આજ નો દિવસ : વિક્રમ સંવત   ૨૦૭૪  ( નેમિસૂરિ સંવત  ૬૯ )  કારતક સુદ ચોથ સોમવાર   Dt: 23-10-2017વિધીની સાથે વેર ન થાય, જીવન આખું ઝેર ન થાય, નસીબ છાપેલો કાગળ છે, તેમાં કદી ફેર ન થાય…

"ઘર"... એટલે...

 

ઘર અંગેના વિચારો, જે વર્ષોથી મનમાં વહેતા હતા, તે દરેક માટે સાચા થાય તેવી અંતરની અપેક્ષા અક્ષરો વાટે 'બારખડી'માં અર્પણ કરું છું.

કુદરતની કૃપાએ કિલ્લોલ અને કલરવ કરતું-કરાવતું                                    ... કુટુંબ

ખુશીઓની ખુબ-ખુબ ખુશ્બોઓને ખીલવતી ખુબીભરી                                   ... ખુશહાલી

ગમતાનો ગુલાલ અને ગુણોનો ગુણાકાર કરાવતું                                           ... ગુરૃત્વકેન્દ્ર

ઘનીષ્ઠતાની ઘોષણા સાથ ઘર-સંસારને ઘટ કરતું                                          ... ઘર-આંગણું

ચાહના અને ચારિત્રના ચણતરને ચક્રવૃદ્ધિ સાથ ચિરકાલીન કરતું                   ... ચેતના-ઘર

જાગૃતતાથી જીવન જીવવા અને જીતવા માટેનું જાજરમાન                           ... જાત્રા-સ્થળ

ઝીંદાદિલીની ઝલક દેખાડતો અને ઝવેરાત સમાન ઝગમગટો                       ... ઝરૃખો

ટાઢ-તડકામાં ટકવા માટે ટેકો આપી, ટહુકા સાથે ટેશ કરાવતો                         ... ટાપુ

ઠોકર અને ઠેસ પછી ઠરીઠામ અને ઠંડક અપાવતું                                           ... ઠેકાણું

ડુબતાની ડાળખી-સમાન, ડગલે-પગલે ડહાપણ આપતો                                ... ડેલો

તત્વજ્ઞાન અને તુલસીથી તરબોળ, તમામ તરસને તૃપ્ત કરતું                         ... તીર્થસ્થાન

થોભ્યા કે થાક્યા વગર, થનગનતા થવાનું                                                       ... થાનક

દિર્ઘ-દૃષ્ટિથી, દરેક દિલોને દિવ્ય-જ્ઞાનનું દર્શન કરાવતું                                    ... દેવ-લોક

નયનરમ્ય નિવાસ માટેનું નસીબવંતુ, નિર્મળ અને નિર્ભય નજરાણું                    ... નંદનવન

પરસ્પરના પર્યાય બની, પારિવારીક પ્રેમની પરંપરાને પ્રજ્વલ્લિત કરતો            ... પુન્ય-પેલેસ

ફરજ અને ફુલોની ફોરમને ફેલાવી ફતેહ કરતી ફળદ્રુપ                                         ... ફુલદાની

બંધુત્વ અને બહુમતીને બહેતર બનાવવા, બ્રહ્માએ બનાવેલ બેનમુન                   ... બગીચો

ભાઈચારા અને ભક્તિભાવના માટે ભગવાને આપેલ ભાગ્યશાળી ભેટ                   ... ભાગ્યભૂમિ

મન-મેળ અને મોહ-માયાથી મળી, મનગમતી મહેક અને મીઠાશ માણવા              ... માતૃભૂમિ

યુગા-યુગ સુધી યાદગાર અને યથાર્થ બને તેવું                                                      ... યાત્રા-સ્થળ

રંગ-રસ અને રાજી-ખુશી રહેવા માટેનું રસીક અને રક્ષીણ રહેઠાણ                           ... રાજ-મહેલ

લાગણીના લોબચુંબકને લેખે લગાડી, લીલાલહેર કરાવતું                                     ... લોભ-લોલક

શાંતિ, શ્રદ્ધા, શૌર્ય, શક્તિ અને શિષ્ટતાથી શોભતું                                                   ... શુભ-શિખર

સમર્પણના સમભાવ અને સદ્ભાવ સાથ સાચા સ્નેહ-સંબંધોનો સરવાળો                 ... સુખ-સદન

હોંશ અને હેતથી હળી-મળીને હંમેશા હર્ષના હિંડોળે હીંચકાવતું                             ... હર્ષ-વીલા

અને... અંતમાં...

વિધાતાના વરદાનથી વસેલું, વડ-વૃક્ષોથી વિભૂષિત, વર્ષાના વારસાગતમાં વહાલનું વહેણ વધારતું,

વિશ્વસનીય વિસામા માટે વાટ જોતું, વિશિષ્ટ અને વૈવિધ્ય વિભોર વહાલને વહેંતું રાખતું,

વરદાન-રૃપી આવું વાસ્તવિક 'ઘર'

પ્રવક પરિવારને પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના સાથ...

કલમ-કાગળનો કસબ કેળવી, કુદરતનો આભાર માનવા,

મારા મિત્ર કિશોરના અંતરની એક કુદરતી કૃતિ છે.