણ કર્મના સંયોગથી અત્યારે દેહ ધારણ કરીને દેહની સાથે એકમેક થઈને દેહમાં પુરાઈને રહેલો છે. પોતે જે દેહમાં પુરાઈને રહેલો છે, તે દેહપ્રમાણ છે. કીડીના શરીરમાં કીડી જેવડો અને હાથીના શરીરમાં હાથી જેવડો છે. વધેલા વાળ અને વધેલા નખમાં હોતો નથી. તે સિવાય દેહમાં વ્યાપીને રહેલો છે.

પ્રશ્ન-૨૫.       આપણને સુખઃદુઃખ આપનાર કોણ છે?

ઉત્તર-૨૫  આપણને સુખ-દુઃખ આપનાર આપણું પુણ્યકર્મ છે. પૂર્વજન્મોમાં ધર્મકાર્યો કરીને તે આપણા જ આત્માએ બાંધેલું છે. આપણને દુઃખ આપનાર આપણું પાપકર્મ છે. પૂર્વજન્મોમાં પાપકર્મો કરીને તે આપણા જ આત્માએ બાંધેલું છે. આપણા જ આત્માએ બાંધેલાં શુભ-અશુભ કર્મનાં સારાં-નરસાં ફળ આપણે ભોગવીએ છીએ. બીજું બધું નિમિત્તમાત્ર છે. આપણા સુખમાં નિમિત્ત બનનારા સૌને આપણે જશ આપવો જોઈએ, પણ આપણા ઉપર આવેલા દુઃખમાં આપણા આત્મા સિવાય બીજા કોઈને દોષિત ગણાય નહિ.

પ્રશ્ન-૨૬.       સંસાર કોને કહેવાય?

ઉત્તર-૨૬.દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ આ ચારેય ગતિને સંસાર કહે છે.

પ્રશ્ન-૨૭.       સંસાર કેવો છે?

ઉત્તર-૨૭.(ચાર ગતિરૃપ) સંસાર અસાર, પાપમય અને દુઃખમય છે. જન્મ-જરા-મરણનાં દુઃખોથી તેમ જ આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો છે. રહેવા જેવો અને ભોગવવા જેવો નથી, પણ છોડવા જેવો છે.

પ્રશ્ન-૨૮.       જૈનધર્મનું મુખ્યસૂત્ર કયું છે અને તેનો અર્થ શો છે?

ઉત્તર-૨૮.'આણાએ ધમ્મો' એ શ્રદ્ધામાર્ગનું મુખ્યસૂત્ર છે. જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન કરવાથી ધર્મ થાય છે- એ તેનો અર્થ છે.

પ્રશ્ન-૨૯.       જયણા એટલે શું?

ઉત્તર-૨૯.બોલવું-ચાલવું, ખાવું-પીવું, ઊઠવું-બેસવું, હરવું-ફરવું વગેરે સર્વ કાર્યો કરતી વખતે કોઈ પણ જીવ મરી ન જાય - દુઃખી ન થાય તેની કાળજી રાખીને, સર્વે જીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરવો તેનું નામ જયણા છે. 'જયણાએ ધમ્મો' એ ક્રિયામાર્ગનું મુખ્યસૂત્ર છે.

પ્રશ્ન-૩૦.       'અહિંસા પરમો ધર્મઃ' એટલે શું?

ઉત્તર-૩૦.'અહિંસા પરમો ધર્મઃ' એટલે જિનેશ્વરદેવોએ બતાવેલી અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે.

પ્રશ્ન-૩૧.       સમ્યગ્ જ્ઞાન કોને કહેવાય?

ઉત્તર-૩૧.જે તત્ત્વ જેવા સ્વરૃપે હોય તેવા જ સ્વરૃપે હોય તેવા જ સ્વરૃપે તેનો સંક્ષેપથી કે વિસ્તારથી બોધ થાય તેને 'સમ્યગ્ જ્ઞાન' કહે છે. અથવા જે જ્ઞાનથી આત્મપ્રેમ જાગે અને જડપ્રેમ ટળે તેને 'સમ્યગ્ જ્ઞાન' કહે છે, અથવા જે જ્ઞાનથી સંસાર પ્રત્યે વિરાગ અને મોક્ષ પ્રત્યે રુચિ પેદા થાય તેને 'સમ્યગ્ જ્ઞાન' કહે છે.

પ્રશ્ન-૩૨.       જ્ઞાનનું સાચુ ફળ શું છે?

ઉત્તર-૩૨.સર્વ પાપનો અને પાપથી ભરેલા સંસારનો ત્યાગ કરવાની બુદ્ધિ પેદા થવી, એ જ જ્ઞાનનું ફળ છે.

પ્રશ્ન-૩૩.       કપાળમાં તિલક શા માટે કરાય છે?

ઉત્તર-૩૩.'હું જિનેશ્વરની આજ્ઞા મસ્તકે ચડાવું છું' એવી ભાવનાપૂર્વક કપાળમાં તિલક કરાય છે. જૈનોએ તિલક રોજ અવશ્ય કરવું જોઈએ અને આખો દિવસ રાખવું જોઈએ.

પ્રશ્ન-૩૪.       સચિત્તએટલેશું?

ઉત્તર-૩૪.સચિત્તએટલેસચેતનઅર્થાત્જીવવાળું.

પ્રશ્ન-૩૫.       અચિત્તએટલેશું?

ઉત્તર-૩૫.અચિત્તએટલેઅચેતનઅર્થાત્જીવવગરનું.

પ્રશ્ન-૩૬.       ભવ્યાત્મકોનેકહેવાયઅનેમોક્ષકોણજાય?

ઉત્તર-૩૬.મોક્ષ પામવાની લાયકાતવાળા જીવને 'ભવ્યાત્મા' કહે છે. જિનેશ્વરદેવોએ બતાવેલા સાધુપણાને કે ચારિત્રધર્મને પામનારા ભવ્ય મનુષ્યો જ મોક્ષમાં જઈ શકે છે.

પ્રશ્ન-૩૭.       અભવ્યાત્મા કોને કહેવાય?

ઉત્તર-૩૭.મોક્ષની શ્રદ્ધાના અભાવે મોક્ષ પામવાની લાયકાત વગરના જીવને 'અભવ્યાત્મા' કહે છે.

પ્રશ્ન-૩૮.       સ્વાધ્યાય એટલે શું?

ુઉત્તર-૩૮.     સ્વાધ્યાય એટલે જ્ઞાન-ધ્યાનમાં રમણતા.

પ્રશ્ન-૩૯.      તિવિહાર એટલે શું?

ઉત્તર-૩૯.પાણી સિવાયના ત્રણ પ્રકારના આહારના ત્યાગનું પચ્ચક્ખાણ કરવું તેને 'તિવિહાર' કહે છે. (આયંબિલ, એકાસણું અને બીજું બીયાસણું કરી લીધા પછી મુખશુદ્ધિ કરીને આ પચ્ચક્ખાણ કરવું જોઈએ અથવા ધારી લેવું જોઈએ.)

પ્રશ્ન-૪૦.       ચઉવિહાર એટલે શું?

ઉત્તર-૪૦.ચારેય પ્રકારના આહારના ત્યાગનું પચ્ચક્ખાણ કરવું તેને 'ચઉવિહાર' કહે છે.

પ્રશ્ન-૪૧.       પાણાહાર એટલે શું?

ઉત્તર-૪૧.પાણીસ્વરૃપ આહારના ત્યાગનું પચ્ચક્ખાણ કરવું તેને 'પાણાહાર' કહે છે. જેમણે તિવિહાર ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું કે બિયાસણું કર્યું હોય તેઓ પાણી ચૂકવ્યા પછી આ પચ્ચક્ખાણ કરે છે.

પ્રશ્ન-૪૨.       'મિચ્છા મિ દુક્કડં' એટલે શું?

ઉત્તર-૪૨.'મારું પાપ મિથ્યા થાવ' - આ 'મિચ્છા મિ દુક્કડં'નો અર્થ છે. પરંતુ ભાવાર્થ એ છે કે મેં ભૂલ કરી છે, તેનો હું પશ્ચાત્તાપ કરું છું. હવે પછી એવી ભૂલ નહીં કરું. અથવા હું અપરાધી છું. મારો અપરાધ કબૂલ કરીને અને હવે પછી અપરાધ નહી કરવાની ભાવના રાખીને હું તમારી ક્ષમા માગું છું.

પ્રશ્ન-૪૩.       બાળકોએ પાઠશાળામાં ભણવા કેવી રીતે અવાય?

ઉત્તર-૪૩.મુખશુદ્ધિ કરીને તેમ જ હાથ, પગ, મોઢું ધોઈ, વાળ ઓળી, સુંદર, સ્વચ્છ યોગ્ય અને પૂર્ણ વેશ પહેરીને બાળકોએ પાઠશાળામાં ભણવા અવાય. પણ એંઠા મોઢે તેમ જ ગંદી-ગોબરી હાલતમાં, વાળ ઓળ્યા વિના અને ઉદ્ભટ વેશ ધારણ કરીને કે અપૂરતા વસ્ત્રો પહેરીને અવાય નહિ.