આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૩  ( નેમિસૂરિ સંવત  ૬૮ )  ભાદરવો સુદ ત્રીજ ગુરુવાર   Dt: 24-08-2017તલવાર કી કિંમત મ્યાન સે નહિ ધાર સે હોતી હૈ, કપડો કી કિંમત રંગ સે નહિ તાર સે હોતી હૈ, કહી ભી દેખો મહત્વ મૂલકા હોતા હૈ છીલકે કા નહિ, આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ…

જ્યાં ઈચ્છા છે, ત્યાં દુઃખ છે. કારણ કે ત્યાં અભાવ છે. આત્મા બધા અભાવોનો અભાવ ઈચ્છે છે. અભાવનો પૂર્ણ અભાવ એ જ આનંદ છે, એ જ સ્વતંત્રતા છે, એ જ મુક્તિ છે.

જ્યાં કોઈ પણ અભાવ છે, ત્યાં બંધન છે, સીમા છે, પરતંત્રતા છે. જ્યાં અભાવમાં અભાવ છે ત્યાં પરમમુક્તિનો પ્રવેશ છે.

બહારની કોઈ પણ ઉપલબ્ધિ વડે અભવાનો અભાવ થતો નથી, બહારની કોઈ પણ સંપત્તિ અંદરના અભાવને કેવી રીતે પૂરી શકે ?

અભાવ આંતરિક છે. બહારના કોઈ પણ પદાર્થ વડે તેને ભરી નહિં શકાય. આથી બહાર બધું મેળવીને પણ કાંઈ મેળવ્યું હોય તેવું પ્રતીત થતું નથી. બહારનું બહાર જ રહે છે. અંદરનાને કોઈ આવતું નથી.

અભાવને ભૂમિકા પર સમ્રાટો અને ભિખારીઓમાં કોઈ ભેદ નથી.

પૂર્ણમાં પૂર્ણ સદ્દભાવ કેળવવાથી સર્વ પ્રકારના અભાવનો ખટકો નાશ પામે છે. સત્ને ભાવ આપવો એ જ માનવ જીવનની ઉત્તમતા છે.