આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                    હૃદયંગમ સત્ય ઘટના....

આપણે અહીં પ્રસ્તુત વાતના જીવંત સ્વરૃપ સમી એક ઘટના નિહાળીશું. ઘટના સત્ય છે, હૃદયસ્પર્શી છે અને વિદેશની ભૂમિ પર બનેલી છે.

જો એને હૃદયની નિષ્ઠાપૂર્વક વાંચીશું તો જરૃર આપણા મનમાં પણ અન્યોની કાળજી લેવાના ભાવો પ્રસ્ફુટ બન્યા વિના નહિ રહે અને એ માટે ક્યાંક સંપત્તિના-ક્યાંક શક્તિના તો ક્યાંક સહાનુભૂતિના દાન કર્યા વિના આપણું હૈયું નહિ રહે. આ રહી એ હૃદયંગમ સત્ય ઘટના....

કેન્યાની સમીપમાં આવેલો એ દેશ હતો યુગાન્ડા. કાગડાઓને ય ગોરા કહેવરાવે અને નરકના રાક્ષસોની યાદ અપાવે તેવો ત્યાંનો હબસી સરમુખત્યાર હતો ઈદીઅમીન. સારા બન્યા વિના જેઓ મહત્ત્વના બન્યા છે માનવના ખોળિયે તેઓ શયતાન બન્યા છે. આ ઉક્તિને અક્ષરશઃ સત્ય ઠેરવવા માટે મચી પડેલો એ ક્રૂર સરમુખત્યાર હતો.

યુગાન્ડાની રાજધાની કમ્પાલા શહેરમાં મંજુબહેન પંચાલ અને જનકભાઈ પંચાલ નામના ગુજરાતી અબજોપતિ દંપતી વસતું હતું. એમની આખી સોસાયટીમાં લગભગ ત્રીસેક આલીશાન મકાનો હતા. બધા જ મકાનો અબજોપતિઓના હતા અને એય ગુજરાતી અબજોપતિઓના.

એક સવારની વાત. જનકભાઈ સ્નાન કરીને પોતાના ઘરમાં બનાવેલા નાનકડા મંદિરમાં પૂજા-પાઠ કરતા હતા ત્યાં જ ઘરની બહાર એક સાથે ત્રણ-ચાર વાહનો ઊભા રહેવાનો અવાજ સંભળાયો.

ચંદક્ષણોમાં તો લશ્કરી બૂટની ધડબડાટી બોલી ઊઠી અને ત્યારબાદ જુસ્સાભેર ખટખટાવાતો જનકભાઈનો દરવાજો ધણધણી ઊઠ્યો.

મંજુબહેને દરવાજો ખોલ્યો. સામે પેલા શયતાન સરમુખત્યારના કાળિયા રાક્ષસ સૈનિકો ભયાવહ હાસ્ય કરતા ઊભા હતા. એમને જોતાં જ મંજુબહેને મોટી પોક મૂકી. હા, તેઓ જાણતા હતા કે આ રાક્ષસો પોતાના પતિ જનકભાઈને જ લઈ જવા આવી પહોંચ્યા છે અને એકવાર ઈદી અમીન પાસે એમને લઈ જવાય પછી એ શયતાન એમને જીવતો છોડવાનો નહોતો. એય મંજુબહેન જાણતા હતા. આથી એમનું કરૃણ રૃદન વાસ્તવિક હતું.

અલબત્ત, આવી કરૃણ રોક્કળ ઉપર દયા ભાવ ધરવાનો અંશતઃ પણ વિચાર કરે તો એ કાળિયા સૈનિકો પેલા શયતાન સરમુખત્યારના નોકરો શેના ? એમણે તરત જ સ્વાહીલી ભાષામાં જનકભાઈને હાજર કરવાનો આદેશ આપ્યો અને ચંદક્ષણોમાં ન હાજર થાય તો ઘરનો ખૂણે ખૂણો ફેંદીને પોતે સ્વયં શોધી લેશે એવી ધમકી પણ... અને વળી મંજુબહેનના કરૃણ રૃદન પર એ રાક્ષસો અટ્ટહાસ્ય કરવા માંડ્યા. એટલામાં જનકભાઈની બંને દીકરીઓ અને એક દીકરો પણ દિવાનખંડમાં આવી પહોંચ્યા હતા. એ ભયાવહ દૃશ્ય નિહાળી તેઓ પણ ધ્રૂજી રહ્યા હતા.

જનકભાઈ આવી પહોંચ્યા. પત્નીને અને વહાલાં બાળકોને અંતિમવાર મળીને અને ઈશ્વરને નમસ્કાર કરીને તેમણે પેલા રાક્ષસો સાથે ચાલવા ડગ ભર્યું. ત્યાં જ કાંઈક યાદ આવતા તેમણે સૈનિકોને વિનંતી કરી કે મને એક મિનિટનો સમય આપો. હમણાં જ હું આવું છું. સૈનિકોએ સ્વાહીલી ભાષામાં કરડાકીભરી રજા આપી.

જનકભાઈ જૂજ ક્ષણોમાં જ એક ફાઈલ લઈ આવી પહોંચ્યા. ફાઈલ જોતાં જ પેલા કાળિયા રાક્ષસોએ કટાક્ષમાં વળી એક અટ્ટહાસ્ય વેર્યું. લશ્કરી વાહનોમાં જનકભાઈ અને કાળિયા રાક્ષસો રવાના થયા.

કમ્પાલાની આ સોસાયટીમાં ઈદીઅમીને પાછલા બાર દિવસથી આ રીતનો કાળો કેર મચાવ્યો હતો. આ ગુજરાતી પરિવારોેને તે પોતાના દેશના લુંટારું સમજતો હતો. બદમાશ ગણતો હતો. પોતાના નાગરિકોના શોષક તરીકે તેને જોતો હતો અને એ તમામ પરિવારોને નામશેષ કરવાનું તેણે નક્કી કર્યું હતું. એ ક્રૂર પદ્ધતિનો તેણે છેલ્લા બાર દિવસથી પ્રારંભ કર્યો હતો. રોજ આ જ રીતે લશ્કરી વાહનો આવતા પછી એક-એક ઘરના વડીલને આજ રીતે ક્રૂર શાસક ઈદીઅમીન પાસે લઈ જવામાં આવતા હતા અને પછી ઈદી અમીન ગાળોનો વરસાદ વરસાવતા અને અટ્ટહાસ્ય રેલાવતા રેલાવતાં તેને ગોળીઓથી શૂટ કરી દેતો હતો. મૃતકના લોહીલુહાણ શબને વળી પેલા રાક્ષસ સૈનિકો વાહનમાં લાવતા ને સોસાયટીની બહારના મેદાનમાં કોથળો નાંખતા હોય તેમ નાંખીને રવાના થઈ જતાં હતા. ઘરના સભ્યો ઘર રેઢું મૂકીને રોક્કળ મચાવતાં લાશની આસપાસમાં એકઠા થઈ જતા. આખી સોસાયટી ભેગી થઈ જતી. ચાર-પાંચ કલાક સુધી આ બધું ચાલતું હતું.

ત્યારબાદ મૃતકની અંતિમવિધિ કરીને તેઓ પોતાના ઘરે જતા ત્યારે... ત્યારે ત્યાં ઘર ન દેખાતું- બલ્કે લૂંટાયેલું ખંડેર દેખાતું. ઈદી અમીનના ગોઠવેલા હબસી નાગરિકો ઘર રેઢું થતાં જ અંદર પહોંચીને લૂંટ ચલાવતા હતા. ચાર-પાંચ કલાક પર્યંત સ્વજનો માટે આંસુ વેરતા હોય ત્યારે અહીં લુંટારુઓ તેના જીવનનો સર્વનાશ વેરતા હોય.

માત્ર અડધા દિવસમાં આ રીતે એ શયતાન સરમુખત્યાર આ ગુર્જર પરિવારોને અબજોપતિમાંથી રોડપતિ બનાવી દેતો હતો અને પોતાની હબસી પ્રજાને પૈસાદાર. પરદેશી ભૂમિ હોય, પરદેશી લોકો હોય અને એમાં દયાહીન શાસકનું શાસન હોય ત્યાં એ ગુજરાતીઓ આંસુ સારવા સિવાય બીજું કરી પણ શું શકે ભલા ?

બસ, બાર દિવસથી સતત ચાલતા એ સિલસિલામાં આજે પેલા જનકભાઈ પંચાલનો નંબર લાગ્યો હતો. તેમને ઈદીઅમીનની સમક્ષ હાજર કરવામાં આવ્યા. સામે જ કાળાડિબાંગ વાદળાથીય વધુ શ્યામ વર્ણ ધરાવતો અને સિંહથી ય વધુ ક્રૂર મિજાજ ધરાવતો ઈદીઅમીન અર્ધ ખુલ્લા દેહે સિંહાસન ઉપર શરાબની મહેફિલ ઉડાવતો બેઠો હતો. જનકભાઈની નજર ઈદીઅમીનને મળતા જ તેમણે ત્યાંની સ્વાહીલી ભાષામાં સલામ ભરતા વિવેક કર્યો. 'નમનાગાની ? (કેમ છો ?)'

સાંભળીને ઈદીઅમીને હાસ્ય વેરતા ઉત્તર આપ્યો ઃ 'મઝૂરી ! મઝૂરી ! (ખૂબ જ સુંદર)'

અને પછી વળતી જ ક્ષણે કાચિંડાની જેમ મિજાજનો રંગ બદલીને તેણે જનકભાઈને ગાળો દેવા માંડી ઃ 'યુ બ્લડી ઈડિયટ બદમાશ, લુંટારું, હરામખોર. અમારા દેશમાં આવીને તે અમારા નાગરિકોનું શોષણ કર્યું છે. અમારા લોકોને લૂંટ્યા. હેરાન કર્યા ને તું અબજોપતિ બની બેઠો. અમારી સરકારને નુકસાન કરાવ્યું. બદમારશ તને આ ઈદીઅમીનનો ય ડર ન લાગ્યો ? હું તને હવે નહિ છોડું. જાનથી જઈશ આજે તું...'

'વન મિનિટ, યોર હાઈનેસ સર ! ઈદીઅમીનનું બોલવાનું અવિરત ચાલુ જ હતું ત્યાં જ જનકભાઈએ તેમને વિનંતીના સૂરમાં અટકાવીને કહ્યું ઃ 'સર ! તમારી ભૂલ થતી લાગે છે. મેં તો તમારી સરકારને નુકસાન નહિ, અનેકગણો ફાયદો કરાવ્યો છે. મારી પાસે દરેક કાગળો છે. આપ એકવાર મારા હાથમાં રહેલી આ ફાઈલ જોઈ લો.'

કોણ જાણે ઈદીઅમીનના મનમાં ત્યારે શું થયું ? આમ તો તેણે આવી ફાઈલોમાં રસ હતો જ નહિ. તેણે તો આ ગુજરાતીઓને શૂટ કરીને તેમની સંપત્તિ પડાવવામાં જ રસ હતો. છતાંય તે સમયે ફાઈલ ઉપર ઉપલકદૃષ્ટિ નાંખવાના ઈરાદાથી તેણે કહ્યું ઃ 'ઠીક છે લાવ. આજે મરી જ રહ્યો છે તો લાવ. તારી અંતિમ ઈચ્છા પૂરી કરી લઉં.' અને સ્વરમાં તેણે વળી ક્રૂર હાસ્ય ભેળવ્યું.

ફાઈના કાગળોને જોયા ન જોયા કરીને તે ઝડપથી ફેરવી રહ્યો હતો. ત્યાં જ એક કાગળ પર તેની દૃષ્ટિ અટકી ગઈ. ફાઈના પાના ફરતા અટકી ગયા. ઈદીઅમીન સ્થિર નજરે એ કાગળને જોઈ રહ્યો હતો. ક્ષણ-બેક્ષણ- ત્રણ ક્ષણ અને એના મુખ પરની ક્રૂરતા ઓસરવા માંડી.

ઈદીઅમીનની ક્રૂરતા જે કાગળ જોતાં જ ઓગળી ગઈ તે કોઈ કાગળ ન હોતો. પરંતુ અનાયાસે જ એ ફાઈલમાં રહી ગયેલું એક પેપરકટિંગ હતું. યુગાન્ડાના સરકારી દૈનિકપત્રે તેમાં ફોટા સાથેના એક ન્યૂઝ છાપ્યા હતા ઃ 'ગુજરાતી શ્રીમંત પરિવારે કમ્પાલાની એક હબસી બાળકોને પ્રેમથી ભોજન કરાવ્યું.' નીચે નાની કોલમોમાં તેની ડિટેઈલ્સ હતી અને ફોટામાં બાળકોને પ્રેમપૂર્વક સ્વયં ભોજન આપતાં જનકભાઈ પંચાલ હતા.

ગયા વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી સ્વરૃપે તેમણે આ નાનકડું પણ સરસ મજાનું સુકૃત્ય કર્યું હતું. ઈદીઅમીનની ક્રૂરતા આ સમાચાર વાંચીને અને તસવીર નિહાળીને જાણે ઓસરી ગઈ હતી.

તેણે સૈનિકોને બોલાવવા માટે સાદ દીધો ઃ 'સૈનિકો જલ્દી આવો અને પછી દોડતા આવી પહોંચેલા સૈનિકોને આદેશ કર્યો ઃ 'આ ભાઈ જે મારી સામે ઊભો છે ને એણે મારવાનો નથી. એ તો ખૂબ સારો માણસ છે. મારા હબસી બાળકોને ભોજન કરાવ્યું છે એણે. સન્માનપૂર્વક એને એનાં ઘરે મૂકી આવો.'

અમીનના આદેશનો અમલ થયો. જ્યારે માનમરતબા સાથે જનકભાઈ સહી સલામત ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં અને સમગ્ર સોસાયટીમાં આશ્ચર્ય સાથે આનંદનું વણકલ્પ્યું મોજું ફરી વળ્યું.

પર માટે થોડું કયું હતું ને બદલામાં જાણે આખું જીવન મળ્યું હતું. પોતાના દ્વારા થયેલા નાનકડાં એક સત્કાર્યનો મહિમા નજરોનજર નિહાળ્યા બાદ જનકભાઈ પંચાલે ત્યારબાદ તો પોતાનું સમગ્ર જીવન પરના કાજે સમર્પી દીધું હતું.

આપણે જાતને જ પૂછીએ કે જાત માટે આજ પર્યંત ઘણું મથ્યા પણ જગત માટે કંઈક કરવાનીય દરકાર આપણે કરી ખરી ? સ્વ માટે ઘણું કર્યું પણ પર માટે યત્કિચિત્ પણ કાંઈ કર્યું ખરું ? એ યત્કિચિત્ સંપત્તિના દાનરૃપે જ હોય એમ નથી. એ સંપત્તિના દાન ઉપરાંત કોઈની મદદ કરવા દ્વારા સહયોગના દાન સ્વરૃપે, કોઈને દિલાસો આપવા દ્વારા સહાનુભૂતિના દાન સ્વરૃપે કે અન્ય કોઈપણ સ્વરૃપે હોઈ શકે છે.

આપણે એમાંથી કાંઈક પણ યથાશક્તિ કરતાં રહીએ જેથી સંસારયાત્રામાં ક્યારેક યુગાન્ડાના પેલા ઈદીઅમીન જેવા નરપિશાચનો પનારો પડે તો તેને જવાબ આપવા માટે આપણી તૈયારી હોય.

અંતે પેલા ઈંગ્લિશ સુવાક્યનો પ્રેરક સંદેશ અંતરમાં કોતરી લઈએ કે... 'Care more for other than for yourself. You will success more surely.' અર્થાત્ જીવનમાં જો ખૂબ સફળ થવું છે તો જાત કરતાં અન્યો માટે કાળજી વધુ રાખો.