આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

જૈન ધર્મના સાત ક્ષેત્રો અને તેની સમજ

        જૈન ધર્મમાં સાત પ્રકારનાં ક્ષેત્રો બતાવ્યા છે. કહેવાય છે કે જૈન શ્રાવક જો સાત ક્ષેત્ર માટે પોતાનું જીવન વ્યતિત કરે તો પણ તેનું જીવન સફળ ગણાય, આ સાત ક્ષેત્રો ક્ષેત્ર માટે પોતાનું જીવન વ્યતીત કરે તો પણ તેનું જીવન સફળ ગણાય, આ સાત ક્ષેત્રો નીચે મુજબ છે.

        (૧) જિન ચૈત્ય, (૨) જિન પ્રતિમા, (૩) જિન આગમ (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક (૭) શ્રાવિકા.

        આ સાતેય ક્ષેત્રને દરેકનું પોત પોતાનું આગવું મહત્વ છે. આ ક્ષેત્રો વિશેની સમજ નીચે મુજબ છે.

        જિન ચૈત્ય :- જિન એટલે અરિહંત, પરમાત્મા અને ચૈત્ય એટલે દેરાસર જિનમંદિર બીજી રીતે અવલોકન કરીએ તો કર્મ તોડવા માટેનું સ્થળ એટલે જિન ચૈત્ય, પણ એ જ ચૈત્યમાં જો નવા કર્મો બાંધ્યા તો - ''અન્ય સ્થાને કૃતં પાપં તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતં પાપ વ્રજ લેપો ભવિષ્ય'' આ શ્લોક અનુસાર અન્ય કોઈપણ સ્થાને બાંધેલાં કર્મો તીર્થસ્થાને એટલે કે દેરાસર આદિમાં નાશ પામે છે. પણ તીર્થસ્થાનમાં કરેલાં પાપકાર્યોથી જે કર્મો બંધાય. જેમ વજ્ર એક વખત છોડી દીધા પછી લક્ષ્યપ્રાપ્તિ બાદ જ પરત ફરે તેની વજ્રની જેમ ચોંટી જાય. આવાં કર્મો ખૂબ જ પરિશ્રમથી તૂટે. માટે જિનચૈત્યમાં આશાતના કરવાની નિકાચિત કર્મ પણ બંધાઈ શકે. આવા જિનચૈત્યનું મહત્ત્વ જૈન શાસ્ત્રોમાં દીક્ષા લીધા બાદ બીજું છે. એવું કહેવાય છે કે વ્યક્તિ સંજોવસાત્ સંયમ ન લઈ શકે અગર જિનમંદિર બંધાવે તો તેને તેટલું જ પુણ્ય મળે છે, કારણ કે આ સ્થાનમાં આલંબન દ્વારા કેટલાય જીવો પોતાનું કલ્યાણ કરી જાય છે. અન આજ ચૈત્યો બંધાવાથી શંત્રુજ્ય પર્વત, શિખરજી તથા જગવિખ્યાત આબુ - દેલવાડા દ્વારા જિનશાસનની પ્રભાવના ઘણી થઈ છે. આ માટે જ વધુ જિનચૈત્યો ની પ્રતિષ્ઠા થવી જોઈએ તથા જે દેરાસરો બંધાયેલા છે તેમની રજ્ઞા થવી જોઈએ. કારણ કે આ ચૈત્યો જ આપણને મોક્ષગામી બનાવવામાં સૌથી વધુ મદદરૃપ છે. પહેલાનાં સમયમાં લોકોને જિનમંદિર પ્રત્યે એટલો પ્રેમ હતો કે પોતાના ઘરની ઊંચાઈ પણ તેઓ દેરાસરની ધ્વજાની ટોચ કરતાં નીચે રાખતા, આજના સમયમાં આ જ વાતને લોકો સમજાવવાની જરૃર છે.

        ચૈત્ય એટલે કે દેરાસર તેના વિશે આજે કોઈ પંથની એવી ભ્રમણા છે કે પરમાત્મા માટે દેરાસર બને તે યોગ્ય નથી તેમજ જિન પ્રતિમા ને પણ તેઓ માનતા નથી. સૌ પ્રથમ તો એમ કહેવાય છે જો તેઓ પરમાત્માની પ્રતિમા નથી બનાવી શકતા. દેરાસર ન બનાવાય તો પછી તેમનાં ઘરમાં પણ ગુજરનાર વ્યક્તિનાં ફોટા ને તેમને અગરબત્તી ન કરાય તેમજ તેમને પણ ઘરમાં, ઉપાશ્રયમાં ન રહેવાય દેખાય. તેમજ તેમની ભ્રમણા ખોટી છે તે વાત સાબિત કરવાનું એક ઉદાહરણ છે કે પરમાત્મા જ્યારે કેવલજ્ઞાાન પામે ત્યારબાદ તેમના માટે દેવતાઓ સમવસરણ રચે છે. તે સમવસરણ એટલે જિન ચૈત્ય જ કહેવાય, અને તે વખતે જે અષ્ટાપ્રાતિહાર્યો દેવતાઓએ રચ્યા હતા તે જ અષ્ટાપ્રાતિહાર્યો ને ધ્યાનમાં રાખીને જ દરેક દેરાસરની પ્રતિષ્ઠા થતી હોય છે, આમ દેરાસર બંધાવવા તે યોગ્ય જ છે.

        આવા જિનચૈત્યોના દર્શન કરવાની ઇચ્છા માત્ર કરવાથી ઉપવાસનું ફળ મળે છે. અને દેરાસર પહોંચતા સુધીમાં /માસક્ષમણનું પણ ફળ મળી શકે છે. આટલું મહત્ત્વ ચૈત્ય વિશે શાસ્ત્રોમાં દર્શાવેલ છે. તે જ પ્રમાણે જાંવતિ ચેઈઆંઈ સૂત્ર દ્વારા પણ ત્રણેય લોકનાં જિનચૈત્યોને વંદના કરવામાં આવી છે.

        આવા જિનચૈત્યો એ ભવભ્રમણ ઘટાડવાનું સ્થાન છે, ભવભ્રમણ વધારવાનું નહીં. આગળ વર્ણવ્યું તેમ પવિત્ર સ્થાન પર કરેલાં પાપોથી જે કર્મો ચોંટે તે વજ્રની જેમ ચોંટે છે. પરંતુ આ સત્ય હકીકત સંઘમાં વિશેષતાથી સમજાવવાની જરૃરિયાત છે. કારણ કે આજે દેરાસરમાં અતિશય આશાતનાઓ થાય છે. આજના કળીયુગમાં ધાðમિક સ્થાન પણ વિષયકષાયીઓ માટે વાસનાપૂðતિનું સ્થળ બની ગયું છે. તીર્થસ્થાનોને લોકો ફરવા માટેનું સ્થળ ગણવા લાગ્યા છે. આ કુટેવોમાં સુધારો નહી થાય તો હવેનો સમય એવો આવશે કે લગ્ન, રીસેપ્શન વગેરે પ્રોગ્રામો ધાર્મિક સ્થળે થવા લાગશે. જેનાથી શાસનની હોલના થશે. અને આવું ન થાય તે માટે સંઘમાં સમાજમાં વિશેષ જાગૃતિની જરૃરિયાત છે.

        (ર) જિન પ્રતિમા :- જિન ચૈત્ય વિશે જાણ્યા બાદ ચૈત્યનું મહત્ત્વ જેનાથી છે તે જિનપ્રતિમાનું મહત્ત્વ બતાવવામાં આવે છે. જિન પ્રતિમાને ભવતારિણી ઉપમાં આપવામાં આવી છે. એટલે કે શ્રી વીતરાગ પરમાત્માની પ્રતિમાના આલંબન દ્વારા પણ ભવથી નિસ્તાર પામી શકાય છે. જ્યારે દેવતાઓ સમવસરણ રચે છે. ત્યારે પણ તેઓ જે દિશામાં પરમાત્મા બીરાજમાન હોય તેના સિવાયની ત્રણેય દિશામાં બેઠેલાં લોકોને બરાબર સંધળાય તે માટે પ્રતિબિંબ રચવામાં આવે છે. અને તેના દ્વારા કેટલાય જીવો બોધ પામે છે. આપણે પણ પરમાત્માની પ્રતિમા જોતાં એ જ ભાવથી જોઈએ કે સામે સાક્ષાત્ પરમાત્મા જ બિરાજમાન છે અને તેઓ મને બોધ આપી રહ્યા છે. ચૈત્યવંદન ભાષ્યમાં પણ આલંબનત્રિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ત્રણ આલંબનમાં પ્રથસૂત્રાવલંબન બીજું અર્થાવલંબન અને ત્રીજું છે જેમની સન્મુખ આપણે સૂત્ર, સ્તવન બોલીએ તે પ્રતિમાજીનું પણ આલંબન ધારણ કરવું સૂત્ર બોલતી વખતે અર્થ વિચારવા અને અર્થ વિચારતી વખતે પરમાત્માનાં ગુણો યાદ કરવા અને તે જીવનમાં ઉતારવાનાં પ્રયત્નો કરવાં તે જ પરમાત્માની સાચી સ્તવના છે. પ્રતિમાને પ્રતિમા ન સમજતાં પરમાત્માં સમજવા તે સમકિતનું લક્ષણ છે. અને વીતરાગ એવા પરમાત્માની પાસે જવા માત્રથી પણ આપણાં તમામ પાપો ધોવાઈ શકે છે. કારણ કે વીતરાગ, ત્રણલોકના નાથ, ત્રિકાલાબાધિત છે જેમનું વચન એવા પરમાત્માનું જે શરણ સ્વીકારે તેનો બેડો પાર થાય જ પણ જે પણ જે તેમની આશાતના કરે તે સાતમી નરકે જવાવાળો થાય છે. પ્રતિમાજીને જોતાં મનમાં ભાવો આવે છે કે તે પૃથ્વીકાયના જીવો કેટલાં પુણ્યશાળી હશે કે જેમાંથી આવા પ્રતિમાજી બન્યાં, પણ હું કેવો અભાગી જે મનુષ્ય જન્મ પામ્યો, પંચેન્દ્રિયપણું પામ્યો મહામૂલો જૈન ધર્મ પામ્યો પણ પરમાત્માને પામ્યો નહી; ''પાવિઓ જિણધમ્મો હારીઓ.''

        (૩) જિન આગમ :- આજના સમયમાં જૈન સમાજ માટે વધારે મહત્વનું અંગ હોય તો તે છે જિન આગમ. આગમ એટલે પરમાત્માની વાણીરૃપી અમૃત આપતો મોટો સમુદ્ર જેને ભણવાનો અધિકાર ફક્ત સાધુ ભગવંતોને જ છે. આગમ એટલે સાક્ષાત પરમાત્મા જ છે. એવું કહી શકાય. પરમાત્માની વાણીને ગણધર ભગવંતોએ દ્રાદશાંગીમાં ગૂંથી હતી તેના દ્વારા જ આગમોની રચના થઈ, આમ આગમ એ પરમાત્માની વાળી છે અને સૌથી વધારે મહત્ત્વ કલ્પસૂત્રનું છે. જે પણ આગમનો જ એક ભાગ છે. આવાં આગમ પ્રત્યે હંમેશા વિનય બહુમાન હોવું જોઈએ. જૈનસમાજની કમનસીબી છે કે આપણા ૪પ આગમમાંથી કેટલાંક આપણા જ પ્રમાદને કારણે તથા બેધ્યાનપણાંને કારણે નામશેષ થઈ ગયાં છે. તેમ છતાં આજે પણ જૈનશાસન જોડે કેટલાંક જે બાકી રહી ગયેલા છે તે આગમોનો અતિવિશાળ ખજાનો આસ્તિત્વમાં છે. એટલે કે આજે પણ પરમાત્માની વાણીની પ્રભાવના થઈ શકે તેમ છે. આ આગમોના સારરૃપ પંચપ્રતિક્રમણાદિ ગ્રંથો ભણવા દ્વારા પોતાના આત્માનો ઉદ્ધાર કરી શકે. કારણ કે જ્ઞાન ભણ્યા વગર ક્યારેય જીવ આત્મગુણોમાં રમણતા કરી શકતો નથી. પણ જ્ઞાન પ્રાપ્ત કરીનેય તેને આચરણમાં મુકવામાં આવે તો જ જ્ઞાનની ઉત્તમોત્તમ આરાધના થાય તે જરૃરી છે પણ હાલત એવી છે કે કેટલાંય લોકોને આગમોનાં નામ જ ખબર નથી. તેનાથી વધુ લોકોને આગમ શું છે. તે જ ખબર નથી. તેનાથી વધુ કેટલાંય લોકોને તો એ ખબર જ નથી કે આગમ નામની કોઈ વસ્તુ જૈન શાસનમાં છે. આ તો આગમનું એટલે કે પરમાત્માની વાણીનું એટલે કે પરમાત્માનું જ અપમાન કહેવાય. આ બાબત અત્યંત ગંભીર છે તેમજ તેમાં તાત્કાલિક સુધારો લાવવાની જરૃર છે.

        (૪) સાધુ :- સાધુ ભગવંતોએ જૈન દર્શનમાં ચોથું ક્ષેત્ર બતાવવામાં આવ્યું છે. સાધુ એટલે જૈન સમાજની સૌથી મોટી તાકાત સાધુ કોને કહેવાય તેનાં માટે કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે. જેમ કે સમતા ધારે તેને સાધુ કહેવાય, સાધના કરે તેને સાધુ કહેવાય. સંતોષી હોય તેને સાધુ કહેવાય, સરળતા અપનાવે તે સાધુ. સમભાવમાં રહે તેને સાધુ કહેવાય. મૌન રાખે તે મુનિ આવી કેટલીક વ્યાખ્યા સાધુ ભગવંત માટે થાય પણ સાધુ કોને કહેવાય તેના અર્થમાં કહે છે કે જે સાધુ પછી તે આચાર્ય ભગવંત હોય, ઉપાધ્યાય ભગવંત હોય કે સાધુ ભગવંત - જે પોતાના પદને અનુરૃપ ગુણો ધારણ કરે તે સાધુ કહેવાય. સાધુ એટલે જેમણે સંસારનો તન સાથે મનથી પણ ત્યાગ કર્યો છે, જેમણે વીરના પંથને સહર્ષ સ્વીકારેલો છે, જેમને આવતીકાલની પણ ચિંતા નથી, જેઓ મોતને મહોત્સવ બનાવે છે. તે સાચો સાધુ, સાધુ તે જ કે જેને ક્યારેય પણ કોઈ અમીર કે ગરીબની વચ્ચે ફરક ન દેખાય. જેને ઊંચ-નીચના, રંગ-ભેદનાં ભેદભાવ ન થાય, જેમને સર્વ જીવો પ્રત્ય. કરૃણા હોય તે જ સાચો સાધુ. આ સાધુ પદવી મેળવવાની સૌથી મહત્વની એટલા માટે જ છે કે તે મોક્ષની સીડીને પ્રથમ પગથિયું છે. તીર્થંકર પરમાત્માએ પણ પૂર્વના ભવમાં સંયમ પાળ્યું હોય છે. જેથી ક્રમશઃ કર્મક્ષય કરી તેઓ તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને અંતે મોક્ષે જાય છે. જેમ બારમાં ધોરણમાં ભણતો બાળક પ્રથમ ધોરણ ભણ્યા બાદ જ ધીમે ધીમે બારમાં આવે છે. તેવી જ રીતે મોક્ષ સુધી પહોંચવા સંયમ સ્વીકારવો જ પડે છે. પણ સંયમ લીધા બાદ પણ તેને ઉત્કૃષ્ટ રીતે પાળવું પડે છે. સાધુનું મહત્ત્વ વધારે છે. કારણ કે ગુરૃ જ આપણને ધર્મ બતાવે છે. તે ધર્મ ધ્વારા દેવને પામવાનો માર્ગ બતાવે છે. અને આ સાધુ ભગવંતો જ પરમાત્માનો માર્ગ આગળ વધારે છે. માટે તમેનું મહત્ત્વ જિનશાસનમાં ઝળહળતું જ રહેવું જોઈએ.

        (પ) સાધ્વી :- સાધુ ભગવંત પછી પણ જો કોઈનું મહત્વ હોય તો તે છે સાધ્વીજી મહારાજ સાહેબ. સાધુ ભગવંતો સંઘને માર્ગ બતાવે છે તો સાધ્વીજી ભગવંત તે માર્ગને અપનાવે છે તેમજ સાધ્વીજી ભગવંત શ્રાવિકાઓને તૈયાર કરે છે. સાધ્વીજી ભગવંત શ્રાવિકાઓ દ્વારા ધાર્મનો ફેલાવો કરે છે. સાધુ ભગવંત શાસનની સેવા માટે શ્રાવકોને મજબૂત બનાવે છે. તો સાધ્વીજી ભગવંત શ્રાવિકાઓને પણ ઘર્મમાં મજબૂત બનાવી શ્રાવકોની મદદે રહેવા તેમને તૈયાર કરે છે. જિનશાસનની પ્રભાવના માટે સાધ્વીજી ચગવંતનો પણ ઘણો ફાળો હોય છે. આવાં જ એક સાધ્વીજી દ્વારા જિન શાસનને કલિકાલસર્વજ્ઞા શ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુ હરિભદ્રસૂરિજી મળ્યા હતા. કૃષ્ણ મહારાજા પણ પોતાની દીકરીઓને એક જ પ્રશ્ન કરતાં કે તારે દાસી થવું છે કે રાણી જો દાસી થવું હોય તો લગ્ન કર અને? જો રાણી થવું હોય તો જિનશાસનની સાધ્વી બન. સાચા સુખતો ત્યાં જ પરમાત્મા પાસે છે. આવું મહત્ત્વ હોય છે આ પદવીનું કે રાજા મહારાજાઓએ પણ સંયમીના ચરણોમાં ઝૂંકવું જ પડે છે. હકીકતમાં તો અત્યારે જૈન સમાજની સૌથી વધારે મુશ્કેલીઓ પડવાની સંભાવના રહે છે, તો જૈન સમાજની ફરજ છે કે સાધ્વીજી ભગવંત માટે હંમેશા યોગ્ય વ્યવસ્થા રાખવામાં આવે. કારણકે તેમના દ્વારા પણ ધર્મની પ્રભાવના પુષ્કળ થાય છે. જો તેમને અશાતા પડે તો પણ તે અંતે શાસનહીલનાનું જ કાર્ય છે.

        (૬) શ્રાવક :- સાધુ ભગવંતની ગણના સર્વવિરતિવંતમાં થાય છે તો શ્રાવકની ગણના દેશવિરતિવંતમાં થાય છે. શ્રાવક એટલે જે અંતરાય કર્મના ઉદયે પોતે તો દીક્ષા ન લઈ શક્યો હોય છતાં બાર વ્રત અંગીકાર કરી, સાધુમય જીવન જીવે છે. જે સંસારમાં રહ્યો હોય પણ રમતો ન હોય તેમ છતાં હંમેશા એવી જ વિચારધારા ધરાવતો હોય કે યોગ્ય સંજોગો પણ કેવા ઉત્તમ કોટીના હોય. જૈન ઈતિહાસની ઝલક જોવા જતાં ગણી ન શકાય તેટલાં શ્રાવકોનાં નામો છે જેમણે શાસન માટે ફના થઈ જવાનું પસંદ કર્યું છે તે લગભગ બીજા કોઈએ નથી કર્યું તેમ કહી શકાય. સંઘ એ પચ્ચીસમો તીર્થંકર કહેવાય છે. અને શ્રાવકોનો સમાવેશ ચતુðવિધસંઘમાં થાય છે. સાધુ સાધ્વીજી ભગવંત ઉપદેશ દ્વારા સંઘને મુક્તિનો માર્ગ બતાવે છે. સમકિત અપાવે છે. તો શ્રાવકોની પણ ફરજ છે. કર્તવ્ય છે કે ગુરુ ભગવંતને ક્યારેય પણ અશાતા ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે. શ્રાવક એટલે ધર્મ શાસન આપત્તિમાં કે આવે તો મરી જવા સુધીની તેયારી વાળો હોય. શ્રાવક એટલે જેનાં લોહીમાં પણ પરમાત્માની વાણી એવી એકમેક થઈ હોય કે તે પરમાત્માની આજ્ઞાાની બહાર ક્યારેય ના જાય. શ્રાવક એટલે ખૂન એવું તો ધગધગતું હોય કે શાસનહીલના થાય તો તે ચૂપ બેસી ન રહે. શ્રાવક એટલે એ જ કે વધુ જિનમંદિર બનાવવાની ઈચ્છારાખે, જે પોતાનું ધન સાતે ક્ષેત્ર માટે વધુ વાપરે. જે નીતિમત્તાવાળો હોય જેનાં ઘરમાં ખોટો રૃપિયો ન હોય તે જ સાચો શ્રાવક સાચો. શ્રાવક એટલે જે સાધુનાં શરીરની ચિંતા સાથે સંયમની પણ ચિંતા કરે તે.

        (૭) શ્રાવિકા :- શ્રાવિકા એ સાત ક્ષેત્રનુ છેલ્લુ એવું સાતમું ક્ષેત્ર છે. અન્ય છ ક્ષેત્રની જેમ શ્રાવિકાનું પણ આગવું મહત્ત્વ છે. જૈન ધર્મ પુરૃષપ્રધાન ધર્મ છે છતાં સ્ત્રીનું ઘણું મહત્વ જૈન શાસ્ત્રમાં વર્ણવેલ છે. સ્ત્રી એ ઘરની લક્ષ્મી કહેવાય, પણ આજે પશ્ચિમની સંસ્કૃતિની લપેટમાં આવેલી ભારતીય પ્રજા આ લક્ષ્મીને બાજારમાં લાવવા માંગે છે. જૈન ધર્મમાં સ્ત્રીનું મહત્વ છે એ રીતે કે કોઈપણ તીર્થંકર પરમાત્મા, ચક્રવર્તી, વાસદેવ કે કોઈપણ વીર પુરૃષનો જન્મ કેવી રીતે થશે ? શ્રાવક ગમે તેટલા ઉત્તમ કાર્યો કરે પણ તેને શ્રાવિકા જ પીઠબળ પૂરૃ પાડે છે. શ્રાવિકાને શાસ્ત્રોમાં રત્નકુક્ષીની ઉપમાં આપી છે. ઈતિહાસમાં કેટલાંય એવા ઉદાહરણ બની ગયા છે કે જ્યારે શ્રાવકો આપત્તિ સામે કંઈ ન કરી શકતા ત્યારે શ્રાવિકાએ સામનો કરીને શાસનની હીલના થતી બચાવી છે. શ્રાવિકા તો સુલસા જેવી જોઈએ કે જેની ગમે તેટલી પરીક્ષા કરવામાં આવે છતાં પણ શ્રી જિનેશ્વર ભગવંતે બતાવ્યા માર્ગથી તે વિચલિતન થાય. તેમાં પૂરી શ્રદ્ધા રાખે. શ્રાવિકા હોય તો ચંદનબાળા જેવી કે જેણે પ્રભુમહાવીરને છ માસ ના ઉપવાસ બાદ પારણું કરાવ્યું. અને પારણું કરાવતી વખતે પણ તેનાં ભાવ અતિશય ઉત્તમ હતાં. આમ જૈન શાસનમાં શ્રાવિકાનું મહત્ત્વ પણ અતિશય છે.

        આમ, આ સાતક્ષેત્રનું જિનશાસનમાં અતિશય મહત્ત્વ છે, જે નીચેની પંક્તિ દ્વારા સમજાશે.

                                      It is not a lake;

                   If there are no lilies,

                                      It is not a garden

                   If  there are no roses.

                                      Just like that

                                                             It is not a jin shashan

                                                If there are no seven kshetras.       

                                તે સરોવર સરોવર નથી,

કે જ્યાં કમળ નથી,

                                તે બાગ બાગ નથી,

કે જ્યાં ગુલાબ નથી .

                                તે જ રીતે

તે જૈન શાસન નથી

                                કે જ્યાં સાત ક્ષેત્ર નથી.

વીતરાગની આજ્ઞા વિરૃદ્ધ કાંઈ લખાયું હોય તો

ત્રિવિ ત્રિવિધ

''મિચ્છામી દુક્કડ્મં''

-:સમાપ્ત :-