આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

જૈન ધર્મની સાપ્રંત સમસ્યાઓ અને તેના વ્યવહાર, સચોટ ઉપયો.

        નિબંધના મુદ્દાઓ ઉડતી નજરે :-

        વિષય પ્રવેશ :- જૈનધર્મની સમસ્યાઓની યાદી અને વર્ગીકરણ, પાઠશાળા સમસ્યા - વ્યાખ્યા - અહંમ્ના ટકરાવની સમસ્યા અને ઉપસંહાર.

        સમસ્યા... સ્મસ્યા... સમસ્યા... આમ જોવા જઈએ તો સમસ્યાઓનો કોઈ અંત નથી. જિંદગીના દરેક તબક્કે સમસ્યાઓનો સામનો કરીએ છીએ. તો વ્યવહારમાં પણ ક્ષણે ક્ષણે સમસ્યાઓ ઊભરાતી જ હોય છે. સમાજની, ધર્મની, જ્ઞાાતીની, સંબંધોની, વ્યાપારની, વિદ્યાની... બધા જ ક્ષેત્રમાં આગવી આગવી સમસ્યાઓ હોય છે. કેટલીક સળગતી સમસ્યાઓ હોય છે તો કેટલીક છૂપાયેલા અંગારા જેવી સમસ્યાઓ હોય છે.

        અહીં હું જૈનધર્મની સાંપ્રત સમસ્યાઓનું વર્ણન કરી, તે સમસ્યાઓનો ઉપાય મારી દૃષ્ટિએ સૂચવીશ.

જૈન ધર્મની સમસ્યાની યાદી કરવા બેસીએ તો... નંબર ઓફ સમસ્યાઓ થઈ જાય. દા.ત. (૧) પાઠશાળાની સમસ્યા. (ર) સમેતશિખર કે અંતરિક્ષજી જેવા તીર્થોની રક્ષાની સમસ્યા (૩) એક તિથિ / બે તિથિની સમસ્યા (૪) ગૌવધ બંધીની સમસ્યા (પ) જૈનોને લઘુમતી કોમમાં મુકવાની સમસ્યા (૬) યુવાનોને ધર્મ માર્ગમાં લાવવાની સમસ્યા (૭) સિદ્ધાંતોને બાજુ ઉપર મૂકીને, લોકોને ફક્ત આકર્ષવા જ કરાતી પર્વોની ઉજવણીની સમસ્યા (૮) અધ્યાત્મ માર્ગ / જ્ઞાાનમાર્ગની અવહેલનાની સમસ્યા (૯) સંઘો સંઘો વચ્ચે વેરભાવનાની સમસ્યા (૧૦) ઊંચે આસને બેઠેલા વ્યક્તિઓના અહમ્ ટકરાવની સમસ્યા. (૧૧) વ્યાખ્યાનમાં પાંખી હાજરીની સમસ્યા (૧ર) માઇક જેવા વીજળીના સાધનોની ઉપયોગની સમસ્યા...

આવી તો યાદી ચાલ્યા જ કરે... જેનો અંત દેખાય નહીં. પણ આ સમસ્યાઓનું વર્ગીકરણ કરીએ તો નીચે પ્રમાણે થઈ શકે...

(૧) જૈન ધર્મના સિદ્ધાંતોને લઈને જૈન વર્ગોમાં જ ઊભી થતી સમસ્યાઓ.

(ર) જૈન ધર્મના સિદ્ધાંતોને લઈને અજૈન વર્ગ સાથે ઊભી થતી સમસ્યાઓ.

(૩) જૈન ધર્મની કેટલીક સમસ્યાઓ કે જે સિદ્ધાંતોને લીધે નહીં પણ અહમ્ ના ટકરાવથી કે શિથિલાચારથી પેદા થતી સમસ્યાઓ.

        (૧) હવે જૈન ધર્મના સિદ્ધાંતોને લઈને ઊભી થતી સમસ્યાઓમાં શ્વેતાંબર / દિગંબર મતના ઉદ્ભવતા ઝગડા કે એક તિથિ / બેતિથિના મતભેદો તથા સિદ્ધાંતોને બાજુ પર રાખી પર્વની ઉજવણીઓ જેવી ગણી શકાય (ર) અજૈન વર્ગ સાથે ઊભી થતી સમસ્યાઓમાં ગૌવધ બંધી, લઘુમતી કોમ ગણવાની સમસ્યાઓ ગણી શકાય.

        આવી સમસ્યાઓ વિચારણા તો ઘણી લાંબી ચાલી શકે પરંતુ જેમ ફાયર બ્રીગેડનો ફાયરમેન એક સાથે ઘણી જગ્યાએ આગ લાગી હોય તો પણ બધી જગ્યાએ આગ ઓલવવા દોડતો નથી. પરંતુ સમય અને સ્થળની અગત્યતા પ્રમાણે બે / ત્રણ જગ્યાએ જ આગ ઓલવવા પ્રયત્નશીલ થઈ જાય છે તેમ હું પણ આટલી ધી સમસ્યાઓમાંથી મને લાગતી અગત્યની સમસ્યાઓ ઉપરનુ મારું મનન - ચિંતન નિબંધની મર્યાદામાં રહીને કરીશ.

        સૌથી પ્રથમ હું ''હાલની પાઠશાળાની સળગતી સમસ્યા'' ઉપર પ્રકાશ પાડીશ.

        પાઠશાળા... એટલે પાઠોને શિખવતી શાળા - આ પાઠો સંસ્કૃત, ગુજરાતી વગેરે કોઈપણ ભાષામાં હોઈ શકે, જેનું લક્ષ્ય તો ફક્ત ''આત્મકલ્યાણ'' તરફનું જ હોય. આ પાઠો પંચ પ્રતિક્રમણના સૂત્રો કે જીવવિચારાદિ સાધનગ્રંથોના હોઈ શકે અગવા તો નિશ્ચય વ્યવહાર નયના દયા - દાન - પૂજા - ભક્તિના પણ હોઈ શકે જેનાથી આપણે અધ્યાત્મ માર્ગમાં ઊંચે ઉડાણ કરી શકીએ.

        પરંતુ હાલ તો આપણે જૈન ધર્મના અભ્યાસ માટે કરાયેલી ગોઠવણીરૃપ જ્ઞાનાભ્યાસના કેન્દ્રરૃપ થયેલી ''પાઠશાળા'' ની વ્યવસ્થાનો વિચાર કરીશું. આ પાઠશાળાની પ્રવૃત્તિ મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય.

        (૧) નાનાં બાળકોને પંચ પ્રતિક્રમણનાં સૂત્રોનો અભ્યાસ અને ધર્મનું પ્રથમિક જ્ઞાાન આપતી પાઠશાળા.

        (ર) આગળ અભ્યાસ કરતાં જીવ વિચાર, દંડક, કર્મગ્રંથ, તત્વાર્થ સૂત્ર જેવા સૂત્રોનો અભ્યાસ કરાવતી જીજ્ઞાસુ અને મોક્ષાર્થી જીવોની પાઠશાળા.

        (૩) સંસ્કૃત / પ્રાકૃત ભાષાઓ સાથે ભાષ્યો વગેરેનું અધ્યયન કરાવતી સાધુ / સાધ્વીજી ભગવંતોની પાઠશાળા.ઔ  આ ત્રણેમાંથી પણ આપણી સમસ્યા હાલમાં તો નાનાં ભૂલકાઓની પાઠશાળા તરફ વધુ કેન્દ્રિત થાય છે.

        જેમ વ્યવહારિક જ્ઞાન માટે બાળમંદિરની વ્યવસ્થા છે તેમ આપણા નાનાં ભુલકાઓનું જૈન બાળમંદિર એ આપણી પાઠશાળા છે. આ બાળકોના આધ્યાત્મિક અને માનસિક કેળવણી માટેનો Stepping stone છે. બાળકોમાં જ્ઞાન  અને ઘડતરના સંસ્કારો આપી ધર્મ પ્રત્યે આસ્થા બીજ રોપવા માટેનું સંસ્કાર ધામ છે. આવી સુંદર અને અદ્ભૂત કહી શકાય તેવી પાઠશાળાની પરિસ્થિતિ ઉપર એક નજર ફેરવીએ.

        પાઠશાળાનાં મુખ્ય પાંચ અંગો ગણાય.

        (૧) શિક્ષણ, (ર) વિદ્યાર્થી, (૩) માતાપિતા, (૪) સંઘ, (પ) ગુણરૃભગવંત.

        આ દરેક અંગો તો પોતપોતાની રીતે પોતાને સબળ જ સમજશે. શિક્ષણ કહેશે કે હું તો વિદ્યાર્થીને સરસ ભણાવું છું. વિદ્યાર્થી કહેશે કે હું તો પાઠશાળા સમયસર પહોંચી જાઉં છું. માતા પિતા કહેશે કે અમે તો બાળકને પાઠશાળામાં બરાબર મોકલીએ છીએ. સંઘ કહેશે કે અમે પાઠશાળાની વ્યવસ્થા બરાબર ગોઠવીએ છીએ. તો ગુરુભગવંતો કહેશે કે વ્યાખ્યાનમાં જ્ઞાન મેળવવાની અગત્યતા ઉપર ભાર મુકીને બાળકોને પાઠશાળમાં જવાની પ્રેરણા આપીએ છીએ.

        આમ પાઠશાળ રૃપી સાંકળની બધી જ કડીઓ જુદી જુદી તો મજબૂત દેખાય છે પરંતુ આખી સાંકળ (પાઠશાળાની વ્યવસ્થા) કમજોર કેમ લાગે છે ? દરેક કડીની કમજોરી ક્યાં છે તે સમજવા કોશિશ કરીએ.

        સૌથી પહેલાં જોઈએ - શિક્ષક તેઓ ભણાવે છે તો સારું પરંતુ બાળકોને ગમે તેવા રૃપમાં ભણાવે છે ? આ વાત ઉપર કદી વિચાર થતો નથી. જેવી રીતે નાનાં બાળકોની હોજરી અને પાચનશક્તિ નબળાં હોય તો બાળક પચાવી શકે તેવો પ્રવાહી ખોરાક આપીએ છીએ. અથવા તો બાળકને ખોરાક ભાવતો ન હોય કે સૂગ ચડતી હોય તો ખોરાકનું સ્વરૃપ બદલીને કે વિવિધ  રીતે સજાવીને આપીએ છીએ તેવી જ રીતે આપણાં જ્ઞાનયોગની પદ્ધતિમાં કાંઈ બદલાવ લાવી ના શકીએ ? When Mohamad is not going to Mountain, the Mountain has to go to Mohmad, એ અપેક્ષાએ બાળકો રૃપી મહંમદોનો વિચાર કરી પાઠશાળાના સૂત્રોની સાથે સાથે બીજી પણ ઘણી ધાðમિક બાબતો શીખવાડી શકાય જે બાળકોની રોજબરોજની પ્રવૃત્તિમાં ઉપયોગી થાય. આ બધું આજકાલની ''રવિવારીય'' શિબિરોમાં તો શીખવાડાય છે અને બાળકો પણ હોંશે શીખવા આવે છે. તો શિબિરોની આ પદ્ધતિને જ પાઠશાળાઓમાં આગળ કેમ વધારી ના શકાય ?

        પરંતુ શિક્ષકોના હાથ બંધાયેલા છે. આજના કોમ્પ્યુટર યુગમાં જ્યારે બધું જ જલદીથી બદલાતું દેખાય છે ત્યારે જ્ઞાનાચારના નિયમોમાં આપણી પાઠશાળાની ચીલાચાલુ શૈલીને વળગી રહેવાનું વળગણ રાખવું ક્યાં સુધી યોગ્ય છે ? પાઠશાળાને ફક્ત ''પંચ પ્રતિક્રમણ સૂત્રો'' નો જ પર્યાય કેમ બનાવી દેવાય છે ?

        શિક્ષમોને આ જરૃરી બદલાવ કરી આપવાની દિશામાં આપણી ધાðમિક સંસ્થાઓ જરૃર વિચાર કરી શકે અને દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવની માંગ પ્રમાણે ધાર્મિક અભ્યાસને સુગમ અને સરળ બનાવવાની પ્રવૃત્તિ તરફ જોર દે જે બાળકોને પાઠશાળામાં આવવા માટે આકર્ષણ ઊભું કરી શકે.

        બીજી કડી છે વિદ્યાર્થીની, - આજના આ ભૌતિક યુગમાં વિદ્યાર્થીને પાઠશાળામાં મોકલવા એક મહાભારત કામ છે. ઘણાં બધાં લૌકિક પ્રલોભનો, સ્કૂલ અને ટયુશન વચ્ચે સમય કાઢીને બાળક પાઠશાળામાં આવે. તે સમયની ટંચાઈ અને ભટકાઈ મન સાથે સૂત્રો શીખવાનું ચાલુ  કરે. કોઈ લોગસ્સ તો કોઈ જય વીયરાય અને બહુ બહુ તો વંદિત્તુ એ આવીને તેની ગાડી અટકી જ જાય છે. નાના બાળકને તો જ્ઞાનયોગ એટલે આ પંચ પ્રતિક્રમણ એમ જ ઠસાવી દેવામાં આવે છે. એટલે કોલેજમાં આવ્યા પછી તો આ બધું ભણવાનો સમય પણ ના હોય અને અંદરમાં એક જાતનો અણગમો આ સૂત્રો તરફ પેદા થઈ ગયો હોય જેથી જ્ઞાનયોગના દરવાજા મોટાભાગનાં બાળકો માટે અહીં જ બંધ થઈ જાય છે.

        બાળકોને પાઠશાળામાં આવવા માટે પ્રભાવનાની લાલચનો લોલીપોપ અપાય છે. તેથી બાળકોને પ્રભાવના લેવાની લાલચ હોય છે. તે પાઠશાળામાં હાજરી પુરાવે એટલે પ્રભાવના મળતાં, આવવામાં શૂરો પણ ગાથા ગોખવામાં ઢોલો જ રહે છે. ખરેખર તો આપણે પ્રભાવનાના પ્રોત્સાહન, ઈનામ અને લાલચની ભેદરેખા સમજતાં નથી. આવવાના પ્રોત્સાહન તરીકે પ્રભાવના અપાવવી જોઈએ જેથી ગાથા ગોખવા તરફ લક્ષ્ય કેળવાય. કાના-માત્ર વગરનું ''મફત'' બધાને લેવું સારું લાગે છે પણ તે માટેની પાત્રતા કેળવવાનો વિચાર સુદ્ધા આવતો નથી.

        ખરેખર તો બાળકો ડ્રોંઈંગ / સંગીત  જેવા હોબી ક્લાસમાં શોખ અને આનંદથી જાય છે તેવી જ રીતે આપણી પાઠશાળાઓનો અભ્યાસક્રમ જ એવો ગોઠવવો જોઈએ કે બાળક જ દોડતો આવે અને ''ચાલો પાઠશાળામાંથી ભાગીએ''ના વાતાવરણને બદલે ''ચાલો, હોંશે હોંશે પાઠશાળા જઈએ''નું વાતાવરણ સર્જાવવું જોઈએ.

        પરંતુ આપણે તો દુઃખે છે પેટ અને કૂટીએ છીએ માથું. દવા અભ્યાસક્રમ બદલવાની છે પરંતુ દવા કરીએ છીએ પ્રોત્સાહન ઈનામની જેથી દર્દ મટતું નથી પરંતુ વકરે છે.

       ત્રીજી કડી છે માતા-પિતાની, જેઓને રસ બાળકો પાઠશાળામાં શું કરે છે તે જાણવામાં નથી પણ છોકરાં પાઠશાળાએ જાય છે એમ કહેવડાવવામાં હોય છે. આ માતા/પિતા કુટુંબ-કલહ-કંકાસ-કુતૂહલ અને કુથલી ઉપરાંત K-tv ની વગેરે છોડીને બાળકોના ધાર્મિકઅભ્યાસ ઉપર ધ્યાન આપે તો બાળકોની ગાડી જ્ઞાન જંક્શને જલદી પહોંચશે.

       ચોથી કડી છે સંઘની - જેણે ફક્ત પાઠશાળાની સગવડની કરી, ઈનામો આપી સંતોષ માન્યો છે. પ્રભાવનાના બહાને તીર્થયાત્રા કે નાસ્તા પાણીના અતિરેકથી દૂર બાળકોને રસ પડે તેવી અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ દાખલ કરવા સતત પ્રયત્નશીલ રહેશે. તો તે સાચી સેવા ગણાશે.

        અંતિમ કડી માં ગુરુભગવંતોની છે જેઓ જ્ઞાન પંચમીના દિવસે તો જ્ઞાાનની ઉપયાગિતા બતાવે જ છે પરંતુ આવો જ ઉપદેશ દરરોજનાં વ્યાખ્યાનો પણ વણી સમયોચિત કહેતા રહે તો લોકો ઉપર જરૃર અસર થાય અને બાળકોને પાઠશાળા તરફ વાળવા પ્રોત્સાહિત કરતા રહે.

        આમ બધી જ કડીઓ મજબુત થાય તો શ્રુતજ્ઞાાનનો જ્ઞાાનદીપક વધુ પ્રજવળતો રહેશે તેમાં કોઈ શંકા નથી.

        આવી જ એક બીજી સળગતી સમસ્યા છે - ''વ્યાખ્યાન વિચારણા''

        સંવત ર૦૦૬માં ઘેટીમાં પં. ભદ્રકંર વિજયજીએ કહ્યું હતું કે -

        ''આપણા મુનિઓની દેશના પદ્ધતિમાં એવું શું ખુટે છે કે જેથી અન્યોને ખેંચાઈ આવવાનું મન થતું નથી. તેનું નિષ્પક્ષ પૃથક્કરણ બુદ્ધિપૂર્વક થવું આવશ્યક છે અને એ રીતે આજે નહીં તો પાંચ - પચીશ વર્ષે પણ જૈન મુનિઓ નવીન યુગમાં પણ સર્વોપકારક જીવડે અથવા સૌથી વધુ ઉપકારક નીવડે એવી યોજનાઓ પ્રગતિમાન થવી જોઈએ.

        લગભગ પપ વર્ષ પહેલાંનું લખાણ, તેમનું મનોમંથન, અત્યારનાં સંદર્ભમાં પણ એટલું જ સચોટ લાગે છે. ક્યાંક મહાત્માને સાંભળવા શ્રોતાઓનાં ટોળે ટોળાં છે તો ક્યાંક પાંચ શ્રાવકો ભેગા કરવાની મથામણ હોય છે. તો આટલો તફાવત કેમ ? આ પ્રશ્ન દરેકના મનમાં જરૃર ઊઠે છે.

        સૌથી પ્રથમ તો ગુરુભગવંતો સર્વોપરી છે તે વાત તો ચતુðવિધ સંઘમાં દરેક જણ સ્વીકારે છે. ગુરુભગવંતોએ પણ નિપુણ વૈદ્યની જેમ આવેલા શ્રોતાગણને, તેમના દર્દને અનુરૃપ ફક્ત કડવી દવાના ડોઝ રૃપ, શાસ્ત્રોના અઘરા પાઠો ન આપતાં, થોડુંક ફોર્મ બદલીને, સાકરની સાથે દવા ચટાડવી જરૃરી છે. હાં, બહુ ઉત્સાહમાં આવી જઈને દવાને બદલે ફક્ત સાકર આપે તો પણ ના ચાલે. કારણ કે ઘણા મહાત્માઓ તત્ત્વને બદલે ટુચકા અને રમુજો દ્વારા શ્રોતાગણને આકર્ષવા પ્રયત્નો કરે છે.

        શ્રાવકોને જરૃરી એવા પંચ પ્રતિક્રમણના અર્થો સરળ ભાષામાં સમજાવી શકાય તો ગૂઢ ભાવાર્થવાળા અને ભાવવાહી સ્તવનોના અર્થો અને દરરોજની ઉપયોગી આવશ્યક વિધિઓના અર્થો પણ વ્યાખ્યાનમાં જરૃરથી આપી શકાય. લોકોને જે જરૃરી છે તે પીરસવાનું શરૃ કરો અને જુઓ કે લોકો આવીને, સમજીને કેટલું ગ્રહણ કરવાની તત્પરતા દેખાડે છે ? આપણે શું કામ દેખાડે છે ? આપણે શું કામ માંની લેવું જોઈએ કે પંચપ્રતિક્રમણ એ પાઠશાળાનો જ વિષય છે ?

        ''લાઈફ બોય સાબુ - લાઈફ બોય હૈ જહાં તંદુરસ્તી હૈ વહાં...''

        વર્ષો સુધી એજ પેકિંગ અને ફર્ર્મ્યુલામાં આવ્યાં આવ્યા એક આખા જનરેશને તેને ચલાવી પણ લીધો. પરંતુ ''લક્સ'' અને ''લીરીલે'' આવીને અંતે તેને પણ તેનું સ્વરૃપ બદલવા મજબૂર કર્યો. આ રીતે આપણાં વ્યાખ્યાનોમાં પણ શ્રોતાઓને જોઈતા વિષયો જરૃરથી ગોઠવવા જોઈએ - શૈલી તેમને ગમતી હોય તેવી પરંતુ સીલેબસ તો આપણું જ... લોકોની ધગશ, યાદશક્તિ, ઇચ્છાશક્તિ ઘણી જ તેજ અને તીવ્ર છે કે તમે જેટલું પીરસશો તેટલું હોંશે હોંશે ગ્રહણ કરશે. ફક્ત ''સાચા શ્રવક બનવાના ગુણો'', ''ધર્મરત્ન પ્રકરણ'' કે ''શ્રદ્ધ વિધિ પ્રકરણ'' જ શું કામ દર વર્ષે ચાતુર્માસ દરમ્યાન ચલાવવા ? કર્મગ્રંથો, તત્ત્વાર્થ સૂત્ર, જ્ઞાનસાર જેવા ગ્રંથોનો મારો ચલાવો... લોકોનો બદલાવ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. એમ કહીને કેમ અટકી જઈએ છીએ કે આ તો બાળ જીવો છે, તેમને તત્ત્વની સમજ ના પડે, તેમને તો તેમના લેવલ પ્રમાણે જ અપાય. ખરેખર તો લકોનું લેવલ ધીમે ધીમે ઊંચું તો જ આવશે જો આપણે આવા વિષયો તેમના મગજમાં ઠસાવતા જઈશું પહેલાંના જમાનાના શ્રાવકોનું ધાðમિક જ્ઞાન અને તત્વજ્ઞાન કેટલું ઊંચું હતું કે ગુરુભગવંતો ને પણ સજ્જતા સાથે વ્યાખ્યાન આપવું પડતું હતું !

        વ્યાખ્યાનની પણ એક શૈલી હોવી જોઈએ. ગુરુભગવંતે જે વિષય ઉપર વ્યાખ્યાન આપવું હોય તેની શરૃઆતની ભૂમિકા બાંધવી જોઈએ. આખું વ્યાખ્યાન તે વિષય ઉપર જ હોય અને અંતે ઉપસંહારમાં આખા વ્યાખ્યાનની સારરૃપ વાત પર નજર ફેરવાવવી જોઈએ. આથી શ્રોતાઓને ધ્યાનમાં રહેશે કે વ્યાખ્યાનમાં શું સાંભળ્યું અને ઘેર જઈને એ વિષય શી વિચારણા કરવી ?

        પરંતુ અત્યારની શૈલીમાં પ્રાયઃ. સૌથી પ્રથમ એક શ્લોક આવી જાય જેનો અર્થ પણ સમજાવવામાં ના આવે અને તે શ્લોક પર સીધું જ વિવેચન ચાલુ થઈ જાય. પછી તો ક્યારે વ્યાખ્યાનનો વિષય જ બદલાઈ જાય તેવી શ્રોતાને સમજ ના પડે. ક્યારેક સંઘને કોઈ પ્રસંગ / ઉત્સવ આવવાનો હોય તો તેની ઉપર જ ભૂમિકા ફાળવવામાં સમય ચાલ્યો જાય. એક મહાત્માએ તો પર્યુષણના વ્યાખ્યાનોમાં સતત બે કલાક, સેંકડો ટનનો પથ્થર ખાણમાંથી કાઢીને કેવી રીતે દહેરાસરના સ્થળ સુધી લાવવાનું સવિસ્તારનું વર્ણન ચલાવ્યું, તો બીજા એક મહાત્મા એક પંચ ધાતુની મૂર્તિ,એક કારખાનામાં કેવી રીતે ભરાવી તેનો પ્રચાર વ્યાખ્યાનમાં કરતાં રહે. શું આ બધું આજનો શ્રોતાવર્ગ તત્ત્વજ્ઞાનના નામે સહન કરી શકે ?

        આપણા વ્યાખ્યાનોમાં આપણી Physical હાજરી પુરાવી એટલે ભયો...ભયો... માનસિક ગેરહાજરી ચાલે કારણ કે આપણે શું સાંભળ્યું, શું સમજ્યા તે જાણવાની કોઈ System નથી. જો વક્તા, વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂરીને શ્રોતાઓને ટપારે તો શ્રોતા પણ થોડો સજાગ રહે.

        આ વ્યાખ્યાનો ઉપરથી પ્રશ્ન પત્રો નીકળે તો લોકોને પણ તે પ્રશ્નોના જવાબ આપવાનો આનંદ આવે. બાકી હાલના અ-બ-ક-ડનાં પ્રશ્નપત્રોને તો તિલાંજલી જ આપવી જોઈએ.

        આ બધી વાતો પછી પણ સાચી વાતો તો તત્ત્વની છે. ગુરુભગવંતો  જ્ઞાનનું અમૃત  પીરસે તે અગત્યનું છે. ચારે અનુયોગોમાંથી કોઈપણ અનુયોગનું વ્યક્તવ્ય અંતેતો ''આત્મા'' તરફ જ જવું જોઈએ. દરેક શ્રોતા ઘેર જઈને એટલું વિચારવા તો સક્ષમ બનવો જોઈએ કે તેનું શું કર્તવ્ય છે ? ફક્ત વ્રત / તપ કરીને સંતોષ માનવાનો છે કે તેથી પણ આગળ કાંઈ કરવાનું છે ?

        પાનપરાગ - ગુટકાવાળાને તે છોડાવવા માટે ''‘‘Mass’’ ને ભેગા કરી ધર્મ તરફ વાળે તે જરૃરી છે પરંતુ તેથી પણ વધુ જરૃરી ત્યાથી પણ આગળ - ‘‘Mass’’ માંથી ‘‘Class’’ તરફ જવામાં છે. આવા ‘‘Class’’ ના શ્રોતાઓ માટે વ્યાખ્યાનો ઉપરાંત વાચનાઓની પણ એટલી જ આવશ્યક્તા છે જે અભ્યાસુ જીવોને ચાતુર્માસ પછીના શેષકાળમાં વાગોળવાનું કામ કરશે. આ વર્ગ જ પ્રભાવનાની લાલચ વગર, અધ્યાત્મનાપંથે અજવાળા પાથરવા વ્યાખ્યાનો માં દોડતા આવશે અને આજ આપણા વ્યાખ્યાનોની સાર્થકતા થશે.

        તો એક સમસ્યા ''અહમ્''ની છે. વિશ્વ વાત્સલ્યના દાતા એવા મહાવીર સ્વામીના સંતાનોની આંખમાં વેરઝેરની પ્રબળ ભાવના દેખાય છે તેનાથી મોટી  સમસ્યા બીજા શું હોઈ શકે ? દુર્ભાવ ના કરો પણ દયા કરોની દૃષ્ટિ નહીં રાખતાં દુર્લભબોધી બનીને આ માનવભવ વેડફી નાંખતાં મહાનુભવો તરફ ''કરૃણા દૃષ્ટિ'' સિવાય બીજું શું સમાધાન હોઈ શકે?

 

ઉપસંહાર :- સમસ્યાઓ તો ઋષભદેવના શાસનમાં પણ હતી અને મહાવીરના શાસનમાં પણ છે... સાચી વાત તો એ છે કે ''સમસ્યા આપણને સામસ્યા રૃપી લાગી છે ? તેનો વિચાર કરવો જરૃરી છે. વળી તેના ઉકેલ માટે પણ આપણે ખરેખર કેટલા કટિબદ્ધ છીએ ? કે ફક્ત વાતોના વડાં કરીને જ સંતોષ માનવો છે ?

            ‘‘ A Will find a way’’ ''મન હોય તો માળવે જવાય'' પણ આપણું મન પણ નથી અને માળવે જવાની ઈચ્છા પણ નથી તો ઉકેલ ક્યાંથી મળશે ?

        સમસ્યાઓથી ગભરાઈ જવામાં કે તેના ઉકેલ માટે આખી જિંદગી વાપરવામાં કોઈ શાણપણ નથી. તેના ઉકેલમાં સુલભ અને શક્ય સમય ફાળવવો પરંતુ બાકીનો સમય તો આત્મચિંતન અને ધર્મ આરાધનામાં જ વિતાવવો તેમાં જ ખરું ડહાપણ રચ્યું છે. સમસ્યાઓમાં ઉલઝીને આત્મકલ્યાણનો માર્ગ કોઈપણ સંજોગોમાં બંધ તો ના જ કરાય.

        ''જૈન ધર્મ માટે મરી ફીટો''નો ઉપદેશ અપેક્ષાએ સાચો હોય તો પણ મનને કલુષિત કરી, કષાયોની હારમાળા સર્જવાની જરૃર નથી. ''સ્યાદવાદ'' અનુસરીને ''મારું તે જ સાચું'' સંકુચિત વલણ છોડીને સમભાવમાં રહેવું તેમાં જ સાચી સમજદારી છે.

        અંતમાં, ''હા, હો ને હરિફાઈના'' યુગમાં તટસ્થ મન સાથે ''તુ તારું સંભાળ'' ની ભાવના સાથે ''આત્મદૃષ્ટિ'' કેળવવી તે જ આ બધી સમસ્યાઓનો ''સાર'' અને ''ઉકેલ'' છે. જિનાજ્ઞા વિરૃદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.

-:સમાપ્ત :-