આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

 જ્ઞાનવૃદ્ધિ  પ્રશ્નપત્ર –

 શ્રદ્ધાની સરગમ

 

૧.    પરમાર્હત્નું બિરુદ ... ને મળ્યું છે. (વસ્તુપાળ, તેજપાળ, કુમારપાળ, અજયપાળ)

ર.     માતાને ખુશ કરવા ... દૃષ્ટિવાદ ભણવા ગયા. (ફલ્ગુરક્ષિત, આર્યરક્ષિત, ધર્મરક્ષિત, હરિભદ્ર,)

૩.    વિદ્યા બળે ... સૂરિજી રોજ પાંચ તીર્થોની યાત્રા કરતા હતા. (માનદેવ, પાદલિપ્ત, ધર્મ, સિંહસેન)

૪.    'ન તથા સ્કન્ધો બાધતે, યથા બાધતિ બાધતે' વાક્યે ... સૂરિ બોધ પામ્યા. (હરિભદ્ર, વૃદ્ધવાદિદેવ, સિદ્ધસેન, દિવાકર, ધર્મચંદ્ર)

પ.    માયાથી ... એ ૮૦ ચોવીસી સુધી સંસાર ઊભો કર્યો. (લક્ષ્મણા, રુક્મિ, યજ્ઞા, સીતા)

૬.    'જહા લાહો તહા લોહો' વિચારતાં ... દીક્ષા સ્વીકારી. (નમીએ, કપીલે, વિનમીએ, બાહુબલી)

૭.    સુલસાની પરીક્ષા ... કરી. (અંબડે, નમી, વિમલવાહન, નમીએ)

૮.    સર્વજ્ઞને જીતવા આવનાર ... પોતે જ જીતાઈ ગયા. (અંબડ, ઇન્દ્રભૂતિ, બાહુબલી ,ગૌતમબુદ્ધ)

૯.    ઋષભકુટ ઉપર પોતાનું નામ લખતાં ... ની આંખમાં આંસુ આવ્યા. (સુભુમ, બ્રહ્મદત્ત, સનત્કુમાર, ભરત)

૧૦.  'જગદ્ગુરુ' બિરુદ ... ને મળ્યું હતું. (હેમચંદ્રસૂરિ, હરિભદ્રસૂરિ, હીરસૂરિ, સિદ્ધસેન દિવાકર)

૧૧.  સાધ્વીના શીલની રક્ષા કાજે ... સૂરિજી યુદ્ધ લાવ્યા. (પાદલીપ્ત, કાલક, યક્ષદેવ, સિંહ)

૧ર.   પ્રભુવીરના મુખે ... મુનિ વખણાયા. (મેતારજ, શાલિભદ્ર, લોહાર્ય, ધન્ના)

૧૩.  ભક્તિમાં હારેલા ... વિરતિમાં ઈન્દ્રને હરાવ્યો. (પુર્ણભદ્ર, સ્થૂલભદ્રે, શાલિભદ્રે, દશાર્ણભદ્રે)

૧૪.  કાઉસગ્ગ કરતા સત્તરભેદી પૂજાની રચના ... મહારાજે કરી. (અક્ષયચંદ્ર, ભાનુચંદ્રજી, સકલચંદ્રજી, અજિતચંદ્રજી)

૧પ.  પોતાની પુત્રીઓને સંયમના માર્ગે મોકલવાનો પ્રયત્ન ... મહારાજા (શ્રીપાળ, શ્રેણિક, ચેડા, શ્રીકૃષ્ણ)

૧૬.  ...ને પગારમાં વાર્ષિક ૧૪૭ મણ સોનું મળતું હતું. (જગડુશા, ભામાશા, દેદાશા, પેથડશા)

૧૭.  લગ્નના પ્રથમ દિવસે જ પત્નીને ... તિલાંજલી આપી. (અરિંજયે, કોણિક, પવનંજયે, મૃત્યુંજયે)

૧૮.  પિતાને જેલમાં પૂરીને દુઃખ આપનાર પુત્ર ... હતો. (કુણાલ, કોણિક, કમલ, કાલસૌરિક)

૧૯.  પ્રભુવીરની પ્રતિમા બનાવીને તેના અભાવે કામવાસનાને શાંત કરનાર દેવાત્મા પૂર્વભવમાં ...  હતા. (ચમાર, લુહાર, જૈન, સોની)

ર૦.   જૈનોને ચાંદલો ભૂંસવાની આજ્ઞા કરનાર રાજા ... હતો. (દેવપાળ, કુમારપાળ, શ્રીપાળ,  અજયપાળ)

ર૧.   જાન લઈને જવા છતાં પરણ્યા વિના પાછા ફરનાર ... હતા. (નમિકુમાર, વજ્રબાહુ, ભવદેવ, નેમકુમાર)

રર.    સૂર્યના કિરણો પકડીને અષ્ટાપદજીની યાત્રા કરનાર ... હતા. (વસુભૂતિ, ભવભૂતિ, શિવભૂતિ, ઇન્દ્રભૂતિ)

ર૩.   કોળાપાક અને ઘેબરની દૈવીભિક્ષા ન લેનાર ... સ્વામી હતા. (સુધર્મા, ગૌતમ, વજ્ર, મહાવીર)

ર૪.   ... ના બત્રીસે પુત્રો સાથે જન્મ્યા સાથે મર્યા. (વામામાતા ,દેવકી, સુલસા, સાવિત્રી)

રપ.   પ્રભુવીરને જોતાં જ દીક્ષા છોડનાર ... હતો. (દેવશર્મા, શેડૂવક, હાલિક, ગોશાળો)

ર૬.   દશ-દશ ભવો સુધી વૈરની પરંપરા ચાલુ રાખનાર ... હતો. (વિશ્વભૂતિ, મરુભૂતિ, કમઠ, અગ્નિશર્મા)

ર૭.   ગધેડું ન ભૂકે ત્યાં સુધી કાઉસગ્ગ ચાલુ રાખવાનો નિયમ ...  મ. સાહેબે લીધો. (દેવચંદ્ર, સકલચંદ્ર, મેરુચંદ્ર, સદ્ચંદ્ર)

ર૮.   દોરડા પર નાચતા ... કૈવલ્ય મેળવ્યું. (ચિલાતીપુત્રે, ઈલાચીકુમારે, વિષ્ણુકુમારે, અરિકુમાર)

ર૯.   ... ની ચીસથી પર્વતની શીલામાં તરાડ પડી. (સિંહ, મહાવીર, ઈન્દ્ર, પાર્શ્વનાથ)

૩૦.  ૭૦૦ વર્ષ સુધી ૧૬ મહા રોગોને ... સહન કર્યા. (અભયદેવ સૂરિએ, સનત્મુનિએ, મણિઉદ્યોત મહારાજે, જયચંદ્ર મુનિએ)

૩૧.  ઘોડાને સમક્તિનું દાન કરનાર ... હતા. (મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ, કુંથુનાથ)

૩ર.   પૂર્વના ભવમાં હોલાને પ્રાણનું દાન કરનાર ... હતા. (અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત, શાંતિનાથ)

૩૩.  પશુઓને અભયદાન કરાર ... હતા. (શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, નમિનાથ)

૩૪.  સર્પને દેવલોકનું દાન કરનાર ... હતા. (શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, સુપાર્શ્વનાથ)

૩પ.  નૂતનમુનિને લાકડીનો માર મારનાર ... હતા. (ભવદેવ, ચંડરુદ્રાચાર્ય, અંગારમર્દકાચાર્ય, ગરુડાચાર્ય)

૩૬.  મરીને ઊંટ બનનાર અભવ્ય ... હતા. (ભવદેવ, ચંડરુદ્રાચાર્ય, અંગારમર્દકાચાર્ય, શેલકાચાર્ય)

૩૭.  છ ઋતુના પુષ્પોથી પ્રભુપૂજન કરનાર ... હતા. (અજયપાળ, કુમારપાળ, તેજપાળ, વસ્તુપાળ)

૩૮.  ... થી તપાગચ્છ શરુ થયો. (હેમચંદ્રસૂરિ, હીરસૂરિ, જગચ્ચન્દ્રસૂરિ, હરિભદ્રસૂરિ)

૩૯.  વારસ નહિ, આરસ જોઈએ કહેનાર ... મંત્રી હતા. (પેથડ, વસ્તુપાળ, વિમલ, હેમલ)

૪૦.  ઈર્ષ્યાના કારણે કુંતલા રાણી મરીને ... થઈ. (ભૂંડણ, સાપણ, કૂતરી, ગધેડી)

૪૧.  'મારી દેરાણી તો દેવી છે દેવી !' પૂર્વભવમાં એવું વિચારનાર ...  હતા. (ત્રિશલા, દેવાનંદા, મરુદેવા, વામામાતા)

૪ર.   અઢળક સંપત્તિ હોવા છતાં તેલ અને ચોળા ખાનાર ... હતા. (પુણીયો, સંગમ, મમ્મણ, લક્ષ્મીદાસ)

૪૩.  ... મંત્રીએ ભગવતીસૂત્રનું ૩૬૦૦૦ સોનામહોરથી પૂજન કર્યું હતું. (વસ્તુપાળ, પેથડ, તેજપાલ, પુણ્યપાલ)

૪૪.  ... સૂરિએ તાબોટા લઈને સિદ્ધસેન બ્રાહ્મણને હરાવ્યો હતો. (શાંતિચંદ્ર, વાદિદેવ, હરિભદ્ર, યશોદેવ)

૪પ.  મૃત્યુની પથારીમાં પડેલ પતિનો પરલોક સુધારનાર સતી ... હતી. (ઋષિદત્તા, મદનરેખા, સાવિત્રી, મનોરમા)

૪૬.  મહમદ બેગડાના આદેશથી શાહનું બિરુદ સાચવવા ... દેદરાણીએ દુષ્કાળ નાથ્યો. (દાદુ, કાદુ, ખેમા, જામા)

૪૭.  ... મુનિએ વીસમા ભગવાનનો સ્તૂપ ઉખેડી નંખાવીને વૈશાલીનો વિનાશ કરાવ્યો. (આરણક, કુલવાલક, શેલક, વિષ્ણુ)

૪૮.  જલપૂજા કરતી વખતે ... શેઠને યાદ કરાય છે. (દેદાશા, પેથડશા, મોતીશા, સોમા)

૪૯.  અકબર પૂર્વભવમાં ... નામનો સંન્યાસી હતો. (યાકુબ, મુકુંદ, શંકરાચાર્ય, યોગાચાર્ય)

પ૦.  પોતાના પાપના પ્રાશ્ચિતરૃપે કુમારપાળે બંધાવેલ જિનમંદિરનું નામ ... વિહાર હતું. (યૂકા, ત્રિભુવનપાળ, મૂષક, સમક્ષવિદાર)

પ૧.  ભાઈની મશ્કરીથી ચારિત્ર સ્વીકારતા પતિના પગલે પગલું ભરનાર ... હતી. (દમયંતિ, સુભદ્રા, સુલસા, મનોરમા)

પર.   પ્રભુવીરનો આત્મા ... નગરીમાં ચક્રવર્તી બન્યો. (વિનીતા, મુકા, ક્ષત્રિયકુંડ)

પ૩.  ... મુનિએ દ્વાદશાર નયચક્ર ગ્રંથની રચના કરી. (મલ્લિષેણ, મેઘ, મલ્લ, હરીષેણ)

પ૪.  ... મુનીએ સ્યાદ્વાદ મંજરીની રચના કરી. (મલ્લિષેણ, મેઘ, મલ્લ, નંદીષેણ)

પપ.  ... ના પુત્રે મીની શત્રુંજયરુપે, બાબુના દેરાસરની શત્રુંજયમાં  રચના કરી. (જયાકુમારી, મીનાકુમારી, મલ્લિકુમારી, મહેતાબકુમારી)

પ૬.  શરીરનો અશુચિ સ્વભાવ બતાડીને ... એ પૂર્વભવોના મિત્રોને પ્રતિબોધ પમાડ્યા. (મીનાકુમારી, મલ્લિકુમારી, મહેતાબકુમારી, વિજ્યાકુમારી)

પ૭.  મંકોડાની રક્ષા માટે ... પોતાની ચામડી કાપી. (વિરપાળે, મતારજે, કુમારપાળે, ઉદયને)

પ૮.  ... આચાર્ય જીભલડીના વાંકે ખાળના ભૂત બન્યા. (શંભુ, અષાઢાભૂતિ, મંગુ, નયશીલ)

પ૯.  ... આચાર્ય ઈર્ષ્યાના કારણે સાપ બન્યા. (અષાઢાભૂતિ, મંગુ, નયશીલ, શેલકા)

૬૦.  ... મુનિના ઉદ્ધાર માટે શય્યંભવસૂરિજીએ દશવૈકાલિક સૂત્રની રચના કરી. (શેલક, કનક, જનક, મનક)

૬૧.  મરણ પથારીએ પડેલા ભાઈની ભવ્ય ભાવનાને અમર બનાવતું જીનાલય ... વસહિ છે. (ખુમા, વિમલ, લુણીંગ, સાકર)

૬ર.   ... ચરિત્રની આરાધના કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા. (પૂર્ણભદ્ર, સ્થૂલભદ્ર, અયવંતી, તંદુલીયો)

૬૩.  ... રત્ન લાવીને ગુરુના ગ્રંથ-લેખનમાં વેગ વધાર્યો. (વિમલ, રત્નપાળે, ધનાશાહે, લલ્લિંગે)

૬૪.  બહેનોએ પોતાના ભાઈ ... ને પ્રતિબોધ પમાડ્યો. (ભરત, શ્રીયક, બાહુબલી, સ્થૂલિભદ્ર)

૬પ.  બનેવીએ પોતાના સાળા ... મુનિની ચામડી ઉતરડાવી. (કુરંગ, મેતારજ, ખંધક, ધન્ના)

૬૬.  નાગકેતુ મૃત્યુ પામીને ...માં ગયા. (દેવલોક, મોક્ષ, મહાવિદેહક્ષેત્ર, યુગલિકક્ષેત્ર)

૬૭.  પ્રભુવીરને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાને ... નગરીમાં આવ્યા હતા. (હસ્તિનાપુર, વૈશાલી, પાવાપુરી, કૌશાંબી)

૬૮.  નેમ-રાજુલના લગ્નમાં ભંગ પડાવનાર ... હતો. (કુરંગ, વાનર, વાઘ, પાડો)

૬૯.  ભરતની બેન સુંદરીએ ... પર્વત ઉપર દીક્ષા લીધી. (શત્રુંજય, રથાવર્ત, ગિરનાર, અષ્ટાપદ)

૭૦.  શય્યંભવ... ની પ્રતિમાથી બોધ પામ્યા. (મહાવીરસ્વામી, મુનિસુવ્રત ,પાર્શ્વનાથ, શાંતિનાથ)

૭૧.  આર્ય મહાગિરિના ગુરુ ... હતા. (આર્યહસ્તિ, શુભમ્, મલ્લિષેણ, મહાનંદ)

૭ર.   વજ્રસ્વામીએ ... ગિરિ ઉપર અનશન કર્યું. (રથાવર્ત, રાજ, વૈભાર ,ગિરનાર)

૭૩.  કુમારપાળ રાજા ... કરોડપતિઓ સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. (૧૭૦૦, ૧૮૦૦, ૧પ૦૦, ૧૬૦૦)

૭૪.  હસ્તલિખિત પ્રતોનો સૌથી મોટો ભંડાર ...માં છે. (પાટણ, ખંભાત, જેસલમેર, જોધપુર)

૭પ.  પ્રભુવીર ... નદીકિનારે કેવળજ્ઞાન પામ્યા હતા. (સરસ્વતી, ગંગા, ઋજુવાલિકા, યમુના)

                                           દિવાળીની દિવ્યતા

૧.    દિવાળી આસો વદ ...ના દિને આવે છે.  (પૂનમ, ચૌદસ, અમાસ, એકમ)

ર.     દિવાળીના દિને પ્રભુ મહાવીરનું ... કલ્યાણક છે. (દીક્ષા, મોક્ષ, કેવળજ્ઞાન, જન્મ)

૩.    જૈન દૃષ્ટિએ દિવાળીને ... કહેવાય છે. (તહેવાર, મહોત્સવ, પર્વ, ઉત્સવ)

૪.    દિવાળી ... સાથે સંકળાયેલું છે. (જીવ, શરીર, આત્મા, જીવન)

પ.    દિવાળીમાં ...ની શાંતિ, પવિત્રતા અને શુદ્ધિનો વિચાર કરવાનો છે. (લોક, શરીર, ધંધા, આત્મા)

૬.    બેસતા વર્ષે  ... કેવળજ્ઞાન પામ્યા. (કેશીસ્વામી, ૧૧ ગણધરો, જંબુસ્વામી, ગૌતમસ્વામી)

૭.    ભાઈ-બીજના દિને નંદીવર્ધન ... ના ઘરે જમવા ગયા હતા. (સુદર્શના, નાગીલા, પ્રિયદર્શના, શેષવતી, )

૮.    દિવાળીના દિને ... રાજાઓએ દીવડા પ્રગટાવ્યા હતા. (૮, ૧૬, ર૦, ૩ર)

૯.    કલ્યાણક દિને ...માં અજવાળાં પથરાયાં હતાં. (લોક, અલોક, નરક, દેવલોક)

૧૦.  દરેક ભગવાનના ... કલ્યાણકો હોય છે. (૩, ૬,પ, ૪)

૧૧.  નિર્વાણ કલ્યાણક સમયે ... માં અજવાળાં પથરાયાં હતાં. (તિર્છાલોક, અઢીદ્વીપ, ચૌદરાજલોક, મનુષ્યલોક)

૧ર.   મોક્ષમાં જતા પ્રભુ ... ની કેદમાંથી છૂટ્યા. (શરીરવાસ, ઘાતીકર્મવાસ, મોક્ષવાસ, નરક)

૧૩.  પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઈન્દ્રોએ ... ભાવે ઉજવ્યો. (દુઃખી, હર્ષ, કર્મ, મિશ્ર)

૧૪.  વીરનું નિર્માણ થતાં ઈન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન  ... (થશે, થાય છે, થયું, ન થયું)

૧પ.  પ્રભુ વીરે છેલ્લે ... પહોર દેશના આપી હતી. (૧, ૪, ૧૬, ૧૦)

૧૬.  પ્રભુ વીરે છેલ્લે  ... કલાક દેશના આપી હતી. (ર૮, ૧૪, ૪૮, ૬૦)

૧૭.  પ્રભુ વીરની પહેલી દેશના ... હતી જ્યારે છેલ્લી દેશના ... હતી. (ટૂંકી-ટૂંકી, લાંબી-લાંબી, ટૂંકી-લાંબી, લાંબી, ટુંકી)

૧૮.  પ્રભુની છેલ્લી દેશના ... નગરીમાં થઈ હતી. (અપાપાપુરી, રાજગૃહી, શ્રાવસ્તી, હસ્તિનાપુર)

૧૯.  છેલ્લી દેશનામાં ... રાજા ઉપસ્થિત હતા. (પ્રજાપાળ, હસ્તિપાળ, વિજયપાળ, અજયપાળ)

ર૦.   છેલ્લી દેશનામાં હસ્તિપાળ રાજાએ ... સ્વપ્નોનાં ફળ પૂછ્યાં. (૧૪, ૪, ૮, ૧ર)

ર૧.   હસ્તિપાળ રાજાએ જોયેલાં સ્વપ્નો ... હતાં. (સુંદર, વિચિત્ર, આનંદદાયક, ભયાનક)

રર.    સ્વપ્નોનું ફળ સાંભળવાથી જિનશાસનનો ... કાળ જણાય છે. (વર્તમાન, ભૂત, ભાવિ, ચાલુ)

ર૩.   જિનશાસન પ્રભુવીરના નિર્વાણ પછી ... ચાલવાનું છે. (૧૮૦૦૦,૧૯૦૦૦ વર્ષ, ર૧૦૦૦ વર્ષ, રર૦૦૦ વર્ષ)

ર૪.   છેલ્લી દેશનામાં સ્વપ્ન ફળ કથન પછી ... એ ભવિષ્યકાળ સંબંધિત પ્રશ્ન પૂછ્યો. (અગ્નિભૂતિ, સુધર્માસ્વામી, ગૌતમસ્વામી, રાજા)

રપ.   આવતી ચોવીસીમાં ... સ્વામી પ્રથમ તીર્થંકર થશે. (ઋષભદેવ, પદ્મનાભ, પદ્મપ્રભ, જયમિત્ત)

ર૬.   પ્રભુ વીરે ... આરાની ભયંકરતાનું વર્ણન કર્યું. (પાંચમા, છઠ્ઠા, સાતમા, ચોથા)

ર૭.   પાંચમા આરાના અંતે ... આચાર્ય હશે. (હરિભદ્રસૂરિ, દુપ્પસહસૂરિ, હેમચંદ્રસૂરિ, સિંહસૂરી)

ર૮.   વીરપ્રભુના શાસનના છેલ્લા સાધ્વી ... થશે. (શાસનસેવાશ્રી, ફલ્ગુશ્રી, નાગીલાશ્રી, હર્ષિલાશ્રી)

ર૯.   છેલ્લા રાજાનું નામ ... હશે. (ચક્ષુષ્વાહન, વિમલવાહન, મેઘવાહન, દધિવાહન)

૩૦.  છેલ્લા શ્રાવકનું નામ ... હશે. (કુમારપાળ, ઉદયન,નાગિલ, સોમલ)

૩૧.  છેલ્લી શ્રાવિકાનું નામ ... હશે. (દયાશ્રી, શીલાશ્રી, સત્યશ્રી, સેનાશ્રી)

૩ર.   ... આરાનું ભાવિ જણાવીને પ્રભુવીર સમવસરણમાંથી બહાર નીકળ્યા. (ચોથા, છઠ્ઠા, પાંચમા, સાતમા)

૩૪.  પ્રભુ વીરે ગૌતમસ્વામીને ... તોડવા માટે દૂર કર્યા. (કર્મના બંધન, સ્નેહરાગ, સંસારરાગ, મોહરાગ)

૩પ.  પ્રભુ વીરે ગૌતમસ્વામીને ... બ્રાહ્મણને પ્રતિબોધ પમાડવા મોકલ્યા. (હાલિક, અગ્નિશર્મા, દેવશર્મા, શેલક)

૩૬.  પ્રભુ વીરે  ... તિથિએ પુણ્યના પાપના અધ્યયનો કહ્યા. (કા.વદ ૦)), ભા.વદ ૦)), ફા.વદ ૦)),  મા.વદ ૦)), )

૩૭.  પ્રભુએ પુણ્યના ફળ જણાવનારા ... અધ્યયનો કહ્યા. (૭પ, ૬પ, ૪પ, પપ)

૩૮.  પ્રભુ વીરને છેલ્લે ... તપ હતો. (ઉપવાસ, છઠ્ઠ, ૩ઉપવાસ, એકાસણનો)

૩૯.  પ્રભુ વીર નહિ પુછાયેલા ... પ્રશ્નના જવાબો જણાવવા લાગ્યા. (પપ, ૩૬, ૬પ,  ૪પ)

૪૦.  નિર્વાણ પૂર્વે છેલ્લે પ્રભુવીર ... નામનું અધ્યયન ફરમાવી રહ્યા હતા. (પ્રધાન, વિનયસમાધિ, પિંડેષણા, ક્ષુલ્લકાચાર્ય)

૪૧.  પ્રભુવીરનું જન્મનક્ષત્ર ... છે. (અષાઢી, ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, પૂર્વા ફાલ્ગુની)

૪ર. પ્રભુવીરનું નિર્વાણ નક્ષત્ર ... છે. (હસ્તોતરા, સ્વાતિ, ઉત્તરાષાઢા, ગુરુપુષ્ય)

૪૩.  પ્રભુના ... નક્ષત્રમાં ભસ્મરાશીગ્રહ સંક્રાંત થવાનો હતો. (નિર્વાણ, પ્રધાન, જન્મ, જ્ઞાન)

૪૪.  ભસ્મગ્રહકુલ ... વર્ષ સુધી તીવ્ર અસર બતાડશે. (ર૦૦૦, રપ૦૦, ૩૦૦૦, ૪૦૦૦)

૪પ.  ભસ્મરાશીગ્રહના ... વર્ષ છે, જયારે તેના વક્રી ... વર્ષ છે. (ર૦૦૦-૭૦૦, ર૦૦૦-૪૦૦, ર૦૦૦-પ૦૦, ૧પ૦૦-૧૦૦૦)

૪૬.  ભસ્મરાશીગ્રહ ... ફળ બતાવશે. (મિશ્ર, સારું, વક્રી, ખરાબ)

૪૭.  ઈન્દ્રે પ્રભુને ... વધારવા વિનંતી કરી. (સાધુઓ, શાસન, આયુષ્ય, નામ)

૪૮.  પ્રભુની ... થી ભસ્મગ્રહની અસર તોડી નાંખવાની વિનંતી ઈન્દ્રે કરી. (શક્તિ, વાણી, નજર, કાયા)

૪૯.  જે કાળે જે બનવાનું હોય તે કાળે તે બને જ તેને ... કહેવાય. (પુણ્ય, કર્મ, નિયતિ, પુરુષાર્થ)

પ૦.  તીર્થંકરોને પોતે પ્રકાશેલા તીર્થ પર રાગ હોય ... . (જ છે, જે, છે, જ નહિ)

પ૧.  પ્રભુએ ... માં યોગનિરોધની ક્રિયા કરી. (પદ્માસન, પર્યંકાસન, કાઉસ્સગ્ગમુદ્રા, સુખાસન)

પર.   યોગિનરોધની ક્રિયા ... સુધી ચાલે છે. (૧ ઘડી, ૧ કલાક, ૧ અંત મુહૂર્ત, ૧ મિનિટ)

પ૩.  પ્રભુએ દેશના આપી ત્યારે તેઓ ... ગુણસ્થાનકે હતા. (ચૌદમા, તેરમા, બારમા, દશમા)

પ૪.  પ્રભુ વીરના નિર્વાણ સમયે ઢગલાબંધ ... ઉત્પન્ન થયા. (નિગોદ, ધનેરા, કુંથુઆ, સાપોળીયા)

પપ.  કેવળજ્ઞાન થયું ત્યારે ગૌતમસ્વામી ... વર્ષના હતા. (૮પ, ૭૦, ૮૦, ૯૦)

પ૬.  પ્રભુ વીરનું નિર્વાણ થતાં ... દીપક ઓલવાઈ ગયો. (દ્રવ્ય, ભાવ, ૧ મિનિટ, કુળ)

પ૭.  કેવળજ્ઞાન મેળવવા આપણે ... બનવું પડે. (રાજવી, પદવીધર, ગુરુ, શિષ્ય)

પ૮.  પ્રભુ વીરે ચૌદમા ગુણસ્થાનકે ... હૃસ્વાક્ષરનું ઉચ્ચારણ થાય તેટલા સમય સુધી રહ્યા. (૭, ૪, ર, )

પ૯.  હૃદયના ... ને કેવળજ્ઞાન થાય. (ગ્લાન, યુવાન, બાળ, વૃદ્ધ)

૬૦.  રાજાએ પ્રથમ સ્વપ્નમાં ... જોયો. (પાડો, સિંહ, બળદ, હાથી)

૬૧.  રાજાઓએ દિવાળીના દિને ... દીપકો પ્રગટાવ્યા. (ભાવ, દ્રવ્ય, જીવન, ક્ષેત્ર)

૬ર.   શાલિભદ્રની ... માંગવામાં આવે છે. (સમૃદ્ધિ, ઋદ્ધિ, વૃદ્ધિ, સંપત્તિ)

૬૩.  વીર નિર્વાણથી ... પર્વની શરૃઆત થઈ. (ભાઈબીજ, દિવાળી, બેસતું વર્ષ, જ્ઞાનપંચમી)

૬૪.  ગૌતમસ્વામી ... ની જેમ રડવા લાગ્યા. (શિષ્ય, બાળક, ગુરુ, વૃદ્ધ,)

૬પ.  કયવન્ના શેઠનું ... ઈચ્છાય છે. (ભાગ્ય, નસીબ, સૌભાગ્ય, વૃદ્ધિ)

૬૬.  પ્રભુવીરના નિર્વાણ વખતે ઘણા સાધુઓએ ...  સ્વીકાર્યું. (મોક્ષ, મોત, અનશન, માન)

૬૭.  ગૌતમસ્વામીની ... મંગાય છે. (શક્તિ, બુદ્ધિ, લબ્ધિ, વૃદ્ધિ)

૬૮.  અભયકુમારની ... ઈચ્છાય છે. (શક્તિ, બુદ્ધિ, લબ્ધિ, વૃદ્ધિ)

૬૯.  રાજાએ પ્રથમ સ્વપ્નમાં ... સ્થાનમાં રહેલું પ્રાણી જોયું. (અશુચિ, રજવાડી, નવા, જીર્ણ)

૭૦.  બાહુબલીના ... ની માંગણી કરાય છે. (પરાક્રમ, બળ, શૌર્ય, ધૈર્ય)

૭૧.  પ્રભુવીરના ... દેશના ઉત્તરાધ્યયન નામના આગમ સૂત્ર રુપે મળે છે. (પહેલી, છેલ્લી, ત્રીજી, બીજી)

૭ર.   ઉત્તરાધ્યયન સૂત્રમાં ... અધ્યયનો છે. (પપ, ૩૬, ર૦, ૪૦)

૭૩.  ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનનું નામ ... છે. (સર્વવિરતિ, વિનય, પરિષહ, દેશવિરતિ)

૭૪.  ઉત્તરાધ્યયન સૂત્ર માં ... ચીજાન ેદુર્લભ જણાવેલ છે. (ર, ૪, ૧૦, ૬)

૭પ.  જવ ખાતા બકરાની વાત ... અધ્યયનમાં આવે છે. (પાંચમા, સાતમા, દસમા, આઠમા)

૭૬.  'મિથીલા બળતી હોય તેમાં મારું કાંઈ બળતું નથી' વાક્ય ... સુખાસન રાજર્ષિનું છે. (વિનમી, કંડુ, નમી, ઉદયન)

૭૭.  મૃગાપુત્રની વાત ... અધ્યયનમાં આવે છે. (તેરમા, આઠમા, ઓગણીસમા, પચીસમા)

૭૮.  ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ... મુનિની વાત આવે છે. હરિકેશી, સંભૂતિ, સંજય, વિશ્વભૂતિ)

૭૯.  અનાથી મુનિના જીવનનું કથન ... અધ્યયનમાં આવે છે. (ષડજીવનકાળ નિગ્રંથીય, ક્ષુલ્લક ગ્રંથીય, પાપશ્રમણીય, મહાનિગ્રંથીય)

૮૦.  ગૌતમસ્વામી સાથે ... ના થયેલા વાર્તાલાપનું વર્ણન ઉત્તરાધ્યયનસૂત્રમાં આવે છે. (પ્રદેશીરાજા, કેશીકુમાર, આનંદ શ્રાવક, દેવશર્મા)

૮૧.  રહનેમી રાજીમતીની વાત ... અધ્યયનમાં આવે છે. (વીસમા, બાવીસમા, ત્રીસમા, પચ્ચીસમા)

૮ર.   પરિષહ અધ્યયનમાં ... ગાથા છે. (૩૭, ૪૬, ૧૩, રપ)

૮૩.  'જહાં લાહો તહા લોહો' વાત ... કેવલીની છે. (જયાનંદ, કપિલ, અનાથી, કેસરી)

૮પ.  ઉત્તરાધ્યયન સૂત્રમાં ગૌતમસ્વામીએ ... સંબંધમાં વાર્તાલાપ કર્યો હતો. (મહાવ્રત, યોગ, જમાલી,  મોક્ષ)

ઉત્તરાધ્યયનસૂત્રમાંગૌતમસ્વામીએ...નાસાધુસાથેવાર્તાલાપકર્યોહતો.(મહાવીરપ્રભુ,જમાલી,પાર્શ્વનાથ ,અનાથી,)

૮૭.  દિવાળીના ગૌતમસ્વામીનો ... પ્રસિદ્ધ છે. (શિષ્ય, વિલાપ, યોગ, મોક્ષ)

૮૮.  પ્રભુએ ... પ્રકારના પરિષહો જણાવ્યા હતા. (૧પ, રર, રપ,૩પ) 

૮૯.  દિવાળીના દિને પ્રતિક્રમણ બાદ તરત શ્રી મહાવીરસ્વામી ... નમઃની ર૦ માળા ગણવાની હોય છે. ((પારંગતાય,મહાવ્રતાય,  સર્વજ્ઞાય, અર્હતે)

૯૦.  દિવાળીની મધ્યરાત્રીએ શ્રી મહાવીરસ્વામી ... નમઃની ર૦ માળા ગણવી જોઈએ. (પારંગતાય, મહાવ્રતાય,  સર્વજ્ઞાય, અર્હતે)

૯૧.  બેસતા વર્ષના મંગલ પ્રભાતે શ્રી ગૌતમસ્વામી ... નમઃની ર૦ માળા ગણવી જોઈએ. ((પારંગતાય, મહાવ્રતાય, સર્વજ્ઞાય, અર્હતે)

૯ર.   દિવાળીની આરાધના નિમિત્તે રાત્રે ... વિશિષ્ટ દેવવંદન કરવાના હોય છે. (, ર, ૪, ૩)

આંકડાની અંતકડી

૧.    સમગ્ર વિશ્વ ... રાજલોક પ્રમાણ છે. (૧૪, ૧૩, ૧ર, ૧પ)

ર.     જીવ વગેરે ... તત્ત્વોનું જ્ઞાન મેળવવું જોઈએ. (, ૧૦, ૧૧, ૧ર)

૩.    આપણે ... ગતિના સંસારમાં રખડીએ છીએ. (પ, ૬, ૭, )

૪.    શત્રુંજય ગિરિરાજ છઠ્ઠા આરામાં ... હાથ જેટલો રહેશે. (ર, ૪, ૬, )

પ.    ... યુગ પ્રધાનો જૈન શાસનમાં થવાની વાત સંભળાય છે. (ર૦૦૪, ર૦૦પ, ર૦૦૭, ર૦૦૮)

૬.    ... રત્નોને પ્રાપ્ત કરવા ભગવાનને હું પ્રદક્ષિણા દઉં છું. (ર, ૪, ૩, પ)

૭.    મારે ... રાજ ઉપર રહેલી સિદ્ધ શીલામાં પહોંચવું છે. (૮, ૧૦, ૭, ૪)

૮.    નિશ્ચયનયે કાળ ... સમયનો ગણાય છે. (ર, ૩, ૪, )

૯.    ... પ્રકારનું સંયમ પાળવું જોઈએ. (૪, ૧૭, ૮, ર)

૧૦.  ... શીલાંગયુક્ત બ્રહ્મચર્ય પાળવું જોઈએ. (૧ર૦૦૦, ૧૮૦૦૦, ર૦,૦૦૦, ૧૭૦૦૦)

૧૧.  ... પ્રકારના પરમાધામીઓ નરકમાં ત્રાસ આપે છે. (૧૭, ૧પ, ૧૪, ૧૩)

૧ર.   ... નરક સુધી પરમાધામીઓ ત્રાસ આપે છે. (૪, પ, , ૭)

૧૩.  ... નરક સુધી સ્ત્રીઓ જઈ શકે. (૪, ૭, ૬, પ)

૧૪.  ... કાઠીયાઓ ધર્મમાં ઉપેક્ષા કરાવે છે. (૧૦, ૧૩, ૧૪, ર૦)

૧પ.  ચોમાસી દેવવંદન પછી ... નવકાર ગણવાના હોય છે. (૧૩, ૧૪, ૧પ, ૧૬)

૧૬.  શ્રાવકોને ... વ્રતો ઉચ્ચારવાના હોય છે. (૧ર, ૧૩, ૧૦, ૯)

૧૭.  સાધુઓ ... મહાવ્રતો ધારણ કરે છે. (ર, ૩, પ, ૬)

૧૮.  પરમાત્માને ... અંગે પૂજા કરવાની હોય છે. (૭, ૮, ૧૦, )

૧૯.  શત્રુંજયની ... પ્રકારી પૂજા ભણાવાય છે. (૯૬, ૯૭, ૯૯, ૯૮)

ર૦.   દીપક પૂજાનો નંબર ... મો છે. (ર, ૩, ૪, )

ર૧.   અજીવ તત્ત્વના ... ભેદ છે. (૧ર, ૧૩, ૧૪, ૧પ)

રર.    આપણે ... રીતે પુણ્ય બાંધી શકીએ છીએ. (૭, ૯, ૧૧, ૧૩)

ર૩.   ... પ્રકારના પુણ્યકર્મો બાંધી શકાય છે. (૪૦, ૪ર, ૪૪, ૪૬)

ર૪.   કર્મોના પેટાભેદ ... છે. (૧પપ, ૧પ૬, ૧પ૮, ૧પ૯)

રપ.   ઓળીમાં ... પદની આરાધના કરવાની છે. (૩, પ, , ૭)

ર૬.   ... લોકાંતિક દેવો દીક્ષા પહેલાં ભગવાનને વિનંતી કરવા આવે છે. (૩, પ, ૯, ૮)

ર૭.   સૌથી ઉપર ... અનુત્તર દેવોનાં વિમાનો આવેલાં છે. (ર, ૪, , ૭)

ર૮.   સિદ્ધશીલા ... લાખ યોજન લાંબી પહોળી છે. (૪૦, ૪ર, ૪પ, ૪૬)

ર૯.   મનુષ્યલોક ... દ્વીપ પ્રમાણ ગણાય છે. (૩||, ૧||, ર||, ૪)

૩૦.  દેવાદિ ... તત્ત્વો પ્રત્યે બહુમાન રાખવું જોઈએ. (ર, ૪, , પ)

૩૧.  ... કષાયોમાંથી એક પણ કષાયનો ભોગ ન બની જવાય તેની કાળજી લેવી જોઈએ. (ર, , ૬, ૮)

૩ર.   આચાર્ય ભગવંતો ... આચારના પાલક હોય છે. (, ૭, ૯, ૧૧)

૩૩.  ... પ્રકારના પરિષહોને સહન કરવા જોઈએ. (રર, ર૪, ર૬, ર૮)

૩૪.  રોજ મૈત્રાદિ ... ભાવનાઓ ભાવવી જોઈએ. (ર, ૪, ૬, ૮)

૩પ.  ગુરુભગવંતની ... આશાતનાઓ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. (૩૦, ૩૩, ૩૬, ૩૮)

૩૬.  વાંદણા લેતી વખતે ... આવશ્યકો સાચવવા જોઈએ. (૪ર, ૪૦, રપ ૪૧, )

  બહેનોએ ... બોલથી મુહપત્તિનું પડિલેહણ કરવું જોઈએ. (૩૮, ૪ર, ૪૦, ૪૧) 

૩૮. પૌષધમાં ચરવળાનું ... બોલથી પડિલેહણ કરવું જોઈએ. (૯, ૧૦, ૧૧, ૧ર)

૩૯.  સંસારના સર્વ જીવોનો સમાવેશ ... લાખ જીવ યોનિમાં થાય છે. (૮૦, ૮૪, ૮ર, ૮૩)

૪૦.  તે જ ભવમાં મોક્ષે જનારાને ... નંબરનું સંઘયણ હોવું જરૃરી છે. (ર, , ૩, ૪)

૪૧.  પાપ કર્મોના ... પ્રકારો છે. (૮ર, ૮૩, ૮૧, ૮૦)

૪ર.   પાપ કર્મો ... રીતે બંધાય છે. (૧૯, ૧૮, ર૦, ર૧)

૪૩.  આત્માના વિકાસને ... ગુણસ્થાનકો  જણાવે છે. (૧૩, ૧પ, ૧૪, ૧૭)

૪૪.  સીમંધર સ્વામી હાલ ... નંબરના ગુણસ્થાનકે ગણાય. (૧૦, ૧ર, ૧૩, ૧૪)

૪પ.  શ્રાવકનો નંબર ... ગુણસ્થાનકે ગણાય જ્યારે જૈનનો નંબર ... ગુણસ્થાનકે ગણાય. (પ-પ, પ-૪,
પ-૬, પ-૭)

૪૬.  ... પ્રકારના દંડથી દંડાતા અટકવાનું છે. (ર, , ૪, પ)

૪૭.  આપણને ... ઈન્દ્રિયો મળી છે. (૩, , ૭, ૯)

૪૮.  સામાયિકમાં ... વિકથાઓમાંથી એકપણ વિકથા ન કરાય. (ર, ૬, , ૮)

૪૯.  અરિહંત ભગવાનના ... ગુણ પ્રચલિત છે. (૧૪, ૧ર, ૧૦, ૧૬)

પ૦.  ... કાયાના કુટામાંથી બચવા દીક્ષા લેવી જોઈએ. (૪, ૮, ૬, ર)

પ૧.    ... પ્રકારના ભયો ટાળવા સૂતી વખતે નવકાર સ્મરણ કરવું જોઈએ. (૭, ૮,પ, ૧૦, )

પર.   ... સમિતિનું અને ... ગુપ્તિનું પાલન કરવું જોઈએ. (પ-પ, પ-૩, પ-ર, પ-૪)

પ૩.  ... પ્રકારના શલ્યોથી રહિત તપ કરવો જોઈએ. (૧, પ, , ૬)

પ૪.  કુલ ... પ્રકારનો તપ જિનશાસનમાં બતાવાયો છે. (૧૪, ૧ર, ૧૦, ૧૬)

પપ.  મુખ ઉપર પડિલેહણ કરતાં ... ગારવનો ત્યાગ કરવાની ભાવના ભાવવાની છે. (૧, પ, , ૭)

પ૬.  મુખ્યત્વે ... પ્રકારની સંજ્ઞાઓ દરેક સંસારી જીવને સતાવતી હોય છે. (ર, ૩, , પ)

પ૭.  ... પ્રકારના મદ ન આવી જાય તેનું ધ્યાન રાખવું. (૪,, ૧ર, ૧૬)

પ૮.  ક્ષમા વગેરે ... પ્રકારના યતિધર્મો છે. (૪, ૮, ૧૦, ૧ર)

પ૯.  સાધુ ભગવંત ... ગુણોના ધારક હોય છે. (રપ, ર૭, ર૧, ર૩)

૬૦.  ... પ્રકારના નોકષાયોથી ડરતા રહેવું જોઈએ. (૬, , ૩, ૪)

૬૧.  ... પ્રકારના રાગ ન કરવાનો નિશ્ચય કરવો જોઈએ. (પ, ૧, ૩, ૪)

૬ર.   મનુષ્યલોક ... યોજન લાંબો-પહોળો છે. (૪,૦૦,૦૦૦, ૪ર,૦૦,૦૦૦, ૪પ,૦૦,૦૦૦, પ૦,૦૦,૦૦૦)

૬૩.  શાસ્ત્રોમાં ... પ્રકારના ધ્યાન બતાવ્યા છે. (૮, ૬, , ર)

૬૪.  બ્રહ્મચર્યનું પાલન કરવા, તેની ... વાડોનું પાલન કરવું જોઈએ. (૭, ૬, ૮, )

૬પ.  કામના ... બાણોથી દૂર રહેવું જોઈએ. (૭, ૧પ, પ, ૧૦)

૬૬.  શ્રાવકોને ... પ્રતિમાઓ વહન કરવાની હોય છે. (૧૯, ૧પ, ૧૧, ૧ર)

૬૭.  હાલ ... આગમો વિદ્યમાન છે. (૪ર, ૪૭, ૪પ, ૩ર)

૬૮.  ભગવતીસૂત્ર એ ... નંબરનું અંગ છે. (ર, ૩, ૪, )

૬૯.  સ્થાનકવાસી ... આગમો માને છે. (૩૪, ૩૬, ૩ર, ૩૮)

૭૦.  ત્રણ લોકમાં રહેલા ... જિન ચૈત્યોનું હું સ્તવના કરું છું. (૮પ૭૦૦૧૮ર, ૮પ૭૦૦ર૮ર, ૮પ૭૦૦પ૮ર, ૮પ૭૦૦ર૮૩)

૭૧.  ત્રણે લોકમાં રહેલી ... જિન પ્રતિમાઓને હું વંદના કરું છું. (૧પ૪રપ૮૩૬૮૦, ૧પ૪પપ૮૩૬૦૮૦, ૧૬૪રપપ૩૬૦૮૦, ૧પ૪રપપ૭૭૦૮૦)

૭ર.   ભવનપતિમાં ... જિન ચૈત્યો આવેલા છે. (૭,૭ર,૦૦,૦૦૦, ૭,૭૩,૦૦,૦૦૦, ૭,૭૧,૦૦,૦૦૦, ૭,૭પ,૦૦,૦૦૦)

૭૩.  નરકના જીવોનું ઓછામાં ઓછું ... વર્ષનું આયુષ્ય હોય છે. (૧૦,૦૦૦, ૧૧,૦૦૦,  ૧૦,૧૦૦, ૧૦,ર૦૦)

૭૪.  મહાવીર સ્વામી પૂર્વના ભવમાં ... નંબરના દેવલોકમાં હતા. (૯, ૧૦, ૧૧, ૧૩)

૭પ.  સર્વાર્થ સિદ્ધ વિમાનમાં વસતા દેવનું આયુષ્ય ... સાગરોપમ હોય છે. (૩ર, ૩૩, ૩૪, ૩૬)

૭૬.  એક કાળચક્ર = ... કોડાકોડી સાગરોપમ. (૧૮, ર૦, રર)

૭૭.  એક સામયિક ... મિનિટનું હોય છે. (૪ર, ૪પ, ૪૮, પ૦)

૭૮.  મૌન એકાદશીના દિને ... કલ્યાણકોની આરાધના કરાય છે. (૧પ૦,૩૦૦,૨૪,૧૦૨૪)

૭૯.  ઓળીમાં રોજ ...નું ગણણું હોય છે. (૧૮૦૦, ર૦૦૦, ર૧૦૦, રર૦૦)

૮૦.  સિદ્ધચક્ર પૂજનમાં ... વિદ્યાદેવીની પૂજા કરાય છે. (૧ર, ૧૬, ૧૮, ર૦)

૮૧.  સિદ્ધચક્ર પૂજનમાં... પ્રકારની લબ્ધિઓ હોય છે. (ર૮-૪૮, ર૯-૪૦, ૧૮-૪ર, ર૮-૪૬)

૮ર.   સિદ્ધચક્ર પૂજનમાં દિકપાળ ... છે. (૬, ૮, ૧૦, ૧ર)

૮૩.  એક ચંદ્રના ... ગ્રહો હોય છે. (૯ર, ૯૦, ૮૮, ૯૪)

૮૪.  એક ચંદ્રના ... નક્ષત્રો હોય છે. (ર૪, ર૮, ૩ર, ૩૬)

૮પ.    મનુષ્યલોકમાં કુલ ... ચન્દ્રો છે. (૬૬ ,૩ર, ૩૬,ર૪)

૮૬.  ચૈત્ર સુદ તેરસના સવારે મેરુ પર્વત ઉપર એક સાથે કુલ ... ભગવાનનો જન્માભિષેક દેવો વડે થતો હતો. (૧ર, ૧, ૧૪, ૧૬)

૮૭.  દરેક ભગવાનનો અભિષેક ... કળશો વડે કરાય છે. (૧૬૦,૦૦,૦૦૦, ૧૬૧,૦૦,૦૦૦, ૧પ૮,૦૦,૦૦૦, ૧પ૯,૦૦,૦૦૦)

૮૮.  મધ્યલોકમાં શાશ્વતા જિનચૈત્યો ... છે. (૩રપ૯, ૩ર૬૦, ૩ર૬૧, ૩ર૬ર)       

૮૯.  મધ્યલોકમાં શાશ્વતી જિનપ્રતિમા ... છે. (૩૮૧ર૦, ૩૯૧૩ર૦, ૩૬૧ર૦, ૩૪૧ર૦) 

૯૦.  પૌષધમાં ... દોષ ન લાગવા જોઈએ. (ર૦, ૧૮, ૧૯, ર૧)

૯૧.  ઉપાધ્યાય ભગવંતો ... ગુણોના સ્વામી છે. (ર૭, ર૮, ૨૫, ૩૬)

૯ર.   ભરહેસરમાં ... મહાપુરુષોની સ્તવના કરાઈ છે. (પ૧, પર, પ૩, પ૪)

૯૩.  ભરહેસરમાં ... મહાસતીઓની સ્તવના કરાઈ છે. (૪૮, પ૦, ૪૯, ૪૭)

૯૪.  વધારેમાં વધારે ... કેવળજ્ઞાનીઓ એક કાળે વિચરતા છે. (૯ કરોડ, ૧૦ કરોડ, ૧૧ કરોડ, ૧ર કરોડ)

૯પ.  જીવોની વિરાધના ... રીતે થાય છે. (૧ર, ૧૧, ૧૦, ૯)

૯૬.  કાઉસગ્ગમાં ... દોષો ન લાગવા જોઈએ. (૧૮, ર૦, ૧૯, ૧૬)

૯૭.  સંસારી જીવોના ... ભેદો પ્રચલિત છે. (પ૬૪, પ૬૩, ૫૬૧,પ૬ર)

૯૮.  સિદ્ધભગવંતોના ... ભેદો પ્રચલિત છે. (૧૦, ૧ર, ૧૪, ૧પ)

૯૯.  સમક્તિના ... બોલની સજ્ઝાય ભણવી જોઈએ. (૭૮, ૬૭, ૬૯, ૭૦)

 

 

પ્રભુ દર્શન સુખ સંપદા

સૌથી વધુ યોગ્ય જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો.

૧.    ભગવાનના દર્શન કરવા જવાની ઈચ્છા કરીએ તો ... ઉપવાસનો લાભ થાય. (૧, ર, ૩, ૪)

ર.     ભગવાના દર્શન કરવા દેરાસરના દરવાજે પહોંચીએ ત્યારે ... ઉપવાસનો લાભ થાય. (૧૦, ૨૦, ૩૦, પ૦)

૩.    ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી કરીએ તો ... ઉપવાસનો લાભ થાય. (ર, , ૪, પ)

૪.    દેરાસરમાં બેઠેલા ભગવાન મોટા ભાગે ... મુદ્રામાં હોય છે. (ચૈત્યવંદન, પદ્માસન, યોગાસન, સુખાસન)

પ.    દેરાસરમાં સૌથી વચ્ચે બેઠેલાં ભગવાન ... કહેવાય છે. (શ્રેષ્ઠ, મુખ્ય, પ્રમુખ,મૂળનાયક)

૬.    ... વસ્ત્રો પહેરીને દર્શન કરવા જવું જોઈએ. (સફેદ, અશુદ્ધ, શુદ્ધ, સુંદર)

૭.    દેરાસરમાં પ્રવેશ કરતાં ... બોલવું જોઈએ. (નમો અરિહંતાણં, જયજિનેન્દ્ર, જય-જય, નિસીહિ)

૮.    ભગવાન દેખાય કે તરત બે હાથ જોડીને માથું નમાવીને ... બોલવું જોઈએ. (આદીશ્વરની જય, નમો જિણાણં, પ્રણામ, મત્થએણ વંદામિ)

૯.    દેરાસરમાં ભગવાનની જમણી બાજુએ ઊભા રહીને ... એ દર્શન કરવા જોઈએ. (બાળકો, સાધ્વીજી, બહેનો, પુરુષો)

૧૦.  દેરાસરમાં ઓછામાં ઓછી ... આશાતનાઓ ત્યાગવાની હોય છે. (૧ર, ૩૩, પ, ૧૦)

૧૧.  ભગવાન દેખાય ત્યારે ... પ્રણામ કરવાના હોય છે. (બે હાથ જોડી, અર્ધાવનત, પંચાંગપ્રણિપાત, અંજલિબદ્ધ)

૧ર.   સ્ત્રીઓએ ભગવાનની ... બાજુએ ઊભા રહીને દર્શન કરવા જોઈએ. (સામે, જમણી, સામેની, ડાબી)

૧૩.  ... પૂજાનો ત્યાગ કરવા ત્રીજી નિસીહી બોલવી જોઈએ. (પુષ્પ, અક્ષત, ભાવ,દ્રવ્ય)

૧૪.  પ્રદક્ષિણા દેતી વખતે દરેક વખતે ભગવાનને આપણી ... બાજુએ રાખીને ફરવાનું હોય છે. (સામેની, જમણી, ડાબી, પાછળ)

૧પ.  પ્રદક્ષિણા દેવાથી ... ની પ્રાપ્તિ થાય છે. (ધર્મની, તત્ત્વત્રયી, ત્રિપદી, રત્નત્રયી)

૧૬.  ત્રીજી નિસીહિ બોલીને ... તલ્લીન બનવાનું છે. (ધ્યાનમાં, સ્તુતિ બોલવામાં, ચંદનપૂજામાં, ભાવપૂજામાં)

૧૭.  ભગવાનને ગાદી ઉપર સ્થાપન કરવાની ક્રિયાને ... કહેવાય છે. (સફળતા, અંજનશલાકા, સાલગીરી, પ્રતિષ્ઠા)

૧૮.  ભગવાનના દર્શન કરવાથી ... નિધિઓ પ્રાપ્ત થાય છે. (અનેક, આઠ, નવ, અડસઠ)

૧૯.  ચૈત્યવંદન કરતી વખતે પહેલાં ... પ્રણામ કરવાના હોય છે. અંજલિબદ્ધ, બેહાથજોડી, અર્ધાવનત, પંચાંગ પ્રણિપાત)

ર૦.   ભગવાનના દર્શન કરવાથી ... પદાર્થોની સિદ્ધિ થાય છે. (અસંખ્ય, માંગેલા, ઈચ્છેલા, સર્વ)

ર૧.   પરમાત્માના દર્શનના પ્રભાવે દેવપાલ ... બનશે. (રાજા, શ્રીમંત, સાધુ, ભગવાન)

રર.    જિનાલયમાં દર્શન કરવા જઈએ ત્યારે ... બોલવી જોઈએ. (શાંતિ, સજ્ઝાયો, પૂજાની ઢાળ, સ્તુતિઓ)

ર૩.   ધૂપપૂજા, ગભારાની ... ઊભા રહીને કરવી જોઈએ. (સામે, અંદર, પાછળ, બહાર)

ર૪.   સૌથી ઉપર ચોખાથી ... કરવી જોઈએ. (સાથિયો, ત્રણ ઢગલી, સિદ્ધશીલા, ડિઝાઈન)

રપ.   મોટા દેરાસરમાં ભગવાનથી ઓછામાં ઓછા ... હાથ દૂર રહીને દર્શન કરવા જોઈએ. (ર, ૧, ૩, )

ર૬.   વધુમાં વધુ ... હાથ ભગવાનથી દૂર રહીને દર્શન કરી શકાય. (પ૦, ૩૦, ૬૦, ૧૦૦)

ર૭.   દર્શન કરવા જતી વખતે પુરુષોએ અવશ્ય ... ધારણ કરવો જોઈએ. (નમ્રતા, રૃમાલ, ખેશ)

૩૦.  સામાયિકમાં શ્રાવક ... જેવો ગણાય છે. (શ્રાવક, જૈન, ભગવાન, સાધુ)

૩ર.   ધાર્મિક ક્રિયા કરવાના સાધનને ... કહેવાય. (સમધિકરણ, અધિકરણ, ઉપકરણ, અંતઃકરણ)

૩૩.  મોક્ષ પામવામાં જે ઉપકાર કરે તે ... કહેવાય. (કટાસણું, અંતઃકરણ , અધિકરણ, ઉપકરણ)

૩૪.  સામાયિકમાં મોઢા આગળ રાખવાના કપડાંને ... કહેવાય. (ખેસ, રૃમાલ, સફેદ વસ્ત્ર, મુહપત્તિ)

૩પ.  સામાયિક ... દોષ વિનાનું કરવું જોઈએ. (૧૯, ૧૮, ૩ર, ૯)

૩૬.  ... નું સામાયિક વખણાય છે. (ઉદાયન, અભયકુમાર, શ્રેણિક, પુણીયા)

૩૭.  કટાસણું ... નું બનેલું હોય છે. (સૂતર, ઉન, રેશમ ખાદી)

૩૮.  પુરુષોનો ચરવળો કુલ ... આંગળનો હોવો જોઈએ. (ર૪, ૩ર, ૩૦, ૧૮)