આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

જૈન ધર્મમાં જ્ઞાન અને ક્રિયાનું મહત્વ

        ‘‘¿¢¢ÝçRU²¢|²¢æ }¢¢ïÿ¢:’’ભગવાન મહાવીરનો આ મોક્ષમાર્ગ છે. એનાં ચઢાણ કદાચ કપરાં રહે પણ માર્ગ સ્પષ્ટ અને સુરેખ છે. ''કષ્ટ કરો, સંયમ ધરો કે કાયાને ગાળી નાખો પણ સાચી જ્ઞાનદરા વિના જીવને ભવદુઃખનો અંત આવતો નથી.'' ધર્મના ક્ષેત્રમાં કેવળ ધર્મના ક્ષેત્રમાં કેવળ માહિતીનું કોઈ મૂલ્ય નથી. જેનાથી આત્મહિત-આત્મકલ્યાણ સધાય, મનોજગત શુભપ્રયાણ કરે તેને જ જિનશાસન સાચું જ્ઞાન કહે છે. જ્ઞાનથી  હેય-ઉપાદેયનો, હિત-અહિતનો, યોગ્ય-અયોગ્યનો ખ્યાલ આવે છે અન તેના આધારે પ્રવૃત્તિ કે નિવૃત્તિ થાય છે. જેને પૈસા ગણતા જ ન આવડતા હોય તે પોતાના પૈસાને ય શી રીતે ગણી શકે ? દોષ કોને કહેવાય એની જ જેને ખબર નથી તે પોતાના દોષોને ય ન જોઈ શકે ન કહી શકે. અજ્ઞાનતાને લીધે સાચા-ખોટાનો નિર્ણય ન થવાથી ખોટી પ્રવૃત્તિઓની શક્યતા વધી જાય છે. જગતમાં તમામ દુઃખો અને તમામ અપરાધભાવોનું મૂળ અજ્ઞાનમાં રહેલું છે. સોળ દિવસમાં પંદર અક્ષર જ યાદ રહે તો પણ ગોખવાનું ચાલું રાખવું જોઈએ. મહેનત એ મંત્ર છે અને ભણવા બેઠા એ સફળતા છે. પંદર દિવસમાં અડધી ગાથા પણ ન આવડે તેને રોજ ૨૫૦૦ નવકાર ગણવારૃપે પરાવર્તન નામનો સ્વાધ્યાય કહ્યો છે. સખત સ્વાધ્યાય કરનાર ઘણા છે પણ સતત સ્વાધ્યાય કરનારા ઓછા છે. 'યાદ નથી રહેતું' કે 'પાકા ઘડે કંઈ કાંઠા ચડે ?' એવું કહી સ્વાધ્યાય બંધ કરનારા ઘણા મળે છે. પણ ખાવાનું પચતું ન હોય તેની ખાવાનું બંધ કરનારા કેટલા? પાંત્રીસ ટકા જેટલું જ્ઞાન મેળવીને પાસ થવાનો સંતોષ માનનારા આપણે બાકીનું જે નથી આવડતું તેના ટકા વધારે છે તે જોતા. શાસનપ્રભાવના માટે પણ તે શાસ્ત્રોનું જ્ઞાન જરૃરી છે. જ્ઞાનની પરિણતિ જેનામાં થઈ હશે તે કદી બીજા પર અરુચિ નહિ કરી શકે. કુરગડુ મહાત્મા પર ચાર તપસ્વીઓને અરુચી થઈ પણ કુરગડુ મુનિને તેમના પર ન થઈ, ''તે જ્ઞાનની પરિણતિનો પ્રભાવ છે. શાસ્ત્રમાં તપ કરતાં ય સ્વાધ્યાયમાં વધુ કર્મનિર્જરા કહી છે. 'જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો ક્ષય'' જ્ઞાન હશે તો અલ્પ સમયમાં અનંતા કર્મોને ખપાવી શકાય. અગ્નિ લાકડાને થોડીવારમાં સળગાવી દે છે, તેમ જ્ઞાની પોતાનાં કર્મો ને ખપાવી, ક્ષણવારમાં પૂર્ણ પ્રકાને પામે છે. મનમાં સતત સતત ઉપયોગ વિના જ્ઞાન ન મેળવી શકાય. બાહ્ય તપસ્વીને ઇન્દ્રિયનિગ્રહ આંશિક છે, જ્ઞાનીન સર્વાંશે છે. જ્ઞાનથી પરિણત થયેલો જ્ઞાની દુર્ધ્યાનમાં ન જ પડે. ધન્ના અણગારની સર્વ શ્રેષ્ઠતા માત્ર તેમની તપસ્વિતાને આભારી નહોતી, તેઓ અગિયાર અંગના જ્ઞાતા પણ હતા. તપની મર્યાદા છે, જ્ઞાનની કોઈ મર્યાદા નથી તેથી કે કેવળજ્ઞાન સુધી આત્માને પહોંચાડી શકે છે. જ્ઞાનની થોડી પણ ક્રિયા ઉત્કૃષ્ટ ફળ આપે છે, થોડા સમયમાં વધુ કર્મનિર્જરા કરે છે. પાપદય વેળા ય હાયવોય ન કરતાં શાંતિથી કર્મને ભોગવે છે. આર્તધ્યાન એને નહીવત્ હોય છે. સમ્યક્જ્ઞાન જેને મળ્યું હોય તેની તો દિશા બંને બદલાઈ જાય છે.

        જ્ઞાનની પાંચ વિશેષતાઓ છે. -(૧) ચોરી ન થાય. (૨) રાજા વગેરે સત્તાધીશ લૂંટી ન લે. (૩) ભાઈઓ ભાગ ન માગે. (૪) જ્ઞાનનો ભાર ન લાગે. (૫) જ્ઞાનને જેમ વહેંચો તેમ વધે.

        જો કે જ્ઞાનનું 'રેડ સિગ્નલ' પણ શાસ્ત્રકારો દર્શાવવાનું ભૂલ્યા નથી. સાતમા પદ જ્ઞાન - એનો અપચો થાય તો સાતમા પાપસ્થાનક માનમાં જતાં જીવને વાર નથી લાગતી. બાહુબલિજીનું દૃષ્ટાંત આપણી આંખ સામે જ છે. શ્રી ખલિલ જિબ્રાને જ્ઞાાન અંગે ચેતવણીનો સૂર સરસ બતાવ્યો છે ''જ્ઞાન એટલે ઘમંડી બની જાય કે મોકળા મને રડી પણ ન શકે, એટલું ગંભીર બની જાય કે મુક્ત મને હસી પણ ન શકે મોકળા મનુ રડી પણ ન શકે, અને ગંભીર બની જાય તો મુક્ત હસી પણ ન શકે, એટલું આત્મકેન્દ્રિત બની જાય કે પોતાના સિવાય બીજા કોઈની ચિંતા ન કરે ત્યારે એ જ્ઞાન અજ્ઞાન કરતાં ય વધુ ખતરનાક નીવડતું હોય છે.

જ્ઞાનનું ફળ

        આચાર્ય શ્રી પ્રદુમ્નસૂરિ મ.સા. જણાવે છે તેમ મોટા ભાગના લોકોને નિશ્ચિત કરેલો મત છે કે ‘‘¿¢¢ÝS² ÈUHæ ç±Úç¼:’’ જ્ઞાનનું ફળ વિરતિ-આચરણ છે. આચરણ વિનાનું જ્ઞાન નકામું છે. જ્ઞાન તો જ સાર્થક થાય કે તે પ્રમાણેનું જીવન હોય, કરણી એક દૃષ્ટિએ આ વાત ખોટી નથી પણ આ જ્ઞાનના ફળની વાત બાહ્ય સપાટીની છે, ઉપલક દૃષ્ટિની છે. બહિરંગ ભૂમિકાએ સમજણના સીમાડાનો વિસ્તાર એ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન દ્વારા આપણા પડળ પર જામેલા મેલને ધોવાના છે. ને ગુણો ખીલ્યા છે તેને માવજત કરી સાચવવાના છે, તેનો વિકાસ કરવાનો છે. જ્ઞાન સમગ્ર જીવનમાં અભિવ્યક્ત થવું જોઈએ. નમ્રતા, નિર્દંભતા, આર્જવ, અહિંસા, પ્રેમ, ક્ષમા, કરૃણા વગેરે ગુણો જ્ઞાનની સાથે પડછાયાની જેમ આવે જ.

        જ્ઞાન વિનાની, સાતી સમજણ વિનાની ક્રિયાની આડઅસરો ય ઘણી છે, જેને કારણે ધર્મ પણ ક્યારેક વગોવાય છે. આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં અમદાવાદના ટાઉનહોલમાં પર્યુષણ વ્યાખ્યાનમાળામાં એક બહેને પોતાના લેક્ચરમાં જણાવ્યું કે પ્રતિક્રમણ કરતાં ક્યારેક ડાબો પગ તો ક્યારેક જમણો પગ ઊંચો કરવાનો હોય છે. નવકારશીનો સમય કોઈવાર સવારે ૮ક-૧૨મિ તો વળી કોઈ વાર ૭ક-૩૬મિ એવું જ ચઉવિહાર કરવામાંય - આ બધું કંઈ જરૃરી નથી. એક ઉંમરલાયક ભાઈ નિયમિત સવાર-સાંજનું પ્રતિક્રમણ, નવકારશી-ચઉવિહાર, સેવાપૂજા સામાયિક કરતા હતા, તેમણે આ લેક્ચર સાંભળી બધું છોડી દીધું ! એક બહેનની જૈનશાસનને સમજવાની અજ્ઞાનતાને કારણે આવા કેટલાય લોકોના મન મગજ ફેરવી નાખ્યા હશે. આપણે તો એટલું જ પ્રાર્થવું રહ્યું.

¥¿¢¢Ý ç¼ç}¢Ú ãÚÎï, ãï }¢¢¡ ࢢÚÎï

સાચું જ્ઞાન - સાચી ક્રિયા

        માર્ગ પર ગતિ કરવા - ડાબા પગનું સરખું મહત્ત્વ છે તેમ મોક્ષમાર્ગે ગતિ કરવા જ્ઞાન અને ક્રિયાનું સમજવું - જ્ઞાનની કોરી વાતોથી કે યાંત્રિકપણે ક્રિયાકાંડ પૂરા કરવાથી શિઘ્ર ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકાની પ્રાપ્તિ થઈ જશે એ ભ્રમમાં રાચવા જેવું નથી. (કેટલાક લોકોનો સમય ધર્મ કરવા કરતાં ધર્મનો ઢોંગ કરવામાં વધુ વહી જાય છે) જ્ઞાન બીજ સમાન છે તો ક્રિયા ફળ સમાન છે. જ્ઞાન અને ક્રિયાનો સુમેળ સાચું અધ્યાત્મ છે. ક્રિયાની સાથે સમજ ન હોય અને સમજની સાથે ક્રિયા ન હોય તો દોષોનો નાશ અને ગુણોની વૃદ્ધિ શક્ય નથી. શાસન એકલા જ્ઞાનમાં નથી કે એકલી ક્રિયામાં નથી. એકલી સમજના વિશ્વાસે ન રહેવાય; વ્રત-નિયમ, તપ-ત્યાગાદિ ધર્મપ્રવૃત્તિઓ પણ કરવી પડે. 'અજ્ઞાન- જાય તો જ્ઞાન આવે ' એમ નહિ, જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરો તો અજ્ઞાન જાય. ભગવાને એકલા શ્રુતધર્મનું કે એકલા ચારિત્રધર્મનું પ્રતિપાદન નથી કર્યું એ બંનેનો સુયોગ હોય તો જ વાસ્તવિક ધર્મ છે એમ જણાવ્યું છે. ભગવાને પોતે પણ કર્મક્ષય માટે જ્ઞાન અને ક્રિયા બંનેની સાધના કરી છે. 'ઉપશમ અને ક્ષપક શ્રેણીનું મૂળ વર્તન છે. વીતરાગપણું ચારિત્રથી પ્રાપ્તિ થાય છે. માત્ર જ્ઞાાનથી નહિ. વીતરાગ શબ્દ વર્તનની અપેક્ષાએ છે. સર્વક્ષ શબ્દ જ્ઞાાનની અપેક્ષાએ છે. પ્રથમ વીતરાગતા અને પછી સર્વજ્ઞાતા છે.

પ્રેક્ટીકલ જ્ઞાન અને ક્રિયા

        શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે કહ્યું છે :‘‘ã²æ Ý¢‡¢æ çÜU²¢ã臢æ, ã²¢ ¥ó¢¢‡¢¥¢ï çÜU²¢’’ક્રિયા વિનાનું જ્ઞાાન એ હણાયેલું જ્ઞાન છે. અને જ્ઞાન વિનાની ક્રિયા તે પણ હણાયેલી જ છે. કર્મબંધનથી મુક્ત થવાની પ્રબળ ઇચ્છા હોય તો રાજમાર્ગ એક જ છે ઃ શત્રાધારવાળી ધર્મપ્રવૃત્તિમાં મન મૂકીને લાગી જવું અને જે કરીએ તેમાં સમજણ પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખવું. આપણા ગમા-અણગમાને બાજુ પર મૂકી પ્રથમ તો શાસ્ત્રવિહિત આવશ્યક ક્રિયાઓમાં જોડાઈ જવું જોઈએ. એક રથનાં બંને પૈડાં બરાબર હોય તો જ રથ ઇષ્ટ સ્થાને પહોંચી શકે તેમ આપણો ધર્મરથ જ્ઞાાન અને ક્રિયારૃપ બંને પૈડાંવાળો હોય તો જ આત્માને મુક્તિનગરીમા પહોંચાડે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે 'Ó¢Ú‡¢ ÜUÚ‡¢ 籌ÐãèÝ¢ï, Ï¢éa§ü S¢éÏ¢ãéæ çÐ Á¢¢f¼¢ï’ વિદ્વાન પણ જો ચરણ - કરણ વિનાનો હોય તો ડૂબી જાય છે. ડોક્ટરને પોતાને થયેલા રોગનું જ્ઞાન હોય, તે માટેનાં દવા - ઉપચારનું ય જ્ઞાાન હોય પણ તે દવા લેવાની ક્રિયા ન કરે તો સાજા થાય ? કકડીને ભૂખ લાગી હોય ત્યારે તરલા દલાલનાં વાનગીનાં પુસ્તકો વાંચવાથી કંઈ પેટ ભરાય.

દંભ તો નથી ને-

        જ્ઞાન એ ક્રિયા જોડિયા અને જાડિયા ભાઈ જેવી છે. એકમેક સાથે સંકળાયેલ છે. અમુક અપેક્ષાએ જ્ઞાન મુખ્ય છે, અમુક અપેક્ષાએ ક્રિયા. એકલું જ્ઞાન પાગળું છે, એકલી ક્રિયા આંધળી છે. ભવ અટવીમાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાન માર્ગ બતાવે છે અને ક્રિયા રસ્તો કાપે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે. :Á¢ã¢ ¶ÚH Ӣ淢|¢¢Ú±¢ãè |¢¢ÚSS¢ |¢¢x¢è Ý ãé Ӣ淢SS¢. ¥±æ ¶é Ý¢‡¢è Ó¢Ú‡¢ï‡¢ ã臢¢ï, |¢¢ÚSS¢ |¢¢x¢è Ý ãé S¢éxx¢§ü¥ï જેવી રીતે ચંદનનો બોજ ઉપાડી ચાલનારો ગધેડો ચંદનના ભારનો ભાગી છે. પણ ચંદનની સુવાસનો ભાગી નથી તેવી રીતે જ્ઞાનવાન જો ક્રિયાવાન ન હોય તો સદ્ગતિનો ભાગી ન બની શકે. સમજ ઉપર તો કર્તવ્યની મોટી જવાબદારી છે માટે 'શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે જો અહીં મળેલી બોધિને એટલે કે ધર્મસમજને સત્યવૃત્તિથી સ્થળ નથી કરતો તો તું ભવાંતર માટે બોધી શું જોઈને માંગી રહ્યો છે ? આપણે 'અત્યારે' 'આવતા ભવ'ની રાહ જોઈઅને બેઠા છીએ. વર્તમાનમાં મેળેલી ધર્મસામગ્રીનો લાભ નથી ઉઠાવતા તો ભાવિમાં એ સામગ્રી ડીંગો નહીં બતાવે ? સારી સમજ ને સારી ક્રિયાનો મેળ ન જામે ત્યાં સુધી જિનશાસનના આરમધક બની શકાય નહિ. વાતો તો ''સંસાર અસાર છે''ની કરાતી હોય ને કુટુંબ-કબીલામાં, પૈસામાં રાચીમાચીને સંસારને રસપૂર્વક લીલોછમ રાખવામાં ઉધામા થતા હોય તો આ સમજ સાચી કે બનાવટી કહેવાય ? કપાળ માં કેસરનો ચાંદલો હોય ને વ્યવહારમાં અનીતિ, હિંસા હોય તો ધર્મ વગોવાય કે નહિ ?

જ્ઞાન અને ક્રિયા બંને સાથે જ શું કામ જોઈએ ?

ક્રિયા ઉપર જેને સર્વથા ઉપેક્ષા છે તેઓ તો એમ જ કહેશે 'જે ક્રિયા કરો તે સમજી વિચારીને કરો. જ્ઞાન વિનાની ક્રિયા તો નિષ્ફળ કહેવાય' ધાર્મિકકે વ્યવહારિક કોઈપણ પ્રવૃત્તિમાં પહેલેથી સંપૂર્ણ જાણપણું હોવું જોઈએ તે એકાંત નિયમ નથી. દીકરાને બિઝનેસમાં પારંગત કર્યા પછી જ કંઈ દુકાને બેસાડીએ છીઅ ?¥¢Ó¢¢Ú Ð퉢}¢¢ï {}¢ü: કોઈપણ કળા શીખવા માટે પહેલી ક્રિયા કરવી પડે પછી જ જ્ઞાન થાય. પ્રારંભ દશામાં ક્રિયાની મુખ્યતા છે, જ્ઞાનની નહિ, પ્રારંભિક ક્રિયા શ્રદ્ધાથી એટલે પરના જ્ઞાનના અવલંબનથી થાય, સ્વને જ્ઞાન પછી થાય જ થાય.'પહેલી સમજું પછી પપ્પાને, પપ્પા કહું' એમ બોલવાનો અધિકાર નાના બાળકને ન અપાય. જન્મ્યા ત્યારે શું ખાવું શું ન ખાવું તેની સમજ નહોતી. સમજ્યા પછી જ ખાવાનું નક્કી કર્યું હોત તો અત્યાર સુધી જીવ્યા હોત ? ડુંગર પડતાં ચડતાં ને પાણીમાં તરતાં તરતાં જ ડુંગર ને તળાવમાં જ્ઞાન મેળવી શકાય છે ને ધીમે ધીમે તે જ્ઞાાનને વધારી શકાય છે. કેરીનું જ્ઞાન સાચું ક્યારે બને ? કેરી ચાખવાની પોતે ક્રિયા કરી હોય તો. ક્રિયાના ગર્ભમાં જ્ઞાન રહેલું છે તે આ રીતે સાચું છે. જિજ્ઞાાસુ બનવા માટે ક્રિયા અનિવાર્ય છે. જ્ઞાન મેળવ્યા પછી જ ક્રિયા કરવાનું વિચાર્યું હોય તો. ભવવનમાં રખડી પડાય. ક્રિયા કરતાં કરતાં જ જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા અને શક્તિનો વિકાસ થાય છે. પ્રમત્ત અવસ્થામાં ક્રિયા વિના જ્ઞાનનો પરિપાક થાય નહિ. અમુક હદ સુધી ક્રીયાનયની મુખ્યતા છે, અમુક હદ પછી જ્ઞાનનયની મુખ્યતા છે. આત્મોન્નતિ માટે ધર્મપ્રવૃત્તિ કઠેડાના આધારે ઊભા થવાય, ઊભા રહેવાય ને ઉપર પણ ચડી શકાય એવી રીતે ધર્મક્રિયાના સહારે પાપપ્રવૃત્તિમાંથી ઊભા થવાય, પાપનાં આકર્ષણ સામે અડગ રહી શકાય ને ધીમે ધીમે ઉપર ચડી શકાય. આ વ્યવહારરૃપ ધર્મપ્રવૃત્તિ છેવટે ભાવધર્મનું કારણ બની શકે છે. ભાવધર્મ કદી વ્યવહાર ધર્મને ખોટા ન ઠેરવે. દ્રવ્ય વિના ભાવ ન હોય તેનો ખ્યાલ રાખીશું તો દ્રવ્યક્રિયાની ઉપેક્ષા કરવાનું મન નહિ થાય. જે જે આત્માઓ મોક્ષમાર્ગની આરાધના દ્વારા સિદ્ધસ્વરૃપને પામ્યા છે તે દરેક દ્રવ્યક્રિયા દ્વારા ભાવક્રિયાને સ્પðશિને જ પામ્યા છે. (મરૃદેવા માતાનો દાખલો અપવાદરૃપ છે.) વ્યવહારના સાથ વિનાનું શુષ્ક જ્ઞાન પ્રમાદ, અભિમાનને પોષે છે. જ્યારે આત્મતત્ત્વના જ્ઞાનની પ્રધાનતા ન રાખી હોય ને માત્ર ક્રિયા પર જ ભાર હોય તો તે ક્રિયા માત્ર દ્રવ્યક્રિયા બની રહેશે. શરીરના મેલની ઉપમા આવી તુચ્છ ક્રિયાને આપી છે. આમ ન થવા દેવું હોય તો ક્રિયા પર જ ભાર હોય તો તે ક્રિયા માત્ર દ્રવ્યક્રિયા બની રહેશે. શરીરના મેલની ઉપમા આવી તુચ્છ ક્રિયાને આપી છે. આમ ન થવા દેવું હોય તો ક્રિયામાં ય એવો પ્રાણ પૂરીએ કે તે ક્રિયા જોઈને બીજાને પણ તે કરવાનું મન થાય.

માઇલસ્ટોન

        આમ કરવા માટે ક્રિયા કરતી વખતે ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ. કર્મનાક્ષય અને મોક્ષના લક્ષ્ય સાથે ક્રિયા કરવી જોઈએ. ધર્મના પ્રત્યેક અનુષ્ઠાનનું મૂલ્ય તેનાથી કેટલા પ્રમાણમાં કર્મ ખપશે તેના પરથી અંકાય છે. દિશા વિનાની દોટથી ગતિ થશે, પ્રગતિ નહિ થાય. જીવનું લક્ષ્ય માત્ર ભગવાન મહાવીરના ભક્ત બનવાનું ન હોવું જોઈએ, ખુદ મહાવીર બનવાનું હોવું જોઈએ. દૂધપાકના લક્ષ્ય વિના માત્ર દૂધ હલાવ હલાવ કરવાથી તો માવો બની જાય. જો દૂધપાકનું રાખીએ અને હલાવવાની ક્રિયા ન કરીએ તો દૂધપામ તો ન બને, માવો ય ન બને. મોક્ષના લક્ષ્ય વિનાની કરાતી ક્રિયાથી દેવલોકરૃપ માવો પ્રાપ્ત થાય પણ મોક્ષરૃપ દુધપાક પ્રાપ્ત ન થાય, ક્રિયાઓ જિનાજ્ઞાના લક્ષ્યપૂર્વક થાય તો અવશ્ય મોક્ષ મળે. તત્વજ્ઞાન એ ક્રયાઓનો પાયો છે. સમાધિ, સદ્ગતિ, બોધિ એનું લક્ષ્ય છે. ગુણવાન વ્યક્તિઓનું બહુમાન, પાપની જુગુપ્સા, આત્માનું અવલોકન, સંસારથી વિરક્તિ વગેરે સદ્ગુણોનું સાક્ષાત્ આચરણ એની સુવાસ છે.

થાકી જાવ છો ? ફરિયાદ છે ?

        ક્રિયામાં રસ નથી આવતો, ઉત્સાહ નથી જાગતો એવી ઘણાની ફરિયાદ છે. આના બે કારણો છે :  (૧) ક્રિયાના બળ પર શ્રદ્ધા નથી. (૨) ક્રિયાના ફળ પર નજર નથી. રસ એ દિલની સમજ પર આધારિત છે. રોજિંદા જીવનમાં ચડી રહેલા પાપના ભાર, એના ભાવિમાં આવનારા દારૃણ વિપાકો... આ બધું જેની નજર સામે તરવરતું હોય એને ક્રિયામાં ખૂબ રસ રહે. રસ વિના પણ ક્રિયા કરનારને એટલો વખત ધ્યાન પાપથી અશુભ અભ્યનસાયથી બચી શકાય છે. વળી સારી ક્રિયાના પડેલા આ સંસ્કાર ભવાંતરમાં ઉપયોગમાં આવે છે. આમ જ્ઞાન હશે તો ક્રિયા કંટાળાજનક નહિ લાગે. જ્ઞાન એટલે માત્ર ક્રિયાની સમજ એટલે જ નહિ, એ ક્રિયા વગેરેથી પોતાના આત્માને શું લાગે થશે એનું ય જ્ઞાન જરૃરી છે. દુકાનમાં સાડીઓનું સેલ રાખ્યું હોય, કમાણી થતી હોય ને મોડે સુધી દુકાન ખુલ્લી રાખવાનું થાય તો શેઠને પોતાને આમાં લાભ છે જાણી આનંદ થાય પણ દુકાનમાં કામ કરતાં નોકરને પોતાને કોઈ ફાયદો ન થાય માટે વેઠ જેવું લાગે. ધર્મકાર્યો જલદી પતી જાય તેમાં હાંશ થાય છે. ને પાપકર્મો લાંબા સમય સુધી ચાલે તો ય આનંદ ! પ્રતીક્રમણમાં જ્યારે મોટી ઢાળો બોલાતી હોય તે સમય વધુ જતો લાગે એટલે ચાલુ પ્રતિક્રમણમાં ય બાજુવાળા સાથે ગપ્પા મારવાનું શરુથઈ જાય છે, ને સિનેમા જોતા હોઈએ ત્યારે બાજુવાળાની પ્લાસ્ટિકની થેલીના અવાજે ય નાકનું ટેરવું ને આંખનાં ભવાં ચડી જાય છે કે નહીં ?

ક્રિયા સાચી કેવી રીતે કરવી ?

        ભાવોલ્લાસને પ્રગટ કરવાનું મુખ્ય સાધન વિધિ છે. શ્રાવક - શ્રાવિકા એટલા અજ્ઞાન છે કે પોતે અજ્ઞાની છે તેનું પણ ભાન ન હોવાથી સાધુ સાધ્વીજી ભગવંત પાસે જઈ સાચી વિધિને જાણવાની, તે વિધિનું પાલન કરવાની ભાવના જ થતી નથી હોતી. ક્રિયા પ્રત્યે બહુમાન નથી તેથી અવિધિએ પગપેસારો કર્યો છે. દુકાન કમાણીનું સાધન હોવા છતાં જેટલા દુકાન ખોલે તેટલા કમાય જ એવું નથી. દુકાનને દુકાનની રીતે ચલાવે, હિસાબમાં ધ્યાન આપે, ઉઘરાણી ભૂલી જાય નહિ વગેરે બાબતોમાં જાગૃત રહે તે દુકાન દ્વારા કમાણી કરે, પણ આવી ચોકસાઈ રાખવામાં બેદરકારી હોય તો તે દુકાન ખોલીને બેસવા છતાં કમાય નહિ, ઉપરથી નુકસાનમાં ઊતરી જાય... ડોક્ટરે દિવસમાં ત્રણ વાર દવા લેવાની કહી હોય તે તેને બદલે એકવારમાં જ બધી દવા લઈ લઈએ તો તબિયત સુધરે નહિ કદાચ વધુ બગડે. એવી રીતે ધર્મક્રિયા, વિધિપૂર્વક, બહુમાન સાથે, ઔચિત્યપૂર્વક કરીએ તો તે કલ્પવેલડી સમી બની રહે. એના ફળની કોઈ અવધિ નથી - સર્વજ્ઞાના આ પ્રિસ્ક્રીપ્શનમાં મીનમેખ ફરમ ન હોય એ શ્રદ્ધા જરૃરી છે.

ધ્યાન રાખજો. અધ્યાય કલ્પદ્રુમ,માં પણ કહ્યું છે.

|¢¢±¢ïв¢ïx¢à¢ê‹²¢: ÜéU±ïüó¢¢±à²ÜUè: çRU²¢: S¢±¢ü: ¢

ÎïãÜUHïà¢æ H|¢S¢ï, ÈUH}¢¢ŒS²çS¢ ¼ñ± ÐéÝÚ¢ÝS¢¢}¢ì ¢¢

        સઘળી આવશ્યક ક્રિયાઓને ચિત્તના ઉત્સાહ અને ઉપયોગ રહિત બનીને કરવાથી દેહના ક્લેશને પમાય છે, મોક્ષના ફળને નહિ. ભાવ અને વિધિપૂર્વક થતી ક્રિયા આલોક અને પરલોક બંન્ને ઉજાળે છે, છતાં ક્યારેક અવિધિ થઈ જાય એમ પણ બને તો ય ધર્મક્રિયાઓનો ત્યાગ ન કરવો જોઈએ. 'અવિધિ કરવા કરતાં ન કરવું સારું' એ ઉત્સૂત્ર વચન છે. વિહિત અનુષ્ઠાન તદ્દન ન કરવાથી અધિક પ્રાયશ્ચિત કહ્યું છે. અને અવિધિથી થઈ જાય તો અલ્પ પ્રાયશ્ચિત કહ્યું છે.

        'ભાવ વિના ધર્મ ન કરાય' આ વાત જૈનશાસનને માન્ય નથી. નીચેનું અંગ ઢાંકવાં માટે જેની પાસે એક નાની લંગોટી પણ નથી તે મસ્તક પર મોટી પાઘડી બાંધી બજારમાં થઈને નીકળે તો હાસ્યાસ્પદ બને છે, તેમ સંસારના પાપના સડામાં અને રાગ-દ્વેષના અખાડામાં રહેલા જીવોએ પાપના શુદ્ધિકરણ માટે સ્વલ્પ પણ ક્રિયા નથી રાખી અને માત્ર જ્ઞાનની જ્ઞાનની કે શાસ્ત્રની ને ભાવની મોટી મોટી વાતો કરે છે તેટલા માત્રથી સદ્ગતિના અધિકારી નથી બનતા.

        ઉત્તમ ધર્માચરણ માટે મનની ભોમકા સરળતા, શ્રદ્ધા, પ્રમોદભાવ, વગેરેથી શુદ્ધ હોય; ઈર્ષા, તુચ્છતા, વેરવૃત્તિથી કાબરચીતરી ન હોય તો તેની થોડીપણ ધર્મક્રિયા ફળવતી બને છે. જિજ્ઞાસા પ્રત્યે બેવફા ધર્મક્રિયા કરનારને બે ફળ તો આવશ્યક મળે છે. (૧) આ ભાવમ અપયશ (૨) પરભવમાં દુર્ગતિ - પાણીમાં ઉંદર પડયો હોય તો માત્ર પાણી ઉલેચ ઉલેચ કરવાથી દૂર્ગંધ ન જાય, ઉંદર પણ પાણીમાંથી કાઢવો પડે, તેમ એકલી ક્રિયા જ નહિ પણ ક્રિયા સાથે મનની શુદ્ધિ પણ જરૃરી છે. ચોક્સાઈપૂર્વકની વિધિયુક્ત ક્રિયા કરવાથી ભાવોલ્લાસ વધે છે. જેમ વાયરમાંથી પાવર તો એકસરખો વહેતો હોય પણ ગ્લોબની ક્ષમતા પ્રમાણે પ્રકાશની માત્રા મળે તેમ દરેક અનુષ્ઠાનમાં મોક્ષપ્રાયક યોગની ક્ષમતા એકસરખી રહેલી છે પણ ક્રિયા કરવાની પદ્ધતિ મુજબ ફળનો લાભ મળે. ઈરિયાવહી કરતાં કરતાં બાળ અઈમુત્તામુનિ કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા, એ જ ક્રિયા આપણે અનેક વાર કરી છતાં ભટકતા રહ્યાં. નવપદજીની આરાધનાથી શ્રીપાળ રાજાનો કોઢ રોગ દૂર થયો ને આપણું તો ખરજવું ય દૂર નથી થતું ! વધારે ક્રિયા કરવાથી વધારે કર્મક્ષય નથી, વધારે એકાગ્ર થવાથી વધારે કર્મક્ષય છે.

રેડ સિગ્નલ

        સમય અને કાળનું ઉલ્લંઘન કરીને કરાતી ક્રિયાથી પણ દોષ લાગે. જે કાળે જે ક્રિયા કરવાનું વિધાન છે તે કાળે તે ક્રિયા કરવાથી મહાન લાભ થાય. ખેડૂત ચોમાસામાં ખેતી ન કરે તો ? શ્રી વીરવિજયજી મ.સા. નવ્વાણું પ્રકારની પૂજામાં ધર્મક્રિયાના ચાર દોષો દર્શાવે છે :(૧) દગ્ધદોષ :- એક ક્રિયા કરતાં બીજી ક્રિયામાં મન જોડાય. (૨) શૂન્યદોષ :- ઉપયોગ શૂન્યપણે કરાતી ક્રિયા (૩) અવિધિ દોષ :- ક્રિયાના ક્રમથી વિપરીત રીતે કરાતી ક્રિયા (૪) અતિ પ્રવૃત્તિ દોષઃ- દેશ-કાળ-ભાવને ઉલ્લંધીને કરાતી ક્રિયા - આ દોષોથી મુક્ત થઈને કરાતી ક્રિયા મોક્ષની ગેરંટી આપે છે.

        આપણે તો ક્રિયાનો આત્મા સાથેનો સંબંધ હોસ્પિટલની નર્સ ને પેશન્ટ જેવો કરી નાખ્યો છે. ડયુટી શરૃ થાય એટલે નર્સ ધમ ધમ કરતી આવે, દવાના ટીકડા ને સિરપના રગડા ગળામાં ફટાફટ ઠાલવે. સોયના ગોદા મારે. ડયુટી પૂરી થતાં જ પેશન્ટ ભૂલી જાય છે. આવા સંબંધ સંસાર સાથે રાખીએ તો બેડો પાર થઈ જાય.

આપણા પ્રશ્નો

        ઘણાને પ્રશ્ન થાય છે કે જ્ઞાન ને ક્રિયા કરીએ તો શરીરની ક્રિયાથી શરીરને લાભ થાય, આત્માને શો લાભ થાય ? આત્માને લાભ તો શુભ ભાવ, શુભ પરિણતિથી થાય છે ને શુભ ભાવ જ્ઞાનથી થાય છે - આના જવાબમાં શ્રી ભાવનભાનુ મ.સા. સમજાવે છે કે આત્માની ઉન્નતિ - અવનતિ આત્માના શુભ - અશુભ ભાવ પર અવલંબે જેટલી શુભ પરિણતિ જોરદાર એટલી આત્માની ઉન્નતિ ઊંચી, જેટલી અશુભ પરિણતિ જોરદાર એટલી આત્માની અવનતિ વધુ. આ શુભ-અશુભ પરિણતિ શરીરની દરેક શુભ - અશુભ ક્રિયા સાથે સંકળાયેલી રહે છે. દા.ત. દીકરો મા-બાપની સેવાના પ્રસંગે હરામ હાડકાં કરી, આંખ મીંચામણા કરી સેવાનું કાર્ય ન કરે એટલે એણે શારીરિક ક્રિયા ન કરી - એની સાથે હૈયામાં કેવા મલિન ભાવ રહ્યા તે જુઓ :(૧) પુત્રએ ઉપકારી-મા-બાપ પ્રત્યે કૃતજ્ઞાતાનો શુભ ભાવ ન રાખવા મલિન ભાવ રાખ્યો. આ હરામ હાડકાપણું તે પરિણતિ છે. આ પરિણતિથી સેવાની શુભવૃત્તિ ખલાસ થઈ ગઈ. (ર) હરામ હાડકા ઉપકારી મા-બાપ પ્રત્યે જ છે, પોતાના સ્વાર્થના કામમાં નથી તેથી અંતરમાં સ્વાર્થવૃત્તિ મલિન આત્મપરિણતિ છે. (૩) ઉપકારી મા-બાપ પ્રત્યેના ઉપકારની ગણના જ ન કરે આ અશુભ ભાવ, અવગણનાભાવ છે. શરીરથી સેવાના કામની ક્રિયા નથી કરી માટે આવી મલિનવૃત્તિઓ મનમાં છે. નો બહારથી સેવાની ક્રિયા કરે તો અંતરમાં પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞાતા અને બહુમાનની શુભ પરિણતિ જીવતી રહે છે તેથી શરીર ક્રિયા સાથે આત્મપરિણતિ સંકળાયેલી છે. વળી ક્રિયા વારંવાર કરવાથી તેના સંસ્કાર પડે છે. દૃઢ થાય છે. સત્ક્રિયાના અભાવે અજ્ઞાનનો નાશ થાય છે. મોક્ષનું કારણ જ્ઞાનયોગ છે. શાસ્ત્રમાં માસતુષ મુનિનું દૃષ્ટાંત દ્વારા જણાવ્યું છે કે તેમનું આચરણ જોરદાર હોવાથી કેવલજ્ઞાન પામી ભવપાર કરી ગયા. આ જ દર્શાવે છે કે શાસન આચરણમાં છે આચરણ વિનાની જ્ઞાનની કિંમત નથી જ્ઞાન જરૃરી છે ખરું પણ આચરણનો ઉચ્છેદ તે શાસનનો ઉચ્છેદ છે. બીજાનું જ્ઞાન આપણને કામ લાગે પણ બીજાનું ચારિત્ર આપણને કામ ન લાગે. આચરણ તો સ્વયં કરવું પડે. દર્દી પાસે ઔષધ સંબંધી જ્ઞાન નથી પણ વૈદ્યનું જ્ઞાન કામ લાગે છે પરંતુ દવા ખાવની ક્રિયા તો તેણે જાતે જ કરવી પડે છે. (જો કે ક્રિયા વિનાનું જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન વિનાની ક્રિયા કરતાં સારું છે. કોઈ કહે હું મેડિકલનું ભણીશ પણ પ્રેક્ટિસ નહીં કરું ને બીજો કહે હું પ્રેક્ટિસ કરીશ પણ એ માટેનું ભણીશ નહિ તો બેમાંથી જોખમ કોનાથી વધુ લાગે છે ? ) જ્ઞાનીઓએ મનુષ્યભવનું મહત્ત્વ બતાવ્યું છે તે સમ્યગ્જ્ઞાનની અપેક્ષાએ નહિ પણ સમ્યગ્ચારિત્રની અપેક્ષાએ છે કારણ સમ્યગ્જ્ઞાન તો બીજી ગતિઓમાં ય થઈ શકે પણ સમ્યગ્ચારિત્ર તો મનુષ્યગતિ સિવાય બીજી કોઈ ગતિમાં ન હોય.

        આવી અતિ સૂક્ષ્મ રહસ્યની વાત જૈન ધર્મ સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે. માનવભવ અને જૈન શાસન મળવા અતિ દુર્લભ છે. કોઈ એની પ્રભાવના કરવા નથી બેઠું કે ધક્કામુક્કી કરીને આગળ આવી હાથ લાંબો કરીશું એટલે હાથમાં આવી જશે. અનંત પુણ્યના દામ ચૂકવીને મળેલ આ માનવભવમાં ભગવાને બતાવેલ જ્ઞાાન અને ક્રિયાના માર્ગને અનુસરીને આપણી યાત્રા સફળ બનાવીએ.