આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

આ પણ જાણો... જાપાન

v    શું તમે જાણતા હતા કે, જાપાનના બાળકો પ્રતિદિન કલાકનો એક ચતુર્થાંશ સમય શિક્ષકો સાથે શાળાની સફાઈ કરે છે, કે જેણે જાપાનની પેઢીનો આવિર્ભાવ કર્યો તેઓ વિનયી અને સ્વચ્છતાના આગ્રહી છે.

v    શું તમે જાણતા હતા કે જાપાનના કોઈપણ નાગરિક પાસે કૂતરો હોય તો તેણે એક બેગ સાથે રાખવી પડે છે. આ ખાસ બેગ કૂતરાની ચરક એકઠી કરવા માટે. આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધે તેઓની જાગૃતિ અને સ્વચ્છતા ચોખ્ખાઈ એ જાપાનના લોકોની નીતિશાસ્ત્રના એક ભાગરૃપ છે તેની જાળવણી માટેની તેઓની તત્પરતા એટલી જ છે.

v    શું તમે જાણતા હતા કે, સ્વાસ્થ્ય-કાર્યકરને જાપાનમાં આરોગ્ય એન્જિનિયર કહેવામાં આવે છે અને તે દર મહિને પ૦૦ થી ૮૦૦૦ યુએસડી પગાર મેળવે છે. તેણે લેખિત અને મૌખિક પરીક્ષાઓ (ટેસ્ટસ) પાસ કરવી પડે છે.

v    શું જાણતા હતા કે, જાપાન પાસે કોઈ કુદરતી સ્ત્રોતો નથી, અને તેઓને વરસે દહાડે મોટી સંખ્યામાં ધરતીકંપોનો સામનો કરવો પડતો હોય છે, છતાં તેને વિશ્વનું બીજા નંબરનું અર્થતંત્ર બનતા કોઈ અટકાવી શક્યું નથી.

v    શું જાણતા હતા કે, અણુબોમ્બ પડ્યા પહેલાં જેટલું આર્થિક રીતે વાઈબ્રન્ટ હતું તે સ્થિતિ હીરોશિમાએ માત્ર દસ વર્ષમાં પાછી મેળવી લીધી ?

v    શું જાણતા હતા કે, જાપાન મોબાઈલનો ઉપયોગ ટ્રેઈનો, રેસ્ટોરન્ટો અને ઈન્ડોરમાં અટકાવે છે ?

v    શું જાણતા હતા કે, જાપાનના વિદ્યાર્થીઓને પ્રથમ ધોરણથી છ સુધી પ્રાથમિક વર્ષ સુધીમાં પ્રજા સાથે સદ્વર્તન શીખવું ફરજિયાત છે ?

v    શું જાણતા હતા કે, જાપાનના લોકો વિશ્વના ધનાઢ્ય લોકો પૈકીના એક હોવા છતાં તેઓ નોકર રાખતા નથી. રહેઠાણ અને બાળકો માટે વાલીઓ (માતા-પિતા) જવાબદાર છે.

v    શું જાણતા હતા કે, જાપાનમાં પ્રાથમિક કક્ષાએ ધોરણ એક થી ત્રણમાં કોઈ પરીક્ષા લેવાતી નથી ? કારણ કે, શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષા અને મતારોપણી નહીં, પરંતુ સંકલ્પનાઓ તથા ચારિત્ર્ય ઘડતરની રોપણી કરવાનો પણ છે.

v    શું જાણતા હતા કે, જાપાનામાં બૂફે-રેસ્ટોરન્ટમાં જશો તમે જોશો કે કોઈ બગાડ કર્યા વગર લોકો તેમને જોઈતું હોય તેટલું જ ખાશે ? કોઈ બગાડયુક્ત ફૂડ નહીં.

v    શું જાણતા હતા કે, જાપાનમાં ટ્રેઈનો મોડો પડવાનો દર વરસે સાત સેકન્ડ છે. તેઓને સમયનું મૂલ્ય ઘણું છે. તેઓ મિનિટ અને સેકન્ડવાર ખૂબ જ સમય-સાવધ નિયમિત છે.

v    શું જાણતા હતા કે, જાપાનના બાળકો દાંતને બ્રશ કરે છે અને શાળામાં ભોજન બાદ તેમનાં દાંત સાફ કરે છે. તેઓ નાની વયથી જ આરોગ્યની કાળજી લે છે.

v    શું જાણતા હતા કે, ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય તે માટે વિદ્યાર્થીઓને ભોજન પૂરું કરવા અડધો કલક લે છે ? જ્યારે આ ફિકર અંગે ધ્યાન દોરવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે બાળકો જાપાનના ભાવિ છે.