આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

ઉપકરણ એટલે શું ?

* ઉપકરણનો અર્થ ધર્મ ક્રિયામાં વપરાતા સાધનો ગણાવ્યા છે. જેમ રહેવા માટે ઘર એ સંસારનું સાધન છે.  શરીરની રક્ષા માટે કપડા એ દેહનું સાધન છે. ક્રિકેટ રમવા માટે બેટ-બોલ એ રમતનું સાધન છે. અર્થાત તે-તે ક્રિયાના ચોક્કસ સાધનો હોય છે. તેમ આત્માના દબાયેલા શુદ્ધ ભાવોને પ્રગટ કરવા માટે પણ ધર્મના ઉત્તમ સાધનો રહેલા છે. જેમ આત્માની શાંતિ માટે સમતા માટે તેનું જ્ઞાન મળવું જરૂરી છે તેમાં પ્સુતક વગેરે જ્ઞાનનું સાધન છે.

* પવિત્ર બનવા માટે અહિંસક બનવું જરૂરી છે. તે માટે ચારિત્ર-રજોહરણ સાધન છે.

* શુભ, સુંદર બનવા માટે પરોપકારી બનવું જરૂરી છે. તે માટે દાન પૈસા સાધન છે.

* સંત બનવા માટે શાંત થવું જરૂરી છે તે માટે સામાયિક-કટાસણુ સાધન છે.

* આત્માને કર્મથી મુક્ત કરવા ઉપાધિથી મુક્ત થવું જરૂરી છે. એ માટે જિનાલય જિનબિંબ સાધન છે.

આમ જેટલા જગતના શુદ્ધ ભાવો છે તેના સાધન તરીકે શુભ ભાવોને બતાવ્યા છે. અને તે શુભ ભાવોને જગાડવા માટે જૈન ધર્માના ઉપકરણોની યાદી કરાઈ છે. તે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના ઉપકરણો જીવને સંસારથી ઉગારવા માટે ઉપાસક છે. તેથી મોક્ષ માર્ગે આવા ઉપકરણોની યાદી આપવામાં આવે છે.

બાળકો આજે વગર પૈસાથી કરાતા એવા ધર્મની વાત કરવાની છે જેથી ફાયદો પુષ્કળ અને નુક્શાન જરા પણ નહીં.   

વૈજ્ઞાનિકો પણ હવે એવુ જણાવે છે કે જેના વિચારો ચિંતામુક્ત છે ભલાઈ પરોપકારથી ભરેલા છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધાથી ભરેલો છે તેની શક્તિ સહુથી વધારે રહે છે. કારણ કે, શરીરમાં કામ કરતી ગ્રંથીઓ, ચેતાતંત્ર, નાડીતંત્ર વગેરેમાં એક એવા રસ ઝરે છે જે સન્માર્ગે જીવનમાં આગળ વધારવાની શક્તિ ખુબ પેદા કરે છે. અને સુંદર મનુષ્યનું નિર્માણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે જૈન ધર્મ કહે છે કે, જે વ્યક્તિ પરમ શ્રદ્ધાથી પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે ભક્તિ કરે છે તેના અશુભ કર્મો નાશ પામે છે. નરક વિગેરેના કર્મો ગ્રહણ કર્યા હોય તો દૂર થાય છે. અને આત્મવિકાસ સાધે છે. તે માટે દેહ, મન અને આત્માને પવિત્ર કરનારી દેખાતી સામાન્ય પણ ઉત્તમ જ્ઞાનપૂર્વકની ક્રિયાઓનું માર્ગદર્શન આપે છે અને તે સામાન્ય કે વિશેષ લાગતી ક્રિયા પણ કેટલુ બધું ફળ આપવા સમર્થ છે તે હવે જોઈએ.

સંયમીના ઉપકરણ

* ઓધો = આ છે ઓધો, તે મોંઘો, વૈરાગીને મન સોંધો.

* દંડાસણ = આ છે દંડાસણ, જીવોને થાય વિસામણ (દુઃખ)

* સંથારો = આ છે સંથારો, ખરેખર મોક્ષ માર્ગનો સથવારો.

* આસન = આ છે આસન, મોક્ષ માર્ગનું (પ્રાપ્તિનું) સિંહાસન.

* વેષ  = આ છે વિરતિ ધર્મના વેષની વાત, દેવો ઝંખે તો પણ ન મળે એક રાત.

* ચરણ = આ છે પવિત્ર ચરણ, કરવું જોઈએ આત્મ સમર્પણ.

* પાત્રા = આ છે ગૌતમસ્વામીના પાત્રા, જેથી સુખે પળાય સંયમયાત્રા.

* મુહપત્તી = આ છે મુહપત્તિ, મોક્ષ માર્ગની બત્તી.

* ચરવળી = આ છે ચરવળી, જીવદયાનું પાલન કરાવે સવળી.

* તરપણી = આ છે તરપણી, તેમાં લવાય ફાસુક-નિર્દોષ આહાર પાણી !

*નવકારવાળી= આ છે નવકારવાળી, જપતાં જીવન દે અજવાળી.

* પોથી શાસ્ત્ર  = આ છે પોથી-શાસ્ત્ર, વાંચતા વંદતા જીવન થાય પાત્ર. લેવા જેવું સંયમ. ત્યજવા જેવો     સંસાર. પ્રાપ્ત કરવા જેવો મોક્ષ.

દેરાસરજી (દર્શનપદ)ના ઉપકરણો

૧) કળશઃ- આ કળશથી પરમાત્માને જલ વગેરેનો પ્રક્ષાલ કરવાનો હોય છે આ કળશ ચાંદી-તાંબુ-માટી વગેરેનો બને છે. કળશના નાના-મોટા અનેક આકરો છે. તેમાં ૧ થી ૯ જેટલાં નાળચાં હોય છે, જિનમંદિર વગેરે શુભકાર્યો તે વપરાય છે. જિનમંદિર વગેરેના પૂજા-વિધિ વગેરેમાં મુખ્યત્વે વપરાય છે. કુંભ અને કળશમાં નાળચાંનો તફાવત હોય છે.

૨) ઓરસીયોઃ- પ્રભુ પૂજા માટે જે બરાસ કે ચંદન ઘસવાનું હોય છે તે ખરબચડો ગોળ-મોટો ઘાટ ઘડેલો પથ્થર.

૩) ચંદનઃ-સુખડના લાકડાનો ટૂકડો, જેને ઓરસીયા ઉપર ધસી પ્રભુપૂજા માટે ચંદન પૂજા કરવાની હોય છે. તે અતિશય શીતલ હોય  છે.

૪) મોરપીંછીઃ- ભગવાન- પ્રભુજી ઉપર જે ફૂલ-વાસક્ષેપ વગેરે આગલા દિવસનો પૂજાયો હોય તેને જયણાપૂર્વક ઉતારવાનું સાધન યોગ્ય કદના મોરનાં પીંછાને વ્યવસ્થિત રીતે બાંધેલાં હોય છે. પ્રભુજીને પ્રક્ષાલ વગેરે પૂજા કરતાં પહેલાં મોરપીંછી ફેરવવાની હોય છે.

૫) અંગલૂંછણાઃ- પરમાત્માને પ્રક્ષાલ પૂજા થયાં પછી પ્રભુજીને સાફ કરવા  માટેના ત્રણ કોટન-મલમલના કપડાના મોટા ટૂકડા, રાખવાના હોય છે અને વારાફરતી ૧-૨-૩ એમ પ્રભુજીને અંગલૂંછણા કરવાના હોય છે.

૬) થાળી-વાટકીઃ- ચંદન-બરાસ, પુષ્પો વગેરે રાખવાનું સાધન છે પ્રભુ પૂજા માટે જે કેસર ચંદન બરાસ વગેરે ઘસીને તેમાં લઈ જવાનું હોય છે.

૭) ધૂપદાનીઃ- જેમાં પ્રભુજી પાસે ધૂપપૂજા કર્યા પછી, ધૂપ-અગરબત્તી વગેરે રાખવાનું સાધન.

૮) દીપકઃ-પ્રભુજી પાસે દીપક પૂજા કરવા માટેનું સાધન આના અનેકવિધ પ્રકારે હોય છે. ફાનસ-બીજોરૂં વગેરે પણ વપરાય છે.

૯) આરતીઃ- એક, પાંચ, સાત અથવા વધારે દીપકો રાખવાના ખાના જેમાં હોય તે સાધન લગભગ તે પાંચ જ્ઞાનના પ્રતિકરૂપે પાંચ ખાનાવાળી હોય છે. પ્રભુની - સમક્ષ તે દરરોજ ત્રિકાળ આરતી ઊતારવાની હોય છે.

૧૦) મંગળદીવોઃ- પરમાત્મા પાસે આરતી ઉતારતી વખતે, એક જ દિવાના  ખાનાવાળું આ સાધન હોય છે. પ્રભુજી સામે  આરતી પછી તરત  ઉતારવાનો હોય છે.

૧૧) દર્પણઃ- પ્રભુનું ર્નિિવકાર મુખ જોવા માટેનો અરીસો છે. પ્રભુ પૂજા પછી આ ક્રિયા કરાય છે.

૧૨) ચામરઃ- ચમરી ગાયના પુચ્છના વાળમાંથી બનાવેલું વિશિષ્ટ સાધન છે.પ્રભુજી સામે ભક્તિથી(વીંઝણાની જેમ) ચામર ઢોળવાનો હોય છે.

૧૩) ઘંટઃ-દેરાસરમાં રહેલો ઘંડ સુઘોષા ઘંટાના નામે ઓળખાય છે. પ્રભુ દર્શનથી ઉત્પન્ન થયેલા આનંદ-હર્ષને વ્યક્ત કરવા વગાડાતું સાધન તે પીત્તળનો હોય છે અને તેમાં પણ નર ઘંટ અને માદા ઘંટ હોય છે. તેમાં જિનાલયની અંદર ‘નર ઘંટ’ રાખવામાં આવે છે.જે ગંભીર  અવાજથી ઓળખાય છે. ઘણાં સ્થાને ગૃહમંદિર કે નાના જિનાલયમાં  નાની ઘંટડી પણ મૂકવામાં આવે છે.

૧૪) દુંદુભિઃ- આરતી આદિ પ્રસંગોમાં બે લાકડીથી વગાડાતું સાધન છે. જે નગારા તરીકે  પણ ઓળખાય છે.

૧૫) મંજીરાઃ- પ્રભુભક્તિમાં વેગ લાવવા તથા અતિશય આનંદ પ્રગટ કરવા બે હાથેથી વગાડાતું સાધન આ કાંસાના બનેલાં હોય છે. તેને છેડે દોરીથી બાંધેલા કપડાનાં હાથા હોય છે અને પૂજા પૂજન ભક્તિ વગેરે પ્રસંગોમાં ખાસ વગાડાય છે.

૧૬) કાંસીજોડાઃ- મંજીરાની મોટી આવૃત્તિ છે અને તે કાંસાના બનેલાં બે ગોળ, હાથથી પકડી શકાય તેવાં હોય છે. અસલ શાસ્ત્રીય સંગીતના સૂર પૂરવા / પૂરાવવાનું અદ્દભુત કામ કરે છે.

૧૭) દેરાસરની ડબ્બીઃ- જિનાલયે લઈ જવાની પૂજા સામગ્રી રાખવાનું એક સાધન. તેમાં ચોખા-બદામ-કેસર-બરાસ-ધૂપ-દીપ-ફળ-નૈવેદ્ય-રોકડ નાણું વગેરે મૂકાય છે. ઘણા લોકો ડબ્બીને બદલે મખમલ વગેરેમાંથી બનાવેલા બટવા પણ લઈ જાય છે.

૧૮) ધજાઃ- દેરાસર ઉપર, જિનાલયના ચોક્કસમાપ પ્રમાણે બનાવેલી સુંદર કાપડની હોય છે. તેમાં બે બાજુ લાલ અને વચ્ચે સફેદ કલર હોય છે જો મૂળનાયક ભગવાનની ર્મૂિત અરિહંતપણાની હોય તો પરંતુ જો પરિકર વિનાની સિદ્ધપણાની ર્મૂિત, મૂળનાયક તરીકે હોય તો વચ્ચે લાલ કલર અને આજુ બાજુ બે સફેદ કલર હોય છે.

૧૯) ધ્વજદંડઃ- જિનાલયના શિખર ઉપર ધ્વજાને બાંધવા માટેનો ચોક્કસ પ્રમાણવાળો પિત્તળનો ઉભો દંડ-અને તેના ઉપરના છેડે ચોરસ પાટલી હોય છે. જેમાં એક સળિયાની સાથે ધજા બાંધવાની હોય છે.

૨૦) કળશઃ- ધ્વજદંડની બાજુમાં ચોક્કસ માપવાળો કુંભ આકારનો  હોય તે કળશ કહેવાય છે. તે મંગલ પ્રતીક તરીકે મૂકાય છે. પથ્થરનો   કે આરસનો બનાવેલો હોય છે.

૨૧) છત્રઃ- પ્રભુજીના મસ્તક ઉપર ત્રણ અથવા એક ગોળ આકારનું છત્રી જેવા આકારનું પથ્થરને ઘડીને મુકાય છે ત્રણ હોય તો પ્રથમ મોટું પછી નાનું અને સૌથી ઉપરનું એનાથી નાનું હોય છે. તે સોના- ચાંદીના બનાવેલા પણ મૂકાય છે. ત્રણ જગતનું સ્વામિત્વ બતાવતું પ્રતીક છે અને પ્રભુજીના અષ્ટ પ્રાતિહાર્ય પૈકીનું એક છે.

૨૨) ત્રિગડું-- ક્રમશઃ ત્રણ મોટા બાજોઠ ઉપરા ઉપરી ગોઠવવામાં આવે છે. તેમાં મુખ્ય સ્થાને પ્રભુજીની ર્મૂિત પધરાવી સ્નાત્ર, પૂજા, પૂજનો વગેરે ર્ધાિમક ક્રિયા કરવાની હોય છે. સાક્ષાત્ પ્રભુજી જે સમવસરણમાં બેસી દેશના આપતાં હોય છે. તેનીપ્રતિકૃતિ રૂપે મૂકાય છે. તે  મુખ્યત્વે લાકડાનું, જર્મન સિલ્વર કે ચાંદીનું બનાવેલું હોય છે.

૨૩) શાંતિકળશઃ- સ્નાત્ર-પૂજન વગેરે ધર્મ ક્રિયાની પૂર્ણતા બાદ કરાતી માંગલિક ક્રિયામાં વપરાતું વિશિષ્ટ સાધન છે. આમાં તાંબાની કે જર્મન સિલ્વરની કુંડી હોય છે અને કળશોથી મંગલસ્તોત્ર પાઠ દ્વારા કુંભને સ્નાત્ર જલના પાણીથી ભરવાનો હોય છે. આ અતિ માંગલિક પ્રક્રિયા ગણાય છે.

જ્ઞાનના ઉપકરણો

૧) પુસ્તક -- શ્રુતજ્ઞાનનાં સાધન ભૂત ગણાય છે. માહિતિ કે જ્ઞાન  મેળવવા માટેની એક પૂજય અને   આદરણીય વસ્તુ ગણાય છે. પુસ્તકો નાના - મોટા અનેક વિધ પ્રકારનાં હેાય છે.

ર) સાપડો --  પુસ્તકને મુકવા માટેનું એક પ્રકારનું સાધન જે લાકડાંમાથી બને છે. લાકડાં ના બે પાટિયા વચ્ચે પાડેલા કાણં (હોલ) મા જોડેલા હોય છે, પણ સંાધેા કરેલો હેાતો નથી. ખીલી મીજાગરા   જેવું એક પણ સાધન વાપર્યા વિના ખૂબીથી બનાવેલું હેાય છે. પુસ્તક - ગ્રંથ - વગેરે  શ્રુતજ્ઞાનનો   વિવેક આદર જાળવવા આ સાપડાનો ઉપયોગ થાય છે.

૩) કલમ -- (પેન) કાગળ ઉપર લખવાનું સાધન છે. - પેન - બોલ પેન - પેન્સિલ - શાહી પેન વગેરે   હાલની શોધ ગણાય છે. જૂના જમાનામાં ખડીયામાં ખિત્તાને બોળીને પ્રાચીન ગ્રંથો લખવામાં આવ્યા હતાં તે હાલ નહિવત્ જોવા મળે છે. અહિં લખવાના સર્વ  સાધનને કલમ અંતર્ગત ગણવાના હોય છે.

૪) પોથી --પ્રાચીન ગ્રંથોને બાંધીને સાચવી રાખવાનું એક ચોક્કસ આકાર - પ્રકારવાળું કપડું - જેને   છેડે લાંબી દોરી હોય છે જે તે શ્રુત - પુસ્તકને વીંટને બાંધવા માટે હોય છે.

પ)  પાટી --લાકડાનું એક લંબચોરસ પાટિયું હોય છે. જેને પ્રાચીન (હસ્તકૃત) ટકાઉ કાગળો માં લેખન   કરવાનો આધાર બને છે. શ્રુતજ્ઞાનનું ઉપકરણ ગણાય છે.

૭) વહી -- જેમાં સં- સમાજના તિહાસિક પ્રસંગો તથા વિશિષ્ડ પ્રસંગોની નોંધ લાંબા ઉભા કાગળોમાં   કરવામાં આવતી હતી. સંઘના વહિવટ - હિસાબ વગેરે પણ થતાં તેને દોરીથી બાંધી રાખવામાં આવતાં હતાં.

૮) ઓળિયું -- દસ-પંદર ફુટ લાંબુ અને ૯ થી ૧૦ ઈંચ પહોળુ પ્રાચીન  વિનિમયપત્ર વગેરે લખવા માટેનું   જ્ઞાનનું એક સાધન વિશેષ છે.

૯) ઠવણી --સુખડની પાતળી ૪ ઉભી ગોળ દાંડી (લાકડી) પોલીશ કરેલી હોય છે. તેમને વિશિષ્ટ રીતે બાંધીને ઉપરના ભાગે સ્થાપનાચાર્યજી પધરાવવામાટે એક ગાદી જેવું હોય છે. તેની ઉપર પાંચ શંખમાંથી બનાવેલા પાંચ આચાર્ય હોય છે. ગોળ આવર્તવાળા સ્થાપનાજી મુકવા માટેનું સાધન વિશેષ છે. જેની સન્મુખ જ સાધુ સંસ્થા ધર્મ ક્રિયા કરતી હોય છે.

૧૦) કવલી -- વાંસની ચીપનું બનાવેલુ હસ્તપ્રતો મૂકવા માટેનું સાધન વિશેષ.  જેથી અમૂલ્ય ગ્રંથોનો આદર - સુરક્ષા વગેરે થઈ શકે.

૧૧) નવકારવાળી --નવકારમંત્ર ગણવામાટેની માળા. તે ૧૦૮, ૫૪, કે ૨૭ પારા (મણકા) ની હોય છે. તે ઉપર ગોળ મેરુ હોય છે. ઉનનો ગૂંથેલો  હોય છે. મંત્ર જાપ કે ઈષ્ટ દેવનું સ્મરણ કરવા માટે આ માળાનો ઉપયોગ થાય છે. સહુ થી ઉત્તમ સુતરના પારાની ગણાય છે. તે સિવાય અનેક જાતના રત્નો  કિંમતી પથ્થરો વગેરેની માળા બને છે.

૧ર) પુઠીયું -- વ્યાખ્યાન સમયે ગ્રંથના પાનાને હાથમાં રાખવા માટે પુઠાનું બનાવેલું એક  સાધન. તે સાદુ - જરીવાળુ વિવિધ આકૃતિવાળુ દોરેલુ  હોય છે. તેને પાટલીના નામે આોળખાય છે.

૧૩) ચંદરવો --વ્યાખ્યાનની પાટ ઉપર, મસ્તકના ભાગે બાંધેલો કીનખાબ કે મખમલ નો ચોરસ, મોટો, ગુંથેલો કપડો. જે વ્યાખ્યાન સમયે ખાસ  બાંધવાનો હોય છે.

૧૪) બટવો -- ગુરુભગવંતના આશિષ મેળવાવા માટે જે ઉત્તમ દ્રવ્ય, ચંદન, - સુખડમાંથી બનાવેલ વાસક્ષેપને ભરવા માટેનું સાધન. જે મખમલ કે કોટનના જરીવાળા કાપડમાંથી બનાવવામાં આવે છે. અથવા નવકારવાળી વગેરે પણ રાખવાનું સાધન ગણાય છે.

ચારિત્રના ઉપકરણો

૧) ઓઘો -- સાધુ જીવનનું મુખ્ય પ્રતીકછે. સૂક્ષ્મ - ઝીણા જીવોની જયણા પાળવામાં કામ કરે છે. ઓઘાનું બીજુ નામ રજોહરણ છે.  સાધુ-મુનિવરો હરસમયે માથે જ રાખવાનો હોય છે. અને નીચે બેસતાં, કમાડ, બારી, વગેરે ઉઘાડ - બંધ કરતાં જયણાપૂર્વક  પૂજવા  પ્રમાર્જવા આ ઓઘાનો ઉપયોગ થાય છે. દીક્ષા ગ્રહણ વખતે ગુરુભગવંત વિધિપૂર્વક આપે છે.આ ઓઘામાં એક ચંદનની લાકડી, લાલ કલરનું, હાથે ગુંથેલું, મંગલમય આકુતિઓવાળુ,પાઠું (બનાતનું જાડું કપડું) તેની ઉપર એક સફેદ મલમલનું કપડું અને એક ઉનનું ગરમ કાપડ (ઓઘારીયું) અને બે સુતરાઉ  દોરા  (નિષેધીયું) આ બધા થી વ્યવસ્થિત પણે તે બાંધેલ હોય છે.

૨) ચરવળો -- એક ચોક્કસ આપવાળી અને આકારવાળી કાળાકલરની કે કથ્થઈ રંગની લાકડીના છેકે ઉનની સફેદ દશી  (પાતળી દોરી) ઓ બાંધેલ હોય છે. ઓધાની જેવોજ આકાર હોય છે. પણ આ માત્ર ભાઈઓ - બહેનો માટે હોય છે.  સુક્ષ્મ જીવરક્ષાના સાધન તરીકે ઉપયોગ કરવાનો હોય છે. સામાયિક -૫તિક્રમણ- પૌષધ વગેરેમાં અવશ્ય રાખવાનો હોય  છે. ભાઈઓને ગોળ દાંડી અને બહેનોને ચોરસ દાંડીનો રાખવાનો હોય છે.

૩) મુહપત્તિ --કંઈ પણ બોલતી વઅતે મુખ પાસે રાખાવનું આઠ પડવાળુ કપડું તેનાથી વાયુકાયના   જીવોની જયણા પાળવાનો હેતુ છે. ઉપાશ્રયની ધર્મક્રિયામાં અવશ્ય મુહપત્તિ રાખવાની હોય છે.  

૪) દેડાસન -- પાંચ - છ વેંત લાંબી નેતર કે સીસમની લાકડીને છેડે ઓઘા જેવીજ ઉનની દોરી બાંધેલી   હોય છે. સાધુ - સાધ્વી કે  પૌષધવ્રત લેનારને કાજો ( કચરો) કાઢવા, રાત્રે જમીન ઉપર ફેરવીને   જવા-આવવા માટે, આ દેડાસનનો અવશ્ય ઉપયોગ કરવાનો હોય છે. જીવરક્ષાનો હેતું છે.

૫) દાંડો -- ગોળ અને ઉપરના ભાગે મેરુ વગેરે ચોક્કસ આકારનો  પાંચ કૂટ આસપાસનો   લાકડીનો દંડ હોય છે. તે સીસમ વગેરેનો બનેલો હોય છે. દીક્ષાના પ્રથમ દિવસથી સાધુવેશની સાથે જ આપવામાં આવે છે. તે બહાર આવવા - જવા વિહાર - ગૌચરી વગેરેમાં સાધુને સાથે   રાખવાનો હોય છે.  આ દંડ વિના સાધુને ૧૦૦ ડગલાથી દૂર જઈ શકાતું નથી. અનિવાર્ય પ્રસંગે   સ્થાપીને અમુક ક્રિયા કરી શકાય  છે.

૬) કામળી -- સાધુ - સાધ્વીજી ભગવંતોના ખભે અથવા આખા અંગે ઢાંકી શકાય તેવું  ઉનનું (ગરમ)   વસ્ત્ર જેનાથી દેશરક્ષા કરાય છે. આ કામળી વિના પણ ૧૦૦ ડગલાથી  દૂર જવાતું નથી. આના   વિવિધ પ્રકારો રહેલા છે.

૭) સંથારીયું --રાત્રિના સુતા (સંથારા) માટે જમીન ઉપર પાથરવાનું ઉનનું ગરમ વસ્ત્ર.  જે પ થી ૬   ફુટ લાંબુ હોય છે. ગૃહસ્થ ગાદલા રજાઈ ઉપર સુવે તેમ સાધુ આ સંથારા ઉપર શયન કરે છે.

૮) કપડો -- સાધુ ભગવંતને સિવેલા કે ઓટયા વગરનો સવા બે થી અઢી મીટરનો કોટન(સુતરાઉ)નો   કપડો. જ બુશર્ટ ને સ્થાને આખો સળંગ કપડો ,ચોળપટ્ટો પહેર્યાપછીઉપર પહેરતા હોય છે.

૯) ચોળપટ્ટો --ખાદી કે સુતરાઉનો ર મીટરનો કપડો સિલાઈ વગરનો  કમર ફરતો વીટવા માટેનો હોય છે. જે ચડ્ડી કે પેન્ટની જગ્યાએ પહેરાય છે.

૧૦) આસન -- સાધુઓ કયારેય જમીનનો સ્પર્શ થાય તેમ બેસતા નથીં પરંતુ ઉનના ગરમ ચાર ફુટ   સમચોરસ વસ્ત્ર ઉપર બેસતાં હોય છે. તેને આસન કહેવાય છે.

૧૧) પાત્રા -- મુનિવરો જેમાં આહાર વાપરે તે લાકડાના બનાવેલા હોય છે. અમુક જાતના લાકડામાંથી   બનાવેલા ગોળ હોય છે. અને ક્રમશઃ મોટા-મોટા એમ પાંચ - સાત - નવ પાત્રાનો સેટ હોય છે. આ   દરેક પાત્રા ઉપર ખૂબીથી ચોક્કસ હાથેથી જ કલર કરેલા હોય છે. અને તે પણ પીંછી-બ્રશ કે   મશીનના ઉપયોગ વિના રંગેલા હોય છે. આમાં સાધુઓ બહારથી (ઘરે)થી ફરી ફરીને આહાર   લાવતા હોય છે.

૧૨) તરપણી -- સાધુના આહાર પાણી માટે લાકડામાંથી ગોળ ઉભા આકારનું એક પાત્ર (ઉપકરણ)  હોય છે. આમા પેય-પ્રવાહી લાવતાં હોય છે. આમાં નાના - મોટા અનેક કદ હોય છે. મોટા હોય તેને   "લોટ" કહેવાય છે.તેમાં ઉકાળેલું પાણી લાવી વાપરાવા (પીવા) માટે ઉપયોગ કરતાં હોય છે.

નોંધ -- પાત્રા - તરપણીમાં લાવેલ ગૌચરી (ભોજન) કરી લીધા પછી બિલકુલ સ્વચ્છ અને શુદ્ધ દરરોજ   કરવાના હોય છે. અને તે કોઈ પણ પ્રકારના સાબુ-રાખ કે પાવડર વિના શુદ્ધ કરાતાં હોય છે.

૧ર) પુંજણી --નાના કદની ચરવલા  જેવા આકારની હોય છે. તે પાત્રા પરાત,  ઘડા વગેરેના પડિલહેણના ઉપયોગમાં આવે છે. જીવરક્ષાનો  હેતું છે.તથા કચરો (કાજો) કાઢયા પછી સુપડીમાં લેવા માટે જે સાધન વપરાય છે. તે જાુદુ છે. તેને પણ પુંજણી કહેવામાં આવે છે.  પરંતુ તે શણના દ્રવ્યમાંથી મુલાયમ, પોચી, હોય છે. જયણા પાળવા માટે દરેક ભરમાં રહેતી હોય છે.

૧૩) સૂપડી -- એકદમ  નાની સાઈઝનું સુપડું, ઉપાશ્રયના કાજા (કચરા)ને  વિધિપૂર્વક ભેગો કર્યા પછી જયણા પૂર્વક તે કાજાને ભેગા કરી, સૂપડીમાં લઈને યોગ્ય સ્થળે પરઠવવા (નાંખવા) માટેનું સાધન. તે લાકડાનું બનેલુ હોય છે.

૧૪) ઘડી -- સામાયિક 48 મીનીટનો કાળ દર્શાવનારું, જુના યુગની  ઘડિયાળ ગણાય છે. જેમાં કાચના બે ગોળાને ચોક્કસ રીતે ગોઠવ્યાં હોય છે. એક ગોળામાંથી બીજાગોળામાં એક વિશિષ્ટ રેતી ધીમે ધીમે પસાર થાય છે. કે જે એક પણ જાતની મશીનરી વિના આપોઆપ ૪૮મીનીટે ખાલી થાય છે. જે એક સામાયિક કરવાનો કાળ બતાવે છે.

૧પ) વિહારઃ- સાધુઓ જીંદગીભર પદયાત્રા કરે છે. તે એક ગામથી બીજે  ગામ પગ વડે જાય છે. તેને વિહાર કહે છે. જે ચારિત્રના જ એક ભાગ રૂપ કહેવાય છે.