આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

મંઝિલ એટલે ?

ઉપરવાળા મહાન જાદુગરે ભલે અબજો મનુષ્યોનું સર્જન કર્યું. તો પણ ન જાણે તેની જોડે દેહ બનાવટના એટલા તે કેટલા રસાયણો છે કે કોઈનું મુખ કોઈની જોડે મેચ જ ના થાય.

અબજો માનવી-અબજો રૃપ.

તેવું જ કાંઈ મંઝિલની બાબતે છે.

જાણે કે પૂરો માનવ સમુદાય આ બાબતે પ્રભુ જોડે રેસમાં છે. જો તમે આટલા બધા અલગ અલગ મંઝિલ પસંદ ના કરીએ ? દરેકના મનમાં સર્વજ્ઞ ભાષિત ધ્યેય કરતાં અલગ જ વસ્તુ મેળવવાની ઝંખના હોય છે અને આ વાતે સર્વ માનવોમાં જબરદસ્ત 'એકતા' (!) છે.

આ અબજોમાંથી હવે ખાલી રની વાત કરીએ. મારી અને તમારી, હું અને તમે.

પરમની વાત પરમ જ સાથે મેં ઘરી કરી, તમે પણ તે સાંભળી. હવે આજે પરવરદિગારને થોડો આરામ દઈએ અને માત્ર આપણે બે જણાં એકાંતમાં બેસી વાતો કરીએ.

વાત પરમની જ છે. પરમે જ કીધેલી છે. પરંતુ કરવી છે પરમના પ્યારા જોડે... દિલથી વાત કરવી છે. મૂંઝવણ ભરેલી મંઝિલને બાળકના દિલ જેવી સાફ કરવી છે. આ એક એવી વાત છે કે જે મારા-તમારા સમેત દરેકની જિંદગીમાં ટકરાતી જ રહે છે.

કોઈને દોષ દેવો નથી, કોઈના દુર્ગુણોનું બેસૂરું ગાન નથી ગાવું કે ન્યાયાધીશની જેમ કોઈના માટે ચુકાદો પણ આપવો નથી.

માત્રે ને માત્ર મારી અને તમારી વાત.