આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

ર્તુવિધ શ્રી સંઘનું સ્વરૃપ તથા તેમની ફરજો.

        (૧) સાધુ :- જે શ્રાવક, સંસાર ત્યાગી, સાધુ બને છે ત્યારે એક માતાને છોડી, સમગ્ર જિનશાસનની માતાનો એ દીકરો  બને છે. જે ભાવથી સંસારી તેમને વંદન કરે છે તે વંદનને છાજે એવું દર્શન વર્તન - આચરણ કરવાનું સાધુ માટે અનિવાર્ય છે. ફરજ બે પ્રકારની છે :- (૧) સાધુની શાસન પ્રત્યે,(૨) સાધુની શ્રાવક - શ્રાવિકા વૃંદ પ્રત્યે.

(૧) શાસન પ્રત્યે ફરજ :- જે જિનશાસન મળ્યું, જિનેશ્વર ભગવાને ચીંધેલ સર્વવિરતિ ધર્મ મળ્યો ત્યારે જિનેશ્વર ભગવાને બતાવેલ ધર્મમાં આગળ વધવાની ને ધર્મ - શાસનને સાચવવાની, સંકટ સમયે ધર્મ - શાસનને માટે ફના થવા સુધીની સાધુની ફરજ છે. કહેવાય છે કે જીવનમાં કોઈનું સારું ન કરી શકીએ તો બુરુ તો ન જ કરાય. એમ શાસનની સેવા કરવામાં એવી શિથિલતા ન આવી જવી જોઈએ કે જેથી સંસારી જીવોને સાધુ - ધર્મ - શાસન પ્રત્યે અભાવ પેદા થાય. કોઈપણ શાસનના પ્રશ્નો જે સાધુસંસ્થાએ ઉકેલવાના છે તેને પ્રતિષ્ઠાનો કે અહંકારનો વિષય બનાવી, વધારે ગુંચવવાનું ઘોર પાપ તો ન જ થઈ શકે.

        જ્યારે ક્યાંય પણ સાધુસંસ્થામાં કોઈ પ્રશ્ને વિવાદ હોય તો આચાર્ય - ઉપાધ્યાય - સાધુએ જ મળી તેનું નિરાકરણ લાવવું જોઈએ. જ્યારે સંસાર ત્યાગી, રાગ - દ્વેષથી મુક્ત થઈ, મોક્ષની વરમાળા પહેરવા નીકળેલ દરેક આત્મા - સાધુ શાસ્ત્રાનો અભ્યાસ કરીને જ કોઈ ઉચ્ચારણ કરે, અને તે એ પણ જાણતો હોય છે કે મમત ખાતર શાસ્ત્રથી વિરૃદ્ધ કોઈ અભિપ્રાય આપતાં, નરકનાં દ્વાર ખૂલે છે અને સર્વવિરતિ પામનારા સાધુ નરક માટે નહિ પણ મોક્ષ માટે સાધુ બને છે. આવા સંજોગોમાં કોઈ પણ પક્ષ - કોઈ ગચ્છ - અન્યને સાંભળ્યા વિના - સમજ્યા વિના ખોટો કહી, સંસારીજનોમાં ઝેરનાં બીજ રેડે અને તે કટ્ટરતા સાધુમાંથી શ્રાવકવૃંદમાં આવી વેરે - વૈમનસ્યની ભાવના પેદા કરે તે. હરગીજ સાંખી ન લેવાય. જો તમે સોય ન બની શકો તો કાતર બનવાનું કામ હરગીજ ન થઈ શકે. સાધુ એ ઉપદેશક છે, માર્ગદર્શક છે, જંગમ તીર્થ છે. તેને ખોબે - ખોબે આશિર્વાદ આપતા સંઘ - શ્રાવક- શ્રાવિકા અજાણતા પણ સાધુ વિમુખ કે ધર્મવિમુખ ન બને તે જોવાની સૌથી અગત્યની ફરજ છે. શાસ્ત્રમાં હિતકારી વચન, હિતકારી સત્ય કહેવાની શીખ આપેલ છે. કોઈને અહિતકારી વચન કે કઠોર સત્ય કહેવાની શીખ છે ત્યારે પક્ષાપક્ષીમાં થતી જૈન ધર્મની, જૈન શાસનની અવહેલના ક્ષમ્ય ગણાય ? મહાવીરનાં સંતાનો - ચાર ફિરકા - કદાચ એક ન થાય તો એને વધુ દૂર કરવાનું દુષ્કૃત્ય આચરી ન જવાય તે જોવાની સાધુની ખાસ ફરજ છે.

- આગમ - શાસ્ત્રીય ગ્રંથોની જાળવણી

- જ્ઞાનખજાનાની જાણવણી

- તીર્થોની રક્ષા

- સરકારી કાયદાથી શાસન પર થતાં આક્રમણને જાણી તે અંગે યોગ્ય પગલાં લેવા તથા શ્રાવકોને માર્ગદર્શન પૂરૃ પાડી આગળ ધપવા માટે પ્રેરણા કરવી એ ફરજ છે.

        આજે દેવદ્રવ્યની બધે રેલમછેલ છે, સાધારણ ખાતમાં બધે તૂટ છે તો તે અંગે શું રસ્તો નીકળી શકે તેવો શાસ્ત્રીય માર્ગ શોધવાની જરૃર છે. જૈન ધર્મ માં બધા એક થઈ જાય એ પણ સમયનો તકાદો છે.

જ્યારે જૂનાં દેરાસરો તથા પ્રાચીન પ્રતિમાઓ સચવાતી નથી ત્યારે નૂતન જિનાલયો અને નૂતન પ્રતિષ્ઠા માટે વિચાર કરવાનો સમય નથી શું યોગ્ય છે ?

        સાત ક્ષેત્રમાંથી જિનમંદિર, જિનબિંબ, જિનઆગમ પ્રત્યે વધુ ધ્યાન આપી, તેની જાળવણી માટે વધુ પ્રયત્ન કરવાની ફરજ છે. જિનમંદિરમાં ફળ -નૈવુદ્ય શું વ્યવસ્થા કરવી તે બાબત શાસ્ત્રીય એક વાક્યતાની તથા તે મુજબ શ્રવકગણને માર્ગદર્શન આપવાની ફરજ છે. બીજું શ્રાવક - શ્રાવિકા હંમેશા સાધુ-સાધ્વીની સુખશાતા માટે અથાગ પ્રયત્ન કરતા હોય છે. હંમેશા વંદન કરી, સાહેબજી ! કાંઈ ખપ છે નો વિનમ્ર વિનય દાખવે છે ત્યારે તે વિનયને અન્યાય ન થાય તે જોવાની સાધુની ફરજ છે. ચોમાસા પહેલાં કપડા, કામળી, સ્ટેશનરી, ટપાલ, સાબુ, વગેરે જે કોઈ ચીજનો ખપ હોય તે નતમસ્તકે અહોભાવથી વહોરાવે છે. ત્યારે સાધુની ફરજ શું ?

        શ્રાવકના ભાવ પડે તેવું વહોરવું નહીં. ખૂબ જ નાનું કુટુંબ હોય ત્યાં કુટુંબથી વિશેષ સાધુ - સાધ્વીએ વહોરવા પધારી, દોષિત ગોચરીનો અતિચાર ન લાગે તથા શ્રાવકને અભાવ ન થાય તેનું ધ્યાન રાખવું ઘટે, માત્ર શ્રી મંત અને ગરીબની વ્યાખ્યાથી દૂર રહી, ભાવ મુજબ પગલાં - ગોચરીનો જોગ કરવો જોઈએ.

        માત્ર નજીકનાં કે અમુક જ ઘરે ગોચરી વહોરવાને બદલે વિવિધ શ્રાવકોને લાભ આપવો જોઈએ. જેથી વહોરવાની વિનંતી કરનાર શ્રાવકના ભાવ ટકી રહે. શ્રાવકના ભાવ તૂટે એવા આર્થિકબોજો ન પડે તે જોવાનું કામ પણ સાધુનું છે. અહમ્ કે પ્રતિષ્ઠા ખાતર અનુષ્ઠાનો ન થવા જોઈએ. ચાતુર્માસ વિનંતીનો બિનશરતી અને કીર્તિલોલુપતા રહિત સ્વીકાર કરવો જોઈએ. શ્રાવક પાસે દાન માર્ગે ધન મૂર્છા ઉતારવા માટે્રચનાત્મક અભિગમ અપનાવવો જોઈએ. ભક્તવૃંદો પાસેથી બીજા સાધુની નિંદા સાંભળવી નહિ કે બીજાની નિંદા કરવા પ્રેરાય તેવા વચનો ઉચ્ચારવા જોઈએ નહિ. જ્યારે રાગ-ઘ્વેષત્યજીને સંયમ ગ્રહણ કર્યું છે ત્યારે આ મારો - અમારો ઉપાશ્રય, આ મારું - અમારું જિનમંદિર એવા મમત્વનો ત્યાગ કરવો જોઈએ.

        સંસાર ત્યાગ પછી સાધ્વી સમુદાયમાં સાંસારિક વ્યવહારો જેવા વ્યવહારોની અપેક્ષા અભાવકારી છે. સાસુ - વહુના ઝઘડાવી જેમ ગુરુ-શિષ્યાના સંઘર્ષ - શિષ્યાના માતા-પિતા દ્વારા. અમુક આચાર - વ્યવહારની ગુરુની અપેક્ષા અસ્થાને જણાય. બીજું આજનાં યુગમાં સાધ્વીજી ભગવંતો માટે સંયમજીવન જીવવું થોડું દોહ્યલું બનેલ છે તે બાબતે ખૂબ જ ચિંતન મનોમંથનની જરુર છે. ચારિત્રને ડાઘ ન પડે તે જોવાની સહુની ફરજ છે. હાલમાં ચાલતા બે પંથ વચ્ચે વિવાદને કોઈ સુયોગ્ય લવાદ રાખી, બન્ને પક્ષોએ શાસ્ત્રપાઠ આગળ ધરી, લવાદના નિર્ણયને બંધનકર્તા થવા તૈયારી દર્શાવવી જોઈએ. મારી દૃષ્ટિએ સાધુસંસ્થાની આજના સમયે સૌથી મોટી અને અગત્યની ફરજ આ છે.

        ટ્રસ્ટો, જૈન મંદિરો, ઉપાશ્રયોને મળેલ દાનનું યોગ્ય વિશ્લેષણ - વર્ગીકરણ કરાવી, તેનો યોગ્ય ઉપયોગ થાય તેવું સર્વમાન્ય શાસ્ત્રીયજ્ઞાન શ્રાવક - શ્રાવિકાને માર્ગદર્શન મળે તેવી રીતે પ્રદાન કરવું જોઈએ. આધુનિક યુગમાં સાધુ સંસ્થાને વર્જ્ય એવી વીજળી, ફોન વગેરેનો ઉપયોગ કરવા (છૂટ લેતા) સાધુ પ્રત્યે લાલ આંખ કરી અટકાવવા જોઈએ.

        સંઘમાં અનોપચંદજી જેવા, સાધુની ભૂલ કાઢનાર શ્રાવક પર ઈતિહાસ બતાવે છે તો તે બહુશ્રુત, વિદ્વાન શ્રાવકોની પણ ઉપેક્ષા ન કરી, વિનયપૂર્વક સાચી જ્ઞાનની વાત સ્વીકારતાં શીખવું જોઈએ. 'મારૃ એ સાચું' ને બદલે 'સાચું એ મારું અભિગમ કેળવાશે તો ઘણા બધાં પ્રશ્નો આપોઆપ હલ થઈ જશે.    

        (૨) શ્રાવક - શ્રાવિકાની ફરજો :- (૧) શાસન પ્રત્યે, (૨) સાધુ - સંસ્થા પ્રત્યે, શ્રાવક-શ્રાવિકાની એકબીજા પ્રત્યે, (૪) શ્રાવકની - શ્રાવક પ્રત્યે.

        (૧) શાસન પ્રત્યે :શાસનના કોઈપણ કામમાં તન, મન, ધનનું યોગદાન. તથા જરૃર પડયે શાસન માટે ફના થવા સુધીની તૈયારી હોવી ઘટે શાસનની શોભામાં ચાર ચાંદ લાગે તેવું વર્તન, વિચાર પ્રાકટય તથા વચનોચ્ચાર અપેક્ષિત છે. શાસનની અવહેલના થાય તેવી પ્રવૃત્તિ કરવી. કરાવવી કે અનુમોદવી ન જોઈએ. જિનમંદિર, જિનબિંબ, જિનઆગમની રક્ષા, જાળવણી તથા સુદીર્ધકાળ મળી રહે તેવો વારસો આપવાની ફરજ છે. ધર્મમાં પૈસો-લક્ષ્મીમૂર્છા ઉતારવા માટે વાપરવાની છે. તે કીર્તિદાનમાં પલટાઈ, ભયંકર સંસારમાં લપટાવે તેમ ન થાય તે જોવાની સંપૂર્ણ કાળજી રાખવાની ફરજ છે.

        આધુનિક જિનાલયો, ધર્મશાળાઓ બાંધવાની ઘેલછામાં અશાસ્ત્રીય નિર્માણ ન થાય, ધર્મસ્થાન હરવા - ફરવાનું - ખાવા- પીવાનું-મોજમઝાનું - પર્યટનનું માત્ર, સ્થળ બની ન રહે તે જોવાની ફરજ છે. સાથોસાથ આ નૂતન જિનાલયોના નિર્માણ થતાં, પ્રાચીન સ્થળો પ્રત્યે દુર્લક્ષ્ય ન સેવાય સંપૂર્ણ બેદરકાર ન રહીએ તે જોવાની પણ ફરજ છે. આગમોની હસ્તલિખિત પ્રતો બનાવી, વર્ષોપર્યંત જાળવી શકાય તે માટે સાધુસંસ્થાના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ કરી, અમૂલ્ય ખજાનાની, ધર્મની જાળવણી માટે પૂરતુ ધ્યાન આપવું જોઈએ. જે સમાજમાં રહે છે તેનાથી અતડા કે અળગા થઈ, અવ્યવહારુ તથા ધર્મ અરૃચિકર, અભાવ પેદા કરનારા વર્તન હરગીજ ન કરવું જોઈએ.

        સાધુ - સાધ્વી પ્રત્યે ફરજ :- જેમણે માતા - પિતા, પતિ-પત્નિ, ભાઈ-બહેન, પુત્ર - પુત્રી, સગા-સંબંધી, વગેરેને ત્યાગી વીરના માર્ગને વર્યા છે તેના સ્વજન બનવાની સૌથી અગત્યની ફરજ છે. તેમની માંદગી, લોચની ક્રિયા, વિહાર બાદ વિશ્રામ, વૃદ્ધાવસ્થામાં વિહારની તકલીફ સમયે સ્થાયી વસવાટની જરૃર પડે. તેમના જ્ઞાન - ધ્યાન માટે પંડિતોનીધન વ્યવસ્થા, વાંચન માટે પુસ્તકોની જરૃરિયાત પૂરી કરવી, ચાતુર્માસ દરમ્યાન સાધુ પ્રત્યે અવિનય ન થાય તથા ચોમાસામાં સાધુને વિહાર કરવાનું મન થઈ જાય તેવી ઉચાટભરી પરિસ્થિતિનું નિર્માણ ન કરવું.

        સાધુ - સાધ્વી માટે સાંજની ગોચરી એક મોટી સમસ્યા છે તે માટે શ્રાવકના આચાર આચરી, નિર્દોષ ગોચરી મળી રહે તેવો પ્રયત્ન કરવો જોઈએ. ઉપાશ્રય માત્ર કોઈક સમુદાયના સાધુ - સાધ્વી માટે જે આરક્ષિત, નિયત સમય માટે જ ઉપાશ્રયનો આશ્રય વગેરે નિમ્ન વિચારોને બાજુ પર રાખી, જે ઉમદા વિચારથી દાતાઓએ ઉપાશ્રય બનાવેલ છે, તેનું ઔચિત્ય જળવાય, તેમની ઉમદા આશયોને પુષ્ટિકર્તા વર્તન કરવું જોઈએ.

        'સાધુએ માયું મુંડન કરાવેલ છે મન મુંડન નથી કરાવ્યું. એ ,પણ આખરે માણસ છે. માણસમાત્ર ભૂલને પાત્ર. તેમ તેમની કોઈ ભૂલ થાય તો છાપે ચડાવવાને બદલે કે તેમની ફજેતી કરવાને બદલે બંધ બારણે સુબુદ્ધિપૂર્વકનો ઉકેલ લાવી, ઘરમેળે પ્રશ્ન હલ કરવો જેથી શાસનની અવહેલના ન થાય.

શ્રાવકની શ્રાવિકા પ્રત્યે ફરજ :-  પિયરને, સ્વજનોને અલવિદા કરીને આવેલ સ્ત્રી - શ્રાવિકાને મહેણાં - ટોણાં - દહેજની માંગણી, કામવાળી જેવો વર્તાવ - ધર્મ માટે સદાય અનિચ્છા યા દબાણથી નનૈયો જ ભણવો. ઘરના દરેક વ્યક્તિ ઓએ તેની અપેક્ષા રાખવી અને તેના પ્રત્યે ઘરના દરેક સભ્યે દુર્લક્ષ્ય સેવવું. સાધુ - સાધ્વી સાથેના સંપર્ક, ગોચરી વહોરાવવામાં બાધારૃપ બનવું, તેની દરેક સાંસારિક / આધ્યાત્મિક પ્રવૃત્તિને વખોડવી. પુરુષપ્રધાન સમાજમાં જોહુકમીથી જ વર્તન કરવું. વગેરે ધર્મને સમજનાર શ્રાવક માટે શરમજનક છે. ઘરમાં પરણીને લાવેલ શ્રાવિકાને ઉચિત માન, સન્માન, પિયરમાંથી આવેલ નવોઢાને હૂંફ આપવી, દીકરી સમાન રાખવી તથા ધાðમિક ક્રિયા માટે અવરોધ ન કરવો જોઈએ. બાળકો ઉપર કુસંસ્કાર પડે તેવી મારપીટ, અયોગ્ય ભાષા ઉચ્ચારણ તથા સંતાનો ધર્મવિમુખ બને તેવું વર્તન ન કરવું જોઈએ.

શ્રાવિકાની - શ્રાવક પ્રત્યે ફરજ :-  કદાચ ધર્મના સંસ્કાર હોય તો સંસારમાં પરિસ્થિતિને અનુરૃપ ધર્મ કરવો જોઈએ. કોઈને પણ ધર્મ પ્રત્યે અભાવ પેદા થાય તેવી ધર્મક્રિયા, તપ વગેરે ન કરવા જોઈએ. સંસાર માંડયા પછી પતિ તથા કુટુંબ પ્રત્યે એક આગવી ફરજ છે. ધર્માંધતા કે જડતાથી ધર્મઆચરણ કરી, પતિ કે કુટુંબ પ્રત્યેની ઉપેક્ષા, સાંસારિક જવાબદારી અદા કરવામાં નિષ્ઠુર થવું હરગિજ યોગ્ય નથી. સ્કૂલે જતાં બાળકોનો સમય, વૃદ્ધ સાસુ - સસરાની જરૃરિયાત તથા માંદગી હોય તો સેવા ચાકરી કરવાની આમ ફરજ છે.

શ્રાવકની શ્રાવિકા પ્રત્યે ફરજ :- ધન ની છોળમાં રમતા ધીકતા શ્રાવકે, જેને બે ટંકનું અનાજ પણ નથી મળતું એવા સાઘર્મિકની ચિંતા કરી, તેના સ્વમાનને ઠેસ ન પહોંચે તથા જો એ સશક્ત હોય તો તે કામચોર ન બને તે રીતે સહાય કરવી જોઈએ. સામે જ્યારે કોઈએ જરૃરિયાતના સમયે આર્થિક મદદ કરી હોય તેનો જિંદગીભર ઉપકાર માની, મગજમાં ઋણસ્વીકારની ભાવના હંમેશ હોવી જોઈએ. અને તે સદ્ધરતા આવતાં નૈતિકતાના ધોરણોને નેવે મૂકી, ઉપકાર ભૂલી ઋણ પરત ચૂકવવામાં ગલ્લા તલ્લા કરવા કે, ''થાય તે કરી લો'' એવા શબ્દો ઉચ્ચારી, બીજી સાઘર્મિકસહાય પ્રત્યે અટકાવવાનો પ્રયત્ન હરગિજ ન કરવો જોઈએ. બાધારૃપ બનવાનું પાપ ન લગાડવું જોઈએ. એક શ્રાવકે બીજા શ્રાવકનમ કલ્યાણમિત્ર બનવાની કોશિશ કરવી જોઈએ.

સૂચન :- શક્ય હોય તો શાસ્ત્રીય પદાર્થોનો અભ્યાસ કરી, સાધુ - સાધ્વી માટે દરેક સંઘો ૫-૧૦ કે ૨૦ સાધુ - સાધ્વીના મેડીક્લેમની જવાબદારી સ્વીકારી લે, તો વૈયાવચ્ચમાં ઘણી ઓછી આðથિક તકલીફ પડે.

ઉપસંહાર :-

શ્રી ચર્તુવિધ સંઘનું સ્વરૃપ અને તેની ફરજો માટે મૌલીક વિચારો દર્શાવતા, શાસ્ત્રીય આજ્ઞાભંગ હોય, શાસ્ત્ર વિરુદ્ઘકાંઈ લખાયું હોય તો મન, વચન, કાયાના યોગથી ત્રિવિધે, ત્રિવિધે

મિચ્છા મિ દુક્કડમ્