આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  અષાઢ સુદ છઠ ગુરુવાર   Dt: 29-06-2017અમાવસ્યા કિસ માસ ન મેં નહીં આતી, થકાવટ કિસ રાત મેં નહીં આતી, ઈસ સંસાર મેં કોઈ બતાઓ તો સહી, સમસ્યા કિસ રાહ મેં નહીં આતી…

ભયનું કારણ

જીવને ભય લાગે છે, તેનું કારણ માત્ર એક જ છે કે તે બીજાને પોતાનાથી ભિન્ન તરીકે જુએ છે.

જ્યાં ભેદ ત્યાં ભય છે અને અભેદ ત્યાં અભય છે.

ભેદની ભાવના એ જ સર્વ અનિષ્ટોનું આપદાઓનું અણગમા અને ધિક્કારનું મૂળ છે.

સર્વ જીવો સાથે જ્યારે એકતાનો અનુભવ થાય છે ત્યારે ભય જેવું કંઈ રહેતું નથી.

સંતોની દૃષ્ટિમાં દ્વૈતની કોઈ ભાવના હોતી નથી, તેથી નિત્ય અભય માણે છે.

પરમાત્મા સ્વયં અભય સ્વરૃપ છે. તેમનું નિરંતર સ્મરણ કીર્તન વગેરે કરવાથી ભેદના ઘરની ભય સંજ્ઞા શિથિલ બને છે અને કાળક્રમે સાવ નાબૂદ થાય છે.

પરમાત્મા ઐક્ય માટે છે. એક રાગ અને અભેદ માટે છે. જ્યારે આપણે પરમાત્મા વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે આપતા સત્ય વિશે વિચાર કરીએ છીએ. જે સર્વવ્યાપી છે. સર્વ વ્યાપીનું અનુસંધાન મનમાં વ્યાપીને રહેલા ભયને ભગાડી મૂકવાને, સર્વધર્મ બજાવે જ છે.