આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

                 ઘરે બેઠાં, સહેલાઈથી થઈ શકે તેવા પરમાત્માના શાસનની

                       પુણ્યાનુબંધી પુણ્યાઈને વધારવાના સચોટ ઉપાયો

                                    નવકારવાળી ગણવાનું ફળ

*   નવકારના એક અક્ષરના જાપથી ૭ સાગરોપમનું.

*   એક પદના જાપથી પ૦ સાગરોપમનું.

*   આખા યે નવકાર મંત્રના જાપથી પ૦૦ સાગરોપમનું.

*   બાંધી નવકારવાળી ગણવાથી પ૪૦૦૦ સાગરોપમનું.

દેવતાનું આયુષ્ય બાંધે છે અને નરકનું બંધન તોડે છે.

*   કમલબંધથી ૧૦૮ નવકારનો જાપ કરનાર ભોજન કરતો હોય છતાં નિરંતર ઉપવાસનું ફળ મળે છે.

*   'અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉવજ્ઝાય-સાહુ'એ સોળ અક્ષરનો ર૦૦ વાર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.

*   અરિહંત-સિદ્ધ એ છ અક્ષરનો ૪૦૦ વાર અને એ એક જ અક્ષરનો નિરંતર જાપ કરવાથી એક ઉપવાસનું ફળ મળે છે.

*   નવકારમંત્રના એક પદનો કાર્યોત્સર્ગ કરતા ર૪પ૪૦૮ ૪/૯ આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ.

*   આખા નવકારનો કાર્યોત્સર્ગ કરતા ૧૯૬૩ર૬૭ પલ્યોપમનું અને પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણ લોગસ્સનો કાઉસગ્ગ કરતા ૬૧૩પર૧૦ પલ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય છે.

સામયિકનું ફળ ***

*   શુદ્ધિપૂર્વકના એક સામયિકથી (૯ર, પ૯, રપ, ૯રપ૮, ૯અ૧/૩) બાણું, ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર અને નવસો પચીસ ઉપર એક તૃતિયાંશ સહિત આઠ નવમાંશ પલ્યોપમનું દેવલોકનું આયુષ્ય બંધાય.

પૌષધનું ફળ***

*   ૧ દિવસના પૌષધ ર૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, ૭૭૭ ૭/૯ પલ્યોપમનું દેવાયું બંધાય.

પ્રતિક્રમણનો ઉપદેશ કે ઉપકરણો આપવાનું ફળ ***

*   ૧૦૦૦ ગાયોનું એક ગોકુલ કહેવાય આવા ૧૦,૦૦૦ ગોકુલની ગાયો દાનમાં આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય કોઈને પ્રતિક્રમણનો ઉપદેશ આપવામાં થાય છે.

*   ૮૪,૦૦૦ દાનશાળાઓ બંધાવતા જે પુણ્ય થાય તેટલું પુણ્ય ગુરૃને દ્વાદશાવર્ત વંદન કરવાથી થાય છે.

*   પપ૦૦ સોનૈયા ખર્ચીને જીવાભિગમ, પન્નવણા, ભગવતીસૂત્ર આદિ આગમો લખાવવાથી અથવા પપ૦૦ ગર્ભવતી ગાયોને અભયદાન આપતાં જે પુણ્ય થાય તેટલું પુણ્ય ૧ મહપત્તિ આપવાથી થાય છે.

*   રપ૦૦૦ શિખરબંધી જિનાલય બંધાવવાથી જેટલું પુણ્ય થાય તેટલું પુણ્ય ચરવળો આપવાથી થાય છે.

*   માસક્ષમણ કરે અથવા જીવરક્ષા માટે ક્રોડ પાંજરા કરાવે તેમાં જેટલું પુણ્ય બાંધે તેટલું પુણ્ય ૧ કટાસણું આપવાથી થાય છે.

*   પ૦૦ ધનુષ્ય પ્રમાણવાળી ર૮૦૦૦ પ્રતિમા ભરાવવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક વખત ઈરયાવહી કરતાં થાય છે.

પચ્ચક્ખાણનું ફળ***

*   રોજ ઓછામાં ઓછું નવકારશી અને ચૌવિહારનું પચ્ચક્ખાણ કરનારો પ્રાયઃ નરક-તિર્યંચ ગતિમાં જતો નથી.

*   નારકીમાં રહેલો આત્મા અકામ નિર્જરાથી અસહ્ય દુઃખો સહન કરી ૧૦૦ વર્ષમાં જેટલાં કર્મ ખપાવે છે તેટલા કર્મો માત્ર નવકારશ પચ્ચક્ખાણ કરનારો ખપાવે છે.

*   પોરસીના પચ્ચક્ખાણથી ૧,૦૦૦ વર્ષના અશુભ કર્મો નષ્ટ થાય છે.

       *  સાઢ પોરસીથી ૧૦,૦૦૦ વર્ષના પુરિમઠ્ઠથી ૧,૦૦,૦૦૦ વર્ષના, એકાસણાથી ૧૦,૦૦,૦૦૦ વર્ષના,

નિવીથી ૧,૦૦,૦૦૦૦ વર્ષના, એકલઠાણાથી (માત્ર હાથ-મોં સિવાય એકે અંગ હાલવું ન જોઈએ]

અને ઠામ ચૌવિહાર કરવો જોઈએ.) ૧૦,૦૦,૦૦૦૦ વર્ષના,

એકલદત્તથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, આયંબિલથી ૧,૦૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના,

ઉપવાસથી ૧૦,૦૦,૦૦,૦૦૦ વર્ષના, છઠ્ઠ તપ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,

અઠ્ઠમ-નવમ કરવાથી ૧૦,૦૦,૦૦,૦૦,૦૦ વર્ષના,

સદા ઉકાળેલું પાણી પીવાથી ક્રોડાક્રોડી વર્ષના અશુભકર્મ દલિતો નષ્ટ થાય છે.

આમ એકેક ઉપવાસની વૃદ્ધિ એ દસ ગુણા વર્ષોની નિર્જરાની વૃદ્ધિ થાય છે.

વિશેષમાં મુઠ્ઠીશી, ગંઠસિ, વેઢસિ વગેરે પચ્ચકખાણ બહુ ફળ આપનારાં છે.

પ્રભુદર્શનનું ફળ***

*   દેરાસર દર્શન કરવા જવાનો વિચારમાત્ર કરવાથી ૧ ઉપવાસનું ફળ મળે છે.

*   દેરાસર જવા માટે ઊભા થતા છઠ્ઠ (ર ઉપવાસ)નું ફળ મળે છે.

*   પગ ઉપાડતા અઠ્ઠમનું (૩ ઉપવાસ)નું.

*   આગળ વધતાં ૪ ઉપવાસનું.

*   અડધે રસ્તે પહોંચતા ૧પ ઉપવાસનું.

*   જિનાલય નજરે પડતા માસક્ષમણનો લાભ મળે છે.

*   દેરાસર પાસે આવતા છ મહિનાના ઉપવાસનું ફળ મળે છે.

*   ભગવાનના ગભારા પાસે આવતા વરસી તપનું ફળ.

*   પ્રદક્ષિણા આપતાં, ૧૦૦ વર્ષના ઉપવાસનું ફળ.

*   પ્રભુજીની પૂજા કરવાથી ૧૦૦૦૦ વર્ષના ઉપવાસનું ફળ.

*   જિનબિંબને પ્રમાર્જન કરતા ૧૦૦૦ ના ૧૦૦ ગણા ઉપવાસનું ફળ.

*   જિનબિંબને વિલેપન કરતા ૧૦૦૦ના લાખ ગણા ઉપવાસનું ફળ.

*   જિનબિંબને પુષ્પમાળા ચડાવતાં અનંત લાખ ગણાં ઉપવાસનું ફળ મળે છે.