આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                                               બેનડી તું પવિત્ર રહેજે…

                                             [મર્યાદા-પાલનનું મહત્ત્વ]

 સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મહારાજ

શ્રાવિકા સંઘે આ લેખક ખૂબ જ ગંભીરતાપૂર્વક વાચવા-વિચારવા સાથે વર્તનમાં મૂકવા જેવો છે.

થોડા સમય પહેલાનો કિસ્સો છે. એક બહેને જમાનાના નાદે સોનોગ્રાફી કરાવી, તપાસીને ડૉકટર કહે ; જે ગર્ભ છે તે બધી રીતે પાંગળો-લંગડો-આંધળો છે. આ સાંભળીને બહેનને થયું કે આવો બાળક જન્મે તોય નકામો ! આખું કુટુંબ હેરાન થઈ જાય. બધાને જિંદગી સુધીનું દુઃખ. આવા બાળકનો ગર્ભપાત જ કરાવવો સારો. જન્મીને પણ તે શું કરવાનો ? એ બહેને પોતાના વિચાર અન્યને જણાવતા એણે કહ્યું ; બહેન ! તમે જૈન છો ? અરે આર્ય પણ છો ? તો તમને આવા ઘાતકી ક્રૂર વિચારો કેમ આવ્યા ? આવા વિચારો ન જ કરાય ! સગી માતા શું નિર્દય અને ઘાતકી હત્યારી બને ? આવું કુકૃત્ય વિચારાય પણ નહિ.

આપણી ભારતીય સંસ્કૃતિના જે આચાર-વિચારો હતાં, તે પવિત્રતાના સદાચારના પૂરક હતા, સહાયક હતાં. પણ આજે ઝેરી જમાનાની અને ફેશનની ભયંકર અસરે પવિત્ર આચાર-વિચારોનો ખાત્મો બોલાવી દીધો છે. સભ્યતા અને સુધારક વિચારોના નામે આચાર શુદ્ધિ આજે કેટલી બધી જોખમાઈ છે ? આજે પ્રાણપ્યારી પવિત્રતા-શુદ્ધતા ભ્રષ્ટ થતી જોવામાં આવે છે. શું કરવું ? કોને કહેવું ? મનોમન ઘણું દુઃખ લાગે છે. કોઈ સાંભળશે ? કોઈ વાંચશે ? કોઈ અમલમાં મૂકશે ? ના, ના, કોઈક તો વાંચનાર, સાંભળનાર, અમલમાં મૂકનાર મળશે જ ! પુણ્યાત્માઓને પાપનો ભય જરૃર લાગશે અને તેઓ પાપથી પાછા વળશે. બહેનો ! પૂજ્ય પુરુષોએ કુલાચારો બતાવ્યા છે, જે રીત-રીવાજો બતાવ્યા છે, તે બધાં આપણા માટે કલ્યાણ કરનારા છે. પણ તે આચારોને તમે આજે ખતમ કરી નાખ્યા છે.

સ્ત્રીઓના માસિકધર્મને કોઈ ઋતુશ્રાવ કહે છે, કોઈ એમ.સી. કહે છે, કોઈ અંતરાય કહે છે. કોઈ દૂર બેઠેલી કહે છે, વગેરે શબ્દોનો પ્રયોગ થાય છે.

સ્ત્રીઓના શરીર-બંધારણ મુજબ થતા, એમ.સી. આદિમાં જે મર્યાદાઓ પળાવી જોઈએ, જળવાવી જોઈએ તે જળવાતી કે પળાતી નથી. એમ.સી. દરમ્યાન ત્રણ દિવસ પૂરા ૭ર કલાક (એટલે ર૪ પ્રહર) સુધીની મર્યાદા પાળવી જોઈએ. તેમાં જરા પણ ગરબડ ચાલે નહિ. નહિ પાળવાના હિસાબે કેટલીય વિપરીત અસરો થાય છે, તે ખાસ વિચારણીય છે. જે સ્ત્રીઓ એમ.સી. કોર્સ પાળતી નથી, તે એક તો ચેપીરોગ ફેલાવે છે. તમે ચેપીરોગવાળા દર્દીથી કેટલા દૂર રહો છો ? તો આ પણ ચેપીરોગ છે. માટે ત્રણ દિવસ સંપૂર્ણ પાળવા પડે. આ દિવસોમાં એ જે વ્યક્તિને કે પદાર્થોને અડે, સ્પર્શ કરે અને તેમાંય પુરુષોનો સ્પર્શ કરે, તેની ઘણી ખરાબ અસરો ઉત્પન્ન થાય છે. આમાં ધાર્મિક દૃષ્ટિએ તો પાપ જ છે. તેના વિપાકો (ફળો) પરલોકમાં દુર્ગતિ રૃપે ભોગવવાના રહેશે. ત્યારે તમારા આ બધા સગા વહાલાઓ તમને શું બચાવવા આવશે ? તમને દુઃખોથી છોડાવવા આવશે ? ના, તો શા માટે પરમાત્માના અમી-વચનો હૈયામાં ઉતારતા નથી ?

જે બહેનો આ મર્યાદા પાળતી નથી, તેના બાળકો પાંગળા-લુલા-આંધળા-લંગડા જન્મે છે, અને જીવલેણ ભયંકર રોગના ભોગ બને છે. માટે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું એ જ હિતાવહ છે.

સત્તા-સંપત્તિ રૃપ-રૃપિયા, પરિવાર અને અનેક પ્રકારના ભૌતિક-વૈભવના જોરે અભિમાનના શિખરે ચડેલી નારી ક્યારે તે શિખર પરથી પટકાશે, એ તો સમય જ કહેશે, વધુ શું કહેવું ? સંયુક્ત કુટુંબમાંથી કદાચ છૂટા થયા, એટલે આ એકલવાયી જિંદગીનો મહિનો થતાં જ મર્યાદાઓનો ગઢ તૂટી જાય છે. પછી એમ.સી. વાળી બેનો રસોઈ બનાવે, તેનો પતિ હોંશે હોંશે જમતો જાય તે ફૂલાતો જાય, પણ બિચારાને ક્યાં ખબર છે કે, આ પાપનું પરિણામ ઘણું ખતરનાક આવવાનું. ઘરમાં દેવતાઈ વાસ હશે, તો આ પાપના પ્રભાવે દેવતત્ત્વ પલાયન થઈ જશે. માતા સરસ્વતી મુખ ફેરવી દેશે. ધનતેરસે દૂધે ધોવાતી લક્ષ્મી કોપી ઉઠશે અર્થાત્ ચાલી જશે, પછી શું ? દુનિયાભરના રોગો ઘરમાં કુટુંબમાં રૃમઝુમ કરતા આવશે. પેટમાં અલ્સર, ડાયાબિટીશ, હાઈ બ્લડપ્રેશર, કેન્સર, એઈડ્સ વગેરે રોગો ઘૂસી જશે. પાપો વધશે અને ધર્મ ઘટશે. મન ચંચળ-અસ્થિર બની જશે, સુખ-શાંતિ નહિ મળે. ચિંતા ફોલી ખાશે. ખરાબ ભાવો જાગશે. છતે સુખે સંપત્તિ શાંતિ નહિ આપી શકે. ઘરમાં સુપાત્રદાન દેવાનું બંધ થઈ જશે, સંતોની ભિક્ષા પણ આજે પાપથી ભ્રષ્ટ બનતી જાય છે. સાધુ-સાધ્વી વહોરવા આવે, પોતાને ખ્યાલ પણ ન હોય કે, હું ટાઈમમાં છું મારાથી ન વહોરાવી શકાય. બે થી ત્રણ વાર અમારા પાત્રમાં એમ.સી. વાળી બહેનોએ ગોચરી પણ વહોરાવી. અમારી સાધના પણ તૂટી જાય, તેવી રીતે આ મુજબ વહોરાવે તો શું
થાય ? વહોરાવ્યા બાદ પછી ઉપાશ્રયે કહેવા આવે ઃ મહારાજ ? મારી ભૂલ થઈ ગઈ ! શું કહીએ ઃ આવી ભૂલ કેમ થઈ ? તો પાળે જ નહિ, એટલે યાદ ન હોય, એકવાર આ પાપ ઘરમાં પ્રવેશ્યું તે કેટકેટલા પાપોને ખેંચી લાવે ! આવો પ્રસંગ બને ત્યારે વિચાર આવી જાય કે, આત્મન્ ! કેવા કાળમાં જન્મ્યો કે તને તારા-ગોચરી પાણી પણ દુષિત મળે છે ? અમારા પણ પાપનો ઉદય ખરો ! નહિંતર ભ્રષ્ટ અભડાયેલી ગોચરી મળે ? તીર્થયાત્રા માટે મંડળો હમણાં ઘણાં ઘણાં નીકળે છે. તેમાં પણ એ લોકો મોટેભાગેે કોઈ નીતિ-નિયમ રાખતાં નથી.

એમ.સીમાં હોય, તો પણ સાથે જ જાય. પાછલી સીટ ઉપર બેસે. આ શું અપવિત્રતા નહિ ? બધાને અડીને જાત્રા કરવી ? આવી જાત્રા શું ફળ આપશે ?

આવી તીર્થયાત્રા ભવયાત્રા વધારનારી બને તોય કઈ કહેવાય નહિ ! એક નાનકડા તુચ્છ સ્વાર્થ ખાતર આજની નારી પોતાની જાતને કુટુંબ પરિવારને પોતાની સંપત્તિને સાધુ-સંતોને, પડોશીઓને અને સમગ્ર દેશને ઘોર પાપમાં પાડતી રહી છે. ત્યારે ક્યાં જવું અને કોની આગળ પોકાર પાડવો ? એમ.સી. ન પાળવાથી કેવું પાપ બંધાય, એ જાણો છો ? જો ના, તો જાણી લો કે -

(૧) ઋતુવંતી (એમ.સી.વાળી) સ્ત્રીનું મુખ જોતાં એક આયંબિલનું પ્રાયશ્ચિત આવે છે.

(ર) તે સ્ત્રીનો સ્પર્શ કરવાની છઠ્ઠ-બે ઉપવાસનું પ્રાયશ્ચિત આવે છે.

(૩) તે સ્ત્રીનું એઠું ભોજન પશુઓને આપવામાં આવે તો પણ બાર ભવ બગડે છે.

(૪) રજસ્વલા સ્ત્રીની સાથે પ્રેમકથા કરવાથી પાંચ આયંબિલનુ પ્રાયશ્ચિત આવે છે.

(પ) રજસ્વલા સ્ત્રીની સાથે મૈથુન કરવાથી નવ લાખ ભવ નીચ-હલકી યોનિમાં કરવા પડે છે.

(૬) એમ.સી.વાળી સ્ત્રી નદી-તળાવ કે સરોવરમાં જો સ્નાન કરે, તો તેને સર્પ આદિના ભવો કરવા પડે છે.

(૭) ઋતુવંતી સ્ત્રીના આસન પર બેસતાં સાત આયંબિલનું પ્રાયશ્ચિત આવે છે.

(૮) વસ્તુ લેતાં અડકતાં અઠ્ઠમ તપનું પ્રાયશ્ચિત આવે છે.

સકલતીર્થના રચયિતા શ્રી જીવવિજયજી મહારાજે માસિક ધર્મ માટે રાત્રિ ભોજન ત્યાગની થોયમાં કહ્યું છે કે 'ઋતુવંતી અડકે નહિં એ ન કરે વળી ઘરના કામ તો' ઉપરની થોયમાં આવતા શબ્દો ઉપરથી પણ સ્પષ્ટ સમજાય છે કે, માસિકધર્મમાં બેઠેલી બેનોએ કોઈને સ્પર્શ ન થઈ જાય, તે રીતે રહેવું, ઘરના કોઈ પણ કામકાજ કરવા નહિ. ઈત્યાદિ મહાપુરુષોએ જણાવેલી મર્યાદાના પાલનમાં એકાંતે હિત છે, એટલું જ નહિ, વૈજ્ઞાનિક તથ્ય પણ રહેલું છે.

રજસ્વલા એમ.સી. વાળી સ્ત્રીઓ માટે શ્રી રૃષભ વિજયજી મહારાજે સમઝાયમાં આ રીતે કહ્યું છે કે-

પહેલે દિન ચંડાલણી સરખી, બ્રહ્મઘાતિની વળી બીજે, પરશાસન કહે ધોબણ ત્રીજે, ચોથે શુદ્ધ વદીજે...

અર્થ ! જ્યારે સ્ત્રી એમ.સી.માં આવે અર્થાત્ અંતરાયવાળી થાય, ત્યારે તે પહેલે દિવસે ચંડાલિની સરખી મનાય છે, બીજે દિવસે બ્રહ્મઘાતિની મનાય છે. ત્રીજી દિવસે ધોબણ સમાન ગણાય છે. અને ચોથે દિવસે જ એ શુદ્ધ ગણાય છે. શ્રી રત્નવિજયજી મહારાજની બનાવેલી સજ્ઝાયમાં પણ એ જ રીતે કહ્યું છે. માટે બહેનો ? સમજો ! અને કાંઈક વિચારો !

આ રજસ્વલા-અંતરાયના દિવસોને અસ્પૃશ્ય તરીકે કેમ સ્વીકારેલા છે ? શા માટે અડાઅડી ન થાય ? એનું કારણ એ છે કે, આ દિવસોમાં ઋતુવંતી સ્ત્રીએ પૂરતો આરામ લેવો જોઈએ, એટલે આરામ મળી શકે, વળી તે સમયે એવી કોઈ ક્રિયા ન થઈ જાય કે, જેના પરિણામે પોષણની ખામીને લઈ શરીરમાં નાના મોટા રોગોનો પ્રકોપ થઈ જાય. તેથી સંપર્કમાં સ્પર્શમાં આવતી વસ્તુઓ ખાદ્ય પદાર્થ કે પેય પદાર્થની ચેતનશક્તિ ઘટે છે. આવા ઘણાં કારણોસર દૂર જ બેસવાનું હોય છે.

વળી શાસ્ત્રીય દૃષ્ટિએ પણ જણાવ્યું છે કે, એ સ્ત્રી ચોથે દિવસે શુદ્ધ થાય, સાતમે દિવસે પૂજા કરનારી બને. જો તે સ્ત્રી મુનિમહારાજને વહોરાવે, તો તેની સદ્ગતિ હણાઈ જાય છે. જો તે સ્ત્રી પાણી ભરીને જિનમંદિરમાં લાવે, તો બોધિબીજ પામે નહિ. સંસારમાં ઘણું ભટકે (બહુલ સંસારી થાવે.)

આફ્રિકા ઃ કોંગો નદીને કિનારે સ્ત્રીઓ જ્યારે (મંથલી કોર્સમાં) એમ.સી.માં દાખલ થાય ત્યારે તેઓ પોતાનું કાયમી નિવાસસ્થાન છોડી દઈને બ્લ્ડ, બુથ, રક્ત સ્થાનમાં જઈને રહે છે. ત્યાં કોઈનો પણ સ્પર્શ સુદ્ધાં થવા દેતી નથી. અને તેની ઓળખ માટે છાતી ઉપર ત્રિકોણિયો સ્કાર્ફ બાંધી રાખવામાં આવે છે.

દક્ષિણ અમેરિકા તથા આયર્લેન્ડ ઃ ઓરીનોકા તથા સાઉથ-સી-આયર્લેન્ડમાં રહેતી સ્ત્રીઓ જ્યારે એમ.સી.માં હોય, ત્યારે અલગ ઝૂંપડામાં રહે છે. (આપણે ત્યાં પણ ભાટીયા સ્ત્રીઓ અલગ રૃમમાં રહે છે) આ પરદેશી સ્ત્રીઓ ત્રણ દિવસ માથા પર હાથ પણ લગાડતી નથી. ચીઝ-દૂધ વગેરેને અડકતી નથી. અડે તો ચીજ બગડી જાય છે.

ન્યુઝીલેન્ડઃ સ્ત્રીઓને એમ.સી. આવતાં જ જમીનની અદ્ધર લટકતાં એક પાંજરામાં ત્રણ દિવસ સુધી બેસી રહે છે. પણ જમીનને પગ પણ અડાડતી નથી. જમીન ઉપર ચાલવાથી તેનું ઝેર ચારે કોર પ્રસરે છે.

લેબેનોનઃ આ દેશમાં ખેડૂત પ્રજામાં એવી સજ્જડ મર્યાદા છે કે એમ.સી.માં આવેલ સ્ત્રી ખેતરમાં કામ કરી શકે નહિ. ખેતરમાં જાય તો વૃક્ષો વનસ્પતિઓ-ફૂલઝાડો અને ફસલ પર ભારે રીએકશન આવે છે. આવી સ્ત્રીઓને ગાડા ઉપર પણ બેસવા દેવામાં આવતી નથી.

જર્મનીઃ આ દેશમાં એમ.સી.નો રિવાજ હજુ પણ જડબેસલાક પળાય છે. એમ.સી.માં આવેલ સ્ત્રીઓ પોતાના મંથલી-કોર્સના પરિચય માટે 'મને કાગળ મળ્યો છે' એવો માર્મિક શબ્દપ્રયોગ કરે છે. દારૃના ગોડાઉનમાં આ સ્ત્રીઓ જો પ્રવેશે તો તે પણ બગડી જાય છે.

ફ્રાન્સઃ આ દેશમાં આવી સ્ત્રીઓને ખાંડની ફેકટરીઓમાં પ્રવેશ કરવા દેતા નથી. તેનો પડછાયો પડવા માત્રથી ખાંડ કાળી ધબ્બ થઈ જાય છે. રેશમની ફેકટરીમાં પણ પ્રવેશવા દેતાં નથી. અત્તરની બોટલને પણ અડવા દેતા નથી. તેથી તેની સુગંધ ઓછી થાય છે. બહેનો ? હવે તો સમજાયું ને કે, એમ.સી. ન પાળવાથી પદાર્થોને પણ કેટલી ભયંકર અસર થાય છે. તો સંપર્કમાં કે સ્પર્શમાં આવનાર માનવી માટે કેટલી ભયંકર પાયમાલી સરજાય, એ વિચાર આવશે ? દેશ-પરદેશના લોકો પણ આવી રીતે પાળવા કટિબદ્ધ રહે છે. તો ઓ આર્યનારીઓ ? આવું ગોઝારું પાપ તમે તો નથી કરતા ને ?

જૈનધર્મ કહે છેઃ ઠાણાંગ સૂત્રમાં આ બાબતે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ દિવસોમાં ખૂબ જ અંકુશ રાખશો. આ સ્થિતિ દરમ્યાન ઘરનું કંઈ પણ કામ કરવું નહિ. દેરાસર વગેરે પવિત્ર સ્થાનોમાં જવું નહિ. પુસ્તક (કોઈપણ) છાપાં તેમજ નવકારવાળી કટાસણું ધર્મના કોઈ ઉપકરણોને અડવું નહિ. સાધુઓ તથા પવિત્ર પુરુષો આદિને તેમનું દેખાઈ ન થાય તે અંગે પૂરતું ધ્યાન આપવું. તેવી સ્ત્રીનું મુખ જોવાનું એક આયંબિલ અને વાત કર્યાનું પાંચ આયંબિલનું પ્રાયશ્ચિત જણાવ્યું છે.

વૈદિકો શું કહે છે ?એમ.સી. વાળી સ્ત્રીઓએ એકાંતમાં રહેવું જોઈએ. કોઈ પણ વસ્તુને અડકવું નહિ. સ્નાન કરવું નહિ. તેલ ચોળવું નહિ. કુદરતી જીવન જીવવું. હસવું-દોડવું નહિ, જમીન ઉપર ઘાસ અગર કોથળા પાથરી સૂઈ જવું. માટીના વાસણમાં મગ-ભાત વગેરે સાત્વિક ખોરાક લેવો. મંદિર આદિ પવિત્ર સ્થળોએ જવું નહિ. કોઈને પણ સ્પર્ધ કરવો નહિ.

શ્રી શુકલ યજુર્વેદ ઃ 'તથા દિનત્રયં ત્યક્ત્વા શુદ્ધ સ્યાદ્ ગૃહકર્મણિ' એમ.સી. વાળી સ્ત્રી ત્રણ દિવસ પસાર થયા બાદ જ ગૃહકાર્ય કરવા માટે શુદ્ધ થાય છે.

ખ્રિસ્તી બાઈબલ ઃ બાઈબલમાં લખ્યું છે કે 'જ્યારે કોઈ સ્ત્રી રૃતુવંથી થાય ત્યારે તે સાત દિવસ સુધી અશુદ્ધ કહેવાય છે, તેને જે અડે તે પણ સૂર્યાસ્ત સુધી અશુદ્ધ રહે... જ્યાં સુધી તે સ્ત્રી અશુદ્ધ રહે ત્યાં સુધી તે જે જે વસ્તુને અડે તે બધી અશુદ્ધ ગણાય. જે કોઈ રૃતુવંતી સ્ત્રી પથારીને અડે તે પોતાના વસ્ત્ર ધોઈને સ્નાન કરે તો પણ સૂર્યાસ્ત સુધી અશુદ્ધ રહે. તેની અડેલી ચીજ વાપરવા જેવી ન રહે.

યહુદીઃ યહુદીઓ પયગમ્બર મોગીસના ફરમાન મુજબ માને છે કે એમ.સી.વાળી સ્ત્રીઓએ નદી, કુવા વગેરેનું પાણી અડવુ નહિ. કોઈ પણ અનાજ, સોનું, રૃપું, રૃપિયા વગેરે દ્રવ્ય તેમજ કોઈ પણ ફર્નિચરને અડવું નહિ. ભૂલથી કોઈ પણ ચીજને અડી જવાય તો તે ચીજ બાળી નાખવી. પોતે જે ફર્નિચર વાપરે તેના પર બ્લ્યુ રેબિન બાંધી રાખે છે. જેથી તેનો ઉપયોગ બીજો ન કરે.

પારસીઃ પારસીઓ અગ્નિહોત્રી બ્રાહ્મણની જેમ ખૂબ જ સ્વચ્છતા અને પવિત્રતામાં વિશ્વાસ ધરાવે છે. તેઓના ગ્રંથ 'ખૈરદેહ અવસ્થા'ની આજ્ઞાઓ મુજબ પોતાના જીવનને પવિત્ર રાખવા મથતા હોય છે. તેઓ કોઈ પણ કાર્ય ખરાબ થઈ ગયા પછી 'અવારવા પશેમાન' આ જાતના પાજંદ ભાષાના શબ્દો બોલી પોતાની પવિત્રતા જાળવવા પ્રયત્ન કરતાં હોય છે. આ શબ્દોનો અર્થ છે 'હું ખરાબ કાર્યોથી તોબાહ કરીને પાછો ફરું છું ને પરેશાન થઈને દૂર રહું છું.' એમ.સી.વાળી સ્ત્રીઓ અગિયારીમાં જઈ શકતી નથી. ત્રણ દિવસ દરમ્યાન અગ્નિનો સ્પર્શ કરતી નથી.

મુસ્લિમઃ 'કુરાને શરીફ'ના હુકમ પ્રમાણે મુસ્લિમ સ્ત્રીઓને એમ.સી. દરમ્યાન નમાઝ પઢવાની સખત મનાઈ છે. એમ.સી. વાળી સ્ત્રીને છ દિવસ અલગ રહેવું પડે છે. જે અડે તેને પણ ૪૦ થી પ૦ દિવસ સુધી પશ્ચાતાપ કરવો પડે છે.

સૌએ આ રીતે આ બાબતમાં મર્યાદા પાલન માટે ખૂબ ખૂબ કહ્યું છે. પણ આજની નારી સુધારક બનવાના બહાને બગડવા માંડી છે. આમ કરીને આજની નારી ધર્મની પવિત્રતા-મંદિરની, પવિત્રતા-ઘરની, પવિત્રતા-કુટુંબની પવિત્રતા અને જીવનની પવિત્રતાને જોખમમાં મૂકી રહી છે. સર્વનાશ નોતરી રહી છે. એને ખબર નથી, પણ એ પોતાના સર્વ સુખોનો નાશ કરી દુઃખના ડુંગરાઓ ખડકી રહી છે. સંયોગમાં આવનાર સર્વને માથે મોટી આફતો વધારી રહી છે. વધારે શું કહેવું ? હે ભાગ્યવતી સુશ્રાવિકાઓ, આટલું વાંચ્યા પછી કંઈક તો અસર થઈ હશે ? તો હવે તમારા આત્માના કલ્યાણ માટે આટલી નીચેની વાતો જરૃર ધ્યા